અભિસાર નથી અભિશ્રાપ (કાવ્ય)

                                   અભિસાર નથી અભિશ્રાપ

મંડરાયો ભમરા જેમ  ખીલતી પુષ્પ કળીએ , ચ્યમ તું આજ  બેઠો પર્ણે , રસ મહીં ખીલી એ,

રસ ની કાં લગાડ આશ, ગયો લાગે ભરમાઈ, કળી કળાતી નથી, ઉજ્જડ રહી કેવળ પાંખડી;

આવી ચડ્યો અદીઠ દ્વારે, ભૂંગળ અદકેરા ભાગોળે, જા વળી પાછો, આવ્યો કેમ વળી અ’ગાડી,

ફંગોળાઈ જવાશે પળ માં,પછી ના કે’ તો પછાડી, અણ દીઠેલી ભોમ ને, તાકી આવ્યો નિશાન,

જાંખે જ્યમ જાણે , લાગ વળી જોઈ નીત પિછાન; રસ જરતા ફૂલો માંહી, દેખાય તુને વિલાસ,

પીખી ગયા પર્ણો  ને બની ઉજ્જડ વનની શોભા, રખે રાહ જોતો  બનાવી બહાવરા ને આભા;

કણસતી ને સહેતી ઘડી, ગણિકા નર ને ભાંડતી, લાગે જોઈ ચંડિકા, તોયે થર થર બવ કાંપતી ,

વીનવતી જોડી ને કર, જા મેલી ને પોબારા , વ્યથા નથી અજાણે જંપ , પુકારે બદલી મોભારા;

બેઠો ટેકવી હાથ ને , સ્થિર કરી નેણ ચક્ષુ, વીતશે  વેળા ને વીતશે ટાણું, અમીટ નજરો ને બક્ષુ,

ઘડી મુંડી નીચી રાખી ઠેલ મેલતો રાખી ને, ધમ પછાડા નાહે આવે છો, ઉર માં પાછો ધકેલીને;

ખરડાયેલ જ્યાં ઓષ્ટો ,  વિલાઈ ગઈ લાલી, ભાન ભૂલેલા માનવી, ધાર ના મને નાની બાલી,

નથી આવતું નિજ રે!  દર્શન કે અમીટ નજરો તણા છીપાવવા આવે, તન-મન ની ઘણી તૃષ્ણા;

જટપટ આવ્યો તેમ ભાગ તું જેમ ભોરીંગ સરકે દરમાં, નજરો નીચી ઢાળી,લીધા પગ ચાદરમાં,

ઉચી ડોકી  કરી જેમ ચકવા ચંચુપાત છુપાય, સાંભળ ઓ બાલિકા, બકબક ક્યાં લગી સહેવાય;

આપ્યા ગણી રોકડા, જે થકી તો આવ્યો દ્વાર, મન ને જાણે કોઈએ કીધેલ  આપ્યો જે અણસાર,

છે ખરું રે!રોકડા થકી રોફ , દોકડા થકી રુવાબ ! જટ દેખાડ રુવાબ, તું ભલે કો હો સાલો સાહેબ;

નથી તનમાં દલ કે નથી આ મુખ માં મનડું , લાગણી ના કોઈ અહેસાસ , આવે સૌ કોઈ  રખડું,

જીદ ના મેલીશ તો ફંગોળાશે આ ધરણી, આવ્યો હાલી મહી , અનજાણે નથી કઈ હું તને  પરણી;

વાતેય ખરી ને રાત પણ ખરી, ખોટો જગ માંહી, દોરવાયો જેમ બધીર, કોણ દોષી?  જ ઉત્તરવાહી,

જપ નથી ઉર માં ને , ભાન પણ ભૂલાયું જોશમાં, ઘડી ઓ વીતી ને પ્રહર વીત્યા દીવા ની જાળમાં;

અંતર નો ઉજાસ ગયો હણાઈ કે બને દિવાસ્વપ્ન, મતિ સુજે ના તો , કોને દોષ દઈ વહોરી અનસન,

ભવરણે તો ભટકી ને , અથડાવી દીધો આ બજાર, જાણ્યું કે પૈસા થકી સર્વ જગ , થાય ગુલામ હાજર;

ભાંગી ભ્રમણા સંકેલી, હાલ રે ! તીર નથી નિશાન, થોડા ફદીયા થકી કંઈ, જગ જીતાય નહિ  આશાન,

રે જુવાન ! થોડો પ્રહર છે બાકી હાલી જાશે રે ત્રીજો, તોખાર તજી બોલ જરા વાચાળ જિહ્વા મૂલ બીજો;

જીહવા  થકી રાત્રી જોઈ ને ચુકી ગઈ આજ દિશા, દિલ ના આવેગે ઉભરા! ના સમજાય આજ મીમાંશા,

રાત પણ રોકાઈ,વાત પણ રોકાઈ ને આભ ખાલી, ચક્ષુ ઓ લાગી છે કામે , ગહેરાઈ માપી બને કાલી;

હાલ બદલી ગયા, હવાલ ફેરવાઈ ગયા , છે બધું !! નથી પગ માં નુર કે નથી જોશ , લાગે બધું ઊંધું ,

જીણો પગરવ ને જીણી છે ગતિ, લગારેક નજીક ને, હાથ લંબાયા કે છે,  આ અકળ ગત બન ન્યારી કને

હૈયું તો હાથ વગુ તપાસ કરી કે, તન ને દુરસ્ત વળી ખ્યાલ, થંભી ગઈ એ વણઝાર, ગાત્રો થયા ચુસ્ત,

હેમથી હામ બિડાય છે, હામ ને જ ભરખી, નથી કોઈ નીચોડ,નથી હિસાબ ઉર ની આછી પાતળી લેરખી;

આધારની આજ્ઞાઓ અવગણી,અંતર રૂડું કપાય, ઓછાયા જેમ વેલી થડ ને વળગે અંતરાય માં લેખાય,

આહ! તૃપ્તિ કેરો , અણસાર કેવો કે ભરમાન કેવું ! શ્વાસો નો પમરાટ ને ખચીન્ત, વીણા ગાન સુની જેવું;

આંખો ઘેલી બને માપી પરિમાપ , નેણો સુને વજ્ર નો પાત વ્યાકુળ નજરો પામી તૃપ્ત  દોડી હીમપાત,

ફૂલડાં વેરાય વિરમે સોડમ પાંગરી પારીજાત, ઉષા બની બહાવરી રંગ પૂરી વધાવે રૂડું અદકેરું મિલન,

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s