નવરાત્રી
અહિયાં કતાર દેશની રાજધાની દોહામાં દર વર્ષે કતાર ગુજરાતી સમાજ આયોજિત અને ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર પ્રેરિત નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે પણ કતાર નો નવરાત્રી મહોત્સવ ધમાકેદાર ઉજવાયો. રોજના એવરેજ ત્રણ થી ચાર હાજર વ્યક્તિઓ એ ભાગ લઈને ઉત્સવની શોભામાં વધારો કરેલો. સમાજના પ્રમુખ શ્રીમાન હસમુખ પટેલ અને તેમની ટીમે ઘણું સરસ આયોજન કરેલું. ગરબા પુરા થયે રોજ પ્રસાદી રૂપે કશુક પીરસીને ઉત્તમ વ્યવસ્થાનો દાખલો પૂરો પાડેલ !
અને લોકોએ રોજે ડ્રોમાં ઇનામો જીતીને વધારાનો આનંદ માણ્યો તે તો અલગ જ !! એક વધારાનું આકર્ષણ એ હતું કે અમુક યુરોપિયન યુવતીઓ પણ ગુજરાતી વેશમાં ગરબા ગાઈને સૌને આશ્ચર્ય ચકિત કરી દીધેલા. અને છેલ્લા દિવસે તો કતારી લોકો પણ ગરબે જુમ્યા હતા. કતાર ગુજરાતી સમાજ નાના એવા દેશમાં પણ દરેક તહેવારોનું આયોજન કરે છે.