ચોમાસુ
ઇશાન ખૂણે ચમકતી એ વીજળી
ને એ મેહુલીયો વનધરા પલાળી
પશુ પંખીને માનવીનો એ આશ
ચોમાસુ શરુ કરીએ અષાઢી માસ. …………………
પાક પા પા પગલી ભરે જુઓ ખેતરે
રક્ષાબંધન કેરી ભાઈ, બહેની સંભારે
મેળાઓની રમઝટે ગામડે ગીત ગોરી
પર્વોની શરૂઆતી એ શ્રાવણે ન્યારી………………..
ફાલતા જાય એ મોરી અન્ન ને મોલ
શ્રદ્ધા કેરા શ્રાદ્ધ થી સુમન અનમોલ ,
ઋષિ પાંચમે જાવ રૂડા મેળે તરણેતર
પાવનકારી તો મારો ભાદરવો માતર …………….
કરી લીધું છે અન્ન, ઘર ભેળું ખેતરેથી
ને આનંદે મ્હાલે છે ગરબા નોરતેથી
દૂધ પૌવાના સ્વાદે ઉજળી શરદપૂનમ
હળી મળી સૌ,ઉજવે દિવાળી નવા વર્ષે…………..
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 42,655 મુલાકાતીઓ
શોધો
-
નવી સામગ્રી
- ઘમ્મર વલોણું -૬૮ 04/04/2022
આપના અમૂલ્ય શબ્દો
ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો
શ્રી રીતેશભાઈ
વરસાદની મોસમ તો ભાઈ ભારતની જ..ને ગુજરાતની તો ઓર મજાજ…અમે તો ખેતરો ને વગડાના પાકા અનુભવી છીએ..એટલે આપની કવિતાની દરેક પંક્તિઓનો સાદ સાંભળ્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
ભાઈ સાહેબ, મારું બચપણ ગામડામાં વીત્યા બાદ ગામડા સાથેનો લગાવ હજી છૂટતો નથી. જે કદાચ મારું સદભાગ્ય છે ! તમારા અમૂલ્ય શબ્દો થકી આનંદ થયો.