ખિસકોલીની યાત્રા

ખિસકોલીની યાત્રા

બાળપણને વિદાય આપીને યુવાનીમાં પગ હજી મુક્યો જ છે; એવી એક ખિસકોલી એક આંગણામાં વધ્યા ઘટયા દાણા ચણી રહી છે. ચણ ચણ બગલી જેમ દાણા ચણી રહી છે કે એવામાં એનું નાક સહેજ ઉત્તેજિત થયું; પૂંછડી ટટ્ટાર થઇ ગઈ. આમતેમ નજર ફેરવી કે થોડે દુર બીજી એક ખિસકોલી પણ ફરી રહી હતી. એના નાકે જે અનાજના ધોધની સોડમ આવી તેમાં કોઈ શક કરવા જેવું નહોતું. ધીરા પગલે તે સોડમના ધોધે પગેરું દાબતા આગળ વધી. થોડી આગળ ગઈ કે ” વાહ રે ભગવાન આપે ત્યારે ઢગલો કરી દે છે. “
સામે જોયું તો એક મેટાડોરમાં અનાજના કોથળા ભરેલા હતા. એ અનાજ કોઈ સમાન્ય નહોતું. એની સોડમ પણ અલગ હતી. જીવ એનો લલચાયો આથી ધીરે ધીરે સાહસ કરીને ચડી ગઈ છેક કોથળાના ઢગલા પર. કોઈ દેખે નહિ તેમ બે કોથળાના પોલાણ વચ્ચે બેસી ને દાણાની લજ્જત માણવા લાગી. કદી ના ખાધેલા દાણાનો સ્વાદ તો જીભે લાગી ગયો તેની નાની બહેન યાદ આવી; એક વાર ઉંચે ચડીને ડોકિયું કર્યું પણ દરવાજાની બહાર ચોકી ભરી રહેલો કુતરો જ દેખાયો. વળી કોઈ માણસ દેખાયો કે પાછી લપાઈને લજ્જત માણવા લાગી.
એનું પેટ ભરાયું કે ઊંઘ આવી ગઈ. અને મીઠા સ્વપ્નો જોવા લાગી. તેના સ્વપ્નો વિખરાઈ ગયા, કોઈ વારા ફરતી કોથળા ઉતારી રહ્યું હતું. પેલાની નજર છુપાવીને તે ઉતરી ગઈ…પણ આ શું ??? પોતે જંગલમાં આવી ગઈ કે શું ? આજુ બાજુ નજાર ફેરવી તો હુક હુક કરીને કુદાકુદ કરતા વાંદરા દેખાયા.
“ અરે તને કદી અહી જોઈ નથી ? ” બીજી એક ખિસકોલીએ આવીને બોલી
“ હા, હું ક્યાં છું ? ” ફિલ્મી સ્ટાઈલે તેણે પૂછ્યું.
“ તું અહી કેવી રીતે આવી ? ”
“ આ સામે દેખાય છે તેમાં. બહુ મસ્ત મસ્ત ખાવાનું હતું તો મને શું ખબર ”
“ ઓહ, હવેજાયું, એ અહીના પ્રાણી સમુદાયનો ખોરાક છે. શું નામ છે તારું ? ”
“ જીંજી…..અને તારું ?? ”
“ ફનો ”
“ ફનો ? ” ચોંકી ને તેણે પૂછ્યું.
“ હા ફનો, હું ખીસકોલો છું. કેટલે દુર તું રહે છે ? ”
“ શું ખબર, હું તો ઊંઘી ગયેલી…આ જગ્યા કઈ છે ? ”
“ શહેરથી થોડે દુર આ એક પ્રાણી સંગ્રહાલય છે. ફેશન વાળા લોકો એને ઝૂ કહે છે. ”
“ અહી શું હોય ? ”
“ અહી જંગલના વિવિધ પ્રાણીઓ ને કેદ કર્યા છે. ”
“ પણ કેમ ? ”
“ કોને ખબર જંગલમાં છાનામાના રહેતા હશે. અને તને ખબર છે જીંજી, લોકો પ્રાણીને જોવા આવે છે. અને એના રૂપિયા પણ આપવા પડે છે. ”
“ રૂપિયા ?? ”
“ તું કેમ ગભરાઈ ગઈ…..આપણે ક્યાં માણસો છીએ..રૂપિયા તો ખાલી માણસ હોય તેને જ આલવા પડે ! અને તારી જાણ માટે હું અહીનો લાલો છું. ”
“ ઓહ..કેમ આપણા વાળા અહી કોઈ નથી ? “”
“ છે ને…. ”
“ એ બધું છોડ, કેમ કરીને હું મારી જગ્યાએ જઈશ શકીશ ? ” જીંજીને ચિંતા થઇ ગઈ.
“ હવે આવી છો તો ઝૂ જોઇને જા ને ”
“ ઠીક છે ચાલ પણ પછી મને મારી જગ્યા એ પાછા જવાનો રસ્તો બતાવજે. ”
“ છોડ બધું થઇ પડશે…આપણે જે જગ્યા એ છીએ તે બધા બંદરોના ઘર છે. જો બધા કેવા કુદાકુદ કરી રહ્યા છે ? ”
“ હા… તે બધા કેમ કુદાકુદ કરતા હશે ? ”
“ એ તો કોઈને ખબર નથી……એ બંદરમાંથી ઇન્સાન થઇ ગયા તોયે ખબર નથી પડી. તારે શું એ બધું કામ છે ? ”
“ અરે ફનો, સામે દેખાય એ શું છે ? ”
“ શાહુડી ”
“ બાપ રે કેવી બિહામણી છે; ને એની પીઠ પાછળ મોરના પીંછા જેવું શું છે ? ”
“ એના પીંછા જ છે….બહુ સવાલો ના કર હું પણ તારી જાતનો જ છું. ”
“ સારું હવે ની પૂછું, તું કેટલો સારો છે. સારું થયું કે તું મળી ગયો નહિ તો મારું શું થાત ? ”
“ આ જો વિરાટ કાચબો. ”
“ બાપ રે આવડો મોટો કાચબો ? ”
“ હા દશ મણ વજન છે એનું. ”
“ ફના, મારે એની પીઠ પર બેસવું છે. ”
“ ના યાર, એની પીઠ પરથી લપસી ગઈ તો ? તારે ઇન્સ્યોરન્સ પણ નહિ હોય ! હું તને ખોવા નથી માંગતો; ચલ આગળ વધીએ ” કહીને ફનો, ખિસકોલી બાઈને ઝૂમાં ફેરવે છે. અવનવા પક્ષીઓ બતાવે છે. અવનવા પ્રાણીઓ બતાવે છે. મોરના પીંજરા પાસે ખિસકોલી થોભી ગઈ.
“ કેમ થાકી ગઈ હની ? ”
“મારું નામ હની નહિ, જીંજી છે ફનો; હું થાકી નથી પણ અહિયાં ય વાદળી ગોરી ચામડીના ભેદ છે ? ”
“ કઈ સમજાયું નહિ ” ફ્નોએ જીંજીની પૂછડી પર પગ ફેરવતા પૂછ્યું.
“ એજ કે, એક વાર હું માસીના ગામ ગઈ તો ખેતરોમાં વાદળી મોર જોયેલા પણ આ સફેદ મોર વિદેશી લાગે છે ? ”
“ લોકો અહી આવે ત્યારે વાતો કરતા હોય છે કે સ્ત્રીઓ લપ લપ બહુ કરે ! ખબર નહિ આપણામાં પણ આવું ક્યારે ઘુસી ગયું ? ”
“ ફનો તું શું બોલે છે મારાતો ભેજામાં નથી ઉતરતું. ”
“ તે આપણે ક્યાં ધંધો કરીને સાત પેઢી માટે ભેગું કરવું છે ! આપણી તો કોણ જાણે કેટલીયે પેઢીઓ આવી ને ગઈ. એય ને લહેર કર મજાની ! ” કહીને વળી તેને હિંસક પ્રાણીઓના પીંજરા બાજુ લઇ ગયો.
“ આ સામે દેખાય છે તે વનરાજ કેશરી સિંહ છે. ”
“ આ એજ જે જંગલનો ને આપણો સૌનો રાજા કહેવાય છે ? ”
“ ચલ હટ….માણસને તું હજી ઓળખતી નથી……ભલ ભલાને કેદ કરીને રાખ્યા છે. એક દિવસ સિંહને પણ ઘાસ ખાતો ના કરે તો મને ફટ ભૂંડો કહે જે ”
“ તો એમાં તને શું ફેર પડે છે ? ” કહીને જીંજી હસવા લાગી.
“ કેમ હસવા લાગી ? ”
“ સોરી ફનો…થોડી મજાક કરી લીધી. પણ મને એ નથી સમજાતું કે આ સિંહ, વાઘ, ચિત્તો બધા આવાજ હોય કે ? ”
“ કેમ તું કદી ગાઢ જંગલમાં ગઈ છે ? ”
“ ના એવો ચાન્સ નથી મળ્યો. ”
“ ચાન્સ નથી મળ્યો કે તક નથી મળી ?? ”
“ બેય એક જ વાત તો છે. ”
“ તો પછી મળી અને મળ્યો કેમ ? ”
“ એ બધું મનુષ્યને સોંપ્યું….આપણે તો બસ ખાઈ પીને ફરે રાખીએ. સાંભળ્યું છે કે આ બધા તો મોટા પ્રાણીઓને પણ હડપ કરી જાય છે. ”
“ તારી વાત સાચી છે ડીયર. ”
“ મોટા સિંગડા વાળા ? ”
“ અરે રે તું કેટલી ભોળી છે કેમ તને મારો નેચર ગમ્યો ? ”
“ અને તું કેટલો સારો છે, હા…કેમ અલ્યા આંખો પટપટાવે છે ? ”
“ અહી આવતા માણસો પાસેથી થોડુક શીખ્યો છું. ”
“ ઝૂ તો જોવાઈ ગયું….મને દયા આવે છે બધાની. કેવા બધા ગાય જેવા બનીને રહે છે ? ”
“ કોઈ ગાય જેવા નથી…હમણા યુ ટ્યુબ પર વિડીઓ ફરતો હતો, તેં નથી જોયો ? એક ઝૂમાં વાઘના પિંજરામાં માણસ પડી ગયો; તે મોઢેથી પકડીને લઇ ગયો અને બધાની વચ્ચે જ ફાડી ખાધો. હમણા તો તું કહેતી કે હું સારો છું, મારી સાથે રહે ને ! ” લાગ જોઇને ફનોએ જીંજીને પટાવવા કોશિશ કરી.
“ ના ના, એક કામ કરીએ બંને આપણે આ માણસે બનાવેલા ઝૂ કરતા કુદરતી વાતાવરણમાં જતા રહીએ. વધુ મઝા આવશે. ”
“ જેવી તારી મરજી, ચાલ ત્યારે ” કહીને બંને એકબીજાના પગ પકડીને ચાલવા લાગ્યા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to ખિસકોલીની યાત્રા

  1. Indu Diva કહે છે:

    I always spent my half an hour to read this webpage’s articles every day along with a mug of coffee.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s