પુનઃમિલન
થાડ……..તમાચા ના જોરદાર અવાજ થી કોર્ટ રૂમ માં સ્તબ્ધતા છવાઈ ગઈ. પીન ડ્રોપ સાયલન્સ !!!!!
‘બે વરસ થી કેશ ચાલે છે પણ કોઈ મચક નથી આપતું’ ને તેઓ તાડૂક્યા.
વકીલ જોરાવરે અસીલ શ્રી મુસ્કાનને એક તમાચો માર્યો ને હાજર તમામ લોકો વકીલ સામે જોઈજ રહ્યા. પિંજર કઠેડા માં ઉભો ઉભો મુસ્કાન જરા નીચું મોઢું કરી ને પ્રત્યાભાવ ની રાહ જોઈ રહ્યો.
“ વકીલ સાહેબ તમને તમીજ જેવું કઈ છે કે નહિ ? મુસ્કાન મારા પતિ છે ને તમારી હિંમત કેમ ચાલી કે તમાચો મારી શકો ? “
“ ઓહ……મુસ્કાન તમારો પતિ છે…..”
“ શટ અપ …હવે કંઈ પણ આગળ બોલ્યા તો ..” ને તે દોડી ને મુસ્કાન પાસે પહોંચી ગઈ. “
“ સોરી મુસ્કાન ..વધારે તો જોરથી નથી વાગ્યું ને ? પણ આપણી ચાલ કારગત નીવડી છે , સોરી દિત્રા “
દિત્રા ને મુસ્કાન હાથ પકડી ને કોર્ટ રૂમ ની બહાર નીકળી ગયા ને કોર્ટ માં હાજર બધા , બંને ને જોઈ રહ્યા ને જજ સાહેબ તો દિગ્મૂઢ બની ગયા હાથમાં હથોડી સ્થિર થઇ ગઈ.
છેલ્લા બે વરસથી મુસ્કાન અને દિત્રા ના છૂટાછેડા નો કેશ કોઈ પણ કાળે ઉકેલાતો નહોતો.કોઈને કોઈ બહાના ને કારણો મુદત પર મુદત વિતાવી ને બે વરસ પસાર થઇ ગયા. વકીલ જોરાવર આજ રાહત નો કોટ ખભે ભેરવી ને બંને ને જતા જોઈ રહ્યા.
‘નાનો પણ રાઈનો દાણો’ કહેવત ને સાર્થક કરતી ખુબજ નાની પણ અસરકારક વાર્તા છે…
રીતેશ ભાઈ બહુ સરસ વાર્તા હતી ..
છુટા છેડાના કેસનો 2 વરસથી અંત આવતો નો’તો એ; એકજ સપાટે અંત આવી ગયો .
વાર્તાની ગોઠવણ સરસ હતી.
ખુબ આભાર , આપના અમુલ્ય શબ્દો પ્રેરણા આપે છે.