માં મને સાંભરે છે !

માં મને સાંભરે છે !

Happy women’s day !

અગાઉ મેં કહેલું છે કે મારું બચપણ એક નાના ગામડામાં વીતેલું છે.ગામની અંદર આવતા ને જતા રસ્તાની બંને બાજુ,મજાની પીલુડીના ઝાડની હારમાળા.ગામથી થોડે દુર થોડી ગીચતાને દિવસે પણ બીક લાગે તેવી ઘટાટોપ પીલુડીઓ છવાયેલી.જાડીની અંદર એક નાનું એવું હનુમાનજીનું મંદિર.હનુમાનજીની મૂર્તિથી આગળના ભાગમાં એક મોટો ઓટલો હતો,જેનો ઉપયોગ અમે લોકો રમવા માટે કરતા.ઘણી બધી રમતો અમે એ ઓટલા પર બેસી ને રમતા. મોટે ભાગે ત્યાં રમવા જવાનું એક સજ્જડ કારણ એ પણ હતું કે,તે જગ્યા સુમસામ હતી ને ભાગ્યેજ અહી કોઈ આવતું.વધુ ડીટેલમાં ના લંબાવતા એટલું કહીશ કે હનુમાનજી ને જગાડવા વાળા અમે બાળકો હતા.અને ગામ લોકો બધા ખાલી હનુમાન જયંતીના દિવસે આવે,મૂર્તિ શણગારે અને ધૂન ભજન પણ થાય !આ નથી કોઈ ટીકા,આલોચના કે કોઈને નીચું બતાવવાની વાત.મતલબ એવો છે કે ખાલી હનુમાન જયંતી એ જ કેમ આખું ગામ ત્યાં જાય ? દિવસનું જ મહત્વ ?
સ્ત્રી નું સ્થાન આ સમાજમાં આદિકાળથી ઉચ્ચ છે.અને તેનું કોઈ સબ્સીટ્યુટ નથી !ભાઇની તબિયત અને રક્ષા માટે આશિષ આપતી બહેન !એક પડોશણ તરીકે ક્યારેક ઈમર્જન્સીમાં પુરક રૂપ,ને જતન,સંસ્કાર થી લઇ તેની ખુશીઓ માટે જીવન કુરબાન કરનારી માતા ! સુખ, દુખ ને કઠીન પરિસ્થિતિમાં એક્પગે ઉભી રહી ને પતિને સાથ આપતી પત્ની! સંસારમાં રહેલા અમોદ્ય અને માથું કાઢેલા રાક્ષસોના વધ માટે પણ સ્ત્રીઓનું યોગદાન,એટલુજ મહત્વનું છે.અને વિશેષતઃ નારી અને તેની શક્તિ વિશે તો પુસ્તકોના પુસ્તકો ભરાય છે ને હજી ભરાઈ શકે તેમ છે.
બાળક નાનું છે,દાંત પણ હજી બરાબર ફીટ નથી થયા,તેવું બાળક ઘણી વાર ધમપછાડા કરે પણ ખાય નહિ.માતા બિચારી તેના વિકાસ માટે તેની પાછળ ફરીને હાથમાં કોળિયા લઈને દોડે.તો કોઈ બાળક એવી જીદ કરે કે ટીવી ચાલુ હોય તો ખાય!માં બિચારી ટીવી ચાલુ કરે.કોઇ વળી ડાન્સ કરવાનું કહે તો ના આવડે તોયે ડાન્સ કરે ને બાળક ડાન્સ જોઇને હસતું જાય,ને માં બિચારી હાથમાં કોળીયો લઈને ખવડાવતી જાય.
માંડ માંડ ગગો/ગગી ખાવા શીખે એટલાથી પૂરું ના થાય, આંગળી પકડીને પ્લે ગ્રુપથી લઈને પ્રાયમરી સ્કુલ સુધી મુકવા જાય.સ્કુલે જઈને શિક્ષણ પામીને ઉચ્ચતા મેળવવા માટેનો એ તર્કબ,તો માં માટે એક ગર્વ લેવાની ભાવના છે.એમાય તે કરપ્શન નો ભોગ બને ! ચોકલેટ અપાવે તો સ્કુલે જાય.સ્કુલેથી આવે એટલે આઈસક્રીમ અપાવે તો જાય  વિગેર વિગેરે.
હવે એજ માંની કરૂણતા જુઓ કે ઉંમર વધતા માં બિચારી મંદિર જવા માટે કહે એટલે ગગાને ઓફીસ કે ધંધાનું વધુ ધ્યાન હોય ! બાળકની આંગળી પકડી ને સ્કુલે મોકલ્યો અને જ્ઞાન થકી હોદ્દો કે બરકત પામ્યો.તોયે માં બિચારી સુખના આશિષો આપીને ધીરે ધીરે મંદિર જશે.
જ્ઞાન ને આવડત થકી, ઘણી બધી સંપતિ કે સગવડમાં રાચનારને,પણ માં જૈફ વયે વૃધ્તવ પામીને બીમાર પડે છે.ડોકટરો તેને ખાવા માટે કહે છે પણ ખાતી નથી એટલે નોકરો પુત્રને ફોન કરીને ઘરે બોલાવે છે.માં પથારીમાં કોકડું વળી ને સુતી હોય છે.પુત્ર આવે એટલે કહ છે કે ‘ થોડું ખાઈ લે મોમ,શરીર પણ લેવાઈ ગયું છે.આવું કેમ ચાલશે ? એને જમાવની ડીશ આપો ’
‘ લે ટોતો તું લાનો હૂતો તારે….’ પથારીમાં ના બોલી શકતા તો પણ બોલી ઉઠતી.
‘ અરે શું કહે છે તું ? અરે ! કોઈ સમજાવો એને ખાલી પેટે દવા પણ કેમ લેવાય ? ’
તો એક ખૂણે શાંતિથી બેઠેલા વૃદ્ધ નોકર બોલ્યા વગર ના રહી શક્યા
‘ નાના શેઠ તમે જયારે નાના હતા ને એક દિવસ ખાતા નહિ હતા,માં બિચારી તમારા કહેવાથી ડાન્સ કરતા નહોતું આવડું છતાં પણ ડાન્સ કરી ને તમે ખાવ તે માટે નાચતા.એમને હાથમાં કોળીયો લઈને ખવરાવવાની જરૂર છે સાહેબ…’ ને તે રડી પડયા.
નાનો હતો ત્યારે એકવાર મને કાનમાં સખત પીડા થયેલી.આખી રાત રડીને પસાર કરેલી બીજો દિવસ મારા માટે એવો વિકરાળ થઈને આવ્યો એ કે હું ધનુરનો ભોગ બન્યો.મારા બા એ તાત્કાલિક કામ પર ગયેલા પિતાજી ને બોલાવી લીધા.મને ખભા પર નાખી ને મારા પિતાજી જે ભાગેલા છે તેની ખબર મારા બા સિવાય કોઈને નથી.રીતસર ઢસડાતા પગે તેઓ પિતાજી પાછળ દોડેલા.એમાં દોડતા દોડતા એક ચપલું પડી ગયું તો પાછા વળીને લેવાનો સમય ના જોતા મારા જીવની તેમને વધી ચિંતા હતી.માટી કીચડ અને કાંકરામાં ખરાડતો એ પગ હોસ્પિટલ સુધી ઘવાતો રહ્યો.આજે પણ ઘટના યાદ આવે એટલે પાણીની ધારો રોકી શકાતી નથી.
 નારી તું નારાયણી ! કે નારી તારી લીલા નિરાળી !
લંપટ ને લુંટારા ડાકુ, જેસલે ને પણ તારી ને પીર બનાવ્યો તે નારી ! અને પતિ ને ગણિકા પાસે જવામાં મદદ કરનારી પિંગલા પણ નારી ! તો દુનિયામાં “ માં ” શબ્દનું અમૃત પાન  કારવાર પણ નારી !

Happy women’s day !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to માં મને સાંભરે છે !

  1. Dhiraj- Tarala કહે છે:

    So touchy article

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s