અંધશ્રધ્ધાની આંધી !

અંધશ્રધ્ધાની આંધી !
ભારત દેશ એક એવો દેશ, જેમાં અનેક પ્રાંતો અને પર પ્રાંતો થી સજાયેલો દેશ ! કેટલીયે વિવિધતા અને વૈવ્યધતા થી ભરેલ સંસ્કૃતિ. પ્રેમ, સ્નેહ, સાથ, હુંફ, લાગણી જેવા શબ્દો અને તેની માયાજાળ માનવ ના જીવન સાથે એવા વણાયેલા છે કે તેના થકી જીવન મધુરું અને સુખમય લાગે છે. જીવન જીવવાની સાથોસાથ મનુષ્ય ઘણી ઈતર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે જેનાથી જીવન વધુ સુખમય અને સરળ બનતું માલુમ પડે છે, કે જેમ ભોજન સાથે અથાણું કે પાપડ !
વ્હેમ અને વ્યાધી બે એવા રોગ છે કે જેનો ઇલાઝ થોડો કઠીન છે.અને એનાથી કઠીન છે અંધ શ્રધ્ધા !
શ્રદ્ધા એક એવો મલમ છે કે, ઘણી બધી માનસિક પીડાઓનું નિવારણ આશાનીથી થાય છે.શ્રધ્ધાને સમાજમાં એક એવું સ્થાન મળેલ છે કે જે ઉચ્ચ સ્થાને બિરાજીને સૌના દિલ જીતી લે છે.હર એક મનુષ્ય માં કોઈ ને કોઈ પ્રકારે શ્રદ્ધા વસેલી હોય છે, કોઈના માં નાના કે કોઈના માં મોટા સ્વરૂપે !
શ્રધ્ધાને સો સો સલામ !!
હાલના યુગ ને અનુલક્ષી ને કહું તો હમણાં વેપારની નવી તરકીબ જોવા મળે છે, તેમ એક ખરીદો ને બીજું મફત મેળવો !  તો મારા મત પ્રમાણે અંધ શ્રધ્ધા પણ શ્રદ્ધા સાથે ફ્રીમાં મળેલ છે.મારો લેખ લખવા માટેનો હેતુ સમાજ વિરોધી કોઈ તાપ નથી કે નથી કોઈને આકર્ષવા ! કદાચ તમે મારા બ્લોગનું પેજ ‘હું અને મારી દુનિયા’ વાંચી હશે તો ખ્યાલ આવશે કે મને જયારે દિલમાં કોઈ લખવાની ઈચ્છા થાય એટલે રોકાતો નથી.અને પ્રભુની કૃપાથી દિલમાં કદી ખરાબ ભાવના કે નેગેટીવ વિચારો નથી આવતા.અને જે કોઈને પણ મારા મત વિષે આશંકા હોય કે સહમત ના હોય તેમને બે હાથ જોડી કૃપા કરું છે કે કોઈના પણ દિલ દુભાવવાનો આ પ્રયાસ નથી.સર્વના વતી પહેલેથી જ માફી માંગી લઉં છું કે જેથી કોઈ ગેરસમજણ ના થાય ! કોઈ આ લેખ ને ઉર્ધ્વ નજરે ના વાંચતા ફક્ત મારા વિચારો ની નજરે વાંચજો પ્લીઝ.
માનવ સમાજમાં અંધ શ્રધ્ધા એ પોતાનું વર્ચસ્વ જમાવેલું છે તે કેટલી અંશે સારું છે કે ખરાબ તે વિષે ટીપ્પણી નથી કરતો પણ થોડા અંશે ક્યારેક અર્થવિહીન સાબિત થાય છે.આપણા સમાજે ધર્મ અને ભક્તિ ને બહુ ઉચ્ચ સ્થાન આપેલ છે જે બધી રીતે યથાર્થ છે.પણ ધર્મ ને સાચી રીતે ઓળખવો,બજાવો કે અપનાવવો ! ઘણી વાર ધર્મ સાથે અંધ શ્રધ્ધા પણ સાંગોપાંગ વણાયેલી હોય છે.ત્યારે બધાનું ધ્યાન ફક્ત ધર્મ કે ભક્તિ માં ગળાડૂબ હોય છે અને બીજી વસ્તુ કે અડચણ ને અવગણી દઈએ છીએ.અત્યાર નો યુગ,એક એવો યુગ છે કે ઘણી જૂની માન્યતાઓ કે રીતરિવાજો ને તિલાંજલિ આપીને ચાલતો યુગ,કે સમય છે.
એકવાર હું એક મારા દુરના સ્નેહીના ઘરે ગયેલો.સાંજે બધા સાથે જમીને ઘણા સમયે મળેલા એટલે વાતોએ વળગી ગયા.બધાએ જમી લીધા બાદ રૂમમાંથી કચરો સાફ કરીને એક ખૂણામાં રાખી દીધો.એટલે મારાથી સહજ પણે બોલાઈ ગયું કે “કચરા પર કીડી કે અન્ય જીવડા આવશે તો બેટર છે કે બહાર જ ફેંકી દેવાય ! ”
મારી વાત સાંભળી ને કાકા એ બીજા રૂમમાંથી જ બુમ પાડી “ ભલે પડી રિયો સવારે ફેંકી દેજો ! ”
હું તો મહેમાન બની ને ગયેલો એટલે કશું ના બોલ્યો પણ વાત મારા મગજમ ઘુમરાયે જતી હતી.આથી તેમના પુત્ર ને દુરથી મારા કાકાએ મને બહાર થોડા વોક માટે જવા કહ્યું કે હું તરત સડાક દઈને તૈયાર થઇ ગયો.ને જેવા થોડા ઘરથી અગળ નીકળી ગયા કે મારો ઉભરો બહાર આવી ગયો. “ કાકા, શું તમે પણ જુનવાણી વાતો ને આમ વળગી ને લક્ષ આપો છો ?? ”
“ રે , આમાં લક્ષ ક્યાં આપ્યું..ને વડીલોને આદર આપવો જોઈએ ! ”
“ સાચી વાત ને માની લેવામાં એમનો અનાદર પણ ક્યાં થાય છે ?? મને એ કહો કે શા માટે કચરો બહાર નહિ ફેંકવાનો ?? ”
વધુ સંવાદ ને અહી નથી લખતો પણ હું જે જાણું છું તે પ્રમાણે પહેલાના સમયમાં વીજળી નહોતી ખાલી ફાનસ કે દિવા ના અજવાળાથી ચાલતું.રાત્રે કોઈ પણ કિંમતી વસ્તુ પડી ગઈ હોય તો કદાચ દેખાય નહિ અને કચરા સાથે જતી રહે.મારા માનવા પ્રમાણે ઘરની વહુ કે દીકરી ને જરા પણ અપમાન કે ખોટું ના લાગે તે હેતુથી કચરો એક ખૂણે રાખીને સવારે ફેંકવા માટે એક નિયમ બનાવ્યો જે શ્રધ્ધા કે ધર્મ સાથે જોડી દીધો.અને ધર્મ સામે કોઈ સવાલ કે શંકા ને કદી સ્થાન નથી મળ્યું.તો આ જૂની પ્રથા કેટલે અંશે વ્યાજબી છે ?? એ પ્રશ્ન આપણે સૌએ સ્વને પૂછવાનો છે !
બીજી એક વાત કહું તો ટ્રેનમાં સફર દરમિયાનની છે.સુરતથી અમદાવાદ જતો હતો.ભરૂચ સ્ટેશન આવતા પહેલા નર્મદા નદી આવે છે.જેવી નદી આવી કે ઘણા બધા લોકોએ નદી સામે જોઇને પ્રણામ કર્યા, જેમાંનો હું પણ ખરો.નદીને આપણે માતા તરીકે ઓળખીએ છીએ જેના કારણો વિષે આપણે ભણી ગયા છીએ.મારી સામે ની સીટ પર એક યુવક બેઠેલો તેને પોકેટમાંથી એક રૂપિયાનો સિક્કો કાઢી ને નદીમાં નાખ્યો ને પછી નમન કર્યું.હું કશું ના બોલ્યો કારણ હું જાણતો હતો એટલે.પણ ટ્રેન ભરૂચથી આગળ વધી કે મારાથી ના રહેવાયું. “ ભાઈ સાહેબ, મેં જોયું કે તમે નદીમાં રૂપિયાનો સિક્કો નાખ્યો. ”
“ હા…કેમ તમે તો ઇંડિયા ના તો છો ! ”
“ હા ભાઈ હું સુરત રહું છું. પણ હું જાણી શકું કે તમે સિક્કો કેમ નાખ્યો ? ”
“ મને વધુ તો નથી ખબર પણ નદી આપણી માતા છે અને જ્યારથી સમજણો થયો ત્યારથી જોતો આવ્યો છું કે લોકો નદીમાં સિક્કા નાખે છે તો મને પણ જેમ લોકો મંદિરમાં રૂપિયા નાખે તેમ માની નાખું છું. ”
“ તમારા દિલ ની અંદર જે ભક્તિ ભાવ સમાયેલો છે તે અખંડ રહે ! પણ એક વાત કહું કે તમને કદી સવાલ થયો છે કે કેમ રૂપિયા નદીમાં નાખવાના ? મંદિરમાં રૂપિયા નાખીએ તે તો કોઈને કામમાં પણ આવે છે જયારે નદી માં નાખેલા સિક્કા તો કોને ખબર ક્યાં જાય છે ! ”
“ હમમ….વાત તમારી વિચાર માંગે તેવી છે.એક કામ કરો મને કૈક પ્રકાશ પાડો એ વાત માં. ” તેને મને પૂછ્યું.
“ જુઓ ભાઈ વધુ તો મને નથી ખબર પણ એક વાત ચોક્કસ છે કે ઘણી વાર નદીનું પાણી ડહોળું હોય છે. અને જુના જમાના માં જે સિક્કા હતા તે તાંબા કે પિત્તળ ના બનતા.આથી નદીનું ગંદુ પાણી કે ડહોળ ને પિત્તળ કે તાંબુ જે કહીએ તે ચોક્ખું કરવામાં મદદ કરતુ.જયારે અત્યારે જે સિક્કા છે તે અલગ ધાતુના બને છે જે પાણી ને ચોક્ખું ના કરી શકે ! ને જે સિક્કો તમે નાખ્યો તે કોને ખબર કોના હાથમાં આવશે ! કે ના પણ આવે ! ”
“ ખરેખર …. મને આ વાત ની ખબર નહોતી. ”
“ મારી ધારણા પ્રમાણે આપણ પૂર્વજોએ નિયમ બનાવ્યો હશે, અને જો બધાને એમ કહે કે નદીનું પાણી ચોક્ખું કરવા સિક્કા નાખવાના છે તો બધા ના પણ નાખે. અને આપણે લોકો ધર્મ જનુની ! ” મેં થોડી વાત કહી કે તેને સાચી લાગી.આ વાતમાં તમને કોઈ સવાલ કે સમાધાન થાય તો ચોક્કસ વિચારશો.
મારા અંદાઝ પ્રમાણે ખાલી નર્મદા નદીમાં વર્ષના એટલા સિક્કા જતા હશે કે કોઈ નાના ગામમાં એક તળાવ કે પાણી ની ટાંકી બની જાય.પણ વર્ષોથી ચાલી અવાતી કેટલીએ પ્રણાલી ને બંધ કરવી લગભગ આશાન નથી !
અને ઘણી વાર તો એવી નવાઇ પમાતી હોય છે કે અંધ શ્રધ્ધાને નહિ માનવા વાળા પણ તેને જકડી રાખે કે અનુસરે છે.
અંતઃ એટલું ચોક્કસ કહીશ કે દરેક ખુદને સવાલ કરે કે અંધ શ્રધ્ધા ને પોસવી કે વળાવવી !! આ લખવા પાછળ નો હેતુ કોઈ ટીકા કે આલોચના નથી,કે નથી તો જૂની પરંપરા ને વખોડવાનો ઈરાદો.જે તે સમયે જે રૂઢી ચાલુ થયેલી તે એટલી અસરકારક હતી અને જરૂરી પણ હતી.તો એવું જરૂરી નથી કે એમાં આપણે કોઈ સુધારો ના કરી શકીએ !જે કોઈ પ્રણાલી કે પ્રથા આપણે અપનાવીએ કે અનુસરીએ બધું સમાજના હિત માટે છે.
સમાજ નવરચનામાં કે સમાજના બંધારણમાં ઘણી એવી પ્રથા કે નિયમો જે આપણે અનુસરીએ છીએ તે થોડા કે મહદ અંશે સુધારો વધારો માંગી લે તેવા છે.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to અંધશ્રધ્ધાની આંધી !

  1. vkvora Atheist Rationalist કહે છે:

    આગેસે ચલી આતી હૈ. હવે જમાનો લોકશાહીનો છે એટલે કે રાજાશાહીના જમાનાથી જે માન આપવાના શીરસ્તા કે રીત રીવાજ હતા એમાં ફરક પડયો છે.

    ટીવી, કોમ્પ્યુટર, મોબાઈઅલ, નેટને કારણે હવે જુનવાણી રીત રીવાજો જલ્દી ગાયબ થવાની પુરી શક્યતા છે.

    • riteshmokasana કહે છે:

      તમારી વાત સાચી છે ઘણી જૂની રૂઢિઓ બંધ થઇ ગઈ છે પણ છતાં હજી સુધારા કરવાની જરૂર છે.આભાર આપના મંતવ્યો બદલ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s