રાહ વેળાએ !!

                         

                   રાહ વેળાએ !!

આ ઉગમણે થી વાયરા આવ્યા, કે મારી લટો ગઈ વિખરાઈ
કોરું ધાકોડ છે આ છાપરું, ને માહિ મળે ના વિણ ખાલી કોઈ
જાણ્યું કે લાગે પીયુના, આગમન કેરો આ જાણીતો અણસાર
મુખડું ગયું શરમાઈ મારું, શેરડા પાડે જુદી ભાત જો  વિંદાર
હટી જશે એ વિરહના વાદળો, ને ચમકી ઉઠશે વીજ ચારેકોર
હરખી ઉઠો,ઓ ! વિલાયેલ ફુલડાઓ, ના કરો તમે શોરબકોર
ભમરાઓ ક્યાં ગયા ગણગણતા મીઠા ને મધુર ગાન ગાતા
જાઓ પંખીડા આજ સુખથી ફોલજો, બાજરો, બંટી ને  ભાતા
ડમરી હવે શાંત થાઓ ! આવશે સમીપ જો જો મારો ભરથાર
મુખડાની એક કલેપ જોવાને માતર આ છે મનામણા અપાર
આવશે સાજન જેવા લગી રે ઓરા, કે કલરવ ના કરશો કોઈ
જુલતી ઓ ડાળીઓ કરજો લળી ને વધામણી આવતા  જોઈ
કરી મૂકી ને આ દેહ વેગળો, ઝૂલી ઉઠીશ સંગ જાણે વેલી થડે
મન ચંદરવો થશે , છત કેરો ઓછાયો છવાઈ કે  કોઈ ના નડે

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s