જય જવાન જય કિશાન !

જય જવાન જય કિશાન !

હાથમાં બારમાં ધોરણની માર્કશીટ આવે કે, જીવનની જવાબદારીનું પહેલું પ્રકરણ ચાલુ થઇ જાય ! ધોરી માર્ગ પર ઉભા હોય ત્યારે એકમાંથી અનેક સડકોના ફાટા પડે તેમ….બારમાં ધોરણની માર્કશીટ હાથમાં આવે એટલે, અનેક મુંજવણો ચાલુ થઇ જાય. કઈ શાખામાં જોડાવું, ક્યા પ્રવાહમાં વહેવું ? વિગેરેથી વ્યક્તિ ઘુમરાઈ જાય છે. ઉપરથી ઘરના, વડીલો અને સ્નેહીઓ પૂછી પૂછી ને માથું પકવે તે અલગ !
નાલુના હાથમાં માર્કશીટ આવી કે, તે તો એકદમ ડઘાઈ ગયો. પોતે એટલી હલકી સ્તરનો ઠોઠ તો નથી. ચાર અને સાત માર્કના તફાવતે બે વિષયમાં નાપાસ ?? ઘરના સભ્યોના સહકારે પેપર ખોલાવ્યા. પણ કહેવાય છે ને ‘ નસીબમાં ઘોડો તો ગમે ત્યાં દોડો ! ’ વીસ દિવસ પછી બોર્ડ વાળા એ બીજો આંચકો આપતો પત્ર મોકલ્યો. માર્કના તફાવતે પોતાની પકડ ના ગુમાવી.
મિત્રો અને ઘરના લોકોની સાંત્વના એ ફરી વાર પરીક્ષા આપવાનું નક્કી કર્યું. નાલુ સમક્ષ હજી પણ પેલી પુરાણી માર્ક શીટ ડાઘીયા કરીને મશ્કરી કરી રહી હતી. એક ઓથાર તળે પરીક્ષા તો આપી દીધી. અને બીજી વાર નોલુના હાથમાં બારમા ધોરણની માર્ક શીટ આવી. આ વખતે બહુ આઘાત ના લાગ્યો પણ સાથે ખુશ પણ ના થવાયું.
અરે રે, એસ.એસ.સી.માં આવ્યો ત્યારે તો નોલુ સાયન્સ પ્રવાહમાં એડમીશન લઈને કેવા કેવા સ્વપ્નોમાં સરી પડેલો ! બહુ વધુ ટકા નહિ આવે તો એન્જીન્યરીંગમાં તો જરૂર જોઈન થઈશ. અને પછી ખાલી નોલુ નેવાડીયા નહિ પણ ઘરના દરવાજે નોલુ નેવાડીયા, એકજી.એન્જીનીયર તકતી લટકશે. પણ જે ટકાવારી આવી તેમાં તો કોણ જાણે એને એન્જીન્યરીંગમાં એડમીશન મળશે કે કેમ ?
છતાં પણ તેના માબાપ અને ભાઈઓ એ; તેનો હાથ પકડીને ઉભો કર્યો.
“ નોલુ , પછાત વિસ્તારની કોલેજોમાં કોઈ જવા તૈયાર નથી હોતું. ચાલો ત્યાં જઈએ એડમીશન મળી જશે. ”
અને બીજે દિવસે નોલુ તો મોટા ભાઈ સાથે સ્પેશિયલ કાર કરીને એડમીશન યાત્રાએ નીકળી પડ્યા. ઘણી બધી કોલેજો ફર્યા, પણ જેમ જેમ કોલેજે જાય તેમ તેમ એડમિશનો દુર જતા ગયા. ઓક્સિજનની નળીને સહારે છેલ્લા ડચકા ભરતા દર્દીની જેમ હામ ભીડીને ચાલતો નોલુ હવે તો ભાંગી પડયો.
“ ભાઈ, જવા દો, આમને આમ હું કમાઈશ નહિ એટલું ટેક્ષી ભાડામાં જતું રહેશે. અગર હરિ કૃપા થશે તો બધું સારું થઇ જશે. પણ એક વાત ચોક્કસ છે કે મને એડમીશન નહિ મળે. ” કારમાં બેસતા નોલું એકદમ ભાંગી પડ્યો.
એને જોઇને એનો મોટોભાઈ પણ એકદમ નર્વસ થઇ ગયો. અને ચિંતા કરવા લાગ્યો કે પોતાનો છોટુ હતાશ બનીને અવળા વિચારો ના લાવે.
“ નોલુ, તારે મુંજાવાની જરૂર નથી. હેયને તારી બુદ્ધીનો ઉપયોગ આપણી ખેતીમાં કરજે. ”
“ ઠીક છે છેવટે એતો આપણું હાથવગું હથિયાર ! ”
સમયનું ચક્ર તો ફર્ય જાય છે. એને માટે તો નોલુ જેવો સામાન્ય વ્યક્તિ હોય કે ખાસ વિશેષ વ્યક્તિ હોય; ચક્ર તો ઘુમ્યેજ રહેવાનું ! નોલુના દિલમાંથી હજી પેલી એડમીશન ના મળવાની ખટાશ જતી નથી. ક્યારેક ખેતરે જાય છે તો ક્યારેક મિત્રો સાથે ઓટલા પરિષદે સમય પસાર કરે છે. એ વિચારે છે કે જ્યાં સુધી પોતે કોઈ ચોક્કસ કામ ને હાથવગું ના કરે ત્યાં સુધી અધુરો છે. તેની વાત પણ સાચી હતી. વ્યક્તિ જ્યાં સુધી મનથી પોતાની મંઝીલ બનાવીને સ્વીકારે નહિ ત્યાં સુધી જીવનની શરૂઆત નથી થતી. હજી પણ મનમાં રહી સહી આશા જીવંત છે; કે રખે ને હજી કોઈ ને એન્જીન્યરીંગમાં ના ફાવે તો એડમીશન મળી જાય. આ જીવંત આશાને હેમખેમ રાખવા હજી પણ કાયમ ન્યુઝ પેપર વાંચી લેતો હતો. અને જ્યારે વધુ કંટાળો આવે એટલે લાઈબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતો.
આમજ એક દિવસની પ્રભાતે ઓટલા પર બેસીને પેપર વાંચી રહ્યો છે. નિત્ય ક્રમ મુજબ એડમીશન ને લગતી માહિતી મેળવતી નજરે બધા પાનાઓ ફંફોસી લીધા. પણ એમાંનું એક પાનું એની આંખમાં ફીટ થયેલું; તે ફરી એ પાનું ખોલ્યું. અડધા પાનાની જાહેરાત !!! તેની સામે બચપણનો એક પ્રસંગ તરવરી રહ્યો.
શાળાનો સાંસકૃતિક કાર્યક્રમ પૂરો થઇ ગયો. નોલુએ પણ હોંશે હોંશે ભાગ લીધેલો. બધા પોતપોતાના ઘરે જવા વીખરાવા લાગ્યા. નોલુ પણ બધા મિત્રો સાથે જઈ રહ્યો હતો કે હેડ માસ્તરે તેને બુમ પાડીને રોકી લીધો. અને તેમની ઓફિસમાં લઇ ગયા. એકવાર તો નોલુને ફાળ પડીકે નક્કી આજ પોતાનો વારો પડશે.
“ જો નોલુ, તેં આજે એક જાનદાર સિપાહીનો રોલ અદા કર્યો છે. તારો રોલ ખુબ સરસ હતો. સ્કુલ પાસે વધુ ફંડ ના હોઈ, કોઈને પણ ઇનામ નથી મળ્યા. પણ જાણે છે ? સિપાહી લોકો દેશ માટે સજાગ રહે છે. એમના થકી તો આખો દેશ શાંતિથી ઊંઘી શકે છે. લે આ દશ રૂપિયા મારા તરફથી ઇનામ ”
પેપરમાં જાહેરાત જોઇને નોલુની છાતી તો એકદમ ટટ્ટાર થઇ ગઈ. જોશનો એક ઉભરો આવી ગયો. મનના ઘોડાઓ શાંત બની ગયા. નવી દિશાઓ તેને આવકારવા લાગી. ઉન્નત મસ્તકે તે ઉભો થયો અને મનમાં એક નવી ગાંઠ વાળીને જૂની બધી ગાંઠો છોડીને મુક્ત કરી.
ખેતરેથી, દુકાનેથી અને બીજા કામે ગયેલા સર્વે ઘરનાં સભ્યો આવી ગયા છે. સાથે બેસીને જમવાનો જે નાતો છે તેને અનુસરીને બધાએ જમી લીધું. જમીને બધા ઓટલે બહાર બેઠા છે. નોલુ પણ બધાની વચ્ચે સામેલ છે. તેના મનની લગામો સખત બનાવીને તે આગળ આવ્યો. જઈને પોતાની બાને પગે લાગ્યો પછી પિતાજી, મોટા ભાઈ-ભાભી ને પગે લાગ્યો. પછી બધા વચ્ચે હાથ જોડીને ઉભો રહી ગયો.
“ બા-બાપુજી અને ઘરના સભ્યો પાસે હું જે અનુમતિ માટે વાત કરું છું; તેને સહર્ષ સ્વીકારજો. મારે તમારા આશીર્વાદની જરૂર છે. હું કાલે આર્મીની પરીક્ષા આપવા માટે જવાનો છું. ”
નોલુએ કહ્યું કે અંધારામાં વીજળી પડીને મોટો કડાકો થાય તેમ સૌ ડઘાઈ ગયા. તેના બાપુજી તો બધા સામે જોવા લાગ્યા. તેના મોટા ભાઈ પણ પત્ની સામે જોવા લાગ્યા.
“ નોલુની બા, તથા ઘરની રખેવાળોને હાથ જોડી પૂછું છું કે;કોઈએ નોલુ ને અપશબ્દો કહી ને અપમાનતો નથી કર્યું ?? ”
બધા એકબીજા સામે જોવા લાગ્યા કે નોલુથી ના રહેવાયું.
“ અરેરે, તમે બધા લોકોએ મને જે સાંત્વના અને સહારો આપ્યો છે તે માટે તો હું સૌનો ઋણી છું. અને મારી બા કે ભાભી તો દેવીઓથી વિશેષ છે. આ ઘરમાં મને જે પ્રેમ મળે છે તેનાથી મને કદી અસંતોષ નથી. ”
“ નોલુ, મારે તારી કોઈ વાત સાંભળવી નથી, મેં તો તને કહેલું છે કે; જયારે કંટાળો આવે ત્યારે ખેતરે આંટો મારે તો ઠીક નહિ તો ઓર ઠીક ! ” તેના મોટા ભાઈનો જીવ કકળી ઉઠ્યો.
“ તને આવો વિચાર જ કેમ આવ્યો પુત્ર ? ” તેના પિતાજી ઢીલા પડી ગયા.
“ હા નોલુ, ફેંકી દે એ પેપર પસ્તીના ઢગલામાં ” તેના ભાઈએ પણ સહેજ ઉગ્ર થઈને પ્રેમથી કહ્યું.
“ બેટા, હું તો અભણ છું, મને બહુ ખબર નો પડે પણ બીજા કોઈ કામ ધંધે ના લગાય ? ” અત્યાર સુધી ચુપ રહેલ તેના બા નોલુને કરગરવા લાગ્યા.
“ મને એક વાત કહો કે તમે મને આટલી લાગણી કેમ આપો છો ? ”
“ કારણ કે તું અમારું અંગ છે ” તેના પિતાજી એકદમ નિરાશ અને વિવશ થઇ ને બોલ્યા.
“ અચ્છા હવે એ કહો કે; અગર, બધા માં-બાપો એક પણ પુત્રને આર્મીમાં જવા માટે રજા ના આપે તો ? આપણા દેશને દુશ્મનોથી કોણ બચાવે ? જેમ હું તમારો વ્હાલો છું તેમ દેશનો પણ વ્હાલો થવા ની તક આપો. ” નોલુએ એવી વાત કરી કે સૌ એને આશીર્વાદ આપવા મજબુર થવાને બદલે ખુશી ખુશી ગર્વથી તેની વાતને વધાવી લીધી. તેનામાં સૌએ એક વીર જવાનના દર્શન કીધા.
સૂર્યના કિરણો નોલુ પર તડકો ઢોળે તે પહેલા તો એ ઉઠીને તૈયાર થઇ ગયો. નાહીને નવા કપડા પહેર્યા. ભગવાનના મંદિર સામે જઈને બે હાથ જોડીને શક્તિ સમર્પણ માટે પ્રાર્થના અને આજીજી કરી. ઘરના પણ બધા ઉઠી ગયા છે. સૌ કોઈના હૈયા ભારે બની ગયા છે. હૈયાના એક ખૂણે ખુશી તો બીજા ખૂણે એનાથી વધુ દુઃખની ખામોશી છવાયેલી છે. બે જોડી કપડાને બેગમાં નાખીને થેલો ખભે લગાવ્યો. અને માબાપને પગે લાગ્યો. “ મને એવા આશિષ આપો કે; મારા કદમ કદી પીછેહઠ ના કરે ! ” તે આશીર્વાદ લઈને ઘરની ડેલી બહાર નીકળ્યો; ત્યારે સુરજ દાદો તેને સલામ ભરી રહ્યો હતો. અને ગામની શેરીઓ બોલી ઉઠી ‘ જય જવાન જય કિશાન ! ’

મુખવાસ :
જનની જણજે એવો કાં દાતા કે શુરવીર,
નહિ તો રહેજે વાંજણી મત ગુમાવીશ નુર

JJJK

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

5 Responses to જય જવાન જય કિશાન !

 1. dee35 કહે છે:

  વાહ,રીતેશભાઈ, વાહ.જય જવાન જય કીશાન !

 2. રીતેશ મોકાસણા કહે છે:

  Thank you very much Sahebaji

 3. nabhakashdeep કહે છે:

  સુંદર વાર્તા લેખન…પાત્રો દ્વારા જકડી રાખતી અભિવ્યક્તિ…ખૂબ જ ઉમદા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. પિંગબેક: જય જવાન જય કિશાન ! – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s