સંગમ
દિન અને રાતનું આ કપરું સંગમ શક્ય નથી;
રવિ અને ચંદ્રનું એ વિરહ સંગમ શક્ય નથી;
તન મન તૂટેલા યુગલો નું સંગમ શક્ય નથી;
રહે પાસ ગમ થી દ્વારે એનું સંગમ શક્ય નથી;
શક્ય નથી એ મિલન ચકવા– ચકવી નું રાત્રે;
શક્ય નથી એ જોડાણ બ્રહમચારી અને પ્રીતનું;
શક્ય નથી એ જોડાણ ભરતી ને ઓટનું સમુદ્રે;
શક્ય નથી જોડાણ જન નું મનથી હરેલ જીતનું .