જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા !
“ અરે તું હજી પણ ઘરે નથી ગયો ? નોકરીનો ટાઈમ તો ક્યારનોય પૂરો થઇ ગયો છે. ”
“ તારી વાત સાચી છે ભાઈ, પણ સવારે છોકરા ને મુકવા સ્કુલે જવું પડે તેમ હતું, આથી મોડો આવેલો. ”
“ તો શું થયું ? સફાઈ કાલે ના થઇ જાય ? ” મોજુએ કહ્યું.
“ મોજુ, આજની સફાઈ કરવાનું છોડી દઉં તો કાલે વળી પાછો ડબલ કચરો ના થઇ જાય ? ” ડોમુ એ પોતાની નિખાલસતા બતાવી.
“ વાત તો ડોમુ તું બરાબર કરે છે. મને ખયાલ છે તારી પત્ની તું થોડો મોડો પડે કે અવળા વિચારો લાવીને તારી ચિંતા કરે છે. તું કચરો સાફ કર અને હું તેને સામેની મોટી ડસ્ટ બીનમાં નાખી આવું. ” કહીને તે કચરાગાડીને દોરવા લાગ્યો.
“ ખુબ આભાર તારો પણ જો જે પાછો મારું કામ વધી ના જાય ! ” કહીને ડોમુ હસ્યો.
“ વધી ના જાય મતલબ ??? હા…સમજ્યો ફિકર ના કર એક તીનકું પણ નીચે નહિ પડવા દઉં. ”
“ શાબાશ, તને ખબર છે; હમણા આપણા પ્રધાન મંત્રીજીએ જે સ્વચ્છતા અભિયાનને જોર આપ્યું છે તો આપણે તો ફરજ માત્ર બજાવીએ છીએ. ”
“ રાઈટ, જોને ન્યુઝ પેપરમાં ફોટો જોયેલો કે અનીલ અંબાણી જેવી હસતી પણ ઝાડું લઈને રોડ સાફ કરવા લાગેલી. ”
“ હા, તને ખ્યાલ છે, એ વ્યક્તિને ત્યાં તો એક ગામની વસ્તી જેટલા તો સફાઈ કામદારો કામ કરતા હશે. ”
“ સાચી વાત છે, હવે ગપ્પા ઓછા મારીએ તો જલ્દી કામ પૂરું થાય અને તું જલ્દીથી ઘરે જઈ શકે ! ” કહીને મોજુ તેનાં ખાસ મિત્રને મદદ કરવા લાગી ગયો.
બંને મ્યુનીસીપાલીટીમાં સફાઈ વિભાગમાં નોકરી કરતા હતા. એકબીજાને મદદરૂપ થઈને સહાનુભુતિ બતાવતા એક જીવંત દાખલા સમાન બની ગયા. એવામાં એમનો સુપરવાઈજર નીકળ્યો. બેયને કામ કરતા જોઇને તેઓએ બાઈકને થોભાવ્યું.
“ શાબાશ ડોમુ, હજી ઘરે નથી ગયો ? અને મોજું તને તો બાજુનો રોડ આપેલો છે. ”
“ સર, સવારે થોડ મોડો આવેલો તો મેકુ એટલું સાફ કરી નાખું તો કાલે બહુ લોડ ના પડે. ”
“ કેવી સરસ મેંટાલીટી છે; અને મોજુ ? ”
“ સર એ તો બહાર જતો હતો અને મને જોયો કે તમારી જેમ જ ઉભો રહી ગયો. ”
“ હા, તમને ખબર છે એની પત્ની તો ડોમુ મોડો પડે કે બહુ ચિંતા કરતી હોય ! આથી હું તેને હેલ્પ કરતો હતો. ”
“ શાબાશ, હેલ્પ કરે તે હેલ્પર હવે જ તો તારી સાચી કબુલાત. બેયને એક એક કલાકનો ઓવર ટાઈમ મંજુર કરી દઈશ. ”
“ સર અમે કંઈ ઓવર ટાઈમ નથી કરતા. તમે એય મજાના જ્યાં જતા હોય ત્યાં નીકળો બસ થોડું પત્યું કે અમે પણ નીકળીએ જ છીએ. ”
“ લો હું પણ કંઈક મદદ કરાવું; પછી ડોમુ તને તારા ઘરે છોડી દઈશ. ”
“ સર, આભાર તમારો પણ હું તો સીટી બસમાં જતો રહીશ. ”
“ ઓકે, તમે લોકો જલ્દી પતાવો, જો હું તને એટલી પણ મદદ ના કરું તો ભગવાન મને ‘ફટ ભૂંડો ’ કહે. ” સુપરવાઈજર બોલ્યા કે બેય વળી પાછા ફટાફટ સફાઈ કરવા લાગી ગયા.
જતા જતા તેમના સુપર વાઈજર વિચારતા જાય છે કે અગર હર એક સફાઈ કામદાર પોત પોતાના ભાગે આવતું કામ રોજ પૂરી કરી નાખે તો કેવું અદભુત ! આવા નાના એવા કામ માટેથી આવડા મોટા દેશના વડા પ્રધાનને સફાઈ ઝુંબેશ ઉપાડવી પડે તે દરેક નાગરિક માટે શરમજનક વાત છે. નાના એવા કામદાર પાસેથી આજે તેમને એક વસ્તુ શીખવા મળી કે; રોજનું કામ રોજે પૂરું થઇ જાય તો દરેક દિવસ રાહત અપાવે ! અને કામ કરવામાં ધગશની સાથે ઉત્સાહ પણ રહે !
કોઈ માણસ રસ્તે ચાલ્યો જતો હોય અને થાક લાગે ત્યારે બેસવા માટે વિચારે છે. આથી તે આસ પાસ જોઇને કોઈ ચોક્ખી અને ઉંચી જગ્યાએ બેસે છે. પરંતુ નીચે ધૂળમાં કે ગંદી જગ્યામાં નથી બેસી જતો; કારણ તેનું દિલ થાકીને લોથ પોથ થયા બાદ સ્વીકારતું નથી. એટલે જ કોઈએ કહ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મીન્સ પ્રભુનો વાસ.
વિદેશમાં જઈએ તો ખ્યાલ આવે કે ત્યાં કેટલી સ્વચ્છતા છે. અને સ્વચ્છતા નો ભંગ કરનારને દંડની પણ જોગવાઈ છે. ભારતનો કોઈ પણ નાગરિક વિદેશમાં જાય ત્યારે આ બધું જુએ છે ને પાલન પણ બરાબર કરે છે.
કોઈ મહાન માણસોના કહેવા મુજબ, અગર દરેક વ્યક્તિ પોત પોતાની ફરજોને અકડીને ચાલે તો સફાઈ કામદારો ને ઘણી રાહત મળે. અને દેશ આખો એટલો સ્વચ્છ રહે કે રોજ દિવાળી !
દિવાળીના દિવસોમાં ઘરે ઘરે સફાઈ અભિયાન ચાલતા જોવા મળે છે. અભિયાન પૂરું થાય પછીનો થાક મીઠો લાગે છે અને લોકો રંગોળી પૂરીને, મીઠાઇ ખાઈ ને તહેવારો ઉજવે છે.
બીજા દિવસે ડોમુ અને મોજુ કામ માટે ગયા તો સૌએ તેમને ઊંચકી લીધા. તેમની સિફારિશ છેક કમિશ્નર સુધી થઇ. બેયને કામમાં બઢતી મળી અને પગાર વધ્યો. જેનાથી તેમની દિવાળીનો તહેવાર પણ સુધરી ગયો. બેય શાંતિથી બેઠા હતા ત્યારે વિચારે છે કે, ફરજનું પાલન કરવાથી પણ ઈજ્જત અને સન્માન મળે છે. એવું તો કોઈ મોટું કામ નહોતું કર્યું પણ ફરજ પ્રત્યે જે વફાદારી અને પ્રમાણીકતા બતાવી તે કામ કરી ગઈ.
આવા નાના માણસ પાસેથી પણ મોટો માણસ જો શીખે તો નાનામાં નાની ગંદકી દૂર થઇ જાય. દેશમાં આવતા વિદેશી પર્યટકો આપણી ગંદકી જોઇને નાકના ટીચકા ચડાવે છે. તો એમને પણ ખબર પાડી દઈએ કે, ભારત દેશ ભલે મોટો અને વધુ વસ્તી ધરાવતો; પણ સ્વચ્છ દેશ છે !
“ તને ખ્યાલ છે મોજુ ? એક વાર ટ્રેનમાં એક ભાઈએ દાણા-ચણા ખાઈને કાગળનો ટુકડો ખિસ્સામાં મુક્યો કે મને તેમના પર થોડી ખીજ ચઢેલી. એવડા મોટા માણસ થઈને આવડો પેપરનો ટુકડો સંઘરીને પસ્તી માટે રાખશે ? પણ જયારે મેં સ્ટેશન પર ઉતરીને તે ટુકડો કચરાપેટીમાં નાખતા જોયો અને ખબર પડી. આથી તેમના પર માન ઉપજ્યું. ”
“ હા ડોમુ, એ પણ એક ખિસ્સાનો મહત્વનો ઉપયોગ થયો ગણાય ! ”
“ તેં તો મને ભણવાના દિવસો યાદ અપાવી દીધા. આના ઉપયોગો લખો ને તેના ઉપયોગો લખો. ”
“ ત્યારે બરાબર ઉપયોગો લખ્યા હોત તો સફાઈ કામદાર ના હોત ! ”
“ એ બધું છોડ પણ આજ મને સમજાયું કે નાનું કામ પણ મોટું સન્માન અપાવે છે. ”
“ તારી વાત સાચી છે. ”
કહીને બેય એકબીજાને વળગી પડ્યા. તેમને જોઇને ચારે બાજુ ઝાડો હલવા લાગ્યા ને ઉપર રિયો રિયો સૂર્ય મરકી ને બેયને વધામણી આપવા લાગ્યો.
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
Like this:
Like Loading...
About RSM
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
કાશ, આ વાર્તા દરેક પ્રજા જન વાંચે અને અપનાવે તેવી અભિલાષા. આપને તેમજ દરેક મિત્રોને નૂતનવર્ષાભિનંદન.
આ કૃતિને વાર્તાની રીતે રજુ કરવા પાછળ છુપાયેલ સંદેશ છે. અને દરેક નાગરિકને સ્વચ્છ ભારત રાખવા માટેની અપીલ પણ છે. આશા રાખું કે દરેક નાગરિક વાંચે અને અમલ કરે.
આપને તથા આપના પરિવાર જનોને હેપી દિવાલી એન્ડ નુતન વર્ષાભિનંદન !!!
Retesh bhai good try to educate people, if we all people understand and awarefor the cleaning, then Gandhian dream will comes true, Jay Hind !!
Thank you for understand about theme of story
This is a topic which is close to my heart…
Best wishes!
Happy to know about your heart …thanks
It’s truly a nice and helpful piece of info. I’m satisfied that you just
shared this useful information with us. Please keep us up to date like this.
Thank you for sharing.
Glad to hear from you..revisit blog
દરેક પ્રજા જન વાંચે અને અપનાવે…
I hope everyone follow for cleanness
Sav sachi vaat..cleanliness is next to Godliness. બધા એ મળી ને સ્વછ્તા જાળવવા માં ઊપયોગી થવુ જોઈએ.
Thanks for your kind words Dhara Bhatt
मगर इस कलियुगमें जहाँ प्रभुकी प्रभुता है वहीं ही गंदकी होती है .जैसे की मेवाड़का श्री नाथजी मंदर .
આપને બરાબર સફાઈ કરતા રહીએ એ આપના માટે તો ઠીક છે પણ સરકારને સફાઈ કામદારોના ખર્ચમાંથી બચાવીએ છીએ આ પણ આપને રાષ્ટ્ર ને મદદ કરી કહેવાય બહુજ સરસ આર્ટીકલ છે રીતેશ ,
પ્રિય રિતેશ
ખરી વાત સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં પ્રારબ્ધ
સાચી વાત છે
બહુ જ સુંદર રીતે સફાઈની વાત કરી ,કોઈ કામ નાનું કે મોટું નથી ,આપણી એના પ્રત્યે ની દ્રષ્ટિ જ તેને મહત્વનું બનાવે છે .
અભિનંદન
સાચી વાત છે, ઘરમાં આપણે કચરો સાફ કરવામાં ગર્વ અનુભવી છીએ !!
ધન્યવાદ 🙂
પ્રિય રિતેશ
હવેતો ભારતમાં જ્યા યાત્રાના મંદિરો છે . તયાં ગંદકી વધુ જોવા મળે છે. આમાં પ્રભુતા ક્યાંથી ટકે
પ્રિય રિતેશ મને તારા લખાણો ગમે છે .
પ્રિય રિતેશ આનો જવાબ મેં આપેલો છે .પ્રિય રિતેશ આનો જવાબ મેં આપેલો છે .
પ્રિય રિતેશ આ લેખનો જવાબ આપી દીધો છે .
ખૂબ પ્રભાવી રજૂઆત…..
ખુબ ખુબ ધન્યવાદ ! 🙂