‘ એટલો ભોળો ના બન, કોઈની મજબુરીનો કેટલો બધો ફાયદો ઉઠાવ્યો ? જરા ભગવાન થી તો ડર ! ’
‘ ધમની, તારી મજબૂરી અને મારી ચાલાકી જ્યાં સુધી અખંડ છે ત્યાં સુધી આ ખેલ ચાલુ રહેશે. તારે ડરવાની જરૂર નથી.તને બ્લેક મેઈલ ભલે કરતો પણ જરૂર પડે તારા કામમાં પણ આવીશ પ્રોમિસ. ’ ફિક્કું હાસ્ય કરતા ઓષ્ટ બોલ્યો.
‘ તો એક કામ કર,આજથી કદી તારું મોઢું મને ના બતાવીશ…..પ્લીઝ. ’
‘ ઓ ઓ હો….આટલી બધી નફરત ???? ને એય મારા ચહેરાની ??? ’ અટહાસ્ય કરતા ઓષ્ટ બોલ્યો.પણ ધમની ને જરાય ના ગમ્યું. ‘ ધમની, તારી મજબુરીને સમજુ છું એટલે તો રૂપિયાથી કામ પતી જાય છે.અને તારે ઘરે ક્યાં રૂપિયાની કમી છે.સ્વીમીંગ પુલમાંથી એક બાલ્ટી પાણી ઉમેરાય કે છલકાય શું ફરક પડે છે ! હં….. ’
‘ બીજાના સ્વીમીંગ પુલ જોઇને આપણું બાથરૂમ પાડી ના દેવાય ! અને વાત રહી પ્રોમિસ ની તો પહેલી વાર જયારે તને રૂપિયા આપ્યા ત્યારે તું આવો નહોતો.અને તે કહેલું કે ચાર પાંચ વાર રૂપિયા લઈને પોતે દિલ્હી જતો રહેશે. ’
‘ તે યાદ અપાવવા બદલ થેંક યુ ધમની, પણ દિલ્હી માં ટૂ બીએચકે ના ભાવ ઘણા વધી ગયા છે.તને તો ખબર છે કે રાત્રે નશો કર્યા સિવાય મને ઊંઘ નથી આવતી. ’
‘ પણ એમાં મારી ઊંઘો કેમ હરામ કરે છે. પ્લીઝ તને હાથ જોડી ને વિનંતી કરું છું કે આ વખતે દશ હજાર રૂપિયા લઇ જા,પણ ફરી કદી મારી પાસે ના આવતો. ’
‘ નો ડાર્લિંગ, ઓષ્ટ્નો ધિક્કાર એટલો સસ્તો નથી. બહુ થયું હવે લાવ જલ્દી રૂપિયા નહીતો ફજેતો કરીશ. ’ ચિલ્લાતા તે બોલ્યો. એટલે ધમનીએ પાંચ હાજર નું બંડલ એના મોઢા પર ફેંક્યું.કે લઈને સીટી વગાડતો ચાલતો થઇ ગયો.
હાશ નો એક નાનો એવો હંગામી ધોરણે, દમ ખેંચ્યો ને લગભગ રડમસ થતી તે રૂમમાં આવી.હાય રે નસીબ ! શા માટે આવું જીવન જીવવાનું ??? પહેલી વાર તે પ્રેમ ને કોસવા લાગી.
પ્રેમ કરવાની કેટલી આકરી સજાઓ તો હજી કાપવાની બાકી હશે !!
જતા જતા એની નજર અરીસામાં સ્થિર થઇ કે તેના પગ જમીન સાથે જડાઈ ગયા. અરીસામાં તો પ્રતિબિંબ દેખાય પણ આ શું ?? તેની નજરો અરીસામાં ઊંડી ઊંડી જવા લાગી. કેટલી બધી નજરો આગળ નીકળી ગઈ.તે ચિલ્લાઈ અને નજરોને પાછી વાળી, નાહક એને પામવા પાછું પરેશાની ! તેનો ચહેરો જોયો ને અફસોસ નો એક હિલોળો ઉભરી આવ્યો.ક્યાં તે રૂપ ની ગરીમાથી અપાર ચહેરો અને ક્યાં આજનો ફિક્કો ને રુક્ષ ચહેરો ! કોને દોષ દેવો,પોતાને ?? કોઈ પ્રત્યુત્તર વાળ્યા વગર, વળી પાછી લીવીંગ રૂમમાં આવી.ટીવી ઓન કર્યું કે લડાઈ ઝઘડાની સીરીયલ દેખાઈ કે ટીવી ઓફ કરી દીધું.
મન પર વિજય તો શકય નથી પણ મનને થોડું કેન્દ્ર માં રખાય તો થોડી રાહત મળે ! પણ મન પાછું જે ના ઇચ્છતું હોય તેની નજીક વધુ લઇ જાય ! ઓષ્ટ, હજારો નિશાશા નખાઇ ગયા.તેનું નામ સ્મરણ થતા.પણ વળી પછી તે પોતાને જ ભાંડવા લાગી. ઓષ્ટનો કોઈ દોષ હતો ખરો ?? તે વિચારવા લાગી.
કદાચ……ના, તેનો મનમોહક ચહેરો અને લળીને વાત કરવી,નિરાળી અદાઓથી પોતે ઘાયલ બની ગયેલી.એને દિલ આપી બેઠેલી.અને એ કોઈ એકપક્ષી પ્રેમ નહોતો બંનેની મરજી અને જીજીવિષાનું પરિણામ પ્રેમમાં પાંગરેલો.પોતાના મિલન અને માંન્ગલ્યો ના સિંચન થકી તો વટવૃક્ષ માફક ફૂલીફાલી ગયેલો.તો એમ જટ દઈને મૂળ સાથે એમ કેમ કરી ફેંકી શકાય ??
પોતે કેવી હરખ અને મનના આવેગોને મુક્ત કરીને ગગનમાં વિરહતી.તનના સ્પંદનો અંગ સાથે મરોડ લઈને ઉભરતા કે જીવન સોનેરી લાગતું.રાત્રી પૂરી થાય કે, ઉજીયાળી સવારની રાહ જોતા ઉંબરે થાળી લઇ તેની આરતી ઉતારવા થનગની ઉઠતી.દિવસ પૂરો થાય કે રાત્રીના વધામણે, સપનાઓમાં રાચવાની અધીરપ લાગતી.
બધું એક દિવસ ભાંગી ને ભુક્કો થઇ ગયું..જે ઓષ્ઠ પોતાનાથી એક પળ પણ અળગો થવા નહોતો માંગતો,તે એકાએક ગાયબ થઇ ગયો.ત્યારે તો પોતાના શરીરમાંથી જીવ નીકળી ગયો હોય તેવો અહેસાસ થયો.આખા શહેરમાં બધે ફરી વળી.નાની ગલી કે પોળોથી લઈને બધે તપાસ કરી પણ કોઈ તાગ ના મળ્યો.બધા અરમાનો અને સપનાઓ પોતાની સામે વહેતા વહેણમાં તણાઈ ગયા.
જિંદગીથી હારેલી ને નાશીપાશ થયેલી ધમની,લાશ જેમ કોલેજ જતી ને પાછી આવતી.પણ તેના માટે દુખના દિવસો બહુ ઓછા લખેલા હોય તેમ તેને લાગ્યું.એક પૈસાદાર અને હેન્ડસમ થંભ તેને મળી ગયો.કોઈ વધુ આકર્ષણ નહિ કે કોઈ વધુ ડેટિંગ નહિ.થોડી મુલાકાતો અને થોડી અમાનુષી! એક તાંતણે બાંધી ને જંપી.
થંભ તેને દિલથી ચાહતો હોઈ થોડી જ મુલાકાતોમાં તેણે લગ્ન માટે ઓફર કરી કે ધમની પોતાને ધન્ય માનવા લાગી.અને ઓષ્ટ ને ગુમાયાનો અફસોસ હવે જીર્ણ બની ગયો.અને બહાવરી બનીને આકાશમાં વિહરવા લાગી.છતાં દિલમાંથી ઓષ્ટ થકીના સ્પંદનો કયારેક જીવનને ઉત્તેજિત કરતા હતા.પણ તેને શોધવામાં તથા રાહ જોવામાં કોઈ કસર છોડી નહોતી.આથી થંભ સાથે લગ્ન કરીને એક ડહાપણ નું કામ કર્યું હતું.લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઈ.જીવન એક સમાન્ય બની ગયું.હર્ષના હિલ્લોળા અને આનંદની અતિરેકો સમાન્ય બની ગઈ.સ્વપનો આંખોમાં અડગ સ્થાન બનાવતા તે હવે વિલીન થતા ગયા.સુખી સંસાર ને માણતા ધમની અને થંભ એક મેકને અનુરૂપ બનીને જીવી રહ્યા છે.વધુ ભાગ તો થંભ પોતાના બિજનેસ માં રચ્યો પચ્યો રહેતો.
કહેવાય છે કે દુખના દિવસો જલ્દી જતા નથી અને સુખના દિવસો સરળતાથી વહી જાય છે.એવુજ ધમની માટે બન્યું.બંને મોલમાં શોપિંગ કરવા ગયેલા ને અચાનક તેણે ઓષ્ટને જોયો કે ધમની,જડની જેમ જડાઈ ગઈ.તેના હોશકોશ ઉડી ગયા.અને તેની તબિયત સારી નહિ હોવાનું બહાનું કાઢી ને ઘરે આવી ગયા.કેવી રીતે રાત તેણે પસાર કરી તે કલ્પના બહારનું હતું.બાજુમાં થંભ નસકોરા બોલાવતો ઊંઘી રહ્યો છે. પણ એમાં તેનો કોઈ દોષ નહોતો, કોને શું કહેવું ????
એક દિવસ ઓષ્ટ,તેના ઘરના ઉંબરે પ્રગટ થયો કે ધમનીના પગ નીચેથી ધરતી સરી જતી માલુમ પડી.અને ધરતીકંપ તો ત્યારે આવ્યો જ્યારે તેણે ધમનીને બ્લેક્મૈલ કરવાનું ચાલુ કર્યું.હદ તો ત્યારે થઇ જયારે,ઓષ્ટ આવતો એટલે રૂપિયા તો લઇ જતો પણ સાથોસાથ શારીરિક અડપલા પણ કરવા લાગ્યો હતો.કયારેક તો તે આપઘાત કરવાનું ય વિચારતી.પણ પેટમાં જે બાળક મોટું થઇ રહ્યું હતું તેનો વિચાર માત્ર તેને રોકી રહ્યો હતો. તો પોતે શું કરે ??? ઘણા પ્રસનાર્થો તેની આસપાસ ફરી વળ્યા હતા.અજગર ભરડા માફક તે વણાઈ ચુકી હતી.કોઈને તો કહેવા સમર્થ નહોતી.અને કોઈ પણ કાળે તે થંભ ને ખોવા માંગતી નહોતી.પોતે પતિવ્રતા હતી નહિ કે પતિતા !!
‘ ધમની,ચલ આજે બહુ ભૂખ લાગી છે કશું ખાવાનું આપ. ’ રોફ સાથે ઓષ્ટે કહ્યું.
‘ નહિ, તારી લીમીટ માં રહે પ્લીઝ.અને થંભ આજે જલ્દી ઘરે આવવાનું કહીને ગયો છે. લે આ રૂપિયા અને મહેરબાની કરીને હમણા આવતો નહિ. ’
‘ શ્રીમતી ધમની, ફરીવાર આવા નિર્લજ શબ્દો ના બોલે તો સારું. ’
‘ નિર્લજ અને નફફટ તો તું છે કે જેણે એક છોકરી નું દિલ તોડ્યું છે તેને દુખ આપ્યું છે ને વધુ તો હવે સતામણી રૂપે બ્લેક્મૈલ કરી રહ્યો છે.તારા જેવો ક્રૂર પ્રેમી ફરી આ દુનિયા માં નહિ થાય ઓષ્ટ…અરે ! હવે તો તારું નામ પણ લેતા મારી જીભમાં પીડા થાય છે. ’
‘ હવે તારી બોબડી બંધ કરીશ કે ??? ’ તે તાડૂક્યો.
‘ કેમ લાગણી દુભાય છે ? કદી મારા વિષે વિચારે છે ખરો ? ’
‘ મને આજે બેય પ્રકારની ભૂખ લાગી છે ડાર્લિંગ…..જરા નજીક આવ. ’ કહીને તે લુચ્ચું હસ્યો.
‘ ડાર્લિંગ ??? તારી જીભમાં કિલા કેમ નથી પડતા ?? આટલો નફફટ ના બન અને જલ્દીથી વટી જા ’
‘ ઓય ….. બહુ થઇ હવે……’ ને તે ધમની તરફ ઘસી ગયો.
‘ ત્યાં જ ઉભો રહેજે,એક પતિવ્રતા સ્ત્રીનો તાપ તારાથી સહન નહિ થાય રાક્ષસ ’
‘ આજે તારી કોઈ વાત નહિ માનું.તું રામ કહે કે રાવણ, કૃષ્ણ કહે કે કંસ….’ ને તે જડપથી ઘસી ગયો.
ધમની પણ તેના વેગને જોઈ રૂમમાં ભાગી તેને જાણ્યું કે આજ તેની ઈજ્જત ખતરામાં હતી.અને જયારે જયારે સ્ત્રીની ઈજ્જત ને ખતરો આવે ત્યારે તે જગદંબા બની જાય છે.વિકરાળ રૂપ ધારણ કરી ને તે તાડૂકી ‘ ત્યાજ થોભી જા મૂરખા.’
‘ નહિ તો ????? ’
તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું.તે રૂમમાં દોડી ગઈ અને જઈને કબાટમાંથી રિવોલ્વર કાઢીને એક મહાકાળી રૂપે તેની સામે ત્રાડ નાખી.
‘ છેલ્લી વાર કહું છું ચાલ્યો જા…..નહિ તો આજનો દિવસ તારો આખરી થઇ જશે. ’
‘ ઓહ…..તારા હાથમાં એ શોભતી નથી.લાવ મને આપી દે અને મારી ભૂખ મિટાવ ડાર્લિંગ ગ.ગ.ગ…….’ તેના શબ્દો ગળામાં પાછા ગયા.
ધડ ધડ બે ગોળીઓ તેના શરીરને વીંધીને આરપાર નીકળી ગઈ.ઓષ્ટ લોહી લોહાણ થતો ઢળી પડ્યો.ધમની નું આખું શરીર ધ્રુજી રહ્યું છે.થોડીવારમાં પોલીસ પણ આવી પહોંચી.હજી પણ ધમની ઓષ્ટના શરીર સામે રિવોલ્વર તાકીને આંખોમાં અંગારા વરસાવતી ઉભી છે.થર થર તેનો દેહ ધ્રુજી રહ્યો છે.તેના હાથમાંથી રિવોલ્વર લઈને તેને તાબામાં લેતા પોલીસે તેને આગળ કરી.કશું પણ બોલ્યા વગર તે દિગ્મૂઢ બનીને ફોલો કરી રહી છે.ચાર દીવાલ ની બંધ કોટડીમાં પોતે આવી ગઈ.
વાહ રે સમય !
તેનું મગજ સુન મારી ગયું. શૂન્યાવકાશ સામે તે આજે હારી ગઈ !!
બે ઘડી પહેલાની પળો કેવી હતી ?? અને અત્યારે……વાહ રે કુદરત તારી બલિહારી !
કેવી કેવી મીમાંશાઓ પોતાને ફેસ કરવાની હશે કોને ખબર ! પોતાના ભાગ્યને રોતી એક કાળકોટડીમાં રાત પસાર કરવા લાગી.
પ્રેમ સફળ થયો નહિ, ઓષ્ટ અધવચ્ચે છોડી ને જતો રહ્યો.થંભે અપનાવી તો સુખના વધુ દિવસો ટકી ના રહ્યા ! કોણ પોતાની લાઈફ પર ઈર્ષ્યાની આગ ઓકી રહ્યું છે, કોણ તેની એશો આરામ ભરી જીંદગી થી પરેશાન છે ?
વધુ ઝટકો તો તેને ત્યારે વાગ્યો જયારે તેને ન્યુજ મળ્યા કે થંભને પણ આજ જેલમાં લાવવામાં આવ્યો છે.અને તે હેબતાઈ ઉઠી શું ???????? બંને પતિ અને પત્ની કેદી હોઈ એકબીજાને મળી પણ ના શકે !જે વાત જાણી તે મગજ અને બધી પરીકલ્પનાઓથી પર હતી.
‘ હા તો મિસ્ટર થંભ, હવે એ કહો કે તમે રોજ રિવોલ્વર સાથે રાખી ને બહાર જાવ છો.અને તમારી વેપન લાઈસન્સની એપ્લીકેશન મુજબ, તમારા બિજનેસ ને ધ્યાનમાં રાખી ને તમારે રોજે એની જુરુર છે. તો બતાવી શકશો કે કેમ તમે રિવોલ્વર લઈને ના ગયા? ’
‘ તમારી વાત સાચી છે ઇન્સ્પેકટર સાહેબ.પણ હું તમને જે વાત કહીશ તે માનવામાં નહિ આવે અથવા તો તમને બહાનું લાગશે.’
‘ મતલબ તમે કોઈ જવાબ નહિ આપો ?? ’
‘ એવું તો મેં કશું નથી કહ્યું. ’
ત્રણ દિવસ સુધી થંભ ને થર્ડ ડીગ્રીના રિમાન્ડ પર લેવાયો અને જે તેની કબુલાત હતી તે કોઈને પણ મોઢામાં આંગળા નાખવા મજબુર કરે તેવી હતી !
‘કોલેજમાં નવો નવો આવ્યો ત્યારે મેં ધમની ને પહેલી વાર જોઈ કે તેનાથી આકર્ષાયેલો, ને મનોમન નક્કી કર્યું કે તેને પામીને રહેવું.પણ એક દિવસ તેને ઓષ્ટની બાહોમાં પ્રેમ કરતી જોઈ કે ધ્રુણા થઇ અને પછી તો તેને કોઈ પણ હિસાબે પામવા નક્કી કર્યું.આસપાસના વર્તુળમાંથી જાણવા મળ્યું કે ધમની અને ઓષ્ટ નો પ્યાર એકદમ પ્યોર અને ગાઢ હતો.આથી તેને તોડવા માટેનું એક રીતસર બીડું જડપી લીધું.આથી ઓષ્ટની નબળાઈ જાણી લેવા તત્પર થયો ને તેની રૂપિયા પામવાની ભૂખે મને મદદ કરી.મેં તેને કાયમી ની આવક બાંધી આપી જે તે ધમનીને બ્લેકમેઈલ કરીને કમાતો.મેં જે તેને કહેલું કે તું ધમનીને બ્લેકમેઈલ કર.મેંજ તેને ઉશ્કેરેલો કે તે પોતાની જૂની પ્રેયસીને માણી શકે.ધમની ઓષ્ટને ધિક્કારે !અને હું એ પણ જાણતો હતો કે ધમની તેને વશ નહિ થાય.આથી તેને ઓષ્ટ નું ખૂન કર્યું.મારા માટે એક કાંકરે ઘણા પક્ષીઓ મરાઈ ગયા.એક તો ઓષ્ટ….કે જે ધમની ની બાંહોમાં જોયેલો તે ખટકતો હતો.બે ધમની એ કોલેજમાં પોતાને જે રીતે અવગણેલો તે દાજ નીકળી ગઈ. ધમનીનો ઓષ્ટ સાથેના પ્યારનો અંત ! મારા જીવનમાં થી ધમની નો અંત.તમને નવાઇ લાગશે કે,મારે ધમનીને દુર કરવી હતી તો બધો ખેલ કેમ ?પણ તો પછી મારા અંદર જે ધ્રુણા નો કીડો સળવળતો હતો તેનું શું ??? આ એકદમ સાચી હકીકત છે.બધી બીનાઓ માટે ફક્ત હુજ જવાબદાર છું.અને મને ધમની માટે જે હવે પ્યાર જાગ્યો છે કહો કે લાગણી પ્લીઝ તેને છોડી દો…. તે નિર્દોષ છે.મને ફાંસીએ લટકાવો પણ તેને છોડી દો પ્લીઝ ….’ કહીને તે ઢળી પડ્યો.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
Nice Love story with suspense..
Thank you friend..hope to see you here often…