મિત્ર સાથે એક વાર સચિન જવાનું થયું; સચિન એ સુરતથી થોડે દુર આવેલું એક સ્મોલ ટાઉન છે. ત્યાંનું જડપી કંસ્ટ્રક્શન જોઇને થોડા રૂપિયા ઇન્વેસ્ટ કરવાનું મન થયું.આથી કોઈ એક બનતી સોસાયટીના કોન્ટ્રાકટરને મળ્યા.અને વધુ ના વિચારતા એક મકાન જે રેડીમેડ હતું તેનું ડીલ કરી લીધું. કોન્ટ્રાકટર સાથે વધુ એક ફાયદો એ પણ થયો કે મકાન તરત ભાડે પણ આપાઈ ગયું. ત્રણ મહિનાનું ભાડું મને મકાનની મૂળકિંમતમાંથી બાદ કરી આપ્યું. હરખાતો હરખાતો ઘરે આવ્યો ને તેની ખુશાલી માણી.
ત્રણ ચાર મહિનાનું ભાડું તો કોન્ટ્રાકટર પાસેથી લઇ લીધેલું પણ પછી અવારનવાર ભાડું લેવા જતો.
એક વાર ભાડું લેવા ગયો તો કોઈ બહેન બહાર આવ્યા ને મારું સ્વાગત કરી ને કહ્યું કે “અમે તમારા નવા ભાડુઆત છીએ. ” અને મને પાણી આપીને ભાડું આપ્યું કે હું તરત રવાના થયો. પેલા ભાડુઆત ભાઈ કોઈ બીઝનેસ કરતા હોઈ ઘરે નહોતા. મેં એમની સાથે દર ત્રણ મહીને ભાડું લેવા જવાની ડીલ કરી લીધી. તેઓ સંમત થયા અને મારી મજબુરીને માન પણ આપ્યું. હું સુરતથી સ્પેશીયલ ભાડું લેવા જતો ; તે તેઓ બરાબર જાણતા હતા.
એક વાર આમ જ ભાડું લેવા હું જઈ ચડ્યો અને નસીબજોગે ભાઈ પણ ઘરે હતા. હું જયારે ભાડું લેવા જાઉં એટલે મને ચા કે કોફીનો આગ્રહ કરે. પણ હું કદી ચા પીતો નથી અને કોફીની ટેવ નથી. આથી દર વખતે તેમની ચા કે કોફીની વાત ઉડાવી દેતો.
“ તમે કોઈ દિવસ કોફી તો ઠીક પણ અમારા ઘરનું સરબત પણ નથી પીતા ” પેલા બેન બોલ્યા.
“ બેન તમે એવું ના માનશો…મને એવી આદત નથી..અને સરબત તો ઠીક પણ ક્યારેક અમે ફેમીલી સાથે જમવા આવશું બસ. ”
“ તો તો અહોભાગ્ય મારા ઘરે મારો ભાઈ ક્યાંથી.. ” ત્યાતો બેનની આંખોમાંથી બોર જેવડા આંસુ વહેવા લાગ્યા. અને તેઓ બીજા રૂમમાં જતા રહ્યા.
“ તમે ખોટું ના લગાડશો એને એકેય ભાઈ નથી એટલે મારી પત્ની રડી પડી. ” તેમના પતિ બોલ્યા.
અને તેમના આંસુ જોઇને મારું દિલ તો પીગળી ગયું અને હૈયામાં એક લાગણી નો ઉમળકો હલચલ કરવા લાગ્યો.
“ બહેન..બહાર આવો તો…આંસુ સાફ કરી લો અને ભાઈને કહો કે તમારે ભાઈ છે. રીતેશ આજ થી તમારો ભાઈ છે. ” મેં કહ્યું એટલે ફરી એ આંખોમાં ઘોડાપુર ઉમટ્યું.
પણ એ આંસુમાં, મેં એક એવી ખુશીના દર્શન કર્યા કે જે ઘણા વર્ષો પછી મને દેખાઈ. અને મારા જીવનમાં એક ઓર બેનનો પ્રવેશ થયો. અને એવીજ ખુશી પાછી ફરી અમે લોકો બધા તેમના ઘરે જમવા માટે ગયા ત્યારે દેખાઈ.
પંદર દિવસ પહેલા તેમના સન નો મને ઈ મેઈલ મળ્યો અને બેનની દીકરી મતલબ ભાણીના લગ્ન માટેનું આમંત્રણ આપ્યું. ગયા વર્ષે જયારે હું તેમને મળવા ગયો ત્યારે મારે વાત થયેલી કે ભાણી માટે લગ્નની વાત ચાલે છે. અને મેં પણ જણાવી દીધું કે ; એક ભાઈનો ધર્મ બજાવવા હું પાછો નહિ પડું.
પછી તો દર રક્ષા બંધને મને રાખડી બાંધે અને તેનો બહેન ધર્મ નિભાવીને મને આશીર્વાદ આપે.
દર વખતે સુરત જાઉં એટલે તેમને મળ્યા વગર નહોતો રહેતો. અને અવાર નવાર ફોન પર વાત કરીને; તેમની ખબર અંતર પૂછીને જાણકારી મેળવી લઉં છું. અને જયારે પણ હું મળવા જાઉં કે, મળીયે એટલે તેમના ચહેરા પર જે ખુશી નો ભાવ હું જોઉં એટલે; મારું દિલ પણ આનંદિત થઇ જાય !
ભાણા નો ઈમેઈલ વાંચીને પછી તરત જ ફોન કરવા ઉત્સાહિત થયો અને રાત્રે બહેન તથા જીજાજી સાથે વાત કરી અને લગ્નને લગતી અમુક વાતો પૂછીને થોડું મદદરૂપ થાય તેવું કહ્યું. ખબર નહિ પણ કોણ જાણે કુદરતને વધુ પડતી ખુશી મંજુર નહોતી. મારા દિલના એક ખૂણામાં કશેથી અજાયબ લાગણીઓ પેદા થતી હતી. જો કે ગમે તે હોય પણ મારા મનમાં કદી નેગેટીવ વિચાર નથી આવતા તે સારી વાત છે કે ખોટી એ નથી ખબર !
લગ્નની તૈયારી કેવીક ચાલે છે તે જાણવા માટે અને મારા તરફથી કોઈ હેલ્પ તેમને મળે તે અર્થે એક સવારે ફોન કર્યો ને જીજાજીએ ફોન પર વાત કરી. તેમનો રડમશ અને એકદમ ધીરો અવાજ આવ્યો; એટલે મેં પૂછ્યું અને જે જવાબ મળ્યો તે સંભાળીને મારા પર જાણે વીજળી તૂટી પડી હોય તેમ હું તો એકદમ અવાચક બની ગયો. અને બે પળ તો મારાથી કે જીજજીથી કશું બોલાયું નહિ. મારી લાચાર આંખો તો વરસી પણ ના શકી !!
મારી બહેન જે મને દર રક્ષાબંધને રાખડી બંધાતી તે મને અને તેના ફેમિલીને છોડીને દુર દુર ટમટમતા તારલિયામાં ભળી ગઈ. એવી હાલત માટે તો ભગવાન પાસે ફરિયાદ કર્યે શો ફાયદો ? પણ તેમના આત્માને શાંતિ મળે તે માટે આજીજી કરી રહ્યો, અને દુર દુર બેન ને સંદેશો મોકલવો છે.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!