‘ મોમ, ઘણા દિવસથી મેં તને આવી ઉદાસ નથી જોઈ…કેમ ?? ’
‘ કશું તો નથી જેની…. જેનું બધું વહી ગયું હોય તેને અફસોસ કેવો ને ઉદાસી કેવી ! ’
‘ તું ગમે તેમ છુપાવે પણ મોમ મારી નાની આંખો એને સમજી શકે છે…હા મોમ તારી એ વાત પણ હું સ્વીકારું છું કે જેનું બધું જ લુંટાયું હોય તેને વળી અફસોસ કરે તો પણ શું ફાયદો ? ’ જેની એક નિશાશો નાખતી ફરી ગઈ.
એટલામાં એના ડેડી માર્લોન આવ્યા.એય નિરાશ વદને આવીને ચુપ ચાપ ઉભા રહ્યા.એક નજર તેણે પત્ની મેરી તરફ નાખી તો એક ઊંડો આહાકારો નખાઇ ગયો.બાજુમાં પ્યારી,મોટી પુત્રી જેની પણ ગુમસુમ ઉભી છે.ને થોડે દુર ધૂળમાં નાના બંને બાળકો જ્હોન અને ક્રિસ્ટી રમી રહ્યા છે.જાણે કશું બન્યું જ ના હોય !
ત્રણ મહિના પહેલા ગોજારો ધરતી કંપ થયેલો અને ધરતીની સાથોસાથ બધાના હાજા પણ ગગડાવી નાખ્યા.જુના ને જર્જર મકાન તો સૌથી પહેલા જેમ નબળા સૈનિક યુધ્ધમાં ઢળી પડે તેમ પડી ગયેલા અને ખાસા મજબુત મકાનો પણ પડી ગયેલા અને હાલત એવી થઇ કે ગામ આખું એક ઉજ્જડ ટીંબા સમાન બની ગયું.એમાં માર્લોનનું ઘર પણ ના બચ્યું. છેલ્લા ત્રણ મહિના થી જમીન નું પાથરણું અને આભનું ઓઢણું કરીને જીવન વિતાવી રહ્યા છે.ટાઢ,તડકો પવન કે વરસાદનો સામનો કરતા ત્રણ મહિના તો નીકળી ગયા.મેરી અને બાળકોના સહકારથી માર્લોન અડગ એક ખેતરમાં એરડાની જેમ ઉભો હતો.
‘ ડાર્લિંગ, તારે આમ નિરાશ થવાની જરૂર નથી.એકે એક બર્થ’ડે તો આપણે સેલીબ્રેટ કરીએ છીએ તો આ વખતે ગોડ ને મંજુર નથી કે આપણે સેલીબ્રેટ કરીએ ! ’ આશ્વાસન આપતા મેરી બોલી.
‘ હની….તારા પ્રેમ અને સહકાર થકી તો હું ઉજળો છું અને હજી પણ ટટ્ટાર અડીખમ છું.મેરી જરા પણ મુંજાઇશ નહિ..ગોડ પર મને અપ્રતિમ શ્રદ્ધા છે. ’
‘ મને પણ ગોડ પર ….. ’ ને તે માર્લોનને વળગી પડી.પવનના જુલાથી વેલ જેમ ઝાડના થડ સાથે ગમ્મત કરે તેમ વળગી પડી છે.ઉપર આકાશમાં સૂર્ય પણ તેમને જોઇને જાણે શરમાઈ ગયો હોય તેમ વાદળામાં છુપાઈ ગયો કે પછી એમને સાથ આપતો વાદળ નું આવરણ ઓઢી લીધું કે બેય ને રોમાન્સ મય પળોમાં સહાય થાય !
‘ જો મેરી આપણે મકાન ખોયું છે પણ માનસ નથી ખોયું. વસ્તુઓ ખોઈ છે પણ આત્મવિશ્વાસ નથી ખોયો.જમીન રગદોળાઈ છે પણ ઝમીર હજી અકબંધ છે.અને ખાસ તો તમે ચારેય નો સાથ જ મારી મોટી સંપતિ નો આધાર છે.મારું મન અડગ છે ને તારો આવા જ સહકાર થી આપણું ઘર નવું અહીજ આકાર લેશે મેરી…. ’ એકદમ આવેશના ભાવે તે બોલ્યો ને મેરીના ખોળીયામાં કંઈ કેટલીયે વીજળીનો કરંટ પસાર થયો હોય તેમ પતિ સામે એક અદબથી નજર નાખી. જો જેની તેની બાજુમાં ના ઉભી હોત તો કદાચ માર્લોનાના ગાળા ને ચૂમ્યા વગર ના રહી શકેત !
‘ હની, લાંબુ ના વિચારીશ। .હું તો કાલનું વિચારતી હતી… ’ ને મેરી એક મુરજાયેલ ફૂલ જેવો ચહેરો કરીને નીચું જોઈ ગઈ.
‘ ઓહ મારી વાઇજ અને સ્વિટ મેરી, આમ ચિંતાનું આવરણ ના ઓઢ ! ગોડ બધું પાછુ રાબેતા મુજબ કરી દેશે. ’
‘ વાહ રે ! મારા હિંમતવાન ડાર્લિંગ… જે ગોડે….એક પળમાં સર્વનાશ કરી નાખ્યો છે એ ગોડ પર હજી પણ કેટલી અપાર શ્રદ્ધા છે. ’ ફરી તે પતિને વળગી પડી.
‘ એ બધી વાત જવા દે પણ એ કહે કે મારી મધુમતી આજ કેમ મુરજાયેલી દેખાય છે ? હું જાણું છું કે ક્રીશ્મસ આવે છે ને આપણે બધી રીતે ખાલી થઇ ગયા છીએ. ’
‘ મને આપણી ચિંતા નથી હની પણ આપના બાળકો તો બિચારા મન માનવી શકે તેમ નથી….હજી જેની તો ઠીક પણ બેય નાનલા ની મને બહુ દયા આવે છે. ’
‘ મને તો મારા ખુદ પર દયા આવે છે મેરી, અને આજ સુધી પોતાને આટલી પરાશિત દશામાં કદી નથી અનુભવ્યો ! ’ એકદમ ગળગળા આવજે તે બોલ્યો.
‘ આમ મને પણ ચેપ ના લગાવ માયુશીનો ! લોકોના આંગણ માં થતા દીવા જોઇને આપના હૈયે ટાઢક પામીશું, બીજાના છોકરાઓ ફટકડા ફોડી ને જે મજા માણે લેપ આપના છોકરા ના મોઢા પર કરી દઈશ ડાર્લિંગ તું ચિંતા ના કરીશ.. ’’
‘ મેરી તને તો ગોડ પર મારા કરતા વધુ શ્રદ્ધા છે… અવર નવાર ચર્ચમાં જઈને ભક્તિ કરે છે તો મારા વતી ગોડ ને એક પ્રાર્થના કર કે ક્રીશ્મસ ખાલી દશ દિવસ પાછી ધકેલે ’
‘ માર્લોન, હું એક સમાન્ય વુમન છું, અને ભૂગોળના નિયમો કંઈ એમ બદલાય ખરા ? ’
‘ એ ભૂગોળના નિયમોને સહારે તો આપણે નિસહાય થયા છીએ. ’
કેવી લાચારીની પળો તેની સામે આવીને ઉભી રહી હતી ! ના તો કોઈ સરવાળા શક્ય છે કે ના તો ભાગાકાર ! તેણે માનેલું કે ઘર ને અસ્ક્યામત ગઈ તો કોઈ વાંધો નહિ પણ દુર્દશા તો હટવાનું નામ જ નથી લેતી.ધીરજની કસોટી તો હવે ચાલુ થતી હશે ??તેણે માનેલું કે વસ્તુ ગુમાયા નો ડર સૌથી વધારે છે પણ નહિ,ગુમાયા પછી એની યાદ આવે તે ડર વધુ બિહામણો છે.
કહેવાય છે કે મનની ગતિ સૌથી વધુ ફાસ્ટ છે,પણ મન તો તદન નિર્મળ તળાવના જળની જેમ ઠંડુગાર માલુમ પડે છે.કોઈ પણ તાળા લગાવવા શક્ય નથી દેખાતા.
ગામ મુકીને શહેરમાં આવ્યા કે થોડી રહતા મળે પણ,કોને ખબર કે સ્થિતિ તો આવીજ રહેશે.ખાલી એક વાત ની શાંતિ હતી કે વેરણ ઢગલો થઈને પડેલું મકાન જોઇને જીવ બાળવાનું બંધ થયું હતું.કહેવાય છે કે દુરાદશા જયરે વળગે એટલે કેડો છોડતી નથી !
એટલામાં જ્હોન રડતો રડતો આવ્યો.
‘ મામા મામા .. આપનું ઘર ડેકોરેટ નથી કરવું ? અને ક્રેકર્સ ???? ’
‘ બેટા ….. ’
‘ જ્હોન ચલ મારી સાથે….. ‘ જેનીએ નાનલા ભાઈ જ્હોન નો હાથ પકડ્યો ને થોડે દુર લઇ ગઈ.
‘ જો સાંભળ, લાસ્ટ ક્રીશ્મસમાં ડેડીએ કેટલા ક્રેકર્સ લાવી આપેલા અને હાં…..સાંજે ક્રેક્રસ તો ફૂટવાના જ અને આપણા હાથે ક્રેક્રસ જલાવીએ તો જ ખરું? ના ના એવું નથી કોઈ પણ જલાવે અવાજ તો તને પણ સંભળાશે..બધાને સંભળાશે.અને ડેકોરેસન તો એવું થશે કે આખો અરિયા ઝગમગાટ થઇ ઉઠશે ! હું તને કહેવાનું ભૂલી ગઈ કે આંટી આપના માટે સ્વીટ પણ લઇ આવવાના છે. પચ્ચી આપણે બધા ચર્ચામાં જઈશું ને એય રૂડી મજાની ઉજવીશું ! તું ચિંતા ના કરીશ। .બધું બરાબર ઉજવાશે ! ’ જેનીની આંખો પરનો બંધ તૂટી ગયો ને ગાલ પ્રદેશમાંથી વહેવા લાગ્યો.
‘ ક્રીશ્મસ…….. મેરી ક્રીશ્મસ…..ચાલો જ્હોન…..ક્રિષ્ટિ અને જેની ક્યાં ગયા તારા મોમ ને ડેડી ? ’
જેનીએ ગાલ પર વહેતી ધારને વાળી લીધી ને ચારે તરફ જોવા લાગી કે કોણ અમ અભાગી પર દયાભાવ બતાવે છે ! અને તે ચારે તરફ જોવા લાગી પણ કશું ના દેખાયું તો એક ઘેરો નિશાશો નાખી ગયો, પડ્યા પર પાટું !
અવાજ તો હવે એકદમ નજીકથી આવતો હતો. વળી તેને જોયું પણ નિરાશા સિવાય કશું ના દેખાયું.પણ જેવો ઘંટનો અવાજ આવ્યો કે નક્કી થયું કે કોઈ તો છે.
ત્યાતો જેની ની આંખો પહોળી થઇ ગઈ.હાથમાં ઘનત અને માથે લાલ ટોપી પહેરીને એક માણસ સંતાના લિબાસમાં આવતો દેખાયો. પણ આવા ટાઇમે સંતા ??? તે ઊંડા ગહનમાં ડૂબી ગઈ પણ હવે તો સંતા એકદમ નજીક આવી ગયો હતો.
જેની તો ભાન ભૂલી ગઈ સઘળું ! ને ઢાળી આજ ધરણી પર.
‘ ડેડી ડેડી….. ચાલો જેની ……… ’ રડતા રડતા ક્રીષ્ટીએ ડેડી નો હાથ પકડી ને લઇ ગઈ જ્યાં જેની ઢળી પડી હતી.
‘ શું થયું જેની ડાર્લિંગ ??? ’
ડેડી નો અવાજ આવ્યો કે જેની આળસ મરડીને ઉભી થઇ.અને તેણે જે વાત કરી કે માર્લોન તો આભો જ બની ગયો.
‘ ડેડી, સંતા એ વારા ફરતી તેની નાની એવી બેગમાંથી કેટલી બધી વસ્તુઓ કાઢી કોણ જાણે પણ મારું તો મગજ જ કામ કરતુ બંધ થઇ ગયું હતું.અને જ્હોન તો એટલો ખુશ થયો કે બધી વસ્તુઓ જોઇને દોડી ગયો છે તેના મિત્રો ને કહેવા. ’
‘ ઓ ગોડ ! મેં જાણ્યું નથી કે,જોયું નથી પણ આજ પ્રતીતિ થઇ અને તે કરાવી ! ’ માર્લોન તો ભાવવિભોર બની ગયો.એટલામાં મેરી દોડી આવી.
‘ મેરી તારી પ્રેયર કામ કરી ગઈ મેરી ! કોઈ માનસ સંતા બની ને આવ્યો હતો અને ચોકલેટ , ક્રેક્રસ….સ્વીટ વિગેરે ઘણી વસ્તુઓ આપી ગયો. અને કહેતો ગયો કે તમારે બીજાના કેર્કાર્સ ફૂટતા જોઇને આનંદ નથી માણવાનો પણ જાતે ફોડીને ! ’
‘ રીયલી ?????? ’
‘ હા મેરી હા …..’
‘ હા મોમ હા ’ ને ચારેય છોકરાઓ બેય ને વળગીને એટલા ખુશ થયા કે ક્રીશ્મસની ઉજવણી નો આનંદ એક જ પળમાં છલકાઈ ઉઠયો।
‘ હે ગોડ આમજ સદા બધાના ઘર ને આનંદથી ઉત્સાહિત રાખજે ! ’ ને મેરી ધરતી ને ચૂમવા લાગી ને ચર્ચ બાજુ જોઇને પ્રે કરવા લાગી.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!