બ્હેની મારી લાડકવાઈ !!
કર ઝુલાવી પારણું ગાયા રૂડા હાલરડાં,
દિન થકી રાત્રી ના જોઈ શીખવ્યા અમ ચકરડા;
ચાલણ ની સંગ ચાલણ થયા ગાઈને ગીતડાં,
નિશાની નિંદે જાગી જતા સુની અમ રાગડા.
આંગળી પકડી શીખવ્યું ચાલતારાખ્યા પડતા રોકી,
થઇ જતી ભૂલ અમારી જરૂર અમને ટોકી;
બાગમાં લઇ જઈ ને રમતો ખુબ રમાડતા,
ચકરડી ને લપસણી માં સોટી જરૂર તો રાખતા.
બાળ સાથે તમે બાળ થઇ ને અમને ખુબ હસાવતા,
સામે થઇએ ક્યારે તો કાન જરૂર પકડતા;
તૈયાર કરી રોજ મોકલતા સ્કુલે પકડાવી દફતર,
ખોજ કરતા આવતા પાછળ પડીએ મોડા અકસર.
વસમી વિદાઈ લઈને તમે રાખ્યા અમને રોતા ,
યાદ આવો ત્યારે ત્યારે તસ્વીર તમારી જોતા;
હૈયું ભરાયું બેની અમારું મળવાની ઘણી તલપ , (
ક્યારે આવોછો એની આપી દો એક કલેપ.
યાદ કરી કરી બહેનીને ભાઈ આંખે અમિનેશ ,
પત્ર લખી જરૂર અમને પાઠવજો ખુબ આશિષ.