છાપામાં ફોટો

છાપામાં ફોટો

અમારો જીગરી ને મહેલ્લાના માનીતા દિલાની બદલી થઇ ગઈ. થોડા દિવસ તો સીક લીવ પર રહીને મહેલ્લા ને અને પોળમાં રહીને સમય વિતાવ્યો. એણે વિચારેલું કે કદાચ તેની બદલી રોકાય પણ ભાઈ નું કામ એવું સજ્જડ કે તેનો બોસ પીગળ્યો નહિ. અમારી પોળની ભાષામાં બોસને પીગળાવી ના શક્યો. આ દિલો તો દિલનો ભોળો અને મનનો ખડૂસ !
વાચક મિત્રો હાથ જોડીને માફી માંગું છું કે કોઈએ ખડૂસની વ્યાખ્યા ના પુછવી. વિકિપીડિયા થી લઈને વીકી પંડિત સુધીના ને મેં આ વિષે પૂછેલું પણ મને એનો જવાબ મળ્યો નથી.
દિલો એક દિવસ રજાના દિવસે નાસ્તો કરીને વિટામીન ડી ખાતો હતો. એટલામાં તેની પત્નીએ ન્યુઝ પેપરને હાશકારો આપ્યું. ન્યુઝ પેપરને હાશકારો ?? વ્હલા વાચકો સવાલ તો આ લખનાર ને પણ થાય જો દિલાનો મિત્ર ન હોય તો. તેની પત્ની તો સવારે પેપર લઈને બેસે એટલે સવંત 2066 પોષ સુદ ને……થી લઈને છેલ્લા પાનાની જાહેરાતમાં જીણા અક્ષરે લખેલું પણ વાંચે ! ત્યાં સુધી પેપરને મુકે નહિ. અમરો દિલો એટલે એને તો પેપર ખોલે એટલે પહેલાતો સીધો સ્પોર્ટના પાને જતો રહે…ક્રિકેટના સમાચાર ના હોય તો વળી પાછો દિકરાને પૂછે
“ હમણા કોઈ મેચ નથી ચાલતી ? ”
એનો દીકરો પણ એના જેવો જ “ શું પપ્પા તમેય ચોમાસામાં ક્રિકેટ મેચ થોડી હોય ? ”
દિલાના હાથમાં પેપર આવ્યું ને જોયું તો સ્પોર્ટના પેજ પર કઈ સમજ ના પડી. કારણ ન્યુઝ બધા કાર રેસ અને ટેનીસની મેચોના હતા. અડધા પેજમાં જાહેરાતો અને શેર બજારોથી ભરપુર ! આમાં દિલો નો શું વાંક ?
“ સાલું પેપરમાં પણ કઈ નથી આવતું ” કહીને પેપરને ફેંક્યું.
પણ જેવું પેપર ફેંકાયું કે તેની આંખો પહોળી બની ગઈ. એક પેજ પર પરમ મિત્ર હકાનો ફોટો જોયો.
હકો અને એય ન્યુઝ પેપરમાં ? તે ચોંકી ગયો. તેનું આમ ચોંકવું વ્યાજબી અને સરકારી ધોરણે કાયદેસર હતું.
આથી વાંકા વળીને વળી નુઝ પેપર ઉપાડ્યું અને હકાના ફોટા વાળા પેજને વાળીને આગળ લાવી દીધું. છે તો પોતાનો પરમ મિત્ર હકો જ; પણ ઝાડું લઈને શું કરે છે ? એમ વિચારીને તેણે આંખોને નીચે લખેલા જીણા અક્ષરોમાં ડુબાડી.
‘ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાને પોળના લોકો પણ સ્વચ્છતા અભિયાનમાં સાથ આપે છે.’
“ વાલીડો હકો….કોક દિવસ એની બા બહાર ગામ ગઈ હોય ત્યારે એનો ડોહો ઝાડું લઈને ફટકારે પણ હકો કચરો સાફ ના કરે. પોતાના ઘરનો પણ કચરો સાફ ના કરનારો પોળનો કચરો સાફ કરવા લાગી ગયો છે !! ” દિલો બબડ્યો.
થોડી વાર પુરતું હકાને દિલના એક ખૂણા માં ધકેલી ને પોતાની પોળના સમાચાર વાંચીને દિલો તો ડોલવા લાગ્યો.
“ ડાર્લિંગ ચા બનાવ ને ”
“ અલ્યા….અડધો કલાક નથી થઇ… ” તેની પત્ની તો રસોડામાં રહી રહી બરાડી.
“ શું તુંયે આપણી પોળના લોકોનો ફોટો પેપરમાં આવ્યો છે, તેં તો કહ્યું નહિ. આમ તો આખું પેપર વાંચે છે તને દેખાયું નહિ ? ”
“ વાંચ્યું….પણ મને એ ફોટામાં બહુ ભરોહો બેહતો નથી. ”
“ તારે ચા ના બનાવવી હોય તો ના પાડ પણ આમ પોળને બદનામ ના કર. અને એમાંય ખાસ તો હકો પણ છે. ”
” એટલે જ તો ભરોહો કીમ નો બેહે ? ” કહીને વળી તેની પત્ની તો રસોડામાં જઈને કામે લાગી ગઈ.
દિલો આગળ કહ્યું તેમ દિલનો ભોળો કે તરત હકાને ફોન કર્યો. અને ખુશીના સમાચાર જાણવા કોશિશ કરી. હકે કહી દીધું. “ દિલા, રવિવારે આવીજા ને. આમેય ઘણા દિવસથી ગપ્પા નથી માર્યા. ”
દિલોતો હકાની વાત સાંભળીને તાનમાં આવી ગયો. ઇન્ડિયા વર્ડ-કપ જીતી ગયું હોય એટલો હરખમાં આવી ગયો. અને વધુ તો એટલા માટે તાનમાં આવ્યો કે રવિવારે ઘરે પણ જવાશે. પત્નીને રસોઈમાં ડીસ્ટર્બ ના કરી પણ પોતાના મનમાં નક્કી કરી લીધું કે રવિવારે ઘરે જવું અને પોળનો ઈતિહાસ જાણવો.
રવિવારે સવારે વહેલો ઉઠી ગયો કે પત્નીને નવાઈ લાગી. ફોટા વાળી વાત કરીને દિલો જાય તો પત્ની અકળાય ખરી એમ માનીને તેણે બહાનું બનાવ્યું. “ આધાર કાર્ડ આવી ગયું હોય તો જઈ આવું ”
“ આધાર કાર્ડ તો બે મહિના સુધી નથી આવતા. ”
“ ઠીક છે તો એ બહાને બધાને મળતો પણ આવીશ અને તારે આવવું હોય તો ત્રણે જઈએ. ”
પત્નીને લાગ્યું કે પોતાનો ખડૂસ પતિ આજે નહિ માને; આથી ક મને પણ પોતાના કામે લાગી ગઈ. ઘરે આવીને દિલો બધાને મળ્યો. ચા પીને તરત ઉઠ્યો હકાને મળવા. તેના ઘરે ગયો તો હકો હાજર નહિ.
“ માળો અમને બોલાવીને પોતે પાર્કમાં ઉપડી ગયો ? ” તે બબડ્યો. પણ એમ ગાંજ્યો જાય તો દિલો શાનો !
તરત ફોન કર્યો  “ હકલા, અડધો કલાકમાં પોળમાં નથી આવ્યો તો પછી વિકેટ લઈને આવું છું. ”
“ વિકેટુ તો શિયાળામાં વપરાઈ ગયી તાપણું કરવામાં ” ને તે ખંધુ હસ્યો.
“ તારી તો…. ” ને દિલે ફોનમાં એવી રમ રમાવી કે દશ જ મીનીટમાં હકાની સવારી પોળમાં આવી ગઈ.
“ અરે દિલા તું હમણા કઈ જાડો થયો હોય એવું લાગે છે. ”
“ મસ્કા ના માર…આ વખતે સુતરફેણી નથી લાવ્યો. ”
“ ઓહ્હો…..તુયે યાર. ” કહીને હકાએ વાતને ટાળવા કર્યું. પણ દિલતો એમ છોડે તેમ નહોતો. લઇ ગયો તળાવ બાજુ.
“ કહે હવે ફોટા વાળી વાત ”
“ ઓહ…..સ્વચ્છતા અભિયાન વાળો…. ” કહીને તે ખંધુ હસ્યો.
“ હા…એજ કહે હવે ”
“ એમાં એવું હતું કે; તને તો ખબર છે કે એક બાર હું BAP (બિન્દાસ્ત અરજી પાર્ટી ) પાર્ટીમાં જોડાયેલો. ”
“ હા પછી ભોપાળું નીકળેલું. પણ એમાં સ્વચ્છતા અભિયાન ને શું લેવા દેવા ? ”
“ એ લોકો ઝાડું લઈને બધે ફરતા તો થયું કે લાવ ને આપની પોળ પણ છો થઇ જતી ચોક્ખી. બધાને બોલાવ્યા તો ફોટોગ્રાફરને એમ કે હું બધાનો લીડર છું તો ફોટો પાડતી વખતે મને ઝાડું પકડાવી દીધું. ”
“ મતલબ તે પોળને સાફ કરવામાં કશું નથી કર્યું ? ખાલી ફોટો છાપામાં આવે તે માટે નાટક કર્યું ? ” કહીને દિલો તો અકળાયો; અને હકાને મારવા દોડ્યો.
“ દિલા સાંભળ તો ખરો એમાં મારો કોઈ વાંક ખરો ? ”
“ તું ગમે તે કહે પણ પોળને સાફ કરવા બીજા લોકો આવે ને તું ખાલી ફોટો જ પડાવે ? ”
“ અરે પણ… ”
“ મારે કશું સંભાળવું નથી. આજથી કસમ ખા કે તું પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇશ ”
“ અને તું પણ ”
“ ઓકે ”
મેં આખી આ વાત જાણી તો મને ખુબ હરખ થયો કે સ્વચ્છતા અભિયાનમાં મારા બે મિત્રો તો ભોગ આપે છે. મિત્રો આપણું ઘર તો સાફ રાખીએ જ છીએ, આંગણું સાફ રાખીએ તો પોળ સાફ રહેશે. અને પોળ રહેશે તો નગર અને નગર થકી આપણો દેશ !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

2 Responses to છાપામાં ફોટો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s