ટેટુવાળો

ટેટુવાળો

                       ટેટુ વાળો

એ મુલાયમ સા સ્પર્શે તે દિ’ દાહ લગાડી દીધો

દિલડાનો ભાર વધારી ને જાટકો લગાડી દીધો

 

કર ધરી દીધો તો છેક,નો કરી એક પળ વિચાર

બેસી ગઇ’તી ધીરે, હામ ભીડીને જોઈ લગાતાર

સખીઓ સંગ જોડાઈ ગયેલી કોરાવા ટેટુ ખાતર

અભરખા ઉપડેલા મનતણા ટેટુ રેખ જોઈ માતર

 

નજરો ઢાળીને મેંતો માપી આ પડછંદ ધરતી  

નયનો ઘોળાય જ્યમ ચકરાવે ચોપાસ ફરતી

 

ઓષ્ટો માંહીથી રે આવતી શ્વાસોની વણજાર

ફોલ્લા રે પાડતી મારા કપોલે જીલી એ ધાર

કર કર નો અવાજ જાય કાપી દિલડાની કોર  

પાડી રે દીધી સાફ, મોજે મનડા કેરી અસર

 

અજાણે રે ખૂંપી જાણે એલા નજરો બેય એક

રસમય બની જાણે બે બદન પણ જાન એક

                                             ****************

‘  અલ્યા માધવ, તને એટલો બધો કેવો વિશ્વાસ છે કે રૂપા ફરી તારી પાસે આવશે ? ’મિત્ર મોહને પૂછ્યું.
‘મોહન, આજ તને હું મારી વાસ્તવિક સ્ટોરી બતાવું છું. હું અને રૂપા બંને નાના હતા ત્યારે એક નાના એવા ગામડામાં રહેતા હતા. અને બાળપણના નેહે અમે એવા રંગાઈ ગયેલા કે તે પ્યાર આજ દિન પર્યંત મારા દિલમાં જીવિત છે.સંજોગોવસાત રૂપાના ફાધર ની બદલી થઇ અને હું રહી ગયો ગામડામાં. ’
‘અરે આતો કોઈ ફિલ્મ ની સ્ટોરી છે કે શું ? ’
‘આગળ સાંભળ, રૂપા મારાથી ઘણી દુર નીકળી ગઈ અને મારું દિલ તો એનાથી એકદમ નજીક રહ્યું. હું તેનો પ્યાર કદી ભુલાવી ના શક્યો. દિલના એક ખૂણેથી કાયમ પુકારો આવતી કે ગમે તેમ કરીને રૂપા ને મળું ! ’
‘ પછી ??? ’ અધીરાઈ થી મોહને પૂછ્યું.
‘ એકવાર હિંમત એકઠી કરીને, તે જે શહેરની કોલેજમાં ભણતી હતી ત્યાં પહોંચી ગયો. પણ રૂપાને જોયા પછી તો મારું દિલ ઝંખવાઈ ગયું.તેને શહેરનો રંગ બરાબર લાગી ગયો હતો. એક પળ તો હું તેને ઓળખી પણ ના શક્યો કારણ કે, ગામડામાં તો એ સાદા ડ્રેસ પહેરતી. પણ એને ટૂંકા સ્કર્ટ અને ચુસ્ત ટોપે મને અને મારા દિલ ને એક નાજુક ધક્કો લગાડ્યો હતો. ’
‘તેણે એવા કપડા પહેર્યા તેમાં નિરાશ થોડું થવાય યાર ! ’
‘ તારી વાત સાચી છે , પણ એક નહિ ઉપરા ઉપરી બે ધક્કા લાગ્યા. હું તેને બીજી જ નજરે ઓળખી ગયો પણ તે મને ભૂલી ગઈ હતી. એક પળ તો મારા મનમાં અંધારા છવાવા લાગેલા. ’
‘ કદાચ બની શકે કે એ તારાથી શરમાઈને ના બોલી હોય ! ’
‘ તને એવું લાગે છે કે માધવ સાવ નાદાન છે ! અરે મોહન, તે એકલી ચાલી આવતી હતી ને હું સામે મળ્યો તો જાણે હું એક અજનબી હોય તેમ મારી સામે એક નજર સુધ્ધા ના નાખી. ’એટલું બોલતા તો માધવની આંખોના ખૂણામાં થી એક ઝરણું વહેવા લાગ્યું.
‘ દોસ્ત તારી વ્યથા વ્યાજબી છે…હમ…..પછી ? ’
‘ પછી તો પિતાજી પાસે રાજા લઈને શહેરમાં કમાવા આવ્યો. મને ખબર હતી કે તેને ચોરાફળી નથી ભાવતી; આથી ચોરાફળીનું કેબીન ખોલ્યું.અને રોજે થોડું કમાઈ લેતો ને જાજુ રૂપાને જોઈ લેતો. એમ ને એમ મારા દીલને શાતા આપતો રહ્યો. અને મનમાં નક્કી કર્યું કે કોઈ પણ ભોગે રૂપાનો પ્યાર ફરી પામવો. ’થોડો શ્વાસ લઈને ફરી માધવે પોતાની દાસ્તાન આગળ ધપાવી.
‘ તેને પામવા ભગવાન સામે ઘૂંટણીયે પડી ને માથું ટેકતો; તો એક દિવસ ભગવાને મારા પર કૃપા કરી, કે રૂપા તેની ફ્રેન્ડ સાથે મારી કેબીન પર આવી.અને બંનેની વાત પરથી મેં એક નિષ્કર્ષ તારવ્યો કે રૂપાને પણ બીજી છોકરીઓની જેમ ટેટુનો રોગ લાગ્યો છે. ખ્યાલ છે જેને શહેર વાળા “ ટેટુ મેનીયા ” કહે છે. ’
‘ ખ્યાલ છે પછી ?? ’હવે તો મોહન ને પણ તેની સ્ટોરીમાં રસ પડવા લાગ્યો.
‘ ટેટુ વાળા પાસે જઈને ટેટુ બનાવતા શીખી લીધું. અને કેબીન ની બાજુની દુકાનમાં ટેટુ માટેનો એક ભાગ એવો બનાવી દીધો કે બધા કોલેજીયનો મારા ગ્રાહક બની ગયા. ’
‘ વાતમાં દમ છે દાદુ ! હવે ખ્યાલ આવ્યો કે પ્યાર; માણસને કશું પણ શીખવા મજબુર કરે છે ! પણ દોસ્ત તને રૂપાએ ઓળખ્યો કઈ રીતે ? ’
‘ રસદાર સવાલ છે. તને ખ્યાલ હોય તો મેં એક વાર તને કહેલું કે હું અને રૂપા ઘણી વાર એક વેરાન હનુમાનજીના મંદિરે રમવા જતા. તે જગ્યા એટલી વેરાન હતી કે દિવસે પણ બીક લાગે. તો ઘણી વાર બધા છોકરાવ કોઈને બીવારાવવા એકસાથે ફરારથઇ જતા. અને રૂપા એકલી પડી જવાથી રડી પડતી. અને હું તેનું રડવાનું સંભાળીને પાછો દોડી જતો અને રૂપાને સાંત્વના આપતો કે બધા ભલે તેને છોડી ને જતા રહ્યા પણ હું કદી નહિ છોડું. ’
‘ પણ એતો નાનપણ ની વાત હતી જયારે હવે … ’ને મોહન તેની સામે જોઈ રહ્યો.
‘ મને બરાબર યાદ છે કે તે વાત રૂપા માટે સામાન્ય નહોતી; મંદિરથી બહાર આવતા સુધી તે મને કચકચાવીને પકડી રાખતી.તે દિવસે રૂપા તેની બે ત્રણ ફ્રેન્ડ સાથે ટેટુ કોતરાવા આવેલી. એમ વચ્ચેથી તેની કોઈ ફ્રેન્ડ ઉતાવળ હોઈ જવા માટે કહ્યું અને હું રૂપાના હાથ પર ટેટુ કોતરતો હતો. અને મેં તેના કાનમાં કહ્યું કે ભલે બધી જતી રહે પણ રૂપા, આ માધવ તને કદી છોડી ને નહિ જાય ! ’
‘ પછી તે ઓળખી ગઈ ? ’  માધવે ઉત્સાહિત ભાવે પછ્યું.
‘ પછી તો એક બાજુ ટેટુ કોતરતું ગયું ને બેય ની આંખોમાં જૂની ફિલ્મના દ્રશ્યો સળવળતા ગયા. અને જયારે ટેટુ બની ગયું ત્યારે તો રૂપાની આંખોમાંથી જે ધાર થઇ તે મારા દિલના ખૂણા સુધી વહી ગઈ. ’

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to ટેટુવાળો

  1. looky કહે છે:

    I am new to blogging. How do I add a subscribe function to my site so new post will go to their email?.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s