પરમ પૂજ્ય પિતાજી ને સાદર !

પરમ પૂજ્ય પિતાજી ને સાદર !

 કદાચ આ પોસ્ટ મુકવામાં હું થોડો મોડો જરુર પડ્યો છું. મારા પિતાજી કદાચ હયાત હતા ત્યારે કોઈ ફાધર ડે કે મધર ડે નહોતા એટલે એમને કઈ લાગી નહિ આવે ..ને વધુ તો એમને એટલા માટે લાગી નહિ આવે,અને મને માફ કરી દેશે..કારણ કે હું એમના શીખવેલા બહુમુલ્યોને વળગી રહીને વ્યસ્ત હતો.

‘ માં એ માં ને બીજા બધા વગડા ના વા ! ‘ તેની તોલે તો જગમાં કોઈ આવી શકે તેમ નથી ..એક પિતાની હું પણ ફરજ અદા કરું છું..ને મારા જેમ દરેક પિતા એ અદા કરતા હોય છે.  માંના વર્ણનો ના તો થોથે ને થોથા ભરીને સાહિત્ય ઉપલબ્ધ છે.પણ આજે મારે પિતાની વાત કરવી છે..એટલા માટે નહિ કે ફાધર ડે ના લીધે …પણ આજે ઉરમાં પિતાની વાત કરવાના ઉમંગ જાગ્યા છે.  પિતાજી ..બાપુજી..અદા…બાપા ..બાપુ..અત્તા.તાતું…પપ્પા ..ડેડી ડેડ..વિગેરે વિગેરે જે મારી જાણ માં છે. કોઈ વળી પિતાજી ને ભાઈ કે કાકા વિગેરે કહી ને પણ બોલાવતા હોય છે.તમે પિતાને કોઈ પણ સંબોધન કરો પણ કહેતી વખતે જે લય કે ભાવ પેદા થાય છે તે મહામુલો હોય છે ને જેની દરકાર સામાન્ય રીતે નથી થતી. જયારે કોઈ મુશ્કેલી કે સંકટ નો સમય આવે ત્યારે પિતાની યાદ આવવી સંભવિત છે..ને અતિશયોક્તિ પણ નથી.સહજ પણે કહેવાય છે ..ઓ બાપ રે..!!

મારી ઉંમર સાતેક વર્ષની હશે  મને તાવ આવેલો..ગામમાં એકપણ હોસ્પિટલ નહોતી દેશી દવાની અસર ના થઇ એટલે મને બાજુના ગામમાં લઇ ગયેલા. ને દિવસ થોડા તાવ સાથે પસાર થયો. રાત્રે દવાના ઘેનમાં ઊંઘી ગયો પણ સવારે જાગ્યો તો મારા પગ સીધા ના થયા. ને બાળક સહજ વૃત્તિએ રડવા લાગ્યો ને મારી બા બિચારા આખી રાત મારી સેવામાં જાગેલા તો કંટાળીને મને ગુસ્સાથી કહેવા લાગ્યા કે સુઈ જા ….પણ મારો કણસવાનો અવાજ કંઈક જુદો માલુમ પડતા પિતાજી મારી પાસે આવ્યા ને મારી વાત સાંભળી .મારા પગ સીધા કરવા પ્રયત્ન કર્યો પણ મારાથી મોટી ચીસ પડી ગઈ..પણ એમનાથી ખુબ ડરતો એટલે રડ્યો નહિ…પણ તેઓ જાણી ગયા,આવી ચીસ મેં કદી નથી પાડી. મારા બા ને તૈયાર કર્યા ને તાબડતોડ મને સુરેન્દ્રનગર લઇ જવામાં આવેલો. આજે  પણ એટલું યાદ છે કે મારા પિતાએ મને ખભા પર બેસાડીને રીતસર હોસ્પિટલ સુધી દોડેલા.ને જયારે ડોક્ટર પાસે પહોંચ્યા કે બોલાય પણ નહિ તેટલું હાંફી ગયેલા.ત્યારે ડોક્ટર ફક્ત એટલું બોલેલા કે તેઓ વહેલા આવી ગયા અગર એક દિવસ મોડો થયું હોત તો કદાચ તેઓ મને ખોઈ બેસત. ધનુરની અસર વધુ ઘેરી બની ગઈ હતી.જેથી મને આંચકી પણ ચાલુ થઇ ગઈ.જયારે પણ આ યાદ આવે ત્યારે અશ્રુઓને રોકી નથી શકતો.એ વખતે પિતાજી દોડેલા ને આજે મારો શ્વાસ ચાલી રહ્યો છે, એમને આભારી છે આ મારું બીજું જીવન !શત શત પ્રણામ મારા પરમ પૂજ્ય ને આદરણીય પિતાજી ને. ઘણી વાર મેં એમની પાસેથી સંભાળેલુ..તેમની એક તમન્ના હતી પરદેશ ફરવા ય જવાની.જે તેમનાથી પૂરી ના થઇ, કદાચ હું પરદેશમાં આવી વસ્યો છું ને બહારની કરન્સી કમાઈ ને મારા વ્હાલા ભારત દેશમાં વાપરું છું .તેથી કદાચ તેમનો આત્મા ખુશ  થતો હશે. માતૃભુમીનો મને ઘણો આદર ને અવારનવાર મુલાકાત લેવાનો ઉત્સાહ પણ છે.જયારે પણ તક મળે ચોક્કસ આવી જાઉં છું ને પીતાજી કે મારા અન્ય પરિવાર સાથે વિતાવેલા સંસ્મરણો તાજા કરી ને વાગોળું છું.જે ચીજ આપણા હાથમાં હોય કે નજર સામે હોય ..ત્યારે આપણે એની કિંમત ઓછી આંકતા હોય છીએ.

અત્યારે વરસાદની મોસમ છે ને મારું મન અહી લોભાય છે ને એ લોભે ટીકીટ બુક કરાવી જ લીધી..વરસાદની  સાથે ભીંજાઈ ને નાના ભૂલકા જેમ પલળવાની મજા લેવા લલચાયો છું.ઘર નો બોજ હોય કે પાડોશી ની કોઈ સમસ્યા હોય,દરેક પિતા પોતાની ફરજ સમજીને પાલન કરે છે અને બોજ ઉઠાવે જાય છે. સમય અને તા બધાના બદલાતા હોય છે. દરેક પિતાને કૈએકું તન કે મન સુખ નથી હોતું..ક્યારેક ચિંતા, ઉપાધી કે મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડે છે. ત્યારે પિતા એ ભાર નું પોતાના ખાબે વહન કર છે. ને જયારે પત્ની, દીકરી કે અન્ય કોઈ પૂછે ત્યારે હસતું મોઢું રાખી ને વાત ટાળવાની કોશિશ કરે છે.આથી પિતાની મહત્તા એટલીજ છે.જયારે પોતાના બાળક હટશ થાય ત્યારે તેમનો હાથ પકડીને હતાશાને બારણામાંથી હાંકી કાઢે નહિ ત્યાં સુધી સાથ આપેછે.

માં-બાપ નું મહત્વ જેટલું વધતું જાય છે એટલાજ વૃદ્ધાશ્રમો પણ વધતા જાય છે.કયારેક મન ગુંચવાય છે કે..ઘરેથી માં બાપને વૃદ્ધાશ્રમ સુધી મૂકી આવનારા કોઈના તો માં બાપ છે જ. કદાચ બની શકે કે જે માબાપ ને તમે વૃદ્ધાશ્રમ છોડવા જાવ ત્યારે તમે હરખ ને હરખ માં પોતાના બાળકો ને પણ લઇ જાવ છો ને ત્યારે તેજ બાળક કદાચ તમારું બુકિંગ નહિ કરાવે તેની શું ખાતરી !!..એક પ્રસંગ ટાંકું છું, કદાચ આપ સૌ એ સાંભળ્યો પણ હોય !

શહેરમાં એક મોટું એક્ઝીબીશન ભરાયેલું.નાનું એક કપલ પોતાના એક નાના પુત્ર સાથે જોવા માટે ગયું..ભીડમાં કયારે બાળક વિખૂટું થઇ ગયું તે ખબર ના રહી. આથી તેની મમ્મી હાંફળી ફાંફળી થઇ ને આમતેમ દોડવા લાગી.ને પતિ પર પણ જરા અકળાઈ ને રડવા લાગી કે ‘ ગમે તેમ કરી ને મરો પુત્ર મને લાવી આપ ‘ પુત્ર જેમ પત્નીનો હતો તેમ પોતાનો પણ હતો…આમ તેમ ઘણા પ્રયત્નો પછી પુત્ર મળ્યો ને જેવી પત્નીએ જોયો કે દોડી ને પુત્ર ને વળગી પડી ને બચીઓથી નવરાવી દીધો. આ જોઈ ને એક પિતા નો આત્મા જાગી ઉઠ્યો..

‘ તારે મારી સાથે વૃદ્ધાશ્રમ આવવું છે કે હું એકલો જાઉં ‘

‘ કેમ અચાનક …’

‘થોડી પળ તું આપણા પુત્રથી અલગ થઇ એમાં તો કેટલીએ બેબાકળી થયેલી ..તો હુયે કોઈનો પુત્ર છું ..ના જાણે મારા માબાપ મારા માટે કેટલુંય તડપ્યા હશે!! ‘

મરણોત્તર વિધિ સૌ કોઈ અચૂક કરાવે છે ને ફાવી જાય છે એ લોકો કે જે અજ્ઞાન છે..બની શકે તો માબાપ ને મરતા સુધી ખુશ રાખીએ. ખુબ આભાર માતા પિતાનો.

મુખવાસ :

માતા પિતા તુજ થકી જગ દીખો રે સાઇ !

જ્ઞાન ગુરુ થકી ઉપજ્યો અક્ષર તો દિખાઈ

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s