બાબરી
કોઈ ઉતારો આ ધરતી ની બાબરી, ભાર ઓછો કરો એણે જટા વધારી
પ્રથમે તો આવેલા કોંટા જેમ નીકળીને, લીલુડા કેશ જેમ મોતી ચમકીને
પવન લહેરાય ને સંગ એ પણ લહેરાય સાગર માં મોજા જેમજ લહેરાય
જોઈ જનના દિલ ડૂબી મનોમન ખચિંત રહી એ સહી ના જાય કાનોકાન
લીલુડા કેશ વધતા ને વધતા પહોંચી ગયા છે ઝાડ એ નથી તો રોકાતા
સાપ જીવ જંતુ કેશમાં ફરે જેમ ટોલા ને લીખ ચીપકે છે ત્યાં ગરોળી જેમ
કોઈ ઉતારો આ ધરતી ની બાબરી, ભાર ઓછો કરો એણે જટા વધારી