તેલ કાઢી નાખ્યું
‘ ચિત્રગુપ્ત જુઓ તો હવે કોણ છે લાઈનમાં …. ’
‘ કોઈ માણસ છે બહુ ખંધો લાગે છે. ’
‘ આગળ વધો …બીજું..કોણ છે…? ’
ભગવાનને વચ્ચેથી અટકાવતા ચિત્રગુપ્ત બોલ્યા ‘ પેલા ભા.. ઈ.. નું …. ’ ને તેઓ અટકી ગયા.
‘ તમે કદાચ નવું વર્ઝન હજી વાંચ્યું નથી લાગતું. ’
‘ નવું વર્ઝન ક્યારે બહાર પડ્યું ? ’ અવાચક થઈને ચિત્રગુપ્તે પૂછ્યું.
‘ લાગે છે મારે એકાદ સેમીનાર પૃથ્વી પર રાખવો પડશે ને ખાસ કરીને તમને અને યમરાજ ને હું મોકલીશ ….જાઓ જઈને જુઓ કે કેટલા ફેરફારો પૃથ્વી વાસીઓ કરી રહ્યા છે ’
‘ પણ ભગવંત લાસ્ટ ટાઇમની મારી વિઝીટ સાથે તો તમે પણ ભેગા હતા.તમે પણ મને કોઈ ઈશારો ના કર્યો ’
‘ અત્યારે બહુ લાંબો સમય ના બગાડતા આગળ વધો ને સાંભળો હવે તમારે એકલો આ હિસાબ કિતાબ નો ચોપડો જ નથી જોવાનો..તમારે બીજા ખાતાઓ પણ જોવા પડશે . ’’
‘ બીજા ખાતા ..!!!! પણ ભગવંત પેલા ભાઈ.. ને .. ’ ને ભગવાન સામે તાકી રહ્યા.
‘ તમને ખબર છે, પૃથ્વી પર એક માણસ છે નેવું વર્ષના થયા પણ ૬૦ વર્ષના દેખાય છે, તો જરા વિચારો..આટલી ઉંમરે હજી પણ આતા ઠરીઠામ બેસતા નથી..ગજબની સ્ફૂર્તિ છે ને હમણા કંઈક બ્લોગ બ્લોગ કહે છે એમાં લખે છે ને લોકો બધા ઘણા ખુશ છે. ’
‘ ઓહ માય હ્યુમન…તો પછી આપણે સ્વર્ગમાં બોલાવી લઈએ તો બધાને ખુશ કરશે ’
‘ ચિત્રું….અહી તમને ઓછી બાદશાહી છે તો વળી પૃથ્વીવાસીઓની ઇર્ષ્યા કરવા લાગ્યા, છો, રિયા ને હજી એમને ઘણું લખવાનું બાકી છે. ’
‘ તે બ્લોગ એટલે ….ચોથો માળ પાંચમો માળ એવું તો સાંભળ્યું છે ’
‘ તમે હવે આગળ વધશો … ’ થોડા ગુસ્સાના ભાવે તેઓ બોલ્યા.
જીલ્યા વાસાણાનો મુકેશ, મારો મિત્ર , એકવાર એને વાત કરેલી કે મેં નેટ માં બ્લોગ લખ્યો છે. આખા ગામમાં મને ફેમસ કરી દીધો. ગામ બહુ નાનું પણ ‘નાનો પણ રાઈ નો દાણો ’ જેવું. હું એકેય વાર જીલ્યા વાસણા નથી ગયો પણ તેના બધા મિત્રો મને નામથી ઓળખે.નામ એનું મુકેશ પણ બધા એને માન ને વટભેર બોલાવે ‘ મુકો ’ કહીને. બધાને કહેતો ફરે કે મારા ફ્રેન્ડે બ્લોક રાખ્યો છે ને જીલ્યા વાસણામાં મારો વટતો પડ્યો પણ મુકા નોય વટ પડી ગયો.બધા એવું સમજ્યા કે મેં ઓએનજીસી નો એક બ્લોક રાખ્યો છે.
‘ મૂકા આપણા ગામમાં કદી હેલીકોપ્ટર નથી આવ્યું , એકવાર કોઈ કહેતુકે નરેન્દ્ર મોદી આવવાના હતા ને તે ના આવ્યા પણ હવે તારા ફ્રેન્ડ ને બોલવ તો આપણા ગામમાં હેલીકોપ્ટર આવે ’
‘ અલ્યા હજી મને તે મળ્યો નથી મળે તો વાત કરીશ. ’
અરે એમને શું ખબર કે મુકાનો મિત્ર તો ટેક્ષી ઉભી રાખવા હાથ ઊંચા કરતો રોડ પર દેખાય છે.એક દિવસ મુકો મોલમાં મળી ગયો.
‘ કેમ ચાલે છે બ્લોક ? કયારે ઓઈલ નીકળશે ? ’
‘ ઓઈલ ….!!!! ’ હું તો ડઘાઈ ગયો. ‘ કેવાનું ઓઈલ ???? ’
‘ કેમ આપણે વાત નહોતી થઇ બ્લોક વાળી ..! ’
‘ હવે મને સમજાયું કે મુકો ક્યાં બ્લોકની વાત કરતો હતો. અલ્યા ડફોળ બ્લોક નહિ બ્લોગ ..બ્લોગ એટલે એક જાતની સાઈટ છે જ્યાં તમે તમારા વિચારો અને સાહિત્યને લોકો સાથે શેર કરી શકો ! ’
‘ અરે મારા ભગવાન ’ ને મૂકા એ હેલીકોપ્ટર વાળી વાત કરી ને અમે બેઉ એટલું હસ્યાકે જીલ્યા વાસણા સુધી સંભળાયું.બ્લોગ નો રાફડો દુનિયામાં ફાટી નીકળ્યો છે .અને આમ જુવો તો સારું છે કે ગમેતે કોઈ પણ જાતની હૈયા વરાળ હોય કે ઉમંગ બધું ઠાલવી શકે છે. સાચું માનો તો ઘણી રંગીન દુનિયા છે અવનવું જાણવા ને વાંચવા મળે. ઘણી વાર મારા જેવાના બ્લોગ ની મુલાકાત લીધા બાદ હસવું આવે કે ‘સાહિત્યરસ થાળ ’ તો ક્યાં સાહિત્ય ને ક્યાં થાળ !
એકવાર એક મિત્રની કોમેન્ટ વાંચી ને દુખ ની સાથોસાથ હસવું આવ્યું. કોમેન્ટ આ મુજબ હતી ‘ બ્લોગ નું શીર્ષક વાંચી ને ભૂખ્યો માણસ રસોડામાં રાત્રે છાનો માનો જાય તેમ મેં બ્લોગ ખોલ્યો ….પણ કશું ના મળે ..મને એવું કે સાહિત્યરસ ખાવાની વાનગી હશે. ’
‘ જે જે કિશોર ને તોબડ તોબ બોલાવો અહીં ‘ ભગવાને ચિત્રગુપ્ત ને કહ્યું
‘ જે જે કિશોર તો દુનિયામાં ઘણા હશે .કોઈ બીજી ઓળખ. ભગવંત ? ’
‘ તમાર હવે નવું વર્ઝન વાંચવું જ પડશે, આ માણસ એ બ્લોગ જગત ની એક એવી હસતી છે કે તેને બધા ઓળખે છે , સિવાય કે તમારા ’
‘ થોડી વધુ માહિતી આપવા કૃપા કરો મહારાજ ’
‘ સાહિત્ય જગત ને ખૂણે ખૂણે થી એકઠું કરીને વધુને વધુ લોકો માટે વાંચી શકે તે માટે ઉલપ્ધ કરે છે, ને વળી નિઃસ્વાર્થે. ’ ને ભગવંતે એક ફોટો બતાવ્યો..
‘ અરે તેઓ તો કઈ જમીનમાં જોતા હોય તેમ લાગે છે ’
‘ ત્યાજ તો દુનિયા આખી માર ખઈ ગઈ છે..જમીન માં ઊંડું ખોતરો તો જ હીરા માણેક ને મોતી મળે છે..ને તમે એક ચોપડો સંભાળીને બેઠા રહો છો..કદી કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લીધો ’
‘ હા એકવાર નારદ સાથે .. ’
‘ સારું થયું તમે નારદ ને યાદ કર્યા, એક તાબડતોડ મીટીંગ બોલાવો ’
‘ મીટીંગ … ને શેના માટે મીટીંગ અને વળી કોને કોને બોલાવવાના છે ? ’
‘ તમે ખાલી નારદને કામ સોંપી દો ..એ બધું જાણે છે ’
‘ ભગવંત તમે આજ કઈ મારા પર રૂઠયા કે શું ? કે પછી તમારા રુકું એ ચા નથી આપી ઓફીસ આવ્યા ત્યારે ..નવું વર્ઝન નવું વર્ઝન કહી ને અકળાવ છો. કઈ ફોડ પાડો ’
‘ તમે એક કામ કરો નારદ ને મેસેજ મોકલો જલદી આપો ’
બે કલાક થઇ પણ નારદ ના આવ્યા એટલે ભગવંત બોલ્યા ‘ ચિત્રું , તમે મેસેજ નારદજીની ફેસબુકમાં જ લખ્યો છે કે મોબાઈલ માં ? ’
‘ ના ના ..હમણા તેઓ ટેબ્લેટ વાપરે છે તેમાં જ મોકલી દીધો છે જવાબ પણ તરત આવ્યો કે હમણા આવ્યો ..ખબર નહિ .. ’ ને ત્યાજ નારદજી દેખાયા
‘ નારાયણ નારાયણ ’
‘ આવો નારદજી ..બહુ મોડું કર્યું કે ’
‘ તમે જ તો મીટીંગ ના આમંત્રણ માટે વાત કરેલી તો ’
‘ મારી વાત તો ચિત્રગુપ્ત સાથે થયેલી, તમને કેવી રીતે ખબર પડી? ’
‘ હા, પણ મારા ટેબ્લેટ માં મેસેજ આવ્યો તે અવાજ મેસેજ હતો ’
‘ સાલું પહેલા લોકો બીમાર થતા ત્યારે ટેબ્લેટ લેતા ને હવે બીમાર થવા માટે ટેબ્લેટ વાપરે છે. પણ વાર બહુ લાગી ..તમે તો પળ માં પૃથ્વી ને પળ માં પાતાળ પહોંચી શકો છો ’
‘ એટલા બધા બ્લોગ વાળા છે કે વાત ના પૂછો,ને કોઈ કોઈ તો સાત આઠ બ્લોગ સાચવીને બેઠા છે ’
‘ તો એમાં તમને શું તકલીફ પડે ..તકલીફ તો એમને પડે સાત બ્લોગ સાચવવામાં ’
‘ હું થાક્યો હવે ને મારે હજી શિવજી પાસે જવું પડે તમે છે ’
‘ કઈ કોઈનું નિકંદન વળવાનું તો નથી ને ? ’
‘ ના તેઓ કહે તા કે આ વખતે સમાધિ માંથી ઉઠે પછી એકાદ સાઈટ બનાવી ને માથાભારે લોકોનાં પ્રોફાઈલનો રેકોર્ડ રાખવો ’
‘ઠીક છે, બધા બ્લોગ વાળાને બોલાવ્યા છે ને ? ’
‘ હા લગભગ કોઈ નથી બાકી..પણ એક વાત ના સમજાઈ ભગવંત, બ્લોગ વાળાને અહી સ્વર્ગમાં કેમ બોલાવ્યા ? ’
ને ત્યાતો બહાર અલગ અલગ ગાડીઓના અવાજ આવા માંડ્યા..શોરબકોર થયો હોય તેમ લાગ્યું..
‘ અરે અહી ક્રેનો ઉતારો …બધા ડ્રીલ મશીન સામેના ખૂણામાં રાખો. ’
હાંફળા ફાંફળા બંને બહાર આવ્યા જઈને જોયું તો ચારે બાજુ ક્રેનો, ડ્રીલ મશીનો ને હજારેક માણસો નો કાફલો દેખાયો.
‘ બધા કોણ છો ને આ બધું શું છે ? ’
‘ અમને નવું ટેન્ડર મળ્યું છે અહીં ઓઈલ કાઢવાનું ’
‘ સ્વર્ગમાં ઓઈલ …. ’
નક્કી ‘ મુકા ’ એ ત્યાં વાત કરી લાગે છે કે મારો મિત્ર બ્લોગ બનાવે છે.
નોધ :મુ. jjકિશોરભાઈ તેમજ આતાજી ની ક્ષમા માંગું છું ને આભાર પણ માનું છું.ફક્ત સૌને હસાવવાનો પ્રયત્ન છે.
પિંગબેક: તેલ કાઢી નાખ્યું (હાસ્યલેખ) | આતાવાણી
प्रिय रितेश तेरी हास्य कथाकि तेल निकाले की बात पढ़के मुझे एक बात याद आ गई . बात यह हैकि मेने एक गुजराती जवान को पु छा आजकल तू क्या काम करता है वो बोला में एक गुजरातिकी रेस्तोरांे में नौकरी करता हुँ मैंने कहा तबतो तुझे खाने पिनकी मज़ा आती होगति मज़ा क्या वोतो मुझे मूँगफलिका तेल पिलाके एरंडका तेल निकलता है .
बाह भाई बाह घड़वैया बाह
Thank you Aaata
આતા, તમારો ઉલ્લેખ કરેલ છે, લોકો આ વાંચીને ને હસ્યા તો નહિ હોય પણ અકળાયા જરૂર હશે.
बहु सरस तारी नोवेल्नु वमोचन मोरारी बापूने हत्थे थाय ए
मारू ५१ कडियुनु गीत हु जरूर मोकळी अपिश .
હા આતા, ટ્રાય ચાલે છે જોઈએ શું થાય છે