ચાલો પાછા ભેગા રહીએ

૫ માર્ચના રોજ  “વંશવૃક્ષ ” નામની નવલિકા પ્રસિદ્ધ કરેલી. જેમાં મારા એક પરમ વાચક મિત્રએ મને કોમેન્ટ સાથે સુજાવ આપેલ કે વાર્તાને હું થોડી લંબાવીને સંયુક્ત કુટુંબમાં રહે તેવી બનાવું  ! જેના સંદર્ભે આજની આ નવલિકા લખેલી છે. આશા રાખું કે તેમને ગમે. આપ સર્વે મિત્રો, દરેક પોસ્ટ માટે આપના મુલ્યવાન પ્રતિભાવ આપો છો અને આપતા રહેશો.

ચાલો પાછા ભેગા રહીએ

માંબાપને મન સંતાનને ઉછરતા જોઇને, હૈયે જે ધરપત થાય છે તે અનોખી હોય છે. બીજી ખુશી સંતાનોના લગ્ન ! દીરેશ અને આયુતી ને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી હતી. સૌથી મોટી દીકરી હતી, એના લગ્ન થયા બાદ દીકરા વિનેગના લગ્ન થયા વિનેગના ઘરે સંતાન પારણામાં જુલ્યું કે દીરેશે બીજા પુત્ર સીકરના લગ્ન કરી દીધેલા. તેના લગ્નને બે વર્ષ થયા કે એના ઘરે પણ પારણું જુલે તેવા સમાચાર આવ્યા. હસી ખુશીનો માહોલ બની ગયો.
“ દીરેશ કેમ અત્યારમાં સુઈ ગયો કે ? ”
“ ના વ્હાલી ના…આપણા પુત્ર પથને સારી નોકરી મળી ગઈ છે તો દિલ હજી ખુશીના તળાવમાંથી બહાર નથી આવ્યું. સુતો સુતો મલકાવ છું અને પોતાને બડભાગી સમજુ છું. ”
“ કેમ પથની હું માં નથી કે એકલા એકલા હરખાવ છો ? ” થોડી ઈર્ષ્યાના ભાવે તેની પત્ની આયુતી બોલી.
“ તું પણ હરખા ને; હરખાવામાં ક્યાં ટેક્ષ ચૂકવવો પડે છે. ” મલકાઈને તે બોલ્યો.
“ તમે મને આડી અવળી વાતે ના લગાડી દેશો. ”
“ વાહ રે મારી ભોળી ભટ આયુતી. કયારેક તું; અને ક્યારેક તમે કહે છે તો કેટલી મીઠડી લાગે છે ! ” પોતાની તરફ ખેંચતા દીરેશે કહ્યું.
“ પાછા મને તું અરે ! તમે બીજા વ્હેણમાં ધકેલી દેશો. ”
“ તારો ચહેરો પણ કોઈક ખુશી છુપાવે છે ”
“ હા, ક્યારની કામ કરતી કરતી હરખાતી હતી. તો થયું કે ચલ થોડો હરખ તને પણ વહેંચું. ”
“ ઓહ તો એમ વાત છે; તું પણ…હેં….? ”
“ હજી પણ તારું પાગલપન ગયું નથી. સસરામાંથી દાદા બન્યા. ” હેતથી પતિના ખભે મુક્કી મારતા તે બોલી. અને પછી વળગી પડી.
“ હવે તું હરખ મને આપીશ કે એકલી એકલી મલકા યે જઈશ ? ”
“ હા, આપણો પથ હવે નોકરીએ લાગી ગયો છે. તો કોઈ મંગલ પ્રસંગ ઉજવીએ તો કેવું ? ”
“ અરે ગાંડી એમાં પૂછવાની વાત છે. દિવાળીને તો આપણે હર વખત પ્રેમેથી જ ઉજવીએ છીએ. ”
“ તમારા એ કાકલુદી વેડાને બરાબર જાણું છું. આમ સીધી વાત કરવાથી કોઈ નુકશાન નહિ જાય વહાલમ. ”
“ હમ….મને પણ એક વાર એવો વિચાર આવેલો. એકવાર પથને પૂછી જોઈએ ”
“ અગર એને કોઈ છોકરી પસંદ ના કરી હોય તો ? ”
“ તો પછી તારે છોકરી પસંદ કરવાની ? ”
“ પાછી મશ્કરી ? ”
“ આ મશ્કરી નથી પણ નક્કર હકીકત છે. છોકરીને સ્ત્રી બરાબર જાણી અને સમજી શકે ! ”
બીજા દિવસની પરોઢ થઇ કે આયુતીએ પથને પુછીજ લીધું.
“ બેટા, નોકરીમાં બરાબર સેટ થઇ ગયો ? ”
“ નવી છે ને મોમ, પણ બહુ તકલીફ નથી પડતી. ”
“ ક્યાંથી પડે, મારો દીકરો મળતાવડો જો છે ! ”
“ આજે સવાર સવારામાં મશ્કા; શું વાત છે મોમ ? ”
“ ભલું થાજો આ નવા જનરેશનનું, હું તને એમ કહેતી કે નોકરીનું સેટ થઇ ગયું હોય તો છોકરીનું સેટ કરીએ. ”
“ કેમ મોમ તને નવરા પડી કે કંઈ ને કંઈ સેટ કરવાના જ વિચાર આવે ? મોમ ખોટું ના લગાડીશ પણ હજી થોડો ટાઈમ લઈએ તો કેવું ? ”
“ કોઈ વાંધો નહિ બેટા પણ જો હવે જમાનો બદાલાઈ ગયો છે. પહેલા આવી વાત ભાભી સાથે થતી. તારે બે બે ભાભીઓ છે પણ છતાં તને આજ બેધડક પૂછું ને મને બેધડક જવાબ આપ. ”
“ તું તો આજે કંઈ બોમ્બાર્ડીન્ગના મુડમાં છે લી ! ઓ કે, પૂછ બેધડક જવાબ દઈશ. ”
“ તારા લગ્ન માટે અમારે છોકરી ને પસંદ કરવાની તસ્દી લેવી પડશે કે; તેં અમને એમાંથી રાહત અપાવી છે ? ”
“ ઓફ્ફ…ગેમા ભાભીને બધી ખબર છે; મારે મોડું થાય છે. હું જાઉં…બાય. ” કહીને પથ તો પગથીયા કુદતો ઘર બહાર નીકળી ગયો.
“ નાટકિયો, કહે કે બેધડક જવાબ દઈશ…. ”
મનમાં મનમાં હરખાતી આયુતી પોતાનાં પતિની સામે જોઇને ઘણી ઉભરાય છે. ત્રણે દીકરાના લગ્ન થઇ ગયા છે. બે દીકરાને ઘરે તો પુત્રો પણ અવતરી ચુક્યા છે. જીંદગીમાં બધું રાબેતા મુજબ સરળ રીતે પાર પડી જાય એટલે સુખી જીવન !
દીરેશ અને આયુતીનું જીવન એક અંશે પણ ઉણું ઉતરે તેવું નથી. પણ રાત્રે પોતાની પુત્રવધુએ કરેલ પ્રસ્તાવને જાણીને થોડી દુઃખી થઇ ગઈ છે. ઘરમાં આનંદ અને ઉલ્લાસ ભર્યું વાવરણ હોય. સૌ મોજ અને મજાકમાં જીવન વ્યતીત કરે. કોઈની ઈર્ષ્યા કરવાને બદલે એક બીજાની ચિંતા કરે અને દેખરેખ રાખે. તો ભલા આવા ઘરની તો સમય પણ ઈર્ષ્યા કરે કે કેમ ! એકબીજા સંપીને એવી રીતે રહે છે કે કોઈને કશું કહેવાની જરૂર જ નથી. ઘરમાં આવું વાતાવરણ ઉભું કરવા માટે ઘરનાં બે પીલ્લર સમાન પતિ દીરેશ અને પત્ની આયુતી જવાબદાર છે. દીરેશ માટે તો પુત્ર હોય કે પુત્રવધુ, હોય ઘરનાં એક સામાન્ય સભ્યથી વિશેષ નથી કે ઉણું નથી ! આથી જ રાત્રે ગેમાએ કરેલ વાતને ધ્યાનમાં લઈને આજે પહેલી વાર દીરેશે થોડા ઊંચા અવાજે પુત્રવધુ ગેમા સાથે વાત કરવાની ફરજ પડી.
“ ઘરની વાત તો બાજુ વાળાની દીવાલ પણ સાંભળી જાય તે સારું નહિ. વધુ તો હું ખાસ કંઈ નથી કહેતો પણ શાનમાં સમજી જવામાં શાણપણ છે. ” તે બોલ્યો એટલે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નાની બંને વહુઓ પણ એક બીજા સામે જોવા લાગી કે આજ સુધી તો એવી કોઈ વાત કે દલીલ નથી થઇ; કે નથી તો એવી કોઈ ઘટના ઘટી કે ગેમા ભાભીને આમ અલગ જવા માટે મજબુર થવું પડે. ગેમાએ એક વાર પોતાનાં પતિ સામે જોયું. તે તો એકદમ નિરાશ અને નીચું મોઢું જોઇને બેઠેલ છે. આથી તેને જ બોલવાની ફરજ પડી.
“ પપ્પા, બધા વચ્ચે બોલવા બદલ માફી ચાહું છું. પણ વધુ ના બોલતા એટલું કહીશ કે જે થશે તે સારા માટે થશે. અને તમે લોકો એવું ના માનો કે અમે લોકો બધાથી કંટાળી ને જઈએ છીએ. કે અમારે લીબર્ટી જોઈએ છે. ”
“ તો પછી ગેમા બેટી આ ઘરમાં બધા સાથે રહીએ તો કેવું ? ” દીરેશે કહ્યું.
“ હા ભાભી, હું ક્યારેક તમારી મજાક કરું છું તે પણ નહિ કરું પ્રોમિસ ! ” એકદમ ગળગળા થતા પથે કહ્યું.
“ ભાભી સાથે મજાક ના કરે તેવું તો જીવન જ કેવું ? તમે લોકો અમને સમજવાની કોશિશ કરો. ”
“ ભાભી…. ”
“ બેટા પથ….મને તેમની વાત ગળે ઉતરે છે. દીરેશ તમે પણ દિલને કોચવ્યા વગર એમને પ્રેમથી રજા આપો. અને રજામાં આપણે ત્યાં જઈશું; એ લોકો અહિં આવશે કેમ દીકરા ? ” આયુતીએ પથને અટકાવતા કહ્યું.
“ ઠીક છે, મને પણ વાત ગળે ઉતરી ગઈ છે. ”
અને અઠવાડિયા બાદ મોટો દીકરો અને તેનું કુટુંબ બીજા ઘરે રહેવા જતું રહ્યું. જેને પણ સમય મળે ત્યારે એક બીજાને મળે છે. ક્યારેક તો બધા વળી સાથે થઇ ને એવો ઉત્સાહ માણે છે. આવાજ એક દિવસે દીરેશ અને આયુતી સાથે પથની છોકરી પૃથા પણ તેમના ઘરે આવ્યા છે. ગેમા તો કિચનમાં કામ કરી રહી છે પણ બંને બાળકો દોડીને દાદા દાદીના ખોળામાં ગયા. જેવી ગેમા આવી કે ત્રણે બાળકો બીજી રૂમમાં રમવા માટે જતા રહ્યા.
“ ગેમા તને નથી લાગતું કે તારા સંતાનો; પૃથાને જોઇને એકદમ ખુશનુમા આવી ગયા હોય ? ”
“ સાચી વાત છે. મને એ પણ વધારાની ખબર પડી ગઈ છે કે, એકલા રહીને સંતાન ઉછેર કરવો કેટલો અઘરો થઇ પડે છે. અને દાદા કે દાદી સાથે સંતાનોને જે મમત બંધાય તે અનોખી હોય છે. તમારા જેવા દાદા દાદી મળે તેવા સંતાનો અને માંબાપોના જીવન તો ધન્ય જ ગણાય ! અને… ”
“ અને…..? ” આગળ બોલાતી ગેમા અટકી એટલે આતુરતાથી આયુતીએ પૂછ્યું.
“ કશું નહિ પપ્પા છે; અને તમને મારા કરતા તો એનો વધુ અનુભવ હશે ”
“ ગેમા, કહે તારા પપ્પા તો કદાચ મારા કરતા વધુ લાગણી શીલ છે. ”
“ હા કહે ગેમા….પણ રહેવા દે હું જ કહી દઉં છું. ક્યારેક તને અમારો દીકરો ગુસ્સે થાય તેજ ને ? અને અમે હોઈએ તો તેને થોડી શરમ આવે રાઈટ ? ”
દીરેશે કહ્યું એટલે ગેમા નીચું જોઈ ગઈ અને હકારમાં માથું હલાવ્યું. દીવાલો પણ એના મૌન સાથે મુક સંમતિ આપી રહી. બાજુની રૂમમાં કિલ્લોલ કરતા બાળકોનો અવાજ; છેક દિવાન રૂમમાં આવી રહ્યો હતો. દીરેશે એ બાજુ જોયું અને કાનને સરવા કર્યા કે ગેમા બધું સમજી ગઈ. પણ મનમાં એવું ય બોલી કે; સસુરજી, હું જે સમજેલી તે તમને મોડેથી સમજાશે.
પૃથાને લઈને દીરેશ અને આયુતી ઘરે આવ્યા. આવતાં આવતાં સાંજ પડી ગયેલી. જેવા તેઓ ઘરે આવ્યા કે બધા તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. અને વળી રાબેતા મુજબ ઘરમાં ગુંજન અને કિલ્લોલે સામ્રાજ્ય સ્થાપી દીધું.
“ મોમ-પપ્પા, તમને એવું નથી લાગતું કે ભાઈને પાછો લઇ આવવો જોઈએ ? ” પથે ના રહેવાયું એટલે પૂછી લીધું.
“ હા મોમ, જુઓ ને બધા છોકરાઓ પણ ત્યાં જઈએ કે કેવા ગુલતાન કરવા લાગે છે. ” તેની પત્નીએ સાદ પુરાવ્યો.
“ કાલે હું અને તારી મોમ એજ વાત કરતા કે તું અને ભાઈ જીઇને લઇ આવો. ”
“ હા મોમ હું જઈશ અગર પથ આવે તો ” સીકરે કહ્યું.
“ અરે ભલા, હું જ તો પ્રસ્તાવ રાખું ને કેમ ના આવું ? ”
બીજા રવિવારે બેઉ ભાઈ જઈને પોતાના લાડલા ભાઈ ભાભીને પોતાનાં સ્વ ઘરે લઇ આવ્યા. અને વળી ઘરમાં હતી એવી સંપની સુવાસ ફેલાઈ રહી.
“ બેટા વિનેગ અને ગેમા, ઘરમાં સંપ અને સહકારનું વાતાવરણ સર્જવા અમે ભોગ આપ્યો તે આજે લેખે લાગ્યું. આયુતીએ સ્નેહની લાગણી અકબંધ રહે તે માટે ખુદ કામ કરતી રહી અને તમારી પાસે લેતી પણ રહી. પણ ગેમા તારા ચહેરા પર જે મને પ્રસન્નતા દેખાય છે તે પ્રસંશનીય છે. પણ અમને ના સમજાય તેવી છે. તો પ્લીઝ તારી પ્રસન્નતા ને આજ મન મુકીને આ ઘરમાં વહેવા દે ! પછી છો સમય સાંભળવા થંભી જતો. ”
“ અલગ રહેવા જવાનો આઈડિયા મારો હતો, તો પહેલા તો હું આપ સૌ સમક્ષ માફી માંગું છું. ” અત્યાર સુધી મૌન રહેલ વિનેગે હાથ જોડી કહ્યું.
“ અને હું પણ..જેમાં મારો પણ પુરતો સાથ હતો. ” ગેમાએ પણ હાથ જોડીને નમ્રતા બતાવી.
“ જે થયું તે મોટાભાઈ, અને શું તમે પણ ભાભી. ” હરખુડો પથ બોલી પડ્યો.
“ બેટા પથ આજે તું થોડી વાર જાળવ્યો જા. માફી માંગતી વખતે ચહેરા પર શરમના ભાવ આવવા જોઈએ યા તો અફસોસના ! ”
“ શું તું યે દીરેશ…બિચારા માફી માંગે તો છે ” આયુતી વચ્ચે ટપકી પડી.
“ વિનેગ અને ગેમા તમને બેયને જોઇને મારું હૈયું આજ ફાટ ફાટ કુદે છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ બોથ ! ”
“ અરે, મને તો કશું સમજાતું નથી કોઈ ફોડ પાડો અને દયા કરો મુજ પર ! ” આયુતી કરગરવા લાગી.
“ તું તારા કાનેજ સાંભળ ગેમા પાસેથી. કહે બેટા તારા કપાળે જે ચમક ઉપસી છે તે કશુક કહેવા થનગની રહી છે. ”
“ પપ્પા, આજે તો હું તમને માની ગઈ. લોકો કહેતા કે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તે તમે સિદ્ધ કરી બતાવ્યું છે. ”
“ લાગે છે હું આજે વધુ આનંદના અતિરેકે પાગલ થઇ જઈશ. ”
“ પાગલ ત્યારે થઈશ જયારે આપણી પુત્રવધુ પાસેથી વધુ સાંભળીશ. ”
“ કહે, જલ્દી કહે ગેમા મને વધુ મુંજવ નહિ. ”
“ ફરી એકવાર સૌ પાસે માફી માંગું છું. અમે લોકો પણ અલગ રહેવા ગયા તેમાં કોઈ સ્વાર્થ નહોતો. અમે લોકોએ પણ ઘણું બધું જાણ્યું ને અનુભવ્યું છે. સ્વતંત્ર રહીને ઘરની સંપૂર્ણ જવાબદારી અને આવી પડતી સમસ્યા કે અનેક સામનાઓને પહોંચી વળવું ઘણું કઠીન છે. ” ગેમા શ્વાસ લેવા રોકાઈ.
“ હા ગેમા સાચું કહે છે. જોબ પર જતા પણ અડધો જીવ ઘરે રહે. બાળકો સ્કુલેથી આવી ગયા હશે; ટયુશને જતા રહ્યા હશે કે કેમ ? વિગેરે. ” વિનેગે આગળ કહ્યું.
“ વડવા લોકો કાયમ કહે કે વધુ વાસણ સાથે રહે તો ખખડે. અને હું સારી રીતે જાણતી હતી અને બધા પર મને ખુબ ગર્વ હતો અને છે પણ. બધામાં મોટા હોવાના નાતે અમે લોકો એક એક્સપેરીમેન્ટ કરીને એક નવી પહેલમાં ઢાળવા માંગતા હતા. ”
“ હા મોમ, જેમ તમને અમે અલગ રહેવા જવાનું દુખ હતું તેમ અમે પણ દુખી હતા. પણ દુખ ખમીને એક બીજાની સંપ અને સહકારની લાગણીને વધુ સખત બને તે માટે પ્રયત્નશીલ હતા. અને આજે અમે બંને એટલા ખુશ છીએ કે અલગ રહીને તમને લકોને મિસ કરીને અમે જે ગુમાવેલું તેનો અફસોસ ભુલાઈ ગયો અને મન પુલકિત બનીને નાચે છે. ”
“ હા, આથી જ મેં કહ્યું કે પપ્પા મહાન છે. મમ્મી, મમતાની મુરત છે. ”
“ ભાઈ, ભાભી; તમે જે પગલું ભર્યું તે ધન્યતાને પાત્ર છે કે કેમ તે નહિ કહું પણ; અગર કોઈ મને પૂછે કે સ્વર્ગ કેવું હોય? તો એટલું જરૂર કહી શકું કે આપણા ઘરથી રૂડું તો નહિજ હોય ! ” પથે કહ્યું અને ભાવિન બનીને ભાઈ ભાભીના પગમાં પડી ગયો. આ જોઇને ઘરની દીવાલો પણ ગર્વ અનુભવીને એક બીજા સામે મલકાવા લાગી.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

18 Responses to ચાલો પાછા ભેગા રહીએ

 1. મૌલિક રામી કહે છે:

  સરસ શબ્દો ના પ્રયોગો

 2. Itsmine કહે છે:

  well done Ritesh bhai!! bahu saras!!

 3. Always welcome dear ! I hope you like to read my posts. When ever you get time please read રે મન ! post from navalika section.

 4. Ashok Vavadiya કહે છે:

  વાહહહહ મજાનો લેખ

 5. dee35(USA) કહે છે:

  આશા રાખીએ કે દરેક વિભક્ત કુટુંબ આ વાર્તા વાંચે અને વિચારે કે સંયુંક્ત કુટુંબના ફાયદા જ છે. દરેકે આપવાની જ ભાવના રાખવાથી સંપ જળવાઈ રહે છે.

 6. આપની વાત સાચી છે સાહેબજી. આપને મારી થીમ ગમી તે બદલ ખુશી થઇ.

 7. Mita Bhojak કહે છે:

  સરસ નવલિકા
  વિભક્ત કુટુંબ કરતાં સંયુક્ત કુટુંબના ફાયદા ઘણા જ છે પરંતુ આજની જીવનશૈલીને કારણે અને વિચારસરણીના અને સ્વતંત્રતાને નામે સંયુક્ત કુટુંબની ભાવના તૂટી રહી છે કે ક્યાંક ક્યાંક મજ્બુરીને કારણે ટકી રહી છે એવું બની રહ્યું છે. ત્યારે આપની વાર્તા વાંચી સંયુક્ત કુટુંબની સાચી ભાવના જાગે અને ‘ચાલો પાછા ભેગાં રહીએ’ તેવી ભાવના જાગે તેવી આશા રાખીએ

 8. nabhakashdeep કહે છે:

  સંયુક્ત કુટુમ્બ એટલે સથવારો..જીવનની ઘટમાળમાં અનેક સમસ્યાઓ હોય, જે હળવી બનાવવાનો કારગત ઉપાય એટલે સંયુક્ત પરિવાર.આપે આ સંદેશો સરસ રીતે, નવા જમાનાને સુસંગત થાય તેરીતે વણી લીધો.સરસ વાર્તા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • રીતેશ મોકાસણા કહે છે:

   આશા રાખું કે મારી કલમે હંમેશા લોકોને ગમે તેવું લખાણ લખાયે જાય ! નવલિકા ગમાડવા બદલ આભાર

 9. aataawaani કહે છે:

  વ્હાલા રીતેશ
  તેંતો ગજબની નવલિકા લખી..
  સંયુક્ત કુટુંબ હોય તો બે જણાં વચ્ચે કશોક વાંધો પડે તો એનું સમાધાન જલ્દીથી થઇ શકે એમકે વડીલો માટે બેઉ ને માન હોય છે . એકલાં સ્વતંત્ર રહેતાં પતિ પત્ની વચ્ચે વાંધો પડે તો સમજાવે કોણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s