વસંત ના વધામણા
“ જમવાનું હવે ઠંડુ થઇ જશે બેટા ! ” વાંચવામાં ધ્યાન મગ્ન પુત્ર ને પિતાએ ઢંઢોળ્યો.
“ બસ, જરાક હોમવર્ક પતાવી દઉં કે જમી લઈએ ”
“ મતલબ અડધો કલાક ”
“ ના પપ્પા આજે ફક્ત દશ મિનીટ , સ્યોર ” હસતાજ તે બોલ્યો.
” ઠીક છે, તું ફ્રી થાય એટલે કહે આપણે જમી લઈશું. ” કહેતા તેઓ બાલ્કની માં ગયા. બહારની દુનિયા ને તેઓ નીરખવા લાગ્યા.
આસમાની ઓઢણી પહેરીને ગરબે ઘુમતી નાની બાળાના મુખની લાલીમાં જેવું રૂપ ધરીને ઉષાના રંગો આસમાનને શોભાવે છે.થોડી પણ ઉતાવળ ના હોય તેમ,આજ પવન પણ મંદ મંદ ગતિએ ડોલતો જતો હોય તેમ ઘાસની તીરખી ઓ ડોલાવે છે. કયાંક આકાશમાં વિહરતા પક્ષીઓ નજરે પડેછે. જીણો તમરાનો અવાઝ વાતાવરણની શાંતિ ને જરા અમથી ચીરે છે.કલબલ કરતા ચક્વાઓ પણ શાંત થઇને પોત પોતાના માળા માં સુખ દુખ ની વાતો કરેછે ,તો કોઈ વળી પોત પોતાના પરાક્રમ ની વાતો પણ આદરી રહ્યા છે. તિમિર ના આગમનની વધામણી થઇ ચુકી છે. મધ્યમ કદના નગરમાં બીજું તો વળી ખાસ શું નવીન હોઈ શકે ! બહારની રંગીન દુનિયામાં પરિવર્તન આવી રહ્યું છે. ભોજન ના શોખ કરતા માણસ મોજશોખ ને વધુ મહત્વ આપતો થયો છે. કપડા ને બીજી બાહ્ય વસ્તુ ને વધુ પોસવા લાગ્યો.
“ પાપા ….” હાથ પકડી ને મંદર પોતાના પિતાને અંદર ઘસડી ગયો
“ નાઉ , યુ ઓકે માય સન ? ”
“ યસ પાપા, લેટ્સ હેવ ડિનર ”
બંને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા. બંનેને કકડી ને ભૂખ લાગી હોય તેમ જણાયું, કારણ કે જમવાની સ્પીડ વધારે જણાઈ. આજે વાત ને બદલે ભોજન ને વધારે પ્રાધાન્ય આપ્યુ. પણ રંજીશભાઈ નું ધ્યાન મંદર ની સામે પણ છે.કેવો તે જડપ જડપથી ખાય છે ને મગજ હજી પણ બુક માં હોય તેમ સ્પષ્ટ જણાતું હતું.જાણે જમવાનું પતાવી ને વળી પાછો કઈ બાકી હોય તેને પૂરું કરવાની ધગશ માલુમ પડતી હતી.મંદર ને આમ જમતો જોઈ ને તેમને એક બાજુ દયા ને બીજી બાજુ માન પણ ઉભરાતું હતું.
“ પાપા, વળી પાછા કાલના ઓફીસ કામની ચિંતા માં ડૂબી ગયા ? ” રંજીશભાઈનો હાથ અટકી ગયો કે મંદરે તેમની તુન્દ્રા તોડી
“ હું પણ એજ જોઈ રહ્યો છું , તું તો જાણે ચોર કોટવાળ ને દંડે તેવી વાત કરી રહ્યો છે. ”
“ પાપા , શું તમે પણ…….” ને તે પપ્પા ને વળગી પડ્યો.
“ ખિસ્સાનું બજેટ વધારવાનું છે કે કેમ ? ? ”
“ પાછા ….ઠીક છે હવેથી મારી પોકેટ મની ઘટાડી દેજો ઓકે ? ”
“ અરે…….મંદર , જરા અમથી મસ્તી ને મગજ પર…..”
“ હા હા ..હા ….કેવા ડરાવી દીધા ? ” ને મંદર પાછો પિતાને વળગીને હસવા લાગ્યો.જમવાનું પતાવી બંને લીવીંગ રૂમમાં આવ્યા.
“ આજે કઈ ચેનલ જોઈશું ? ”
“ આજે તમારી ચોઈસ ની, તમેજ કહો. ”
“ ડીસકવરી ઓકે ? ”
“ સ્યોર વ્હાય નોટ ”
ને બંને ટીવી જોવામાં મગ્ન થઇ ગયા. રોજના નિયમ મુજબ એક કલાક બાદ ટીવી બંધ કર્યું ,” બેટા હવે હોમવર્ક બાકી નથી ને ? ”
“ નો બોસ ….ખલ્લાસ ”
એક શાંતિના શ્વાસ સાથે તેઓ પોતાના રૂમમાં ગયા ને મંદર પણ પોતાના રૂમમાં ગયો. આવી ને બેડ પર લંબાવ્યું .ક્યારે રાત્રીની અજાયબ દુનિયામાં ગરકાવ થયો તેની ખબર પણ ના પડી !
બારી માંથી આવતો પવન મંદ મંદ વહી રહ્યો છે,દુર ક્યાંક કોયલના મધુગાન સંભળાઈ રહ્યા છે. બાગમાં ફૂલોના ખુશ્બુ ની સોડમ દુર દુર ફેલાય છે.તાજા છાંટેલા પાણીથી ઘાસ પરના જળબિંદુ મોતીની જેમ ચમકે છે.નવોઢા પત્નીનો ઘૂંઘટ ઉઘડે ને એક ચમક છવાય તેમ સવાર ની ચમક નું સામ્રાજ્ય છવાઈ ગયું છે.ખેતરો માં પાક લહેરાઈ રહ્યો છે .સુર્યમુખીના ફૂલો પણ સ્મિત ફરકાવતા ખીલી ઉઠ્યા છે. સૂર્ય ની ગતિ સાથે તાલ મિલાવીને તેઓ પણ તેમની બાજુ ટેબલ પંખો ફરે તમે ફરી રહ્યા છે. નાની અમથી ડાળી માં ક્યાં મોટર લાગેલી હશે કે ડાળી સુર્યની દિશામાં ગતિ કરે છે !
સવાર પડેછે , રાત્રી આવેછે , શિયાળો જાયછે ને ઉનાળો આવેછે. તાપણાની વિદાઈ બાદ વાસંતી વાયરા વાય છે ને પછી વરસાદ બધાને ભીંજવતો જાય છે . આમ જ મહિના ને મહિના વીતી ને વર્ષો વહી ગયા . સમય ને જતા ક્યાં વાર લાગે છે ?મંદર સાત વર્ષનો હતો ત્યારે તેની મમ્મી નું અવસાન થયેલું. તેના પાપા એ તેને માં અને બાપ બંનેનો પ્યાર આપીને ઉછેરી રહ્યા છે. હવે તો મંદર ડીગ્રી મેળવીને નોકરી પણ કરવા લાગ્યો છે. બંને બાપ દીકરા વચ્ચેની કેમિસ્ટ્રી મેચ છે. સાથે જમીને ગમ્મત પણ એકબીજા સાથે કરી લે છે. તેથીજ તો રંજીશભાઈ, મંદરના માતા , પિતા, સખા ને ગુરુ પણ હતા.
મંદર માં હવે બાળક બુદ્ધી નથી તે થોડો મેચ્યોર થતો જાય છે. પહેલા તે નાની નાની વાત માં પપ્પા ને વળગી પડતો , જે હવે ઓછું થઇ ગયું છે. મજાક માં હસવાનું પણ એક સીમિત થઇ ગયું છે .ટૂંકમાં તે જાણતો થઇ ગયોકે હવે પોતાને કઈ દિશા માં જવાનું છે !
“ પાપા…પાપા …….” ને બહાર થી આવતા તે દરવાજામાં જ જડાઈ ગયો. પોતે આવ્યો છે તેની નોંધ પણ નહિ ?? ને પાપા નું ધ્યાન બીજે છે !તેમની પાછળ જઈને ઉભો રહ્યો ને , પપ્પાના ધ્યાન ને કેન્દ્રિત કરતી દિશા તરફ જોવા લાગ્યો. એક પળ તો તેને વિશ્વાસ ના બેઠો કે પપ્પા જે તરફ જોઈ રહ્યા છે તે સત્ય છે ! ઘણી વાર તે પડોશી આંટી સાથે વાત કરતા ને વળી પાછા કામમાં ડૂબી જતા. આજ સુધી કદી તેમણે વાત ને વધુ પ્રાધાન્ય નથી આપ્યું ,ને કામ પુરતી જ વાત કરી લેતા.પણ થોડા દિવસો થી તેમનો બદલાવ કંઇક નોંધપાત્ર જણાતો હતો.મગજ ને કસ્યા પછી મન મક્કમ કરી ને સુઈ ગયો.
આજે બંને શોપિંગ મોલ માં આવ્યા છે. અલગ અલગ લીસ્ટ લઈને બંને સામાન કલેક્ટ કરી રહ્યા છે . જોકે આતો કાયમ ની પ્રણાલી હતી. મંદરે એક નજર લીસ્ટ માં નાખી ને ચેક કરી લીધું કે કશું બાકી તો નથી રહી જતું !
‘ હં…ઓલરાઈટ …’ ને તે પપ્પાને શોધવા આમ તેમ નજર નાખવા લાગ્યો. દેખાયા નહિ એટલે બીજા રેક બાજુ ગયો કે તેના પગ થંભી ગયા, પાપા કદી કોઈ સ્ત્રી સાથે વધુ વાત ના કરે ને આજે તો લળી લળીને વાતોમાં મશગુલ જણાયા.તેના પપ્પા એ તેની બાજુ જોયું કે તેને પગ એમની બાજુ ઉપડ્યા , જાણે કે તેને કશું જોયું ના હોય !
“ તારું લીસ્ટ ઓકે છે ? ”
“ યસ બોસ ”
“ ઠીકશે તો ચાલો હવે નીકળીએ ”
ને બંને મોલ માંથી બહાર આવી ગયા.તેનાથી એ ના છુપાયું કે પપ્પાની નજર માલતી આંટી ને એકવાર પણ જોવામાં ચૂકતી નહોતી. ચુપચાપ તે પપ્પાને અનુસરી રહ્યો હતો. સ્કુટર પાર્ક કરીને તેઓ ઘરમાં જવા ગયાકે, પાછળ મંદર ના જણાયો.
“ બેટા , ” પાછળ ફરી તેમેને જોયું તો મંદર અટકીને ઉભો હતો. ” કશું થયુકે ..? ”
“ હં.હા ..ના.. ના ..કશું નથી ..” કહી તે પણ ઘરમાં જવા લાગ્યો.
પાનખર બાદ વસંત ઋતુ આવે ને વાતાવરણ એક્દમ પ્રફ્ફુલિત માલુમ પડે.ફૂલડાંઓની ફોરમ ચારેબાજુ ફેલાય ને પતંગિયાનું વૃંદ ઉડીને કલકલ કરતુ ફૂલોના રસને ચુસતું મંગલ ગાન ગાય છે. કોયલ પણ પોતાની હાજરી પુરાવતું ગાન ગઈ ને સ્તવન કરે છે.મંગલમય બની ને મોરલા વધામણા કરતા ખીલી ઉઠયા છે. કળા ખીલવીને રુમઝુમ રુમઝુમ પગલા પાડી ને ઝૂમી ઉઠે છે. ઢેલડી ઓ પણ જેમ લંગડ દાવ આદર્યો હોય તેમ મોરની આજુ બાજુ ફરતી વધામણામાં તાલ મિલાવી રહી છે. લાલ કલરની રંગોળી પૂરીને ગુલમ્હોર છાતી કાઢીને ફુલાતો હોય તેમ પાર્કમાં ને રોડ પર જુલી રહ્યો છે. ને આ બધા પર જોમ બતાવી રહ્યો છે પવન.કાલું કાલું છોકરું હસતું હોય તેમ એય પણ કોઈને ખબર નપડે તેમ ધીરે ધીરે વહી રહ્યો છે. ઘર ના મોભ પર ને ક્યાંક ઝાડ ની ડાળ પર કબૂતરો નું ઘુ ઘુ સંભળાય છે. તલ્લીન બની ને માણવાની મોસમ છે ભાઈ વસંત ની !
“ પાપા, તમે ઘણી વાર એમ કહો છો કે તમે મારા માતાપિતા ઉપરાંત મારા મિત્ર પણ છો ખરું ? ” મંદરે ન્યુઝ પેપર વાંચતા પપ્પા ને ખલેલ પાડતા પૂછ્યું.
“ કોઈ શક ! ”
“ ઓફકોર્સ નોટ , આજે હું મારા મિત્ર પાસે કંઇક અપેક્ષા લઈને આવ્યો છું ”
“ કેમ પિતા તે ઈચ્છા પોષી શકે તેમ નથી ? ”
“ પાપા પ્લીઝ , હું ભૂલી જઈશ કે મારે તમને શું કહેવાનું હતું ”…થોડું અટકીને પાછો બોલ્યો ” પ્રોમિસ કરોકે આજ તમે મને નિરાશ નહિ કરો ”
“ બેટા તુંજ તો મારા માટે સર્વસ્વ છે, બોલ ”
“ મતલબ તમે પ્રોમિસ નહિ આપો ”
“ મંદર ,…..” તેનો અવાઝ ગાળામાંજ અટવાઈ ગયો. એટલે મંદર ને લાગ્યું કે પપ્પા વધુ લાગણીવશ ના થઇ જાય !
“ પાપા , મને મમ્મીની જરૂર છે .” ને તેને નજર જમીનમાં જડી દઈ ને કહ્યું.
“ શું …..??????????????? ” વીજળી પડે ને ધરા ધ્રુજી ઉઠે તેમ રંજીશભાઈ આખા હલી ગયા. ને થોડી વાર તો ડઘાઈ ને ઉભા રહી ગયા. શું જવાબ આપવો કે શું બોલવું તે પણ ના સુજ્યું.
“ હું દિલગીર છું કે આજ તને મારા લાલન પાલન માં ખોટ દેખાઈ…એક વાર કહે કે મારે કઈ વસ્તુ માં ઈમ્પ્રુવ કરવાની જરૂર છે. ” ને તેઓ ગળગળા થઇ ગયા.” આ ઉમરે તને માતાની ખોટ પડી તે જાણીને થોડી નવાઈ પણ લાગે છે મંદર ! ”
“ હું તમને વધારે વિષાદ માં નાખવા નથી માંગતો..જેમ આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે ને માણસ તરતો થાય ! એક કાંકરે બે પક્ષી મરે, કહેવત તમે મને વારેવારે કહેતા.તો આજ તો એક કાંકરે બે પક્ષી ને નવું જીવન આપવાની વાત છે પાપા.કાલે કદાચ મારી ટ્રાન્સફર બીજે થઇ ,મારા પણ લગ્ન થશે.ને મને એટલી ખબર છે કે આજ સુધી તમે મારા સ્વપનો પુર કરવામાં જીવન ખેંચી નાખ્યું પણ હું જતો રહીશ પછી તમે એકલા ઉદાસ તઃશો ત્યારે હું મારી જાતને કદી માફ નહિ કરી શકું. ”
“ હું જાણું છું, તું હવે નાદાન નથી , તું છું કહી રહ્યો છે તે હું સમજી શકું છું , તારી આખી વાત ને પામી ગયો છું , પણ મંદર સમય ઘણો વહી ગયો છે. તને ખબર છે કે સમાજે મને પત્ની લઇ આવવા ઘણું કહેલું ..પણ મેં સર્વે વસ્તુને ધ્યાન માં રાખી છે મંદર ”
“ હા પાપા , કદાચ આખી દુનિયા માં તમારા જેવા બહુ ઓછા પિતા હશે! જેનો મને ગર્વ છે, પણ તમે નથી ચાહતા કે તમે પણ મારો ગર્વ લઇ શકો ! ”
“ આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન , એમાં કોઈ સંશય નથી. જાણે છે મને તારો વધુ કયો ગર્વ છે ? એજ કે આજ સુધી તે કદી જીદ નથી કરી ”
“ પાપા આ મારી જીદ નથી પણ આપણી જરૂરિયાત ની માંગણી છે પ્લીઝ તમે માલતી આંટી ને અપનાવી લો , એય વિધવા છે, એમને પણ સહારા ની જરૂર છે .”
“ અરે ! તારો અધિકાર મારા પર છે તેમની પર નહિ, હાવ યુ ડેર ! ”
“ તેમની લીલી ઝંડી મળી પછી તો મારા માં આત્મવિશ્વાસ વધ્યો છે, ને તમારી પાસે દોડી આવ્યો ”
“ ઓ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ માય સન ” ને તેમણે મંદર ને ગળે લગાવી દીધો.
વસંત ના વધામણા માં નવું એક ઓર પીછું ઉમેરાયું