આદત પડી ગઈ છે
બીજાનું રેલાતું મુક્ત હાસ્ય જોઈ, હસવાની લાખો કોશિશ કરી જોઈ;
ગમ ને વિષાદની નથી નવાઈ,અશ્રુઓની ધારને નથી રોકી શકાઈ
તેથી જ તો રડવાની આદત પડી ગઈ છે.
અન્યના મિલન સહવાસ અનેરા, અનેક પ્રયત્નો થકી સાંજ થી સવેરા;
જ્યાં વિરહના વમળમાં જવાય ખેંચી, જીવન સઘળું તડપન માં રહેંસી;
તેથી જ તો જુદાઈની આદત પડી ગઈ છે.
સર્વે એકઠા થઇ નાચગાન માણે, ઉત્સુકતા ઘણી પગને એ પણ જાણે;
થકન થી નંદવાઈ જાય એ અજાણે,દુરથી લે નિશાસા કેમ એ પિછાણે;
તેથી જતો એકલતાની આદત પડી ગઈ છે
Khubaj saras gazal chhe ..biji rachano pan vanchvani maja aavi..dhanyavaad…..DHRUTI