મનુને મજા સુરા ને સજા

મનુને મજા સુરા ને સજા

એક વર્ષમાં ઘણા બધા નવા વર્ષ આવે તેવું ખાલી ભારત દેશમાં જ ઉજવાય. વાચક મિત્રો, કેવી રીતે ? પૂછીને મારી પરીક્ષાઓ ના લેશો. બાલપોથીમાં પણ હું માંડ માંડ પાસ થતો. યુવાન મિત્રો હવે એ ના પુછતા કે બાલપોથી શું ? ઠીક છે મિત્રો, નિરાશ ના થશો. એક તો મને વાંચવા વાળા તો ગણ્યા ગાંઠ્યા તમે જ તો છો. અમે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે અભ્યાસક્રમ સિવાયની પરીક્ષાઓ લેવાતી. જેમાંની આ એક બાલપોથી નામની પરીક્ષા લેવાતી અને પ્રમાણપત્ર પણ મળતું.( ક્યારેક મામલતદાર નવરા હોય તો એના હાથે પણ પ્રમાણપત્ર મળતું. ) નાપાસ થઈએ તો બાપાના હાથે માર મળતો. કારણ આ પરીક્ષા આપવા માટે વધારાના પૈસા ભરવા પડતા. આપણે બીજાના પ્રદેશમાં ઘૂસવું નથી પણ આપણા પ્રદેશની જ વાત કરીએ તો આપણા માટે બે વાર નવું વર્ષ આવે. એક તો સૌનું માનીતું દિવાળી વાળું નવું વર્ષ અને બીજું સૌનું માનીતું નાતાલ વાળું નવું વર્ષ ! અમારો મહેલ્લો અને આખી પોળ તો નવા વર્ષને એક વર્ષ ની વાર હોય ત્યાંથી ઉજવવા માટે કુદાકુદ કરતા હોય.
સવારમાં ઉઠીને ઘરના આંગણામાં રંગોળી પુરવાની. આથી બધા મિત્રો રંગોળીના ચોકને સજ્જ કરવા માટે માટીથી લઈને કલર, બધી તૈયારીમાં લાગી જઈએ. તહેવારની એક ઝલક બતાવી દઉં તો, રંગોળી પુરવાની મજા અને સાથોસાથ સરખાવવાની. પોળને ધજા પતાકાથી શણગારવાની. દર વર્ષે નવા નવા આકારના તોરણ બનાવવાની જાણે હોડ. આમાં અમારો ટીનો બહુ દાધીલો. બીજાના પોળની જાહોજલાલી એનાથી જોઈ ના જાય ! જો કોઈ વર્ષ, બીજાની પોળ અમારી પોળ કરતા વધું સારી દેખાય; એટલે લીમડાના થડ સાથે માથા અથડાવે એવો ઝેરીલો. એનાથી વિશેષ અમે બધા ઉત્સાહી તો અમારા સૌના માનીતા એવા ફટાકડાથી ! બજારમાં કોઈ દુકાને ફટાકડા જોયા નથી કે અમારી સવારી ફટાકડા જોવા નીકળી પડે. પછી રીતસર પોળના ઓટલા પરિષદે એનું વિવેચન થાય. “ આ વખતે હવાઈ નથી આવી લાગતી ”, “ બે, રોકેટ તો આ સાલ બે ફૂટ લાંબા પણ છે ”, “ સોનેરી ફટાકડા તો મળતા બંધ થઇ ગયા લાગે છે દિલા ” , “ અલ્યા સુરા (બીજી પોળનો સુરેશ) તારી દુકાને હજી ફટાકડા નથી આવ્યા ? ”  એનાથી વિશેષ ઘરે ઘરે મીઠાઈ ખાવાની લજ્જત અને નવા વર્ષે વડીલોને જેવું તેવું પગે લાગી લેવાનું અને રૂપિયા મળે એમાંથી સર્કસ કે ફિલ્મ જોવાઈ જાય !
અમારી ટોળીમાંથી રેલવેના સ્ટાફ વાળા મિત્રોનો સાથ કાયમ માટે છૂટી ગયેલો. લગભગના ફાધરોની બીજા સ્થળે બદલી થઇ જતા. હું ધબતો ધબતો કોલેજે પહોંચ્યો કે એકલો અટૂલો. નહિ સાથે હકો કે નહિ દિલો ટીનો કે બીજા કોઈ. પણ છતાં બધા નવા વર્ષે તો સાથે જ ! કોલેજમાં આવ્યો ત્યાં સુધી અમારે મન તો નાતાલ એટલે પાંચ દિવસનું વેકેશન. ક્રિકેટ રમવાની ફુલ સીઝન. કોલેજમાં આવ્યા પછી થોડુક અમારું જનરલ નોલેજ વધ્યું કહો કે અમે હવે એડલ્ટ થઇ ગયેલા. એટલે નાતાલ ને બદલે ન્યુ ઈયર કહેતા થયા. હોસ્ટેલમાં રહીને કોલેજ કરવાની. ફૂડ બીલ, પોકેટ મની ને બેલેન્સ કરવામાં વેકેશનો આવી જતા. આમાં અમને બહુ ગતાગમ નહિ કે આ નવા વર્ષની લોકો; એક વર્ષથી કેમ રાહ જોતા હશે ? અમારો દિલો એકવાર ગલોફાં ફૂલાવતો કહે કે “ ડી-ક્યુબ એટલે ન્યુ ઈયર ”
અમે લોકો તો પૂછી પૂછીને થાકી ગયા કે ડી ક્યુબ એટલે ? પછી મનાવી જોયો. તો હકાએ વળી છાનુંમાનું પ્રલોભન પણ આપી જોયું. પણ દિલો કોઈને કહે નહિ. કે ‘ ડી ક્યુબ ’ શું બલા છે. ઘણું બધું ફંફોસી લીધું પણ પોળમાંથી કોઈને પતો ના મળ્યો. એટલે અમારા હકેશ્વર મહારાજે દીવ્યાસ્ત્રનો જ ઉપયોગ કરી લીધો.
“ દિલા મને કહી દે તો થર્ટી ફર્સ્ટ નાઈટમાં પાર્ટી મારા તરફથી. ”
“ ખબર તો મને પણ નથી આ તો બાજુની પોળ વાળો મનુ ક્યાંકથી લઇ આવ્યો છે. ”
“ ધત…તારી ની. ચલ મનીયા પાસે. ”
બેય મનુ પાસે ગયાતો નવું તુત નીકળ્યું. સુરાનું નામ આવ્યું. સુરો એટલે એકદમ સીધો અને બીકણ. અમે બધા ખુશ બે રીતે થયા; એક તો ડી-ક્યુબ નો અર્થ મળી ગયો અને બીજું કે ન્યુ ઈયર પાર્ટી હકાએ કબુલી.
“ અલ્યા હવે તો ડી-ક્યુબ નો અર્થ મને કહો ” રાત્રે ઓટલા પર ગયા ત્યારે મેં હકાને પૂછ્યું. એટલે હકો જાણે માલવપતિ મૂંજની જેમ બોલ્યો “ ડી-ક્યુબ મીન્સ : ડાન્સ, ડીનર અને ઢુષ ! ”
હકાની પાર્ટી તો મનુ, સુરા ને હકા ત્રણ વચ્ચેના એગ્રીમેન્ટ. પણ મને લીધા વગર હકો કેમનો જાય ?
“ તારા વગર તો હું ઢુષ જ ના થાઉં. ”
“ અલ્યા હકલા મને માફ કર. મને બહુ ઈંટરેસ્ટ નહિ. ”
“ કેમ દવા નથી પીતો ? એમ ગટગટાવી જવાનું. ” એવા વૈજ્ઞાનિક કારણો આપીને મને મનાવી લીધો.
ત્રણમાંથી ચાર ને; ચારમાંથી ચૌદ વ્યક્તિ પાર્ટીમાં જોડાવા નક્કી થઇ. સૌએ નક્કી કર્યું કે ડી-ક્યુબમાંથી આગળના બે ડી ને બહુ સન્માન ના આપવું પણ ત્રીજા ડી ને વળગી રહીને પાર્ટી મનાવવી. એમાંય અમારી સાથે પહેલી વાર આવતા સુરાએ સ્થળનું સજેશન આપ્યું.
“ આપણે પાર્ટી તળાવની પાળે મનાવીશું. કોઈને ગંધ પણ નહિ આવે અને મોઢા ગંધાય તેનો રસ્તો પણ ત્યાં થઇ પડશે. ”
“ મોઢા ગંધાય એનો રસ્તો ” મેં વચ્ચે ખુલાસા માટે પૂછ્યું.
“ હકા તારા મિત્રને રહેવા દે, એ બધાનું બગાડશે. ” એકે મારા વિરુદ્ધ કહ્યું. આમ હકો ગમે તેવો પણ કોઈ મારું બુરું બોલે તે એનાથી સહન ના થાય. અને એટલે જ તે મારો પાકો મિત્ર !
“ તારે આવું હોય તો ઠીક છે પણ એના વગર પાર્ટી નહિ થાય. ”
થોડી રકજક ને થોડી નોકજોક વચ્ચે એકત્રીસમી ડિસેમ્બરની રાત આવી ગઈ. પ્લાન મુજબ વારાફરતી બધા તળાવની પાળે જવા લાગ્યા. હું પણ ગયેલો; પણ બહાનું બનાવીને તળાવેથી પાછો આવ્યો.
“ હકા…..થોડી વારમાં પાછો આવું છું… ”
“ પણ પછી જજે ને ”
“ અરે યાર બે નંબર…..બધા વચ્ચે ખુલ્લો ના પાડ. ” ને હું છટકીને ઘરે આવી ગયો. અને આવીને સીધો રજાઈ ઓઢીને સુઈ ગયો; કે કોઈ ડીસ્ટર્બ ના કરે. ભગવાનનું નામ લેતો સુવા માટે ટ્રાય કરવા લાગ્યો; કે ગમે તેમ પણ હકા પાર્ટીમાંથી છટક્યો.હજી ઊંઘ થોડીક દુર હતી કે  “કાકા” એવો અવાજ સંભળાણો કે જે મનમાં ફાળ હતી તે સાચી પડી. અવાજ તો જીગાનો જ ! આખી પોળમાં ખબર પડી હશે કે જીગા મહારાજની સવારી મારા ઘરે છે. હું બીજી કોઈ બબાલ થાય તે પહેલા જ બહાર આવી ગયો.
“ હાલ યાર, તારા વગર હકો પાર્ટી આપવાની ના પાડે છે. તને બોલાવવા માટે મોકલ્યો છે. ”
વળી પાછો અનિચ્છાએ જીગા સાથે જવા તૈયાર થયો. બેય ઉતાવળા પગલે તળાવની પાળે પહોંચ્યા પણ કોઈ દેખાય નહિ.
“ હકા…..ઓ હકા……હકલા…? ” મેં અને જીગાએ ત્રણ ચાર બુમ પાડી પણ કોઈ જવાબ ના મળ્યો પણ એક બાવળના ઝાડ પાછળથી મનુ બહાર આવ્યો.  “ અરે ગઝબ થઇ ગયો. ” હાંફતા હાંફતા તે બોલતો હતો.
“ મના, શાંતિથી શ્વાસ લે ને પછી બોલ. ” જીગાએ કહ્યું. મેં પણ સાથ પુરાવ્યો.
“ બાજુની પોળ વાળા વિકલાને પાર્ટીમાં આવવું હતું. અને ખ્યાલ છે આપણે બધાએ તેને ના પડેલી ? ”
“ હા તો ? ” મેં અધીરાઈથી પૂછ્યું.
“ એની બાજુમાં એક પોલીસ વાળા રહે છે તેને પાર્ટીની વાત કરી દીધેલી, પોલીસ આવી ગઈ. તો હકો ને નરીયો કુવામાં ભરાઈ ગયા. જીગો તને બોલાવવા આવ્યો તે બચી ગયો. ”
“ તો બીજા બધા ? ”
“ હું બાવળ પાછળ ઈમર્જન્સી માટે આવેલો તે બચી ગયો. અને કનિયો અને ત્રણ જણ ને પોલીસ વાળા ઓળખીતા નીકળ્યા કે એક એક લાકડી મારી ને ભગાડી દીધા. ”
“ પછી શું થયું ? તને બીક ના લાગી ? ”
“ હું તો બધો તમાશો જોતો જોતો હસતો હતો. એમાં બીક કેવાની ? બાવળે મને બચાવી લીધો. બિચારો એકલો સુરો જલાઈ ગયો. ”
“ અરે રે આતો મનુને મજા પડીને સુરાને સજા થઇ. ” હું એમ બબડ્યો; એટલામાં કુવામાંથી નરીયો અને હકો બહાર આવ્યા.
“ પોલીસ ગઈ ને ? ” નરીયા એ પૂછ્યું. ”
“ હા ગયા બધા…હવે તારા ફાધર ને તું કહેજે કે કુવામાં રહીને માંએ બચાવ્યો ” મેં એમ કહ્યું કે અમે પાંચે હસતા હસતા પાર્ટી મનાવ્યા વગર ઘરે આવ્યા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

9 Responses to મનુને મજા સુરા ને સજા

 1. Dilip Gajjar કહે છે:

  પ્રિય રીતેશભાઈ, આપનો લેખ વાંચવો ગમ્યો. એકદમ હળવી શૈલીમાં અને ન્યુ ઈયર ને ડી-ક્યુબ…નવીનતા સભર લાગ્યું ને પાર્ટી ન ઉજવાઈ અહી યુકે માં પણ ચારે તરફ શોક જેવું જ લાગે ખાસ તો નાતાલનાં તહેવારમાં ! અમારા બ્લોગ આંગણમાં પધારવા નિમંત્રણ

  • રીતેશ મોકાસણા કહે છે:

   ડીયર દિલીપભાઈ,
   હવે ડીયર ને નીયર ! તમારા આંગણમાં ઘણી વાર પધારેલો છું પણ ચા નાસ્તો કર્યા વગર નીકળ્યો હોઈ તમને જાણ ક્યાંથી હોય ! આ વખતે ચોક્કસ ચા નાસ્તો આપીને જઈશ. તમારા અમૂલ્ય પ્રતિભાવ બદલ આભાર. અવાર નવાર પધારતા રહેશો. (Sorry for little delay in response ) keep smiling !! 🙂

 2. Diva કહે છે:

  Thank you for the good writeup. It in fact
  was once a amusement account it. Glance complicated to more added agreeable from you!

 3. Juana કહે છે:

  Excellent blog. A great read.
  I’ll definitely be back.

 4. aataawaani કહે છે:

  અહં સરસ વાર્તા છે રીતેશ ભાઈ

 5. Taruna Tom કહે છે:

  Nice article, pleasure to read ! Keep it up friend

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s