સ્વપ્ન થયું સિદ્ધ

                                                                                                          સ્વપ્ન થયું સિદ્ધ
કતાર એક સમૃદ્ધ દેશ છે.આપણી દેશી ભાષામાં તેલિયા રાજાનો દેશ ! પેટ્રોલ અત્યારે, અહિના એક રૂપિયામાં લીટર.વાત અત્યારે કતાર દેશ વિષે નથી કરતો,પણ થોડી પાર્શ્વ ભૂમિકારૂપે લખું છું.કતારમાં ઓરીજીનલ ખેતી કદાચ ખજૂર સિવાય બીજી ના હોઈ શકે !
એક વાર મોલમાં લીલી મગફળી જોઈકે ખુબ આશ્ચર્ય થયું.લીલી મગફળી નો ઓળો (સેકેલી મગફળી)મને અતિશય પ્રિય છે.અને એમાંય ખાસ કરીને ખેતરમાંથી તાજી તોડેલી મગફળી નો ઓળો ખેતરમાંજ પાડેલો હોય તો તો બસ પેટ ભરાઈ ને ખાયા જ કરવાની !ઇલેક્ટ્રિક સ્ટવ પર સેકી ને મગફળી ખાધી ખુબ મજા આવી ગઈ.ત્યારે મને મારા ખેતરની ભૂમિની યાદ એટલી આવી કે દશ દિવસમાં જ મુલાકાત લેવાનું ટાળી ના શક્યો.
Fram
ઘરની બાજુમાં એક લંબ ચોરસ આકારની જગ્યામાં વચ્ચે એક ખજુરીનું જાડ.જોબ પર હોઈએ ત્યારે લેબમાં,ને પરત ફરીએ કે ઘરમાં.જવલ્લે જ શરીર પર તડકો પડે.થી નક્કી કરેલું કે કયારેક ઘરની બહાર સાયલાની રૂએ પગથીયાના ઓટલા પર બેસી ને તડકો ખાવો !તડકો ખાતા ખાતા વિચાર આવ્યો કે મગફળી કતારમાં પાકે કે નહિ ?? ને તાબડતોડ વિચારને અમલમાં મુકવા કટિબદ્ધ થયો.
નાનપણમાં પિતાજી મગફળી પકવતા એટલે એટલી તો ખબર કે સમાન્ય માટીમાં ના પાકે ! અમારા કંપાઉંડ પાછળ એક શેખનું ફાર્મ, વિલાની બારીમાંથી જોવું ને મન લલચાય.આથી ઊંટના છાણ વાળી માટી લઇ આવ્યો.માટી સાથે એને મિશ્ર કરીને ભગવાન નું નામ લઇ મગફળી, ચણા, મગ, તુવેર અને વાલોળનું બીજારોપણ કર્યું.
સાથે આપેલ ચિત્રો મારા એક નાના એવા સ્વપન સિદ્ધ થયાનું પ્રમાણ છે.છોડ ને ફૂલ આવ્યા પછી એટલો આનંદ થયેલો કે હવે મગફળી વધારે નહિ તો થોડી પણ ખવાશે !એક છોડ ખોલીને જોઈ લીધું પણ ખરું.રણમાં વીરડી ફૂટી ને એની શે’ડો મારા મુખ પર અભિષેક કરવા લાગી.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to સ્વપ્ન થયું સિદ્ધ

  1. Dipal કહે છે:

    Wow ! its great indeed what ever you achieved. Keep it up dear !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s