ભલા તેં તો ભારે કરી !!! (હાસ્યલેખ)

                                             ભલા તેં તો ભારે કરી !!! 

ચમન ને મગન ખાસ દોસ્તારો.પોળમાં બંને રહે.નાનપણથી બંને જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા.ભણવામાં પણ ભેગા એકજ પાટલીએ બેસે.ભણવાના ખુબ શોખીન માસ્તર કઈ ભણાવે ને બેય નિશાળેથી રજા પડે ને ક્યાં જવું તેના પ્લાન ઘડતા હોય.ચોથા ધોરણમાં તો ગમે તેમ કરી આગળ નીકળી ગયા ને પાંચમા ની પરીક્ષા પતિ ગઈ.વેકેશન પૂરું થયું કે ખબર પડી ચમનો નાપાસ.એટલે મગન માસ્તર પાસે ગયો ને ફરિયાદ કરી કે ચમન કેમ નાપાસ ??માસ્તર જાજી લપ નો કરી પણ ધક્કો દઈને મગનને કાઢી મુક્યો તોય વળી પાછો આવ્યો.

“ સા’બ , ચમન નાપાસ નો થાય  ”

“ તું હવે જઈશ કે પટાવાળા ને બોલાવી તારી ધોલાઈ કરાવું ”

“ ધોલાઈ નો સવાલ નથી સવાલ ચમનના નાપાસ થવાનો છે ”

“ હવે જા નહિ તો તને પણ નાપાસ કરી દઈશ ”

“ હુય એજ કહેતો કે કાં તો ચમનો પાસ હોય ને કાં તો હું નાપાસ હોય ”

આવા અનેક પરાક્રમો એમના જાણીતા હતા.એમના વિષે મહા નિબંધ નથી લખવાનો પણ એમના જીવન સ્મરણો માંથી થોડો ભાગ અહીં પ્રસ્તુત કરવાનો છે. બેયની દોસ્તી જગ મશહુર. જેમ તેમ કરીને બેય દસ ધોરણ સુધી તો પહોંચી ગયા પણ હવે એમને લાગ્યું કે આગળ અઘરું ચઢાણ છે.ને વળી કોઈએ કહ્યું કે  ‘ભણે ઈ ભિખારી ને રખડે એ રાજા ‘ એટલે બેયે નક્કી કર્યું કે રાજા થવાય કે ના થવાય આપણે ભિખારી તો નથી જ થાવું.કોઈ પાડોશી એ વળી સલાહ આપીકે એમ્પ્લોયમેન્ટ ઓફિસે નામ નોંધાવી આવો ક્યાંક નોંકરી મળશે. એટલે બેય માની ગયા ” આમ તો બેય કઈ અજડ નહિ ગમે એનું માની જાય.

“ અલ્યા ચમના, નિશાળમાંથી પરિણામ પત્રક આપે એટલે ઘરે બેન કે ગમે એને પુછતા કે જો તો મારું પરિણામ કેવું છે ? ”  તો સામે વાળો દયા ખાઈ ને કહેતો કે “  ચાલીશ માર્ક આવ્યા છે ”

“ તો તો પાસ હા હા …વેરી ગુડ…”

પછી પરિણામ લઈને બાપા પાસે જઈને છાતી ફુલાવી ને કહે કે “ બાપા હું પાસ થઇ ગયો ”

એટલે બાપા પણ બિચારા હરખા મને હરખા માં મીઠાઈ વાળાની દુકાને ભાગતા જાય ને બબડતા જાય  “ પાડ તારો ભગવાન,મારો દીકરો મને છોડાવશે સાયકલ લઈને હવે તો મિલે જતા થાકી જવાય છે.સારી નોકરી કરશે ને એકાદું નાનું લ્યુના લઇ દેશે ”

મીઠાઈ વાળા ને ત્યાં જતા ખબર પડે કે ગગો પાસ નહિ પણ નાપાસ થયો છે ને બધા વિષયના થઈને ચાલીશ માર્ક છે.એટલે હાથમાં જે આવે તે પકડાઈ ને મગનને મારવા દોડે પણ યા કઈ કાચા કામ નો મળે.બાપને હાથમાં જ પત્રક લઈને જતા જોયા ને વળતા હાથમાં સોટી જોઈ એટલ સમજી ગયેલો કે નક્કી માર પડશે ,એટલે ઘર ની પાછળ એક કુવો એમાં જઈને ઉતરીને પાણીમાં માંથી ડૂબે એમ બેસી જાય.પણ એય એનો બાપ હતો સોટી લઈને કુવા ના કાંઠે ઉભો રહે ને મગન ઉપર આવે એની રાહ જોવે.એનું મગજ ખુબ ચાલે એના ગોઠિયા ક્યાંક આજુબાજુ લપાયેલ હોય કુવામાં પાણો નાખે એટલે મગન સીધો તાળીએ જતો રહે .પણ આજ કોઈ નહોતું જેવો મગન ઉપર આવ્યો કે વાળ પકડી ને બાપા ઉપર ખેંચતા “ આંયા તારી માં તને ખાવા દેશે ? ” ને મારી ને ઘરે લઇ જતા.

ઓફિસે બહુ ધક્કા ખાધા પણ કોઈ એમનો મેળ ના ખાધો. કોઈને વળી બેય ઉપર દયા આવીકે સલાહ આપી “ચમન ને મગન તમને ખબર છે અત્યારે રેસ્તોરાં નો જમાનો છે.લોકો ઘર કરતા બહાર વધુ ખાય છે ”

બેય સાથે કહેતા  “ પણ કરવી ક્યાં ? ”

“ અરે મુરખાઓ, પેટ્રોલ પંપ કેટલાએ ટાઈમ થી બંધ છે એની ઓફીસ મોટી છે થોડું રીનોવેશન કરાવો, વાહન પાર્કિંગ ની પણ ઝંઝટ નહિ ”

ને બેય પાછા ડાહ્યા ખરા વાતને માની લીધી.રેસ્ટોરાં ચાલુ તો કરી પણ એક મહિનો થયો તોયે કોઈ ગ્રાહક દેખાય નહિ.એક દિવસ જે ભાઈએ સલાહ આપેલી તે મળી ગયા તેને વાત કરી

“ અરે ડોબાઓ, પેટ્રોલ પંપ નું બોર્ડ જોઈ કોણ આવે ”

બેય ડાહ્યા ડમરા તે નવું બોર્ડ લગાવી દીધું ને પણ પેન્ટર વળી નવી સલાહ આપી બેઠો        ‘ અત્યારે વાહન બહું વધી ગયા છે ને તમે પેટ્રોલ પંપ ની જ જગ્યા છે એજ કરો ને ?’

ને પાછો પેટ્રોલ પંપ ચાલુ કર્યો .ને વળી ગ્રાહક ની રાહ જોવા લાગ્યા.ખાસ દિવસો પછી પણ કોઈ નથી આવતા ને વળી મુંજાયા ને તેના દુરના મિત્ર ને પૂછ્યું    “ સાલું કોઈ પેટ્રોલ ભરાવવા પણ નથી આવતું સ્ટેશન બાજુનો પંપ તો ભરચક હોય છે ”

“  કપાળ કુટુ તમારું…”

“ કેમ વળી શું થયું ? ”  બેય એક સાથે ચોંકી જતા

“  કેમ શું ..અરે બાપા આ રેસ્ટોરાં નું બોર્ડ તો બદલાવો ”

“ અરે હા શાલુ.. ”

બે ત્રણ ને બોર્ડ ઉતારવા બોલાવ્યા  “ કાં શેઠ નવુજ બોર્ડ ઉતારો છો ધંધો બદલાવવો છે કે છું ? ”

“ અલ્યા તું કઈ જ્યોતિષ છે , ખરેખર એવુજ છે ધંધામાં લેણું નથી ”

“ એક કામ કરો અત્યારે ટેક્ષી નો ધંધો સારો છે રોકડા રૂપિયા રોજે રોજ ”

મગજ પાવરફુલ તે એકદમ સરળતાથી માની ગયા. ટેક્ષી લીધી ને બેય વળી પાછા પેસેન્જરની રાહ જોવા લાગ્યા. કોઈ ઉંચો હાથ કરીને ટેક્ષી ઉભું રાખતું નથી

“ અલ્યા ચમન આપણા ગ્રહ નબળા લાગે છે ”

“ મગના મને પણ એવુજ લાગે છે ..એક કામ કર સ્ટેશન બાજુ જઈએ કોઈ ને કોઈ તો રાહ જોતું જ હશે ”

આખું શેહર ફરી વળ્યા પણ કોઈ તો મળતું નથી ને બેય પાછા મુંજાયા. ને એટલા માં મનીયો ભટકાયો બચપણ નો સાથી  “ મના આવતો રહે ”

“ મગન-ચમન તમે ….કઈ બાજુ જાવ છો ? ”

“ વાત જવા દે મના, ભારે થઇ છે ! ”

“ ઠીક છે તો જવા દઉં બીજું કહે ..”

“ પહેલી વાત તો સાંભળ,અલ્યા તારી પાસે ટેક્ષી ના પૈસા નથી લેવાના. ”

“ ખરો ડફોળ છે તું  એક બાજુ કહે છે વાત જવા દે ને બીજી બાજુ ”

“ ટેક્ષી ભાડા માટે ચાલુ કરી છે સવાર થી સાંજ થશે પણ કોઈ ગરાગ નથી આવતું. શું કરીએ ”

ને મનો તો એટલું હસ્યો કે મગને ટેક્ષી ઉભી રાખી દીધી.

“ દેડકાનો જીવ જાય ને કાગડાને હસવું આવે છે ”

“ હસું નહિ તો શું કરું મારા બહાદુર ને ભોળ્યા મિત્રો..તમે બેય સાથે ટેક્ષી માં બેસો તો બધાને એવું લાગે કે ટેક્ષી ખાલી નથી ” ને વળી તે હસવા લાગ્યો

“ મના તું  બહુ હસ નહિ ..મારી ટેક્ષી ખેંચાય છે …જો જો ”

“ અલ્યા આ તો પંચર પડ્યું લાગે છે ઉભી રાખ નહીતો ટ્યુબ ની પથારી ફરી જશે. ”

ઉતરીને નીચે જોયુ તો વાત સાચી નીકળી “ હત તારી ની , હવે ”

“ કઈ નહિ ધકકો મારીને ગેરેજ લઇ જાઓ ..હું તો આ ચાલ્યો ”

ને મનો તો ગાયબ થઇ ગયો. ને પાછા બેય ધક્કો લગાવવા માંડ્યા.

બેય ને પરસેવો વળી ગયો પણ ગાડી એક ઇંચ પણ આગળ નથી વધતી.

પછી ખબર પડી કે મગન આગળથી ધક્કો મારતો ને ચમન પાછળથી બેય ને જોઈ ને દુર થી મનો બબડ્યો કે   “ ભલા તેં તો ભારે કરી !! ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

5 Responses to ભલા તેં તો ભારે કરી !!! (હાસ્યલેખ)

 1. Jivani Durgesh..Doha , Qatar કહે છે:

  Good story of fool friends great humur of fun …really like it…

 2. Hi priteshmmodi કહે છે:

  Riteshbhai,
  darek vakht ni jem aa vakhate pan ghano saras lekh lakhyo chhhe…tame tamaro lekh http://www.readgujarati.com athva http://www.aksharnaad.com par aapi juo….tamane vadhare readers tena dwara malase….

  • riteshmokasana કહે છે:

   પ્રિતેશભાઈ , ખુબ આભાર આપનો.તમારું સજેશન આવકાર્ય છે..અક્ષરનાદ સાઈટ પર મારી ઘણી કૃતિઓ પોસ્ટ થયેલી છે, વાચકો નો ઘણો સારો પ્રતિસાદ પણ મળેલ છે. બે મહિના માં ૯૦૦ વાર સાઈટ ક્લિક થયેલી છે એ પણ એક નાની સિદ્ધિ છે.વાચકો નો ખુબ આભાર…લેખો વાંચતા રહો ને પ્રતિભાવ આપતા રહો.

 3. mukesh patel કહે છે:

  fool and funn gr8

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s