રંગ રેલાયો છે ! (કાવ્ય)

             રંગ રેલાયો છે !

રંગ રેલાયો છે ભાતીગળ આભલડે
એ ઉષા અને સંધ્યા ના સમયે જડે

રંગ રેલાયો છે ખીલતા પુષ્પો માહે
મન ખેંચાય ને જાય એ વાહે વાહે

રંગ રેલાયો છે મોર પીંછ કળાએ
એ નાચે ને મન હરી જાય છે એ

રંગ રેલાયો છે વન ની વનરાઈ  એ
જેમ ઢોળાઈ ગયો લીલો એકસાથે એ

રંગ રેલાયો છે  ઈ ખેતરું  મોલમાં
એ લહેરીય ને લઇ મન ભાવનમાં

રંગ રેલાયો છે  જો ઉડતા પતંગિયે
ઉડી અહી તહી ઘૂમે જઈ ફૂલે કિયે

રંગ રેલાયો છે ગુલમહોરની ડાળીએ
જેમ લોહીથી ખરડાઈ ને ખીલવી એ

મુખવાસ:
કુદરતની લાલીમાને પામવા નિઃસ્વાર્થી બનવું પડે છે.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s