વાનપ્રસ્થ !!
સુન મ્હારા બાળ વ્યથા નથી કોરી લેખાઈ
હિમપ્રપાતની વાટે પણ વન અદકેરી જોઈ
ઐશ્વર્ય તો ક્ષણિક જરા સઘળું ખોવાશે તોઈ
હાથ જાલી ના રાખ નકુલ વણસમજી કોઈ
યુધ્ધે રહ્યો જે સ્થિર તે મારોજ તો યુધિષ્ઠિર
વાચા ના વાળો મનમાં રહી ના હું નિષ્ઠુર
આમજ તો છોડી જવાનું છે જાણીને રસપ્રચુર
માણ્યું ઘણું વિશ્વ, ધન્ય બની છે માત અપાર!
સખી જેવી ગાંધારી સાથે જાહસે વીતી યુગોય
ભ્રાતા તુલ્ય વિદુર ને બાંધવ જાણે ધૃતરાષ્ટ્રેય
હળી મળી સૌ જાશું ધામે ના કરો કલાવાલાય
જીદ નથી આ,માફ કરી માંને આપો જટ વિદાય
અશ્રુઓ ના વહાવો કિમતી બનો આજ દયાળ
તમ પાસ તો ઘણું આજ સૈન્ય બન્યુ વિશાળ
નથી કોઈ નૃપ આજ, ઘસી ઉઠે ભીમ વિકરાળ
ને પાર્થ તો મહેકી ઉઠે શોભે ગાંડીવ ને ઝરાળ
રે ! નૃપ ચક્રવર્તી ધર્મ દયા દાન ને અપીલ
સહદેવ મારો ભાખશે, નકુલ વેણ કરી ન્યાલ
ભૂકા કરશે ભીમ મારો ને પ્રિય ને કરશે વ્હાલ
સતેજ સદા અર્જુન છે થવા ની દે હાલબેહાલ