કોઈ લાવો મારા સાથ ને

કોઈ લાવો મારા સાથ ને
મનના ઘોડા ની લગામને છુટ્ટી મૂકી દીધી છે.જેમે જેમ અંતર કપાતું જાય છે તેમ તેમ હૈયાની અંદરનો ઉમંગ વધતો જાય છે.બસમાં બધે નજર ફેરવી જોઈ પણ કોઈ જાણીતો ચહેરો દેખાતો નથી.કોઈ કોઈ વ્યક્તિ તેની સામે આશ્ચર્યથી જુએ છે.તે માને છે કે પોતે બધા માટે અપરિચિત હોઈ આમ જુએ તેમાં નવાઇ નહોતી.બારી બહાર નજર કરી તો હવાની લેરખી પોતાના વાળની લટો સાથે ગમ્મત કરવા લાગી.ખેતરોમાં પાક લહેરાય છે.અને પાકના આવરણમાંથી ચળાઈને આવતી સોડમ મનભાવન છે.કયાંક ખેતરનાં  ક્યારે,ફૂલોની પુંજે પતંગિયા વૃંદ ઉડતું નજરે ચડે છે. વાહ રે ! એક અંતર વલોણું પોતાના શરીર ફરતે ઘૂમી રહ્યું.આવા જ ખેતરોમાં પોતે નાનો હતો ત્યારે રમતો અને બાજરી,મકાઈના ડુંડા અને મગફળીની સીંગો તોડી ને ખિસ્સામાં ભરીને ખાતા.રજાઓમાં આખો દિવસ રમતા,આખડતા ને જગડતા.એક પળ માટે તેને બસ ઉભી રખાવીને ઉતરી જવાનું મન થયું…પણ નહિ,નહિ બે દિવસ જુના ગામમાં રોકવાનો પ્લાન છે તો પછી બધું ફરી વળાશે.એમ મન ને મનાવી બેસી રહ્યો.બારીમાંથી આવતી સોડમને મનમાં સમાય તેટલી ભરી લેવા તત્પર છે.કોણ જાણે આ હવા ફરી કયારે પોતા તનબદન ને વીંટી ને ધન્ય બનાવશે !
જેમ જેમ ગામ નજીક આવતું જાય છે તેમ તેમ તેની તાલાવેલી વધુ તીવ્ર થતી જાય છે.કાશ અત્યારે તે પોતાની ખુશી કોઈની સાથે શેર કરી શકેત!  બસ ગામના સ્ટેન્ડ આગળ ઉભી રહી કે કે તેને નવી લાગી.કંડકટરે તેને બુમ મારી કે ગામ આવી ગયું, તે જાણે જબકી ને જાગ્યો હોય તેમ લાગ્યું.અરે પહેલા તો ગામ માં આવવા માટે રોડ પરજ બસ ઉભી રહેતી ને થોડું ચાલ્યા બાદ ગામ જવાતું.ખેર ! તે ધીરે ધીરે નીચે ઉતર્યો.અને ચારે બાજુ જોઈ રહ્યો.અસ પાસ નજર ફેરવી કે કોઈ જાણીતું મળી આવે.
‘ કોને ત્યાં જવાના ભાઈ ? ’ કોઈ યુવાને પૂછ્યું.
‘ હમમ….જીગાને ઘેર….’
‘ કોણ જીગા કાકા ?? તનુદાદા ના ?? ’
ઘડીભર તે પેલા યુવાન સામે જોઈ રહ્યો અને શું જવાબ આપવો તે વિચારી રહ્યો.ને મનમાં બબડ્યો…તનુદાદા…..તેના હોઠના હાવભાવ ને પામીને તેણે ફરી પૂછ્યું.
‘ આભાર દોસ્ત, પણ હું ચાલતા ચલાત જવા માંગું છું. ખોટું ના લગાડીશ પ્લીઝ ….  ’
ને તે ફરી બેગ ને ખભે ભરાવી ને ચાલતો થયો કે સામે કોઈ વડીલ આવતા દેખાયા કે તેને થયું કે કદાચ કોઈ પરિચિત હોય ! ને એવું જ બન્યું ‘ તમે ચમ્પકા કાકા રાઇટ ??  ’  
‘ હા પણ તારી ઓળખાણ ના પડી ભાઈ ’  ટગર ટગર મારી સામે તેઓ જોઈ રહ્યા
‘ હું સમય…અતુલભાઈ નો…. લીમડાવાળું ઘર…. ’  
‘ અરે હાં….તું તો બહિ બહુ મોટો થઇ ગયો છે..ક્યાં છે આજકાલ ? અને તારો નાનો ભાઈ પળ અને તારી બેન ભરતી મજામાં છે ને ? ’
‘ બધા મજામાં છીએ..મારી મમ્મ્મી તમને બધા લોકો ને ખુબ યાદ કરે છે ને પપ્પા ઘણી વાર આવવાનું વિચારે છે પણ નથી આવવી શકતા. ’
‘ સાચી વાત છે। .પણ તોયે ઘણી ટક્કર લે છે વાલીડા ! ’
ધીરે ધીરે તે આગળ વધે છે, ને ગામનો નવો અને જુનો ચિતાર નિહાળે છે. તેના પગ થંભી ગયા એક જર્જરિત મકાન ને જોઇને. તેણે મગજને કસ્યું.જૂની યાદો ને વાગોળવા લાગ્યો. આ એજ શેરી હતી જેમાં પોતે ઘણી વાર આવતો.ને તેને યાદ આવ્યું કે આ શેરી થોડી ભયંકર હતી,એટલા માટે કે શેરીમાં બે કુતરા બહુ માથાભારે હતા.અને બીજી શેરીના માણસો ને તરત કરડવા દોડતા.પણ પોતે તો વીનું ની ઓથે આવતો ને પછી તો વિનુના વરંડામાં બધા ખુબ રમતા.તેને વધુ યાદો ને ફંફોળી કે આ ઘર કોનું હોઈ શકે ??? ખરી વાત હતી કે પોતે ઘણા વર્ષો બાદ આજ આવ્યો છે તો જટ દઈ ને યાદ આવવું મુશ્કેલ છે.ધીરે થી તેને મકાનના આગલા ભાગમાં પગ મુક્યો.કાટમાળ બધો નીચે આવીને એક છાપરા સમું ભાસતું મકાન હેરીટેજ ની સાક્ષી પૂરે છે.એક બાજુની દીવાલ પણ પડી ગઈ છે.તેને મોબાઈલ કાઢી ને એક તસ્વીર પાડી લીધી.ને સાવચેતી પૂર્વક પાછળ ના ભાગે થી ઘરમાં દાખલ થયો કે એક કુતરું ધીરેથી ભસતું ભાગ્યું કે હું ડરી ગયો.જુનો સમાન બધો ધૂળમય પર ધૂળના થર જામી ગયા છે.ધીરે ધરે આગળ વધ્યોકે એકદમ મગજ સતેજ બની ગયું.અરે ! આ તો નીલનું ઘર.ઝાંખો ઝાંખો તેનો ચહેરો યાદ આવ્યો.ને અવાર નવાર તેની સાથે તેના ઘરે આવેલો તે પણ યાદ આવ્યું.લાગે છે ભૂકંપમાં ઘર પડી ગયું હોઈ શકે ! રૂમનો દરવાજો એવી રીતે પડી યો હતો કે અડધો નીચે નમી ને રૂમની રક્ષા કરતો હતો.ખબર નહિ કેમ પણ, મારા પગલા રૂમ ભણી જતા રોકી ના શક્યો. દરવાજાને થોડો બાજુમાં કરીને રૂમમ દાખલ થયો કે મારા પગ ભગવા માંથી રહ્યા પણ ભાગી ના શકાયો કારણકે દરવાજો નડયો.હ્રદય મારું જોર જોરથી ધડકવા લાગ્યું.
ધીરે ધીરે હું પાછા ડગલે જવા લાગ્યો પણ પગ તો હલતા નથી.મારી આંખો ચારેબાજુ ફરે છે,હું દીવાલ સાથે જડાઈ ગયો.એક ખૂણામાંથી કોઈ ઓળો સળવળ્યો,અને મારી તરફ આવવા લાગ્યો.મારા તો છાતીના પાટિયા બેસી ગયા હોય તેમ લાગ્યું.મારાથી ચીસ પાડવાની હિંમત પણ ના રહી કારણ કે ઓળો મારી બાજુ આવી રહ્યો હતો.આંખો ને પટપટાવીને ચેક કર્યું પણ હકીકત સામે આવીને ઉભી રહી ગઈ.
‘ નીલ્યો તારી રાહ જોઇને હમણાં ગયો.મારો હાથ પકડીશ સમય ? ’ ઓળાએ તેની નજીક આવતા કહ્યું. નક્કી નીલના પિતાજી છે.પોતાને પણ ઓળખી ગયા છે તે જાણી ને મને ઘણી નવાઇ લાગી.મેં તેમનો હાથ પકડવા પ્રયત્ન કર્યો કે મારા પહેલા તો તેઓ રૂમની બહાર આવી ગયા.મારાથી ના કોઈ જવાબ દેવાયો કે ના કશું બોલાયું !
‘ આવ બહાર ખાટલો ઢાળી ને બેસીએ..’ હું તેમની પાછળ પાછળ જવા લાગ્યો. જીભ મારી મોઢા સાથે એવી રીતે જડાઈ ગઈ કે બહાર લાવું તેમ તેમ વધુ જડાઈ જાય છે.
‘ લાગે છે બાજુ વાળા ખાટલો લઇ ગાય હશે…હાલ બહાર જઈએ. ’
કઈ પણ બોલ્યા વગર મારે તેમને અનુસરવું રહ્યું.
‘ તારે વેકેશન પડ્યું છે કે ? તારા કાકાને ત્યાં રહી ને હજી તારે કેટલું ભણવાનું બાકીછે ? ’
ઉપર ઉપરી પ્રશ્નોનો મારો થયો.હવે કૈક તો બોલવું જ પડશે.
‘ ભણવાનું ….?  ’ મને ખુબ આશ્ચર્ય થયું કારણ કે મારું ભણવાનું તો કેટલા વર્ષો થી પૂરું થઇ ગયું છે.મારી વિચાર કરવાની બધી શક્તિઓ હણાઈ ગઈ છે.
‘ કેમ તારા કાકાને ત્યાં તું ભણે છે એવું તારા બાપુજી મને કહેતા હતા…..કેમ કઈ ખોટું બોલી ગયું કે શું,અને કશું બોલતો પણ નથી. ’
‘ ના ના …… ’   મારાથી ફક્ત એટલું જ બોલાયું.
જેવા બહાર ગયા કે તેઓ બબડવા લાગ્યા ‘ નખ્ખોદ જાય એનું, હવે હું મારી ભેંસ ક્યાં બાંધીશ ? મને પૂછ્યા વગર આ મોટો થાંભલો કોણે મારા ઘર આગળ ઉભો કર્યો છે ? ’  તેઓ ગુસ્સાથી લાલચોળ થઇ ગયા.ઇલેક્ટ્રિકનો થાંભલો જોઇને તેઓ ગુસ્સે થયા હતા.
‘ જવા દો દાદા… ’  મારી પાસે બીજું કઈ કહેવા જેવું પણ નહોતું.
‘ કેટલુ કેટલુ જતું કર્યું છે સમય….અને કેટલું જતું કરવું પડશે…..બે દિવસ પહેલા ઠાકોર સા’બે ગામ આખાને સાફ કહી દીધું છે કે, બે બે મણ અનાજ નહિ આપે તો બધાના કહેતા જપ્ત કરી લેશે…..કેટલુક જતું કરવાનું છે ખેડૂતે,બોલ ..???  ’  મણ એક નો નિશાશો નાખી ને તેઓ બેસી ગયા.
ઠાકોર સાહેબ ???? મનને જરા કસ્યું ..મતલબ ગામના જુના રાજા….મતલબ નીલ ના પિતાજીના મગજમાં જૂની વાતો ઠસી ગઈ છે.
હવે , પોતે શું કરવું તે નક્કી ના કરી શક્યો પણ કોઈ ચમત્કાર કે પોતાની ડરપોકતા,જે ગણો તે પણ પેલા ઓળાના સાંયે સાંયે હું અનુસરતો રહ્યો.
તેઓ આગળ અને હું પાછળ..થોડા આગળ ગયા કે ગામનો ચોરો આવ્યો…ખમ્મા ઠાકર ધણી ને કરતા તે ચોરાના પગથીયા ચડવા લાગ્યા.
‘ ધઈન છે અમારી શેરીને જોયું હું ચાર દી’ બીમાર પડ્યો કે ચોરા ની શિકલ કેવી બદલી નાખી છે.આ ગણપતિ ની મૂર્તિ એકબાજુ પડી જવું પડી જવું કરતી’તી તે મજાની હેય રૂડી રૂપાળી નવી લઇ આયા છે…..અરે ! આ તો બધી મૂર્તિઓ નવી છે સમય .. ’
નીલના પિતાજી ની કોઈ વાત તો મારા મગજમાં જતી નથી.આથી થયું કે હવે મારે પણ રાજાશાહી યુગમાં ગયે છૂટકો !
‘ હા દાદા ….અને આ ટાઈલ્સ પણ બદલાવી નાખી લાગી છે. ’
‘ ટાઈલ….અરે ચોરામાં તો માટીનું લીંપણ  બૈરાવ કરતા…વાહ રે બાપલિયા વાહ.. મેં કયાંક જાણેલુ કે લોકો નહાવાની ઓરડીમાં ટાઈલુ નખાવે છે. મારો કાળીયો ઠાકર તો રોજ નાય છે તો તેને શણગારો તે બહુ ગમ્યું…હે કાળીયા ઠાકર ધરીને વરસાદ પાડજે ને બધાના ઘર પાકથી ભરી દેજે. ’   કહીને તેઓ ભગવાનની મૂર્તિ સામે બેય હાથ જોડીને ઉભા રહ્યા.
હું પણ બે હાથ જોડી ને કહેવા લાગ્યો કે આમને આમાંથી છુટા કર.પણ મારી નજર તેમનાથી હટતી નથી મારું દિલ ભગવાનમાં ના પરોવાયું. ચોરેથી ઉતરી ને તેઓ મેઈન બજાર બાજુ વળ્યા. ને એવો બબડાટ ચાલુ કર્યો કે મને તો કશું સમજાતું નહોતું. પણ એનો સાર એટલો હતો કે તે કોઈ જૂની વસ્તુઓ ને યાદ કરીને કહેતા હતા અને વળી નવી વસ્તુઓની નિંદા કરતા હતા.પાછા તેઓ ઉભા રહી ગયા.
‘ એક કામ કરીએ મિસ્ત્રી,ને ત્યાં નવો ખાટલો કરવાનું કીધેલું, હાલ જતા આવીએ, એય વાલીડો વદાડમાં ઉણો ઉતરે ઈમ નથી. ’  
‘ મિસ્ત્રી…… ’
‘ અરે તું હાલ ને મારી ભેગો, ખાટલો તૈયાર ની હોય તો પછી એની કેવી વલે કરું છું જોજે. ’  હું તેમની સાથે થયો. જાણે તેઓ મારો હાથ સખત પકડી ને ચાલતા હોય તેવું મહેસુસ થયું.રસ્તામાં પણ તેમનો બબડાટ ચાલુ જ છે ….આ ક્યાં ગયું ? આ કોણે કર્યું ? અહી આ નહોતું અને આ કોણે બનાવ્યું ? મને તો એક મિસ્ત્રીના ઘરની ખબર હતી કે જેમનો પુત્ર અશોક મારો મિત્ર હતો.અરે ! આ તો એજ શેરીમાં મને લઇ જય છે નક્કી એજ ! વળી પાછા તેઓ ઉભા રહી ગયા.
‘ કેટલાક વાગ્યા હશે ચારેક ???? ’
મેં ઘડિયાળ માં જોયું તો હજી સવારના સાડા નવ વાગ્યા હતા.પણ મેં તેમની વાતમાં માથું હલાવી હા પાડી.
‘ હાલ,નથી જવું ત્યાં,અત્યારે માળો ઘરે પણ નહિ હોય ને બૈરાવ હારે મને બબાલ કરવી ની ગમે. અરે હાં ! મહારાજ પાસે જઈ આવીએ આવતી અગિયારશે કથા કરાવી દઈ કે વહુનું વ્રત પૂરું થાય અને કંઈક તેને ઘરે સારી આશા બંધાય.તારા ભાઈબંધ નીલ્યાની વહુની વાત કરું છું. ’
નીલ નું નામ પડ્યું કે હું સપનામાંથી જાગ્યો હોય તેમ લાગ્યું.નીલ ભણવામાં ખુબ હોશિયાર હતો.અને તેની સાથે ઘણી બુકો શેર કરેલી.એકદમ શાંત અને સરળ સ્વભાવનો !મેં પણ મનમાં તેના ઘરે નવી ખુશીઓથી તેનું આંગણ નાના ભૂલકાથી ખુશખુશાલ ઉભરી આવે તેવી પ્રાર્થના કરવા લાગ્યો.મારા હાથ હજી પ્રાર્થના કરવામાંથી અલગ થવા છુટા પડ્યા કે કોઈએ તેનો હાથ પકડ્યો,એકદમ ડઘાઈ ગયો.
‘ અલ્યા સમય મારું ઘર આ શેરી નથી ચલ…રસ્તામાં કોઈ તકલીફ…બસને પંકચર ..અહં ’
જીગાએ તેને જાણે ઢંઢોળ્યો હોય તેમ લાગ્યું.તે તો મૂઢ જેમ ઉભો છે.
‘ અલ્યા આટલી બધી….. કે  આ ઘરમાં આવીને … ’
‘ અરે ! જીગા ….ના ના એવું કશું નથી.પણ આ જાણે આપણા મિત્ર નીલ નું મકાન નથી ?? ’
‘  તારી વાત સાચી છે સમય, ત્રણ ચાર વર્ષ પહેલા જે ધરતીકંપ થયો તેમ એનું આખું ઘર અંદર દટાઈ ગયું ને એમાં આપણો જીગરી નીલ પણ…… ’  તે આગળ કશું ના બોલી શક્યો.
અને મેં જયારે જાણ્યું ત્યારે તો મારા પગ પણ જાણે નીલ ના મકાન ફરતે ફરીને ટૂંકા પડયા.
મુખવાસ :  સરળ અને નિખાલસ મુશ્કાન સાથે વાત કરવાથી અમુક અણધાર્યા કામો પતી જતા હોય છે  !!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to કોઈ લાવો મારા સાથ ને

  1. Parul Rathod કહે છે:

    Superb !! imigination of old age story with sad feelings.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s