હરિ તમ તણા
આ હેમાળો હલ્યો કે,ગાત્રો થીજી લાવી રે શિશિર
હાડ ધ્રુજે , દાંત બોલે કટકટ હાલી ગયું રે શરીર
ધરબાવી દીધો કામળો ને સંકોડી લીધા જો અંગ
હદના કમાડ કમળ બીડી લીધા ને વલોપાતે સંગ
તાપણા ઓ ઠરી ગયા ને ઉડી ચાલી આ જો રાખ
શુષ્ક ઓષ્ઠના સીસકારે ધબકારા ના ગણ તું લાખ
વનકેરા હવે ખૂટયાય લાકડા હોલવાઈ જબક મશાલ
હરિ તમ તણા એક શ્વાસ થી ફરી જીવ થયો રશાલ
આ ઓતરાદા વાય વાયરા ને હલાવ્યા અડગ ડુંગરા
દેહ નીતરે રેલમરેલ ને થોભો ગાત્રો ગયા બળી મારા
જ્ઞાન બારીઓ ખોલી ને દેહ કરી વેગળો આરે જજુમવા
હિમ શીલા ઓ આણી ને લંબાવી ઉપર જેમ ટાઠુંમવા
તન પલળે મન નીતરે, જીહ્વા સુકાય ચોંટે જીવ તાળવે
બારે મેઘના પાણી જીલ્યા અને વાળ્યા છે પાણી માંડવે
અગન તોયે બેઠી ના હામ ખૂટ્યા હવે કુવાના પાણી જો
હરિ તમતણા એક ટીપાથી તરબતર થયુ હવે જીવન જો
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 42,891 મુલાકાતીઓ
શોધો
-
નવી સામગ્રી
- ગુજરાતી ફિલ્મ હાથતાળીનું નિર્માણ 22/06/2022
આપના અમૂલ્ય શબ્દો
ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો