હવે મારો વારો !
ફટાકડા ને આતશબાજીથી જગમગાવી આકાશે ઘેરા,
રંગોળી દિપાવી રૂડા આવકાર્યા ને, મિલન સ્નેહ કેરા,
જટ લે વિદાય,ઓ શિયાળા ! આવ્યો હવે મારો વારો….
ધીરેથી પણ છાંટણા કરી જાણે ઠુંઠવાય દેહ ને કાયા,
તાપણા કરી દેહ વેગળો ને તોયે વાંસે તો ઠંડા છાયા,
જટ લે વિદાય,ઓ શિયાળા ! આવ્યો હવે મારો વારો….
ઠુંઠવાઈ ગયા’તા મૂંગા પશુઓ ને માણા’ ભેળા માતર,
ઝાકળ પેરી સવારું પડતી,ચણા જોકે ખીલ્યા રે ખેતર,
જટ લે વિદાય,ઓ શિયાળા ! આવ્યો હવે મારો વારો….
સંકેલ તારી લીલા ને, કર મોકળા બઘીરે તો વાદળા
બોલાવશું ફરી તને, આવજે વ્હેલો વ્હેલો તું છોગાળા
જટ લે વિદાય,ઓ શિયાળા ! આવ્યો હવે મારો વારો….
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 42,659 મુલાકાતીઓ
શોધો
-
નવી સામગ્રી
- ઘમ્મર વલોણું -૬૮ 04/04/2022
આપના અમૂલ્ય શબ્દો
ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો