તનુ ડોશી
પાણી નો ગ્લાસ ભરવા તનુ ડોશી ઉભા થયા. ગ્લાસ ભરી ને પાછા એજ જગ્યા એ બેસી ગયા. વળી પાછા વીચારો માં ડુબી ગયા. પાણી નો ગ્લાસ હાથમા જ સ્થિર થઈ ગયો. પાણી નો ગ્લાસ હાથમાં જ રહી ગયો ,ઘણા વિચાર ને અંતે તેને પાણી માટે હાથ ઉઠાવ્યોકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. અરેરે ! આ મારો ચહેરો છે ? જેલમાંતો વળી કોણ અરીસો લગાવે ? કંઈ કેટલાએ દિવસ પછી પોતાનો ચહેરો જોઈ અચંબો પામી ગઈ. કેવી તે લગતી હતી ને અત્યારે પોતે કેવી લાગેછે ! ને તે પોતાના ભૂતકાળ માં સારી પડી.
નાની વાય માં લગ્ન થઇ ગયા હતા.લગ્ન કાર્યને માંડ હજી ત્રણ વર્ષ થયા હશે ,દેરાણી બહુ જબરી મળેલી. વાત વાતમાં ઝગડી પડતી. વાતવાતમાં અપમાન કરતી. તે એટલું પણ ના સમજતી કે હું એની જેઠાણી છું. પોતાને માન આપવાને બદલે દિયર ને તે ચડાવતી . ખોટા ખોટા બહાના બનાવતી. લગ્ન પહેલા દિયર તેની સાથે હસી મજાક કરતો ,પણ હવેતો જરૂર પડે જ બોલાવતો. ને ક્યારેક નાની સરખી ભૂલમાં વાતું નું વતેસર કરતા. સસરાનું પણ સંભાળવું પડતું.માં બાપ હતા નહિ. કાકા એ મોટી કરી લગ્ન કરાવીને સાસરે વળાવી.પિયરમાં ભાઈ હતો પણ હજી એને સંસાર ની શાન પણ નહોતી આવી. છતાં મન મક્કમ કરી ને જીવવા શિવાય આરો નહોતો. પડોશ માં રહેતા જમના કાકી દયાળુ હતા. જયારે પણ કઈ ખટરાગ થાય એટલે તે આશ્વાસન આપતા “ તનુ વહુ , નાની નાની વાત ને બહુ મગજ પર ના લઈશ. કાલ સમય પસાર થઇ જશે, ને પછી કાયમ ક્યાં ભેગું ચાલવાનું છે ? એય મજાની રમેશ સાથે રહીને સંસાર ભોગાવજેને ! ”
ને જમના કાકી ના શબ્દો ને આશ્વાસન દવા જેવું કામ કરતા.ઘણી વાર તે વિચાર કરતી કે ગામ આખાનું દુખ ભગવાને એકલી એના પર જ ઢોળ્યું છે.પોતાનો પતિ પણ બિચારો અખો દિવસ ખેતી કરી ને સાંજે લોથપોથ થઈને આવતો.ઘણી વાર એને દયા આવતી ત્યારે તે ખેતર જતી ને તેની સાથે વાતો માં જે બને તે કામમાં મદદ કરતી. ને તનુ જયારે ખેતર જતી ત્યારે તનુ સાંજે આવે એટલે ખુશ નજર આવતો. ને તેનામાં શેર લોહી ચડ્યાનો અહેસાસ અનુભવતી.
“ એલી તનુ સવાર માં કંઈ બાજુ ઉપડી ? ” જમના કાકી એ સાદ પડતા ઉતાવળે જતી તનુ ઉભી રહી ગઈ.
“ આજ ખેતર વાવવાનું છે તો થોડી તમારા ભત્રીજાને મદદ કરાવતી આવું ”
“ હા, તો જા ” કહેતા જમના કાકી ઘર માં ગયા ને તનુ પછી ઉતાવળે પગલે શેરી વટાવી ગઈ. બન્ને ખેતર ના કામ માં મશ્ગુલ થઇ ગયા.બાજુ ના ખેતર માં તેના દિયર પણ ખેતર માં કામે લાગેલા હતા. બપોરનો સુરજ ધોમ તપતો હતો. રમેશને ભૂખ લાગી એટલે તનુને કહ્યુકે હવે જમી લઈએ. તનુ બાવળની ડાળે લટકાવેલ ટીફીન લઇ આવીને બન્નેજમવા બેઠા.
“ અલી તને દેખાતુ નથી? ” દેરાણી એ રાડ પાડી કે તનુ સમસમી ગઈ.
“ માફ કર મારી બેન ” ને તનુ ઝગડો વધે નહી તે માટૅ માફી માગવામાં શાણપણ માન્યુ.
પણ આજ દેરાણી ને ઝગડો કરવાની હેમ લઈને આવી હોય તેમ વધુ જોરજોર થી બુમો પાડવા લાગી.
“ વાંઝણી જ રહીશ સદા, કુળ માં એક તારી જ કમી હતી તો આવી માથે પડવા ” ને કાન ફાટી જાય એટલા જોરથી તે મનફાવે તેમ તનુ ને ભાંડવા લાગી. તનુ નો એટલો જ્તો વાંક હતોને કે એ દિયરના ખેતર વચ્ચેથી ચાલી હતી ? એના ખેતર વચ્ચેથી ચાલે તો, જલ્દી થી રમેશ ને ખાવા નુ આપવાની ઉતાવળ હતી . પણ કાશ દેરાણી તેની વાતને સમજી શકે !
“ કેમ તું અમારા ખેતર વચ્ચેથી નથી નિકળતી? ” તનુ એ કહ્યુ એમાં તો તે ઓર જ હણાઈ ગઈ હોય તેમ વધુ તાનમાં આવી ગઈ.
“ સાંભળો તમે , આ તમારી ભાભી નો રુવાબ કેમ તમે એને કંઈ બોલી જ ના શકો ? ”
“ એમાં કંઈ બગાડ થયો તમારો ? ”
“ બગાડ વાળી ની બાહુ જોઈ હોયતો, રે ઉભી રે ” …ને તનુ ને મારવા દોડી.
એક જોરદાર લાત તનુને આપી દીધી. તનુ તો જોતી જ ઉભી રહી ગઈ. પણ આજ તો તનુથી સહન ના થયુ.
હદ ની પણ કોઈ હદ હોય !તેને પણ વળતા હાથની એક આપી દીધી….પહેલી વાર આજે તનુ એ કોઈની પર હાથ ઉપાડ્યો હતો. જરા અમથી ધોલધપાટ મોટુ સ્વરુપમાં ફેલાઈ ગઈ.
“ તમે તો સાવ નમાલ જ રીયા , હાય હાય ..મારુ કોઈ નથી …” ને તે રડવા લાગી.
વાત ત્યાંજ પતી જાત જો રમેશ ના આવ્યો હોત ! શુ ભાભી તમે પણ એના જેવા થઈ જાવશો.
રમેશે એટલુ બોલ્યો એમાં તો વળી તે ઓર જોરમાં આવી ગઈ. “ તારી જાતની તો ..ઉભી રે તુંય જોઈ લે આજ ”
ને હાથ માં કોદાળી લઈને તનુ તરફ ઘસી આવી.અત્યાર સુધી ચુપચાપ ઉભેલા રમેશ થી હવે સહન થાય તેમ નહોતું દોડતો આવ્યોને તનુ તરફ ઉગામેલી કોદાળી ને પક્ડી લીધી. ને તેનામાં વધારે જોમ ચઢ્યું.તે રમેશ ને મારવા દોડી.તનુ પણ આજ જતુ કરવા માંગતી નહોતી .તેણે દેરાણી ના હાથમાં થી કોદાળી છોડાવવા તેના તરફ ઘસી પડી.
પછી તો ચારેય વચ્ચે ખુબજ ઝપાઝપી થઈ. ને ઝપાઝપી નુ પરીણામ એ આવ્યુ કે કોદાળી છટ્કી ને દેરાણી ના માથા માં વાગી ગઈ. દેરાણી તો ત્યાંજ ઢ્ગલો થઈને ફ્સકાઈ પડી. તે જોઈ ને દિયર ને તો જોઈ ને ચક્કર જ આવી ગયા.
ને ત્રીજા દિવસની સવારે તનુ જેલ માં ધકેલાઈ ગઈ. જેલમાં ગયા પછી રમેશ બિચારો એકલો પડી ગયો. ખેતી કરી ને ઘરનું ગુજરાન ચલાવતો હતો. પૈસા કંઈ ક્યાંથી બચે ? દુનિયામાં પત્ની સિવાય તો કોઈ હતું નહિ. પોતાની તનુને તે ખુબજ ચાહતો હતો. કોઈ પણ ભોગે તે તેને જેલ માં થી છોડાવવા માંગતો હતો. ઘણા વિચાર પછી એણે ખેતર વેચીને વકીલ રોક્યો.વકીલ જાન રેડી ને પણ તનુને સજા ના થાય તે માટે પ્રયત્નો કર્યા પણ બધા પ્રયત્નો વ્યર્થ ગયા. અને તનુને વીસ વર્ષની સજા થઇ ત્યારે રમેશ એકદમ ભાંગી પડ્યો. ના ખાય કે ન પીવે બસ અખો દિવસ તનુના વિચાર માં જ જીવ બાળ્યા કરે.તનુની ની યાદ તેને ખુબ સતાવવા લાગી.એક દિવસ ની સવારે રમેશ ન ઉઠયો તે કાયમ ને માટે સુઈ રહ્યો.જયારે જેલ માં દર અઠવાડીયે ખબર પૂછવા ના ટાઇમે ના આવ્યો ત્યારે તનુ પહેલી વાર મોટો નિસાસો નાખી ને હતાશ થઇ બેસી ગઈ. જયારે જેલરે સમાચાર આપ્યા ત્યારે તેમને લાગેલું કે તનુ પોતાની ભાન ના ખોઈ બેસે !
હાયરે ! નસીબ ,શું નુ શું થઈ ગયુ. કોને જઈને કહેવુ ? ત્યાં દરવાન આવીને ઊભો કે તેની વિચારધારા અટકી ગઈ.
“ તનુબેન તમને સાહેબ બોલાવે ઓફીસ માં ચાલો. ”
ઓફીસમાં ગઈ તો જોશી સાહેબ તેની રાહ જોઇને બેઠા હતા. ” આવો બેસો ”
તનુતો ઉભી જ રહી એટલે જેલર જોશી સાહેબે તેમને બેસવા કહ્યુ.
“ ના હું અંહી ઉભેલીજ બરાબર છુ. ”
હાયરે ! નસીબ , શું નુ શું થઈ ગયુ. કોને જઈને કહેવુ ? ત્યાં દરવાન આવીને ઊભો કે તેની ચારધારા અટકી ગઈ.
“ તનુબેન તમને સાહેબ બોલાવે ઓફીસ માં ચાલો. ”
ઓફીસમાં ગઈ તો જોશી સાહેબ તેની રાહ જોઇને બેઠા હતા. ” આવો બેસો ”
તનુતો ઉભી જ રહી એટલે જેલર જોશી સાહેબે તેમને બેસવા કહ્યુ.
“ ના હું અંહી ઉભેલીજ બરાબર છુ. ” કહી ને તનુ અદબ વાળી ને ઉભી રહી.
એટલે જોશી સાહેબે હાથ પકડી ને ખુરશી માં બેસાડી. મનમાં થોડી બેચેની થઈ કે કદાચ તે કોઇ વાંક મા તો નહી આવી હોયને ?જોશી સાહેબ ની સામે જોઇને તે બેસી રહી. તેઓ કોઇ ફાઇલોની વચ્ચે અટ્વાયા હોય તેમ જણાયુ.કશુ બોલ્યા વગર આજ પહેલી વાર તે બેસી રહી. થોડી વાર સાહેબ કશુ બોલે તેની રાહ જોવા લાગી.
“ કેમ ઉદાસ થઇ ગયા ? ”
“ ના.. ના.. કઈ તો આથી ” તેઓ બોલ્યા પણ જશી સાહેબ તેમના ચેહરા ના હાવભાવ કળી ગયા. ” આમ તો કઈ નથી , મારું તો કોઈ છે નહિ અને જેલવાસી ઓજ મારા સગા છે ને જેલ જ મારી દુનિયા છે સાહેબ ..મન માં એકજ વિચાર આવેછે કે મારાથી કાંઈ ભૂલ તો નથી થઇ ને ? ”
“ એવું ના વિચારો મેં તમને એટલા માટે નથી બોલાવ્યા પણ તમારા માટે સુખ ના સમાચાર છે , સરકારે તમારી સજા ઓછી કરી દીધી છે ને તમને કાલ થી ઘરે જવા મળશે. ”
ઓફીસ માં સન્નાટો છવાઈ ગયો.જોશી સાહેબ તાનુંની સામે જોઈ રહ્યા ને નવી માં પણ ડૂબી ગયા. લોકો સજા માફ થાય એટલે ખુશ થાય ને જુમી ઉઠે પણ તનુબેન કાં આમજ બેઠાછે ?
“ કેમ કશું બોલ્યા નહી ? ”
“ સાહેબ , વર્ષો પહેલો મને જજ સાહેબે સજા સંભળાવેલી..વીશ વર્ષની . આજે બીજી સજા તમે સંભળાવી રહ્યાછો. ” નીચું જોઈનેજ તનુ બોલી.
“” શું વાત કરોછો ? ” એકદમ ડઘાઈ ને તેઓ બોલ્યા. તનુબેન કેવી વાત કરી રહ્યાછે ! અરે પોતે ખુશી ના સમાચાર આપે છે ને તેઓ સજાની વાત કરેછે ?
“ હા સાહેબ, મારા માટે આ બીજી સજા છે. મારું બધું તો લુટાઈ ગયુછે, કોઈતો છે નહી. પતિ બિચારો મારા વિરહ માં મરી પરવાર્યો.પિયરમાં તો કોઈ હતું નહી.બહાર જઈ ને હું કોની સાથે જિંદગી વિતાવું ? એક જેલમાંથી આવેલી તનુને બહાર કોણ બોલાવશે? કોણ ઈજ્જત કરશે ? ….જેલ માંજ તો મને ફાવી ગયું છે , તમે પણ સાહેબ મને બેન કે માં નો પ્યાર આપો છો.બધા લોકો પણ મને માન થી તનુંડોશી કહેછે. હવે તમેજ કહો કે તમે આપેલા સમાચાર થી સજા છે કે ખુશી ? ”
જોશી સાહેબ તો દિગ્મૂઢ બની ગયા. શું બોલવું તે પણ ખબર ના પડી. જેલર તરીકે તેઓ ઘણા સમય થી છે પણ આવો કિસ્સો કે આવી ઘટના એમના ધ્યાન માં નહોતી.
“ ઠીક છે તમે જાઓ, મેંતો તમને આના માટેજ બોલાવેલા ” જોશી સાહેબ વધારે બોલી ના શકયા. ગળે ડૂમો ભરાઈ ગયો.તનુ પણ ઓફીશની બહાર નીકળીને પોતાના બેરેક તરફ ડગલા માંડવા લાગી.ધીરે પગલે તે જતી હતી ત્યાં એમના પગ થોભી ગયા
“ એક મિનીટ , ” જોશી સાહેબનો અવાજ સંભળાયો.
“ તનુબેન, બની સકે કે હું તમારા કરતા નાનો છું. પણ એક નાનભાઈ ની અરજ છે. ”
“ મને કઈ સમજાયું નહી ”
“ અગર તમને ફાવે તો કાલથી તમે મારા મેહમાન બનશો ? ”
“ સાહેબ હું પણ તમને એક અરજ કરું ? મને મોત મળે ત્યાં સુધી જેલમાં રહેવા દો હું મરીશ ત્યાં સુધી તમારા ને તમારા પરિવાર માટે રોજ ભગવાનને પ્રાર્થના કરીશ ”
“ ઠીક્છે, જાવ હવે…” ને જોશી સાહેબ લગભગ રડતા રડતા જ ત્યાંથી પાછા વળ્યા.તનુ તેમને જતા જોઈ રહી ..જેલર નહી પણ ભગવાન આજ એમને દેખાયા. અરે ! આ શું ! રસ્તા પર આંસુ ના ટીપા જોઈ લગભગ તે દોડી ને જોશી સાહેબના પગમાં ઢગલો થઇ ને પડી ગઈ.
“ મને માફ કરીદો સાહેબ ” ને તનુ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.
“ એકજ વાતે તમને માફ કરું જો તમે તમારા ભત્રીજાની દેખરેખ રાખવા મારા ઘરે રહો ”
બીજા દિવસ ની સવાર કંકુવરણી થઇ ને ઉગી. જોશી સાહેબના ઘર પાછળનો ગુલમહોર ખીલી ઉઠ્યો.
bahu saras…