તારી મમતાનો કોઈ પાર નથી

તારી મમતાનો કોઈ પાર નથી

“હેલ્લો મમ્મી…કેમ છે ?? હેલ્લો…કેમ કશું બોલાતી નથી…?? મારો અવાજ તને સંભળાય છે ?? અરે મમ્મી તારી તબિયત તો ઠીક છે ને ?? ”કૃપાલે પોતાની મમ્મી ને ફોન કર્યો.પણ સામેથી કોઈ જવાબ મળતો નથી..આથી બે ત્રણ વાર તે ફોન કટ કરીને; ફરી લગાડીને હેલ્લો હેલ્લો કરે છે.
“મમ્મી કશું તો બોલ…. ” એકદમ ગળગળો થઈને કૃપાલ બોલ્યો.
“હા કહે કૃપાલ ” સામેથી મમ્મી નો અવાજ સંભળાયો કે થોડો સ્વસ્થ થઈને ફરી બોલ્યો
“હેપી મધર ડે ”
“વાહ રે બેટા….આખી દુનિયા મધર ડે ઉજવી રહી છે; એટલે આજ તને મમ્મી યાદ આવી…? ”
“મમ્મી તારી તબિયત તો સારી છે ને ?? કેમ તને મધર ડે પરની વિશ ના ગમી ?? ”એકદમ ઝંખવાણો થતા તે બોલ્યો.
“ખુબ ગમી એટલે જ તો પૂછી રહી છું કે આખી દુનિયા મધર ડે ઉજવી રહી એટલે…. ”
“મમ્મી એવું નથી…નવી નોકરી છે… અને મારા નસીબ અવળા કે મારો બોસ પણ નવો આવ્યો છે તો… ”
“કેમ જુનો બોસ તારું કામ શેર કરતો ?? ”
“ના મમ્મી , પણ એ નવો હોઈ મારી પાસેથી કામ શીખીને જાણે પોતે બધું જાણતો હોય તેવો ઢોંગ કરે છે ને મને નવરો નથી પડવા દેતો. ”
“અચ્છા એવું છે… ”
“મમ્મી આઈ મિસ યુ સો મચ….. ” સામેથી ફોન કટ થઇ ગયો ને કૃપાલની આંખો વરસી પડી.
“અરે જેના બેન, કેમ તમે આવું કર્યું…બિચારા કૃપાલે લાગણી બતાવીને તમને ફોન કર્યો ને તમે છો કે; તેને નિરાશ કરી દીધો. ” જેનાબેનના પાડોશી ફ્રેન્ડ, સોમાલી બેને કહ્યું.
“હવે બેસો થોડી વાર પછી જજો. તમે હજી કૃપાલ ને ઓળખતા નથી. નાનો હતો કે કાયમ મારા દુપટ્ટાને પકડીને મારી પાછળ છુપાઈને ચાલતો. સ્કુલે મુકવા જાવ તો પણ ટીચર તેના પર ગુસ્સે થાય ત્યારે છોડે. અને એવું ઓશિયાળું મોઢું કરીને ક્લાસમાંજાય કે મને પણ તેના પર ખુબા દયા આવતી. ”
“ પછી…. ”
“ ઘણી વાર તો મને એટલી દયા આવતી કે તેને સ્કુલેથી પછી લઈ આવતી. પણ એકવાર સ્કુલના પ્રીન્સીસ્પલ જોઈ ગયા અને મને સમજાવ્યું કે; હું તો કૃપાલ ની મમ્મી કરતા તો વિલન જાજી છું. ”
“ વિલન ??? ”
“ હા, મને પણ પ્રિન્સીપાલ પર ગુસ્સો આવેલો પણ જયારે; મને બધું સમજાવ્યું એટલે સમજી ગઈ અને ત્યારથી મારું મન કઠણ કરીને તેની સાથે કમને પણ દુર્વ્યહ્વાર કરું છું. ”
“ મતલબ કૃપાલ નોકરીએ લાગી ગયો છે તોયે પણ….? ”
“ મને પણ તેની સાથે આવો સખત વ્યહવાર કરવો ગમતો નથી….સગી મોમ થઈને તેનું જીવન અવરોહ પણ કેમ કરી શકું ?? ”એકદમ ગળગળા થઈને જેના બેન બોલ્યા..પેલી આંખોના ખૂણામાંથી ટપક ટપક બુંદો પડવા લાગી.
“ પણ તે કામમ બીઝી હોઈ તમને ફોન તો કરી રહ્યો છે….તમારે કમસે કમ આટલું બધું સખત થવાની જરૂર નહોતી. ખરું કહું મને પણ લાગી આવ્યુ…અમરા ને તો મધર ડે આજ છે કે કેમ એય ખબર નહિ હોય. ”
“ તમારી વાત સાચી છે બેન…આજ હું થોડું વધુ પડતી સખત બની ગઈ…મને સો ટકા વિશ્વાસ છે કે અત્યારે તે માયુશ બનીને આંસુ સારી રહ્યો હશે. ” અને ટપક ટપક પડતા બુંદો હવે ધારમાં ફેરવાઈ ગયા.
“ છાના રહો જેનાબેન.કંઈ નહિ ફરી તેને સોરી કહીને હેતની લાગણી વરસાવી દેજો; છોકરા તો લાગણીથી માની જાય ”
“ લો આ કૃપાલનો નંબર પ્લીઝ એને અત્યારે જ ફોન કરીને કહી દો કે તારી મોમની મમતા તો એવી ને એવી દુપટ્ટાના છેડામાં અકબંધ છે. ” આંસુ લુછીને તેઓ બોલ્યા.
“ કોઈ વાંધો નહિ બેન…હમણાજ ઘરે જઈ ને ફોન કરી દઉં છું. ” કહીને ઉતાવળે પગલે સોમાલીબેન નીકળી ગયા.
જેના બેન તો પોતાના છોકરાને પરિસ્થિતિ સામે સ્ટ્રોંગ બનાવવા ઘડી રહ્યા હતા. ઘરથી પહેલી વાર વિખુટા પડીને નોકરીએ લાગ્યા પછી દર બે કે ત્રણ દિવસે મમ્મી વગર રહી ના શકતો અને ઘરે દોડી આવતો. તેના પપ્પા ઘણી વાર તો જેનાબેન પર ગુસ્સે થતા કે વધુ પડતા લાડથી કૃપાલ બગડી ગયો છે.
તો હવે તેઓ સિદ્ધ કરવા માંગતા કે કૃપાલ થકી, પોતાને જે સંભાળવું પડે છે તે મિટાવી ને જ રહેશે. આથી કૃપાલ ફોન કરે કે ગુસ્સે થતા…અને પછી ઘરના એક ખૂણામાં ભરાઈને રડતા….
મોબાઈલમાં ઇનકમિંગ રીંગટોન વાગી કે તેમની વિચારધારા તૂટી ગઈ. જઈને જોયું તો કૃપાલ નો મેસેઝ હતો.
“ આઈ લાવ યુ મમ્મી ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to તારી મમતાનો કોઈ પાર નથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s