સમયને બાંધશો નહિ

સમયને બાંધશો નહિ

જાય છે કેમ તું વળી ઉતાવળો થઇ બહાવરો

નથી તારે કોઈની લગામ કે નથી કોઈ ધરો;

થઈને જરા ઢીલો પડી ન’કે રાહ તો પાછળ;

સમય તું થા સાવધ બાંધુ તને થઇ આગળ;

 રે મનવા થયો પાગલ કે હણાઈ તારી બુદ્ધિ;

પાણીના પરપોટા પકડ્યા કે આવી જરી શુદ્ધિ;

પોક મૂકી રડવાનું  વારી ને જુગ જવાશે રહેંશી;

પોક મૂકી રડવાનું  વારી ને જુગ જવાશે રહેંશી

પસ્તાવાના વિપુલ ઝરણે   આંસુ વહી જવાશી 

હે.. રે  મેં આજ બાંધ્યો સમયને જોઉં તેના હાલ;

કેવો વળખાય જાણે ભોરીંગ સોટીએ દોરી ચાલ;

ઝરા નજર ને કરી છૂટી થઇ ત્યાં  આંખો ચકોર;

આ શું બધું રે નહોતું કઈ ધાર્યું ને ઠપ્પ ચારેકોર;

 બસ અડ્ડા માં ખડકાઈ બસોની કતાર લાગે હારો;

રસ્તા જાણે વાહન થકી રાહ જોવે જો મળે ઈશારો;

હવાઈ જહાજ તો ઉપર લટકે નીચે લગાવી ઘૂમરી;

ઓફિસો ને બેંક માં કામ અટકે કોણ કરે જરા ચમરી;

હો હા થઇ ગયું ને બુમાબુમ સંભળાય કોણ ..કોણ ?

અરે એતો હું જોઉં જરા  આજ બાંધ્યો સમય કહેણ;

થા માં ગાંડો છોડ  એને મૂકી છુટ્ટો આ ચક્ર ને વહી 

જતું ના અટકાવો ભલા,  કોઈ સમયને બાંધશો નહિ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s