તું પહેલા હો ! (બાળ રમુજવાર્તા)

                                                                   તું પહેલા હો ! 
કનુ અને મનુ પાકા દોસ્તાર,બેય સાથે એક જ ક્લાસમાં ભણે.ને બેયની દોસ્તી જગ મશહુર.ભણવામાં ખુબ હોશિયાર. એટલા હોશિયાર કે ચોપડી સિવાય નું કઈ પણ પૂછો બધી એમને ખબર.બને ત્યાં સુધી છેલ્લી બેન્ચે બેસે.છેલ્લી બેંચ બેયની માનીતી.બીજા પણ એમની બેન્ચે બસે નહિ,એમની અદબ જાળવે ખરા !વાત વાતમાં બેય બધાને કહેતા કે અમે તો હોશિયાર જ છીએ ને વધુ હોશિયાર થવાની જરૂર નથી અમે બેઉ તો એલએલબી છીએ. કેટલાય સમય સુધી એમની એલએલબી વાળી  ડીગ્રીએ બેયને ખુબ માન અપાવ્યું. કોલર ઊંચા કરીને કહેતા કે અમે બેય એલએલબી મતલબ ‘ લોર્ડ ઓફ ધી લાસ્ટ બેંચ ’ને બેય ખડખડાટ હસી પડે.આથી બધા પણ હસી પડતા.જો કે ત્યારે સૌથી સસ્તું ને સરળ એકજ હાથવગું હથિયાર હતું હસવાનું.
બેય પાકા દોસ્તાર ,જેવા પાકા તેવો પાકો એમનો સંગાથ.ને એમનો મેળ.પાછા બેય એકલા હોય ત્યારે હરીફાઈ ખરી. જેવું કોઈ ત્રીજુ વચ્ચે આવે એટલે બેય એક થઇ જાય ને પેલા ને હંફાવે. પરીક્ષા નજીક આવે એટલે બધા વાંચવામાં મશગુલ હોય પણ આ બેય બાદશાહો તો પીપરના કે આંબલીના જાડ પર ચડી ને બેઠા હોય.ને ઉપર બેઠા બેઠા જાણે કુવો પુરાવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તેમ આંબલીની સીંગ ખાઈને કચૂકા કુવામાં નાખે.બાદશાહ ખરા ને !!!
એક દિવસ બેય સ્કુલમાં મોડા પડ્યા ક્લાસ પણ ચાલુ થઇ ગયો હતો.છાના માના બેય આવ્યા ને ધીરેથી ક્લાસમાં ઘુસ્યા. કનુ આગળ જઈને સાહેબની નજર ચૂકવીને છેલી બેન્ચે બેસી ગયો. પણ જેવો મનુ જવા ગયો કે સાહેબે પકડ્યો, ‘  ઉભો રે મનીયા, કેમ આજે મોડો પડ્યો.? ’
‘  હું એકલો … ’
‘ ચુપ…… જા ક્લાસ બહાર ઉભો રે નહિ તો આજ સોટી તૂટે એટલો ફટકારીશ ’
મનુ તો ચુપચાપ ક્લાસ બહાર જતો રહ્યો.ને આમતેમ જોવા લાગ્યો વળી પ્રિન્સીપાલની બીક પણ લાગી કે કદાચ તેઓ આંટો મારવા નીકળ્યા તો આવી બન્યું ! પાછો વિચારવા લાગ્યો કે કના ને કેમ જવા દીધો ? વિચારીને માથુ ખજવાળવા લાગ્યો,ને વળી મન સાથે સમાધાન કર્યું કે ઠીક છે એક તો ક્લાસ અંદર છે,એ શીખે પછી પોતાને શીખવાની વધુ જરૂર નથી.ત્યાં એની સામે થી એક ખિસકોલી પસાર થઇ.આવીને તેની સામે આગળના બે પગ ઊંચા કરી ને તેની સામે જોઈ રહી. તે એની મશ્કરી કરતી કે તેની દયા લાવતી હતી તે ના સમજાયું પણ,મનુ ને લાગ્યું કે ખિસકોલી તેની હાંસી  ઉડાવી રહી છે. આથી એક પત્થર ઉપાડ્યો ને તારી જાતની ખિસકોલી કહીને ખિસકોલીને માર્યો. ખીસકોલીતો ભાગી ગઈ પણ પથ્થર સામેની લોબીમાં પડેલ પાણીના માટલાને વાગ્યો,મટકું ફૂટ્યું એનો અવાજ છેક ઓફીસ સુધી ગયો.આથી પ્રિન્સીપાલ સાહેબ ખુદ દોડી ને બહાર આવ્યા.જેવા પ્રિન્સીપાલને જોયા કે ભડક્યો ,ને મનમાં બબડ્યો કે ‘ભારે થઇ આના કરતા ક્લાસમાં જઈને સોટીનો મારા ખાઈ લીધો હોત તો સારું હતું ’આથી તેને વિચાર્યું કે ક્લાસમાં ઘુસી જાય.પણ જેવો એ ક્લાસ માં જવા ગયો કે સાહેબ નજીક આવી ગયા ને કોલરથી પકડી ને લઇ ગયા ઓફિસમાં. મનુની સવારી નીકળી. આગળ મોટા સાહેબ ને પાછળ મનુ સવારી.મોટા સાહેબ ને પણ કેટલાયે દિવસથી કોઈ શિકારી ને શિકાર ના મળે તેમ મનુ મળી ગયો.થાડ…થાડ….થાડ ત્રણ તમાચા મનુના ગાલ પર પડ્યા.પણ એટલો નસીબદાર કે ત્રણ તમાચા નો તાલ ડંકા સાથે પડ્યો.આ બાજુ રિસેશના ત્રણ ડંકા ને આ બાજુ મોટા સાહેબના ત્રણ તમાચા.કોઈએ તમાચાનો અવાજ સાંભળ્યો નહિ.આથી ખુશ થતો મનુ ભાગ્યો ને જઈને કનુ પાસે ગયો.
બે ત્રણ દિવસ તો એવા પસાર થઇ ગયા કે કોઈને જાણે ગંધ પણ ન આવી કે મનુને ત્રણ તમાચા પડેલા.પણ ત્રણ દિવસ પછી ધીમી ધીમી ચર્ચાઓ થવા લાગી કે મનુને સાહેબે માર્યો. કેમ માર્યો તે કારણ કોઈને મળતું નહોતું.સીધું મનુને પૂછવામાં બધાને જોખમ લાગતું હતું.પણ વાત મનુ પાસેય પહોંચી ગઈ.ત્યારે તો તમાચાના ચચરાટે બધું વિસરાઈ ગયું.પણ સાહેબે કેમ માર્યો એવો સવાલ તો હવે એનેય થયો ને સવાલ પણ વિચાર માંગી લે તેવો હતો શા માટે સાહેબે માર્યો ?? એમ પાછો બુદ્ધિ વાળો ખરો મગજને કસ્યું.તે દિવસે મોડો પડેલો એટલે સાહેબે બહાર ઉભો રાખેલો.એ સજા તો પૂરી થઇ ગયેલી તો પછી મોટા સાહેબના ત્રણ તમાચા……સમાધાન માટે ગયો કનુ પાસે.અલ્લાનો બેલી કનુ એકજ ! 
‘ અલ્યા કનુ એક વાત સમજાતી નથી ’
‘ કઈ વાત મનુ ? ’
‘તને યાદ છે આપણે બેય થોડા મોડા પડ્યા તે દિવસે ’
‘ હા તને સાહેબે બહાર કાઢેલ તે દિવસે? ’
‘ હા યાર, લોકો બધા પોળમાં પણ હવા ફેલાવે છે કે મોટા સાહેબે મને ત્રણ તમાચા માર્યા.ત્રણ તમાચાના ચચરાટ કરતા મને લોકોનો ઘરઘરાટ વધુ ચચરે છે. ’ તું પહેલા હો એમ કહી ને તે દિવસે મનુ એ કનું ને ધક્કો માર્યો ને મનુ જલાઈ ગયો.
‘પણ તારી મુંજવણ શું છે એ તો કહે મના? ’
‘ એજ કે સાહેબે મને મારેલો શુકામ? ’
‘ એક કામ કર સાહેબ ને જઈને પૂછી લઈએ શું કામ મારેલો તે ’
‘ અરે પાછા મારે ત્રણ તમાચા નથી ખાવા હજીએ ચચરે છે. ’
‘એક કામ કર, યાદ કર કે તેદી તે શું કરેલું? ’
ને તેના મગજમાં ચિત્રપટ ફરી વળ્યું ખિસકોલી- પથ્થર- મટકાનું ફુટવું.
‘  હમ યાદ આવ્યું કના ’  ને આખી વાત મનુ એ કહી ને બેય પેટ પકડી ને હસી પડ્યા.
‘ એક વાત તો નક્કી હતી કે જો પથ્થર ખિસકોલીને વાગ્યો હોત તો મારી જ જાત એમાં કોઈ શંકા નહોતી. હવે શાંતિ થઇ, કારણ મળી ગયું કે સાહેબે કેમ માર્યો. તારી જાતની ખિસકોલી ’
વળી પાછા બેય એક દિવસ મોડા પડ્યા ને સાહેબે પકડ્યા.
‘ જાઓ પાછા ઘરે આજે ને કાલે મનુ તું તો તારા ફાધર ને લઈને જ આવજે નહીતો ક્લાસમાં નહિ ઘુસવા દઉં. ’
બીજા દિવસે બાપા ને લઇ ને ગયો.તેના બાપ બિચારા કદી સ્કુલમાં આવે નહિ.જઈને સાહેબને નમસ્તે કહી ને ઉભા રહ્યા
‘ બેસો ’  કહી ને તેમને બેસવા કહ્યું
‘ જુઓ તમારો મનુ ભણવામાં ધ્યાન નથી આપતો ને એને સવાલના જવાબ દેવાની પણ ખબર નથી પડતી. તમને વિશ્વાસ ના હોય તો પૂછી જોઉં તમારીજ હાજરીમાં. અલ્યા મનુ કહે જો પહેલું વિશ્વયુધ્ધ ક્યારે થયેલું ? ’
‘ સાહેબ તે દિવસે હું મોડો પડેલો તો તમે તો મને કલાસમાંજ નહોતો આવવા દીધો તો પછી મને પણ કેમ ખબર પડે કે કલાસમાં ક્યારે યુદ્ધ થયેલું. ’
‘ જોયું….ને કેવો વટ થી ઉભો છે. જુઓ હવે કોને હોશિયાર કહેવાય તે’ ને તેમણે બીજા ને ઉભો કર્યો ‘ અલ્યા ચમન પાંચ ગુણ્યા બે બરાબર કેટલા થાય ? ’
‘ સાહેબ દશ ’
‘ શાબાશ ચમન, બેસી જા હવે, જોયું ને? ’
એટલે મનુના ફાધર તો ચમન ઉપર રાજી થયા ને દશ પૈસા વાપરવા આપ્યા. ચમન તો રાજી ના રેડ થઇ ગયો ને રિશેષ પડવાની રાહ જોવા લાગ્યો કે જઈને લારી પરથી પાણીપુરી ખાઈ લે. જેવી રિશેષ પડી કે ભાગ્યો લારી બાજુ.જતા જતા સાહેબ ને કહેતો ગયો કે ‘સાહેબ વીસ કીધું હોત તો સારું હતું…વીસ પૈસા તો વાપરવા મળેત !’એટલે સાહેબે પણ બેંચ સાથે એવું માથું પછાડ્યું કે એમને કપાળે ઢીમચુ થઇ ગયું.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to તું પહેલા હો ! (બાળ રમુજવાર્તા)

  1. Arun Detroja કહે છે:

    હા… .હા….હા…………સ્કુલના દિવસો યાદ આવી ગયા. ભોળું ને નિર્દોષ હાસ્ય !

  2. aataawaani કહે છે:

    मनु चमनकी ब्बात सुनके मुझे मेरी अपनी स्किुलकी बात याद आ गई है . मुझे परीक्षक अधिकारिणी ओरतने पूछा तिब्बत बताओ में कच्छके अखात्मे ढूंढने लगा मेरी अं आवडत ऊपर उनको हंसी आई उसने मास्टरसे कहा तुमने उसको कुछ सिखाया नही है अब तुम तिब्बत बताओ मास्टर हिंदी महासागरमे ढूंढने लगा .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s