રે મન !

                                                                        રે મન !

હા.. હા ..હા ….અને ધીમી ખીકીયારી નો ગણગણાટ રૂમ ની બહાર જતો સંભળાયો. એટલી તો જરૂર ખબર હતી કે બધું શું ચાલી રહ્યું છે. રૂમ માં ચારેબાજુ નજર ફેરવી જોઈ. એક ધીમો આહ્કારો નખાઈ ગયો. દીદી ..દીદી ..હું તારી જોડે આવીશ હાં કે ! નાનો ભાઈ તોફાન કરતા કરતા તેની સાથે બહાર જવાની હંમેશા જીદ કરતો. “દીપુ , આજે મારે કોલેજની બૂક લેવાની છે. પ્લીઝ કાલે હું તને જરૂર લઇ જઈશ .”ને લગભગ દરેક વખતે તે માની જતો કયારેક જ જીદ પકડતો.કયારેક મને એની દયા આવતી ત્યારે તેને સાથે લઇ જતી તો રૂપા પણ દોરાઈ જતી. ને બંને સાથે હોય એટલે અચૂક તોફાન કરેજ .વાદવિવાદ કે નકલો કરીને આખો રસ્તો બંનેને સાચવી ને ઘરે લાવતી ત્યારે નિરાંત થતી. ક્યારેક સ્વત્રંતા છીનવાઈ જવાનો વસવસો થતો. જયારે રીક્ષા ન મળે ત્યારે દીપુ ની ગેર હાજરી જરૂર સાલતી. કમસેકમ દીપુ હોયતો વાતચીતમાં રસ્તો જલ્દી  કપાઇ જાય.

“ શાલુ , એ, શાલુ આજે તારા પપ્પા વ્હેલા બહાર જવાના છે , જલ્દી આવ , બે-ચાર રોટલી વણવા  મને હેલ્પ કરજે ”  વાંચવામાં માંડ ચેન પડે ત્યારે ઘણી વાર મમ્મી ડીસ્ટર્બ કરતી. ને બૂક ને લગભગ પછાડતી રસોડા માં પહોંચી જવું પડતું. રોટલી વણવા કરતા તે મમ્મી ની સાથે વાત કરવામાં વધારે ધ્યાન આપતી.

“ આજે ઓફીસ પહોંચવામાં મોડુ થઇ જશે…શાલુ, મને જરા બસ સ્ટોપ સુધી  ડ્રોપ કરી દઈશ ? ”

ને પપ્પા ને હું કદી ના નહોતી પાડી શકતી. ને એટલી તો સમજ પડતી કે તે કામ કરવું ખુબજ જરૂરી પણ હતું. ક્યારેક દીપુ સ્કુટી આગળ ઉભો રહી જતો , એટલે વળતા તેની સાથે વાત કરતી. જવતલ વિધિ દરમ્યાન દીપુ નો રડમસ ચહેરો એની સામે તારી આવ્યો .કેવો દયામણો થઇ ને એ જવતલ હોમતો હતો . લગ્નની વિધિ દરમ્યાન ન રડવાની પ્રોમીસે તેને આંસુઓ રોકી રાખ્યા હતા.

પગ પ્રક્ષાલન અને કન્યા દાન વખતે મમ્મી ને પપ્પા ની સામે અપલક જોયે રાખેલું ને બધી હામ હૈયે સંઘરી રાખી. ને નાનલી રૂપા તો કોણ જાણે કેટલું રડેલી એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ હતો.મમ્મી ની અશ્રુધારા તો જાનની વિદાય પછી પણ નહી રોકાઈ હોય તેની ખાતરી હતી .પપ્પા પણ બિચારા ગમની પોટલી દબાવી ને ફરતા, તે પણ આખરી વિદાય વેળાએ આંખો ની ધારાને રોકી નહોતા શક્યા .કદાચ જીવન માં પહેલી વાર રડતા એમને જોયેલા .ને પોતાની હાલત કેવી હતી ? કાશ કોઈ એનો અંદાજ લગાવે ! કઈ કેટલાયે આંસુ વહી ગયા….. તેને એક ગઝલ યાદ આવી.

 બીજાનું રેલાતું મુક્ત હાસ્ય જોઈ ,    હસવાની લાખો  કોશિશ  કરી  જોઈ

જ્યાં ગમ વિષાદ ની નથી નવાઈ,  અશ્રુઓની ધારને નથી રોકી શકાઈ,

…………………તેથી જ તો રડવાની આદત પડી ગઈ છે.

ઘરના આંગન માં પા પા પગલી પડતા થી લઈને સહિયારો સાથે ના રાસ કે ગમ્મત , ને છેલ્લી ઘડી ની વેળા ને જાણે કપડા ની કોરે બાંધી ને નીક્ળવાનો વારો આવશે તેની તૈયારી તો હતી જ. બધાની વચ્ચે થી વિદાઈ લેતા જે ભાર હૈયામાં ભારે અકળામણ રૂપ હતો. કેટલા આંસુઓ વહી ગયા !! કેટલા સરવાળા ને કેટલી બાદબાકી ! કદાચ આનેજ જીવન કહેવાતું હશે.

ચારે બાજુ રૂમ માં નજર કરી .દિવાલ પર રહેલા પોસ્ટર પર નજર સ્થિર થઇ. અરે કંઈ તો દેખાતું નથી. મોડર્ન આર્ટ !! દીવાલો પર નજર ફરી રહી .કેવો કલર કે પોસ્ટર !નજર ને તે રોકી નથી શકતી . પાછી વાળવા પ્રયત્ન કર્યો પણ વાહ રે સમય ! આજ નજરથી પણ પોતે બંદી ?? નાનીમા ઘણી વાર કહેતા કે બહુ દબાવો તો સ્પ્રિંગ છટકે.નાનીમાની સલાહ માની ને તેને નજરને ખુલ્લો દોર આપી દીધો . પછી તે જાલી રહે ખરી ! તેની સામે અરીસો દેખાયો . જેવી નજર ત્યાં ગઈ કે તેને નવો ઓર્ડર મળ્યો.ધીરે પગલે તે ડ્રેસીંગ ટેબલ નજીક ગઈ .પાસે પડેલા સ્ટુલ પર બેસી ગઈ ને સામે જોવા લાગી.

અરે !! અરીસો તો કેવળ એક નિર્જીવ ને એક સિમિત દીવાલે રાખેલી વસ્તુ છે તો પછી દીવાલ તો દેખાતી નથી .અરીસામાં તો પ્રતિબિંબ દેખાય ,પણ કાં આજ નવું ? અરે અરે આ શું દેખાયશે ? ને વળી તે પાછી ઘરના આંગન માં જઈ ચડી. સખીની કીક્યારીઓ સાથે તે મહાલતી દેખાઈ . કાકાના ઘરમાં જઈને ઢબુને ખેંચી આવતી દેખાઈ. વિશાખા નામ હતું પણ કોલેજમાં આવી ગઈ પણ તે ઢબુ જ રહી. મને ખબર હતી કે કાકી જરૂર ખીજાશે. પણ છતાં તેને મજા આવતી . અન્ય સખીયો ની સાથે ઢબુ  વગર રમવાની મજાજ નહોતી આવતી. રે ! મન …..ને તેણે મનને પાછું વાળ્યું. હં હવે કઈ બરાબર લાગ્યું . પોતાનો ચહેરો અરીસામાં દેખાયો. ઓહ ! આ પોતાનોજ ચહેરો છે ?

કેટકેટલી મેહનત કરીને પાર્લર વાળીએ પોતાને તૈયાર કરેલી.જાતજાતની વસ્તુઓથી પોતાના ચહેરાને એવોતો મેક અપ  કરેલો કે તૈયાર થયાબાદ ખુદનો ચહેરો જોઇને ખુદ શરમાઈ ગયેલી. પહેલીવાર અહેસાસ થયેલોકે પોતે ખરેખર આટલી સુંદર છે ??  અને અત્યારે ?? ચહેરા પર નું  નુર હણાઈ ગયું છે. લાલીમાં વિલીન થઇ ગઈ છે અને ચહેરો કાળાશ પડતો માલુમ પડ્યો . વધારે તે પોતાને જોઈ ના શકી.ઉઠી ને જોયું તો એક ખૂણા માં પડેલ ખુરશી દેખાઈ કે શરીરમાં થાકનો અહેસાસ થયો. પગની ગતિ ને તે રોકી ના શકી. કેમ ! જાણે આજે પોતાના શરીર પર કોઈજ અધિકાર ના હોય તેમ પોતે અંગોની આજ્ઞા માનતી હોય તેમ દોરાયે જતી હતી.ખુરસી પર શરીર લંબાવ્યું ને ગીરનાર પર થી ઉતરી ને આવી હોય તેટલો થાક મહેસુશ થયો. આંખોને બંધ રાખી ને બે પળો રીલેક્સ થવાનો પ્રયત્ન કર્યો ,પણ કોણ જાણે આજે મન પોતાને ક્યાં દોર્યે જતુ હતું. બચપણમાં યુવાનીનાં વિચાર ??ખુશીની પળો વધુ સમય ના ટકે તેનો આજ પ્રત્યક્ષ અનુભવ થયો. નજર તો હજી પોતાના કાબુ બહાર જ હતી.

આહ ! ના ઉદગાર સાથે તે ઉભી થઇ ને વળી પગ ની આજ્ઞા એ તે આગળ વધી. ફૂલો ની ખુશ્બુ થી નાક એનું ઘેરાઈ વળ્યું ને આખા શરીર માં એક મીઠી સુગંધનો ધોધ ફરી વળ્યો.સામેજ ફૂલોથી ઢંકાયેલ પલંગ તરફ તે દોરાઈ. ચપ્પલ ને ઉતારી, સાડી સંકોરી તે ઉપર બેઠી. પોતે કોઈ અબુધ બાળકી નહોતી, કે નહોતી કોઈ ચીજથી અજાણ, આશ્ચર્ય એકજ વાતનું હતુકે પોતે આજ મનને નાથી શકવામાં અસફળ રહી હતી. ફૂલથી સજાવેલ પલંગ એક જાજરમાન આવૃત્તિ સમાન દેખાતો હતો.

વિચારો ને અટકાવી તે પોતાનું ભાન સંભાળી વર્તમાન કાળ માં અવી ગઈ. જે જરૂરી હતું ને સમજણે શાન ને મન નિરાભિમાન, એજ તો પોતાએ જાળવવાનું હતું. પણ ખરેખર પોતે હજી તુંન્દ્ર અવસ્થા માંથી બહાર આવી છે ખરી કે ? રૂમ તરફ કોઈ નો અવાજ આવતો સંભળાયો કે તેની વિચારધારા તૂટી ગઈ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s