મારું પ્રથમ પુસ્તક વિમોચન

આપ માનનીય વાચક ગણે મારા વિષે લખેલ પેજ પર વાંચ્યું હશે કે હું દશમાં ધોરણમાં ભણતો હતો ત્યારથી લેખન પ્રવૃતી ચાલુ કરેલી. મારી એક અભિલાષા હતી કે મારી નવલિકા કે નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થાય. જોકે દરેક લેખક ની આ મહેચ્છા હોય ! મારું આ સ્વપન સાકાર થઇ ગયું છે. મારી એક ડ્રીમ નવલકથા ” પગલે પગલે ચિત્કાર ” પૂર્ણ થઇ ગઈ છે. આશા રાખું કે એ પણ પ્રકાશિત થાય અને વાચક ગણ તેને માણે.
સ્વપ્ન સાકાર કરવા માટે તો હું મુરબ્બી અને વડીલ એવા શ્રી ચંદ્રવદન મિસ્ત્રી અંકલનો ખુબ ખુબ આભાર માનું છું. તેમના ભગીરથ પ્રયાસે અને શ્રી વિનોદભાઈ પ્રજાપતિના સહકાર વિના એ શક્ય નહોતું. બંનેનો ખુબ ખુબ આભાર !!! બંનેના સહકારે મારું પ્રથમ પુસ્તકનું વિમોચન ભારતના સ્વતંત્રતા ના દિવસે જામનગરના સંસદ સભ્ય શ્રીમતી પૂનમ બેન માડમ ના હસ્તે થયેલું. વિમોચનની પળે સાથે પ્રકાશક વિનોદભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ કંડોરીયા, તેમજ જયભાઈ માડમ નીચે આપેલ ચિત્રમાં દ્રષ્ટિ ગોચર થાય છે. સર્વેનો ખુબ આભાર. જેના માટે વિશ્વ ભરતી પ્રકાશનનો પણ ખુબ આભાર.પંદરમી ઓગસ્ટ 2014 એ મારા માટે બે રીતે યાદગાર રહશે.
વ્હાલા વાચકો તરફથી હમેશા મને માર્ગદર્શન અને પ્રેરણા મળી છે. ઉત્સાહિત કરતા પ્રતિભાવો મળ્યા છે, અને મળતા રહેશે. વ્હાલા વાચકો નો પણ આભાર. એક નાનો એવો આભાર મારી પત્ની કલાનો કે જેણે મને કાયમ લખવા માટે અવકાશો ને કેન્દ્રિત કર્યા.

Photo

Photo

મુખવાસ : એક એક કડી જ તો સાંકળને મજબુત બનાવે છે.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

16 Responses to મારું પ્રથમ પુસ્તક વિમોચન

 1. Arvind Adalja કહે છે:

  આપે સેવેલ આપનું પોતાનું લખેલું પુસ્તક પ્રસિધ્ધ થાય તેવી ઈચ્છા ફળીફૂત થઈ તે જાણી આનંદ થયો. ખૂબ ખૂબ અભિનંદન !

 2. chandravadan કહે છે:

  Dear Ritesh,
  I am so happy to know of the VIMOCHAN of your 1st Book.
  May you be inspired to publish another Book too.
  Keep writing to keep your Happiness as you do your DUTY for your Family & the SOCIETY at Large !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you again @ Chandrapukar
  Hope Vinodbhai send ONE Book by Mail..I will be Happy to read it !

  • riteshmokasana કહે છે:

   Thank you uncle, i strongly believe that blessing from god and elders always works..Thanks for your kind words and poem you wrote. Often i’m visitng your blog with great insipred poems. Yep wrtting is my part of life.It’ll nver stop.My second book after Taraliat-1 is finished. thanks for your encourage.

 3. chandravadan કહે છે:

  I came back to share this>>>>

  માતૃભાષા પ્રત્યે જ્યાં પ્રેમ હોય,

  ત્યાં સાહિત્ય નદી સદા હોય,

  સાહિત્ય નદીમાં સ્નાન જ્યારે હોય,

  ત્યારે, વિચારોનું લેખન હોય,

  વિચારો વાર્તાઓ કે કાવ્યો હોય,

  ત્યારે પુસ્તકના વિચારો હોય,

  જ્યારે, પુસ્તક વિચારો સ્વપ્નારૂપે હોય,

  ત્યારે,સાકાર થશે કે નહી એવા વિચારો હોય,

  અને…જ્યારે પ્રભુકૃપા હોય,

  ત્યારે શબ્દોરૂપી વિચારો પુસ્તક હોય,

  રીતેશ નયનાને “તારલિયા” નિહાળી વાંચવાનું હોય,

  ત્યારે રીતેશ હૈયાનો આનંદ શબ્દોમાં પ્રગટ હોય,

  આજ એવા રીતેશ આનંદનું જાણવાનું જો હોય,

  ત્યારે ચંદ્ર હૈયે ખુશી સિવાય બીજુ કાંઈ ના હોય !

  એવી ખુશીમાં રહી, ચંદ્રને રીતેશને કહેવાનું હોય,

  “અભિનંદન છે તને, જે થયું એમાં આભાર પ્રભુનો હોય !”

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  • riteshmokasana કહે છે:

   વાહ, કેવા મજાના સુંદર શબ્દોનું સર્જન કરીને તમારા અને મારા ખુશીના શબ્દોને આમ કાવ્યમાં મઢી લીધા !

   ચન્દ્ર સાહિત્યના અજવાળે રહીને વાંચ્યા જે શબ્દો
   કોતરીને લખ્યા મેં તો કાગળે રહી સદા ય સાબદો

 4. dee35 કહે છે:

  ખૂબ સરસ.આમ જ લખતા રહો જેથી અમારા જેવા રીટાયર્ડોને વાંચન સામગ્રી પરદેશમાં મળતી રહે.

  • riteshmokasana કહે છે:

   સર્વેના આશીર્વાદ થકીનું પરિણામ એ મારું પહેલું પુસ્તક છે. લખવું એ તો હવે એક જીવનનો ભાગ બની ગયો છે. સાહેબજી ખુબ આભાર આપનો. અવાર નવાર પધારતા રહેશો.

 5. Vinod R. Patel કહે છે:

  રીતેશભાઈ પ્રથમ પુસ્તક પ્રકાશન માટે અભિનંદન

 6. Kala કહે છે:

  Ritu,
  I am proud of you

 7. indrani કહે છે:

  Heartly congratulations to you!

 8. preeti કહે છે:

  Very very congratulations………. keep going…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s