પ્રેમે વાંચો !!
(ઢાળ : પ્રેમે આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી…..)
પ્રેમે વાંચો ને વાચક ગણ રે મારો બ્લોગ સાહિત્યરસ થાળ
બત્રીસ જાતની મેંતો નવલિકાઓ લખી,
તેત્રીસ જાતની મેંતો કવિતાઓ લખી,
મુખવાસ ઉમેર્યો ક્યાંક કયાંક રે ……..મારો બ્લોગ સાહિત્યરસ થાળ
નાટક અને બાળવાર્તાઓ સૌ વાંચો,
મુદ્રાલેખ બ્લોગનો વાંચો અને વ્હેંચો,
જોક્સ સંક્લીતને લખ્યા હાસ્ય લેખ રે..મારો બ્લોગ સાહિત્યરસ થાળ
પ્રાર્થનાને કવિતાના સંગ્રહનો ભરમાર,
વાંચે એને વંદન ને જુએ એને જુહાર,
વારંવાર આવજો ને હોંશેથી વાંચજો રે..મારો બ્લોગ સાહિત્યરસ થાળ
‹ નવરાત્રી નું પર્વ,માં જગદંબા,આપ સૌના જીવનમાં હેત,ઉમંગ અને ઉત્સાહ થી ભરપુર રાખે.તેમજ રાધા ને કાનના રાસમય બની રહે !! જય અંબે !!!!!! ›
પ્રેમે વાંચ્યો અને ગાયો રૂડો થાળ..પણ થાળ પછી પ્રસાદ ન આવે જાણે ??? ખરેખર માણ્યો સાહિત્ય રસથાળ.
સાચી ભાવનાથી વાંચ્યો છે તો પ્રસાદ જરૂર મળશે થોડી ધીરજ રાખવી પડશે. તમારો પ્રતિભાવ કોઈ પોતીકાપણાની યાદ આપવી ગઈ. ખુબ આભાર.