ઠીક છે રે વીર ! (નવલિકા)

                                                               ઠીક છે રે વીર !

સંધ્યાએ પોતાની હાજરી પુરાવી હોય તેમ આકાશમાં રંગોળી પૂરી દીધી છે.ને દુર દુર વાદળોમાં રમતો ચાંદો પણ થોડો પ્રકાશ વેરતો ધરતીને ચમકાવી રહ્યો છે.પક્ષીઓ દિવસ ભરનો થાક ને પોતાના પ્યારા બચ્ચાઓની સંભાળ લેવા પોત પોતાના માળામાં પાછા આવી રહ્યા છે. કુતરાથી થોડો રાહત લેતી બિલાડીઓ પણ ઘરના ખૂણામાં કંઈક મળી રહેશે તેવી આશાએ લપાઈ ને બેઠી છે.તક મળે તો દૂધ કે ઘી ની તપેલીઓ માં ચપ ચપ કારા બોલાવીને જીભ ને શાતા વાળવા તલપી રહી છે. ધીમો પવન દિવસ ભરના ઉનાળાના અસહ્ય તાપના ઉકળાટ થી થોડી રાહત આપી રહ્યો છે.હવેતો પક્ષીઓનો ગણગણાટ પણ શાંત પડી ગયો છે.માળામાં ભરાઈને એકબીજાની ખબર કે સુખદુઃખની વાતોમાં લાગી ગયા છે.એવા સમયે ચરરર…કરતી ક ને બ્રેક સાથે મોટર ઉભી રહી.બે જણ કોઈ લાંબો પંથ કાપી રહ્યા હોય તેમ જણાયું. એક કોઈ સુટ પહેરેલો કોઈ અમલદાર જેવો લાગતો હતો તો બીજો કોઈ વળી આજુબાજુના ગામનો કોઈ સજ્જન માણસ લાગતો હતો. તેનો પહેરવેશ પણ સાદો ને સ્વચ્છ માલુમ પડ્યો. સુટ ધારી થોડો વધારે થાકી ગયેલો જણાયો.

‘  કમા, આટલા માં ક્યાંય હોટલ નહિ હોય ? ’

‘  હશે પણ આપણે ગામ ને પેલે કોર હાઇવે જઈએ ને તપાસ કરીએ ..કદાચ મળી આવે…ને આ ગામ બાજુ હું પણ ઘણા સમયથી નથી આવ્યો ને ધ્યાન માં પણ નથી. ’

‘  કોઈ વાંધો નહિ આપણે ક્યાં ચાલવું છે. ’  કહી ને વળી તેમને મોટર ચાલુ કરીને કમલભાઈ ના ઈશારા બાજુ મોટર હંકારી.થોડે દુર ગયા બાદ આમતેમ તપાસ કરી પણ કઈ ના દેખાયું એટલે કોઈને પૂછી જોવામાં ડહાપણ માન્યું

‘  અરે ભાઈ, કોઈ આસપાસ હોટલ ખરી ? ’

‘  જમવા માટે ? ’

‘  બેય, રાત પણ ગાળવી છે. ’

‘  એકાદ બે કિલોમીટર આગળ જશો તો આજ રોડ પર છે. ખાવાનું મળશે કે કેમ પણ રહેવાની તો છે જ ! ’

‘  સારું ’ કહી ને બંને એ પાછી મોટર આગળ ચલાવી.સુટધારી એ ‘ થેક્યું ’ કહ્યું પણ પેલો તો પોતાની મસ્તીમાં પાછો લાગી ગયો.

‘  ધના અહિં અમારે તમારા શહેર જેવું નહિ.. ’

‘  મતલબ ..! ’

‘  મતલબ કે થેંક યુ કહી ને માખણ મારવું ! ’

‘  અરે ! આમાં માખણ ની ક્યાં વાત છે તેને આપણ ને રસ્તો બતાવ્યો તો આભાર તો માનવો રહ્યો કે કેમ ! ’

‘  સાચી વાત છે પણ અહિં એની કોઈને દરકાર નથી. ’

‘  ઠીક છે ..સામે કંઈક દેખાય છે આશા રાખીએ કે હોટેલ હોય ! ’

‘  લાગે છે હોટેલ જ છે…પણ ખબર છે જ્યાં આપણે જઈએ છીએ ત્યાં તો હોટેલ તો ઠીક પણ સારી એક દુકાન પણ નથી. ’

‘  થઇ પડશે બધું આટલે દુર આવી ગયા તો વળી જોઈ લઈશું. ’

હોટલ નું બોર્ડ જોયું કે ધનસુખભાઈ ની આંખમાં ચમક ઘસી આવી.

સંધ્યાના રંગો ક્યાર ના વિલીન થઇ ગયા હતા. ચાંદો પણ થોડી વારમાં પોતાની લીલા સંકેલીને ઘર ભણી જશે તેમ લાગ્યું. આકાશ એકદમ ચોક્ખું છે. ક્યાંક ક્યાંક નાની નાની વાદળીઓ દેખાય છે. રોડ એકદમ સુનસાન છે. કયારેક કોઈ વાહન પસાર થાય છે. ને ક્યાંક કુતરાના રડવાનો અવાજ આવે છે. તમરાનો જીણો અવાજ અંધારાને બોલાવી રહ્યો હોય તેમ તીવ્ર થતો જતો હતો.

ધનસુખભાઈ ઘણા વર્ષો પહેલા ગામને છોડી ને મોટા શહેરમાં વસવાટ કર્યો છે.ધીકતો ધંધો છે ને મબલખ કમાણી છે. નોકર ચાકર થી ઘર ભર્યું ભાદર્યું છે. કમલ એમનો જુનો મિત્ર છે ..અવાર નવાર બંને મળતા રહે છે.ખાસ કરીને જયારે ધનસુખભાઈ ને ગામ બાજુ આવવાની ઈચ્છા થાય ત્યારે અચૂક કમલ નો આગ્રહ રાખે છે. બંને વચ્ચે હજી પણ બાળપણ ની મિત્રતા ટકી રહી છે. બેઉ એકબીજા ને તું કારથી જ બોલાવે છે.ધનસુખભાઈ ને બધી રીતે સુખ છે પણ એક વાત એમને કાયમ આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી.પોતાની એકી એક દીકરી ને સંતાન નહોતું. ક્યારેક માં બાપ ને મળવા આવે તોય ઘરના છાના ખૂણે એના ડુસકા અજાણ્યા નહોતા. દીકરી ને રડતી જોઇને ધનસુખભાઈ પીગળી જતા ને એમનો માંહ્યલો અંદર મુંજાતો. ઘરમાં પહેલી દીકરીનું આગમન ને પાછી બે દીકરા ! બેઉ દિકરા ને ઘેર પુરતા સંતાન પણ દીકરી મોટી હોવા છતાં હજી તેની ગોદ સુની હતી.તેની સુની ગોદ જોઇને ધનસુખભાઈ ની પાસેની અઢળક સંપત્તિ પણ મનને શાંતિ નહોતી આપી શકતી.

એકવાર કમલ ને વાત કરી જોયેલી ‘ કમા,  શિપ્રા ને એકાદ સંતાન થાય તો સારી વાત છે. ’

‘  તમે રહો શહેરમાં ને ગામડાની આંધળી વાતો માં તમે વિશ્વાસ રાખો નહિ ’

‘  કંઈક દિલ ખોલી ને વાત કર તો સમજ પડે.  ને, તને ખબર છે કે ડૂબતો તરણું પકડે ! ’ 

‘ દુર કોઈ એક ગામમાં સાંભળ્યું છે કે એક વૃદ્ધ માજી કોઈ મંત્ર આપ છે ને એનાથી ઘણાને સંતાન થયેલા છે ..વિશ્વાસ આવે તો એકવાર જઇ આવીએ ’

આમજ કમલભાઈ ની વાત માની ને ધનસુખભાઈ આવ્યા હતા.મજાની રૂડી કમલભાઈની મહેમાનગતિ માણી ને આજ બેઉ વૃદ્ધ માજી પાસે જઇ રહ્યા હતા.

‘  કમા હજી કેટલું દુર છે એ ગામ ? ’

‘  લાગે છે હવે બહુ દુર નહિ હોય ! ’

‘  આશા રાખી એ ’  ને વળી મોટર ને આગળ હંકારી રહ્યા.

રસ્તો કપાય એ હેતુથી કમલભાઈ એ વાત ઉપાડી.

‘  ધના તને યાદ છે આપણા ગામમાં એક મોટો કુતરો હતો ’

‘  હા યાદ છે જેને જોઈ ને મારા તો છક્કા જ છૂટી જતા..હં તો ? ’

‘  એ કુતરો બિચારો મરી ગયો.. ’

‘  ઘણું જીવ્યો કે ?  ’

‘  એની કહાની બહુ કરુણ છે ધના, ને .. ’

‘  કેમ વળી ..? ’

‘ એકદમ શાંત હતો, દેખાવે સિંહ જેવો, પણ એકદમ નમ્ર. કોઈ ને કદી કરડ્યો નહિ હોય ..પણ વળી શું થયું કે હડકાયો થયો…ને જેને ને તેને કરડવા દોડતો આથી ગામ વાળા એ મારી નાખ્યો.. ’

‘  બિચારો.. ’

‘  હા યાર, ને આપણી શેરી પણ એના વિના સુની લાગે છે. ’

બ્રેક મરાઈ ગઈ કોઈ યુવતી હાથમાં પાણી નો જગ પકડી ને ઉભી હતી ને હાથ ઉંચો કરીને મોટરને થોભવા કહ્યું . વાતવાતમાં બંને એ કેટલોયે રસ્તો કાપી નાખ્યો હોય તેમ જણાયું. તરસ પણ લાગી હોય તેમ જણાયું.

‘  કમા પાણી ની બોટલ કાઢ. પાણી પી લઈએ  ’

‘  ધના પાણી તો કદાચ સવારે જ ખાલી થઇ ગયેલું ’

‘  અહિં મિનરલ બોટલ નહિ મળે રાઇટ ?  ’’

‘  હા ધના, કોઈ વાંધો નહિ થોડો સમય ઉભા રહીએ ને આ બહેન પાસેથી પાણી પી લઈએ ’

‘  ઠીક છે ચાલ નીચે ઉતારીએ મજાનો લીમડાનો છાંયો પણ છે ને ઓટલા પર ઘણા સમયથી નથી બેઠા..ચાલ ત્યારે ’

ને બેઉ નીચે આવ્યા. આવી ને ઓટલા પર બેઠક જમાવી. બધા લોકો બેઉની સામે જોઈ રહ્યા હતા. બંને બેઠા કે પેલા બહેન નજીક આવ્યા ને પાણી નો જગ બેઉ તરફ લંબાવ્યો.

પહેલા કમલભાઈ એ પાણી પીધું ને પછી ધનસુખભાઈ ને આપ્યું. જેવો ગ્લાસ મોઢે દીધો કે થું કરી ને કોગળો કરી નાખ્યો ’

‘  શું થયું ભાઈ ’  પેલા બહેને પૂછ્યું

‘  પાણી ખરું હોય તેમ લાગે છે ..તને કમા ખારું ના લાગ્યું ? ’

‘  થોડું છે પણ આ એરિયા માં થોડું ખારું તો હોવાનું જ ! ’

‘  ઠીક છે રે વીર ! ના પીવાય તો કંઈ નહિ …બોટલ હોય તો ભરી લો  કદાચ મોટરના પણ કામમાં આવે ’  કહી ને પેલા બહેન નતમસ્તક ઉભા રહ્યા. કમાભાઈ એ બોટલ ભરી લીધી. પણ ધનસુખભાઈ ના મગજમાં પેલા શબ્દો ઘૂમી રહ્યા ‘ ઠીક છે રે વીર ! ’ ઘણી પળો વિચારી રહ્યા.

કશું ખબર ના પડી કે આગળ ચાલવું કે વધુ સમય બેસવું !દિલના ખૂણામાં કોઈ સંચાર થતો હોય તેમ લાગ્યું. લાગણી ના સ્ફૂરણો ફુવારાની જેમ ઉડવા લાગ્યા. ઘણા સમય પછી ‘ વીર ’ શબ્દ કાને પડ્યો હતો. અચાનક નાની બહેન યાદ આવી ગઈ. તે પણ આમજ પોતાને ક્યારેક વીર કહેતી ..પણ કાળ એને ભરખી ગયો હતો. બેન ની યાદ તાજી થઇ ગઈ. અચાનક તેઓ નીચે આવ્યા ને બોલ્યા કે

‘ બહેની થોડું વધુ પાણી મળશે ?  ’ બહેની કહેતા તો પેલા બહેન દોડ્યા ને પૂરું મટકું આપી દીધું.

‘ મને ખબર હતી જરૂર મારો વીરો આવશે જુઓ મારો વીર મોટર લઇ ને આવ્યો છે..બધા કહેતા ને કે મારો વીર દુર દુર ગામતરે ગયો છે એટલે જ મોટર લઇ ને આવ્યો છે.’ ને હર્ષ ઘેલી થતી તે આમતેમ દોડવા લાગી.ધનસુખભાઈ ને પણ જાણે સગી બહેન મળી ગઈ હોય તેમ લાગણી ઓનો દોર ફૂટવા લાગ્યો.  

‘ હા બહેન હુજ તારો એ ભાઈ છું ’ ને બહેન ની આશિષ લઇ ને બેઉ વળી આગળ ચાલ્યા પણ ધનસુખભાઈ નું મન હજી પેલી પાણી વેચતી બેન માં જ છે.પછી ખબર પડી કે તેમનો ભાઈ એક અકસ્માત માં માર્યો ગયો હતો. ધનસુખભાઈ એ માન્યું કે દીકરી ને  મંત્ર કામ કરે કે ના કરે પણ પેલી બેન ને તેના આશિષ જરૂર કામ કરશે !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

6 Responses to ઠીક છે રે વીર ! (નવલિકા)

 1. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  હા બહેન હુજ તારો એ ભાઈ છું ’ ને બહેન ની આશિષ લઇ ને બેઉ વળી આગળ ચાલ્યા પણ ધનસુખભાઈ નું મન હજી પેલી પાણી વેચતી બેન માં જ છે
  With the words like these the Varta ends !
  Nice narration !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

 2. kumar કહે છે:

  saras….khub saras…
  pan story haji thodi sari rite end kari sakai hot..kadach

  • રીતેશ મોકાસણા કહે છે:

   Thanks for your kind words !!
   Story no mul aashay j peli benni laagani hati. e darshavava bijo mari masalo umeryo chhe. Aapane koi bijo end dhyanama hoy to kaho hu jarur edit karish !
   Thanks !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s