એ કાઈપો….ચ…. !!

એ કાઈપો….ચ…. !!
‘ તમને જાણીને નવાઇ લાગશે કે, આમ અચાનક મીટીંગ કેમ બોલાવવી પડી છે. તો તમારો સવાલ યથાસ્થાને છે.સીતાના અપહરણ કર્યા ને આજે દશ દિવસ થયા પણ સીતાજી હજી અડગ છે.હનુમાનજી આપણી લંકામાં આવીને આગ લગાવી ને ઘણું નુકસાન કર્યું છે.સાથોસાથ ઘણા દાજી પણ ગયા છે.તમે એવું ના માનો કે મને એનું દુખ નથી.પણ એ માનવ વાનર ને આપણે ઓળખી ના શક્યા ને અણધારી નોબત વહોરી  લીધી. ’ રાવણ બોલીને અટકયો.
‘ મહારાજ હું તો તમને પહેલેથી કહેતો કે તેને છોડી દો ને સીતાજી ને પણ મુક્ત કરી દો પણ તમે …. ’
‘ ચુપ મુર્ખ, જેને દશ માથાનું જ્ઞાન અને વિશ ભૂજાનું બળ છે એને કોઈનાથી બીવાની જરૂર ખરી ?? ’ કહીને તેણે એવું અટહાસ્ય કર્યું કે આખો ભવન ગાજી ઉઠ્યો.
‘ પિતાશ્રી, હવે એ કહેશો કે બધા મંત્રીઓ બોલાવવાનું કારણ ? ’ મેઘનાદ અધીરાઈથી બોલ્યો.
‘ એજ તો કહેવા જઈ રહ્યો છું બેટા.કોઈ મારી બોટલ નજીક લાવો જરા નશામાં વધુ કેફ આવશે. ‘
‘ તો જલ્દી કહો મારા તો રોમે રોમમાં વોરની અગન જવાળા ભડકે છે. ’
‘ શાંત થા બેટા ! સાંભળો સૌ…….મંદોદરી ઘણા સમયથી મારી સાથે કીટા કરીને બેઠી  છે. કોઈ વાતે માનતી નથી અને જીદ લઈને બેઠી છે કે હું સીતાને પાછી આપી દઉં. ’
‘ હું પણ એજ કહું છે..તેના પર તમારો કોઈ અધિકાર નથી મોટાભાઈ. ’ વિભીષણે કહ્યું.
‘ તું તો ચૂપ જ રહે…. ’ ગુસ્સાથી તે ગરજ્યો.
‘ પિતાજી,કાકાની વાતને ધ્યાનમાં ના લેતા આગળ વધો. ’ મેઘનાદે શાંતિથી કહ્યું.
‘ જુઓ હમણા હમણા તમે લોકો ટીવીમાં જોતા હશો હિંસા ને રોકવા અને પર્યાવરણને શુદ્ધ રાખવા ભલામણ કરે છે…સીતાને વગર યુદ્ધે પાછી આપવી નથી. તમારી વાત અને તમારા સહકારને ધ્યાનમાં લેતા એક નવો વિચાર આવ્યો છે. ’
‘ મતલબ યુદ્ધ નહિ ??  અરે મેં યુધ્ધના ક્લાસ કર્યા તેનું શું ? પિતાશ્રી નવી તલવારો અને બાણો મેં સ્પેસીઅલ વોર માટે મોલમાં જઈને શોપિંગ કર્યું છે.તમે મને આમ નર્વસ ના કરો પ્લીઝ. યુ સી.. .મને બોક્સિંગમાં તો બ્લેક બેલ્ટ પણ મળી ગયો છે. ’
‘ ચુપ,કુમાર મેઘનાદ,પહેલા પિતાજીની વાત તો સાંભળો….પછી તમે તમારા પેન્ટ માટે બ્લેક બેલ્ટ લેવો કે કાળો,તે પછી કહેજો. ’
‘ પિતાશ્રી, આ એન્ટીજી ને આવતા સત્રમાં ના રાખતા.હવે જમાનો બદલાઈ ગયો છે.હજી બ્લેક અને કાળામાં જ ગુંચવાય છે ત્યાં !!  ’
‘ બ્લેક બેલ્ટ, બોક્સિંગમાં હોય કે કરાટે માં ? ’ કોઈએ ટાપસી પૂરી. ને ભવનમાં જીણી હાસ્યની ફૂલજડીઓ ફૂટવા લાગી.
‘ એ બધું પછી વિચારશું, પહેલા એ જણાવી દઉં કે મારો નેક્સ્ટ ગોલ શું છે. ’ રાવણ બોલતા અટકી ગયો.એક સજ્જનન અને એક સન્નારી ભવનમાં આવતા દેખાયા.
‘ આ કોણ આવે છે …. ’
‘ હું ઇન્ટ્રો કરાવું છું મહારાજ.પહેલા આવવા દો એમેને. ’ રીક્રુટમેન્ટ મંત્રી આગળ આવતા ધીરેથી બોલ્યા.
‘ મેં તમને સાફ ના પડેલી છે કે જ્યાં સુધી યુદ્ધ પૂરું ના થયા ત્યાં સુધી કોઈ રીક્રુટમેન્ટ ના કરવી. ’ રાવણ એકદમ ધીરેથી બોલ્યો.
‘ તમને પછી કહું..વેલકમ જ્યોર્જ અને મોનાલી…..મળો આપણા બોસ,રાવણ મહારાજ ને જે આપણા એર વિંગના સીઈઓ છે ને આ મેઘનાદ મેનેજીંગ ડાયરેક્ટર. મહારાજ,આ છે આપણા નવા પાઈલોટ અને નવી એર હોસ્ટેસ ! બંનેનો ઇન્ટ્રો કરાવ્યો. ’
‘ નાઈસ ટુ મીટ યુ. ‘ બંને સાથે હસ્તધૂન કરીને મેઘનાદ પાછો તેના આસન પર આવી ગયો. એક નજર મોનાલી પર નાખી. રાવણ મનમાં બબડ્યો. સિંગલ લાગે છે. !!  ’
‘ એની ક્વેશ્ચન ?? ’ મોનાલીએ રાવણ સામે જોઇને પૂછ્યું
‘ ના ના, ડેડી કશું નથી બોલ્યા.તમે એમને એમના ક્વાર્ટર બતાવી દો સાથે તમેય જાવ.. ના ના તમારા સેક્રેટરી ને મોક્લી આપો. ’
તેમના ગયા બાદ ‘ તમે યુદ્ધ વિષે વાત કરેલી તો સસ્તા સેલરીમાં બંને જોઈન થવા તૈયાર થયા તો મેં કુ ઓફર આપીએ. ને ચાલુ યુદ્ધે કુશળ પાઈલોટ હોય તે વધુ સારું. ’
‘ ડોબા અત્યારે ચાલુ મીટીંગમાં કેમ બોલાવ્યા ? ’ રાવણ ગુસ્સે થયો.
‘ તમે તો કહેતા હતા કે હમણાથી આપણું વિમાન લેન્ડીંગ કરાવ્યા વગર નીચે આવી જાય છે તો મેં કુ પાઈલોટ હોય તો વધુ કમ્ફર્ટ રહે શું કહો છો વિનીપાતજી ? ’
‘ ઠીક છે પણ પેલી ચિબાવલી નું સોરી, ટૂંકા ટૂંકા કપડા પહેરેલી નું શું કામ છે ? ’
‘ મહારાજ પહેલાના જમાના ગયા કે ઇન્દ્ર અને હિર્ન્યકશીપું લડતા. હવે તો એકવીસમી સદી થી એ લોકો આગળ છે. યુધ્ધમાં આને જોઈ આપણા યોદ્ધા ફોર્મમાં રહે છે,ઘાયલ યોદ્ધાને ખાલી પાણી પણ પાશે તોયે બીજા દિવસે ઉભા થઇ શકે તેમ નહિ હોય તોયે લડશે ! ’
‘ વાહ, આ વર્ષે મેઘનાદ આને પ્રમોસન આપવું પડશે. ’
‘ પિતાશ્રી,એ બધું તમે એચ.આર.ની મીટીંગ હોય ત્યારે ડિસ્કસ તો વધુ સારું !અત્યારે તમારો નવો પ્રપોજલ જણાવો પ્લીઝ. ’
‘ હા યાર કહે ને એટલે આ કીકો લોહી પીતો બંધ થાય. ’ રાવણના મિત્રે વચ્ચે કુદતા કહ્યું.
‘ ઠીક છે, ગયા મહીને હું અને મંદોદરી એક આઈલેન્ડ પર વિક એન્ડમાં ગયેલા,તો વચ્ચે ભારતના કોઈ સિટીમાં એ કાઈપો…ચ..એવા જોર જોરથી અવાજો આવતા હતા.આથી અમને બેયને જાણવાનું કુતુહલ થયું.અને વધુ તો મંદોદરી ને પણ નીચે ઉતરવાનું મન થયેલું. જેવું પુષ્પક વિમાન નીચે નીચે ગયું તેમ તેમ અવાજ તો બહુ જોર પકડવા લાગ્યો.આથી વિમાનને નીચું લાવીને જોયું તો આકાશમાં કંઈક  ચોરસ ને લંબચોરસ આકારનું કંઈક દોરીથી બાંધીને લોકો ઉડાવતા હતા અને બુમો મારતા હતા. ’
‘ ચોરસ ને લંબચોરસ આકારનું… એવું વળી શું હોઈ શકે ?? આપનું પુષ્પક તો અલગ આકાર નું છે પણ પિતાશ્રી એની સાઈજ કેટલી હશે ??  ’
‘ એક કે વધી ને બે ફૂટ હશે કદાચ ! …તો મને એક એવો વિચાર આવે છે કે કેમ આપણે તેવું યુદ્ધ રાખીએ ?? ’
‘ પણ આપણે કદી એવું જોયું નથી ..અને યુદ્ધ કોની સામે ?? ’
‘ અરે ગાંડા ! જો આપણે  હારીએ તો સીતા પછી આપી દેવાની ! ’  રાવણે કહ્યું.
‘ પણ કઈ જોયા જાણ્યા વગર ???? અને મેં જે બધા ક્લાસ કર્યા એનું શું ? ’
‘ અરે મેઘનાદ મેં બધું વિચાર્યું છે.ગુગલમાં જોઈ લીધું છે.તેને લોકો પતંગ કહે છે.અને યુધ્ધને પેચ કહે છે.બીલીવ નહિ કરે પણ જયારે કોઈ પતંગ કાપે એટલે એ કાઈપો…ચ… જે ઉત્સાહ અને આવેગ જોયા છે તે અનબિલીવેબલ છે. માયાવી રૂપ લઈને તમે કોઈને હેરાન કરો તો નજીક થી તો કશું દેખાય નહિ તો શા માટે નજરે જોયેલો આનંદ માણીને શા માટે યુદ્ધ ના જીતીએ !! ’
‘ મનેય કંઈક નવું થ્રિલ ફિલ થાય છે ખરું.હવે મને ડીટેલ માં કહો. ’  મેઘનાદ ખુશ થતા  બોલ્યો.
‘ ખંભાત અને સુરત બંને સિટીમાં પતંગનું મોટું પ્રોડક્શન છે. બે ટીમ તૈયાર કરો એક પતંગ બનાવતા અને એક ટીમ પતંગની પેચ માટે ટ્રેઈન થાય… ’
‘ વિચાર સારો છે મહારાજ ના હિંસા ના વાયોલેટ !! હા હા …. ’   કોઈ એક મંત્રી બોલ્યો.
‘ વાયોલેટ નહિ વાયોલીન, કેમ મહારાજ ??  ’ કોઈ દોઢ ડાહ્યો મંત્રી બોલ્યો.
‘ તમને ના ખબર પડે તો ચુપ રહો મુર્ખાઓ ’
‘ પણ પતંગ પેચ યુદ્ધ જ કેમ ? બીજા કોઈ અહિંસક યુદ્ધ નથી ? ’ કોઈ એક મંત્રીએ સવાલ કર્યો.
‘ ગુડ ક્વેશ્ચન, મારી પાસે વીસ હાથ છે ને પેલા બેય ભાઈઓ મળીને ચાર હાથ છે વળી આ યુધ્ધમાં હાથ જ એક મોટું હથિયાર છે. પતંગ સેના જયારે દોરી એક રથ સમાન છે. જો જો તો ખરા, બધા મોજમાં આવી જશે આ યુધ્ધમાં, ચિચિયારીઓ, ઉત્સાહ,ધગશ અને જોમ !! ને ખાસ તો વળી નગરજનો પણ ઘરમાં રહ્યા રહ્યા યુદ્ધ જોઈ શકશે. ’ રાવણે ખુલાસો કર્યો કે વાત બધાને ગળે ઉતરી ગઈ.
સર્વ સંમતિથી પતંગ પેચની મેચ નક્કી થઇ.તો કોઈએ વળી કુંભકર્ણ ને યાદ કર્યો તો રાવણ ખુશ ! નાનો ભાઈ અડધાથી વધુ જીવન સુઈને કાઢે છે,ને વારે વારે આવી મેચો નહિ યોજાય.તો એને પણ ઉઠાડવો જોઈએ.પણ એને ઉઠાડવો એટલે મહા મુસીબત !આખી દુનિયા ને ઉઠાડવાની મહેનત અને આની એકની !છતાય બધાએ મહેનત ચાલું કરી.રાબેતા મુજબની ઢોલ,નગારા,સ્વાદિષ્ટ ભોજનો,હાથી,સૂળ ભોંક.પણ ભડનો દીકરાઓ હલે તો ખરો !રાવણ ઘણા દિવસ પછી આજે  એના પર ગુસ્સે થયો.પણ કોઈ અર્થ નહોતો.ત્યાં કોઈએ કાનમાં જઈ કહ્યું કે તારી ફેસબુક મેઘનાદે ઓપન કરી છે, ત્યાં તો કુંભકર્ણ ઉઠીને ‘ ક્યાં છે મેઘનાદ ..? ’ કરતોક ને ભાગ્યો.રાવણે જોયું તો નાનલો ગુસ્સામાં લાલચોળ ક્યાં ભાગતો જાય છે ?ને વળી ખુશ પણ થયો કે ચાલો જે હોય તે પણ ઉઠી તો ગયો.
‘ અરે ભાઈ આમ ધુંવા પુંવા થતો ક્યાં જાય છે ? ’
‘ મોટાભાઈ તમે મેઘુ ને બહુ ચગાવ્યો છે. ’
‘ કુમ્ભુ.. જવા દે યાર,શું બગાડ્યું છે તારું ? હમણા સુધી તો નસકોરા બોલાવતો હતો અને હજારો લોકો એ તને ઉઠાડવામાં હાથ ધોઈ નાખ્યા. ’
‘ શું કામ એ લોકોએ હાથ બગાડ્યા ? ’
‘ જવા દે, પણ તું ગુસ્સે કેમ છે આટલો બધો ? તારા માટે આજે પીઝા બરગર ને સેન્ડવીચ મંગાવી છે. ’
‘ તમે મેઘુ ને બહુ ચગાવ્યો છે જુઓ મારી ફેસબુક ખોલીને બેઠો છે.કોણે એને પાસવર્ડ આપ્યો.?  ’
‘ કુમ્ભુ, સીતાનું હું હરણ કરી આવ્યો છું ને હવે યુદ્ધ સિવાય ઉદ્ધાર નથી તો અમે લોકોએ પતંગની પેચ નું યુદ્ધ રાખ્યું છે.આથી તને ઉઠાડવો પડ્યો છે,વાત રહી ફેસબુકની તો જા જઈને પાસવર્ડ બદલી નાખ.મેઘુ તો પતંગ ની સાઈટ ખોલીને બેઠો છે. ’ એટલે તે શાંત થયો.
‘ હાશ .. થોડું ખાઈને હું સુઈ જાઉં મોટાભાઈ ? યુદ્ધ ચાલુ થાય એટલે જગાડજો. ’
‘ તારે જવું હોય તો જા પણ પછી ફેસ્બુકની કંપ્લેન ના કરતો ! ’ ને રાવણ ખંધુ હસ્યો.
‘ ઠીક છે હું ભાભી પાસે જાઉં છું. ’
બે ટીમો ને અલગ અલગ સિટીમાં મોકલી આપી છે.પંદર દિવસની ટ્રેનીંગ પછી પોતે પતંગની પેચ લેવામાં જરા પણ પાછો નહિ હટે. જયારે સામે પક્ષે તો પતંગ વિષે કશી ખબર નથી આમ હરખાતો ને સપના જોતો રાવણ દિવસો ગણી રહ્યો છે.દિવસ ને જતા ક્યાં વાર લાગે ! બંને ટીમો સ્કીલ બનીને આવી ગઈ છે. બીજા દિવસથી તો લંકામાં પતંગો બનાવવાના ચાલુ થઇ ગયા.
મેઘનાદ ઓડીટ કરે છે અને પતંગ ઉડાવડાવી ને, સ્કીલ યોદ્ધાને અંદરો અંદર પેચની હરીફાઈ રખાવે છે.ખુબજ ખુશ થયો છે.દરેક ને ઇટાલીની ચોકલેટ આપીને ખુશ કર્યા.તેને થયું કે હવે તેમની ટીમ સામા પક્ષ ને જીતી જવા સમર્થ છે તો એની ખુશાલીના સમાચાર આપવા તે પિતાશ્રી પાસે જવાનું નક્કી કર્યું ને દોડ્યો.પણ જેવો થોડો આગળ વધ્યો કે તેના પગ જમીન સાથે જડાઈ ગયા.ઉપર આકાશમાં જોયું તો મગજ બહેર મારી ગયું.ને બેભાન થઈને ઢળી પડ્યો.
બે કલાક પછી ભાનમાં આવ્યો.તો તેનો ચહેરો પડી ગયેલો હતો.રાવણે પૂછ્યું ‘ કેમ બેટા આમ ? ’
‘ પિતાશ્રી, આપણે મોટામાં મોટા પતંગ બે ફૂટના છે,જયારે રામ અને લક્ષ્મણ મોટા દશ દશ ફૂટના પતંગ લઈને ખુદ સાથે ઉડતા હતા.તો એમના પતંગ કેમ કપાય ? ? કેમ કરી કહેશું કે એ કાઈપો…ચ….’

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

6 Responses to એ કાઈપો….ચ…. !!

  1. Mayur કહે છે:

    તમારી કલમની કરામત અને વિચારસરણી માટે માત્ર એક જ શબ્દ બોલી શકાય !!! વાહ !!

  2. Rohan કહે છે:

    કેવું સારું હોત જો આવા યુદ્ધો અર્વાચીન યુગમાં થતા હોત ?? હાસ્ય અને વ્યંગનો સરસ સુમેળ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s