મેઘ સવારી
આછી આ ડમરી ક્યાં થી ઘસી આવી,લઇ રેત, કણ કાગળ ને હરી આવી ?
ને આ પવન ની દિશા વળી બદલાઈ, લાવી અનેરી સુગંધ હવા બદલાઈ
મનભાવન એ સ્થિત બની બહાવરી, ના સમજાય કશું કોની આવે સવારી?
પવન શંખ ફૂંકે આપે છે વધામણી, મેઘરાજાને બોલાવી કરવા પધરામણી
અબીલ ગુલાલ તો હવા ઉડાડે છોળો, પવન પુરવાઈ તણી જાણે સફાળો
કોયલ કુંજમાંથી આવતો રૂડો કંઠ, વધામણી આપવા એ રૂડો છેડે રે કંઠ !
ફૂંકી શરણાઈના શુર ડોલાવે જગ , સર્વે વનરાઈને ચેતવી આગે અડગ
જાણી ને જુમી ઉઠી વને વાજડી , સલામો ભરી આગળ મળવા પડાપડી
વાદળો આમતેમ દોડી કરી તૈયારી, મનાવી લેશે પળે ગત કરી ન્યારી
પેટાળ મુજ તોડી ધપાવીશ આગળ એને , વીજલડી મલકીને ધન્ય જેને
મયૂરો નર્તન કરી ખીલવીને પૂરી કળા, જુમી ઉઠશે બની જે સૌ હળામળા
દુદુમ્ભીઓ નો ગગડાટ ને વીજ મલકાય, પ્રકાશ થાય ગુલ ને જબકાય
પંખીઓ હૈયે કરી તરફડાટ ઉઠવા મથી, કલરવ વધારી કીર્તાલ ચંચુપાત
છડી પોકારે શ્વાન લાંબી વર્ણે , આવી પહોંચી મેઘ સવારી ડોલાવી ધરણી.
Vaah re chomasani rutu ne dil thi shanagarel chhe…aabhar.. anya rachanao vanchi smaya laine badhi vanchava man lobhave chhe….Jina
Thanks for kind words….vachako ni khushi ej to mari dilkhushi.
વાહ રીતેશભાઈ સરસ બ્લોગ છે ..લખતાં રહો અને આભાર મારાં બ્લોગમાં પધારવા માટે અને પ્રતિભાવ માટે..હવે આવતી રહીશ આપનો આભાર
આભાર મારા આંગણે પધારવા અને આપનાં પ્રતિભાવ બદલ. તમારા કાવ્યો ઘણા ગમ્યા પણ સમય ની પાબંદી એ વધુ નથી વાંચી શકેલો પણ નવરાશે ચોક્કસ વાંચીશ.