એનીવર્સરી ગીફ્ટ

એનીવર્સરી ગીફ્ટ

બે વર્ષ પહેલા, સાગર અને રેવતી આજના દિવસે લગ્નના બંધને જોડાયા હતા. સુખમય અને સ્વસ્થ્યમય જીવન પસાર કરીને ધન્યતા અનુભવતા; એક બીજાની હૂંફે ખુશ છે. રેવતીની ઈચ્છાને માન આપીને આજે બંને દિવના દરિયા કિનારાનો લહાવો લેવા આવી ગયા છે. સૂર્યના સોનેરી કિરણોમાં રેવતીનો ચહેરો રેતાળ થર માફક ચમકી રહ્યો છે. સૂર્યમુખીના ફૂલ જેમ સાગર પણ રેવતીને કેન્દ્ર બનાવી અનુભૂતિનો આનંદ લઇ રહ્યો છે.
“ રેવતી, આપણું બીડ પાસ થઇ ગયું છે. હમણા જ મને કન્ફરમેશનનો કાલ આવ્યો. ”
“ વાઉ…ગુડ ન્યુઝ ઇન્ડીડ… ”
“ હા રેવતી, જ્યારથી તું મારા જીવનમાં આવી છે આપણો બિજનેસ એકદમ વધી ગયો છે. કાલે મેં ગ્રાફ જોયો તો ખ્યાલ આવ્યો કે આપણી પ્રગતિ અસીમ છે. ”
“ સાગર, રેવતીનો જન્મ જ સાગરમાં સમાવા માટે થયેલો છે. પિતા પરવત રાયથી વિદાઈ લઈને સ્વામી એવા સાગરનાં શરણોમાં સ્થાન પામીને હું પણ ધન્ય ક્યાં નથી બની ! ”
“  ચાલો માની લઈએ કે બેયનું સર્જન એકબીજા માટે થયું છે. આજ હું ખુબ ખુશ છું. માંગી લે, એનીવર્સરી માટે શું ગીફ્ટ જોઈએ તારે ? ” હાથનો હારલો રેવતીના ગળામાં આરોપતા તે બોલ્યો.
“ મારા મનમાં જે ઘૂંટાતું હતું એ જ તો તેં બોલી દીધું. વાહ રે આ જીવન અને તને પામીને તો હું ધન્ય બની ગઈ. ” સગરના ઓષ્ટોને ભીના કરતી રેવતી બોલી.
“ તારું આ ગઠબંધન તારી ગીફટને ઓગાળી ના દે પ્રાણેશ્વરી. ”
“ એટલી ભોળી આજ તો નહિ બનું સાગરેશ્વર. બસ મને એક નીલમનો સેટ લાવી આપીશ તો મારા સોનેરી જીવનમાં સુગંધ ભળી જશે ! ”
“ હમ યાદ આવ્યું, એક દિવસ તું પેલા ગ્લાસ કેશ પાસે કેમ સ્થિર થઇ ગયેલી. ”
“ રીયલી સાગર ? ઓહ આજે મને ખ્યાલ આવ્યો કે તું મારી જીણીમાં જીણી ફરતી નજરથી વાકેફ છે. ” વ્હાલથી તેના વાળમાં આંગળા ફેરવતા તે બોલી.
“ આ આથમતા સુર્યની હાજરીમાં તને ખાતરી આપું છું કે ઘરે જઈને તરત તને નીલમ સેટ અપાવી દઈશ. ઓર કોઈ ફરમાન સાહેબાન ? ” એક પગ વાળીને તે જમીન પર બેસી ને એક હાથ દિલ પર રાખીને માથું નમાવી તે બોલ્યો.
“ તું આજે મારા પર ખુબ મહેરબાન થઇ ગયો છે એનો ગેર લાભ નથી લેતી. પણ એક વિનંતી કરું છું કે….. ” ને ખુશીના જોમમાં વહેતી રેવતી અટકી ગઈ.
“ રેવતી અટકી જાય તો આપણા સંસારનો પ્રવાહ ખોરવાઈ જાય. મારી પ્રીતની પગલી પ્લીઝ, થોભ નહિ બોલી દે. તારી ખુશીને વહેવા દે. ” કહીને સાગરે રેવતીને પોતાની બાંહોમાં લઇ લીધી.
“ મારી વિનંતી એટલી જ છે કે ભલે આખા વર્ષ દરમિયાન મને એક પણ ગીફ્ટ ના આપે. પણ આપણી વેડિંગ એનીવાર્સરીએ મને જરૂર ગીફ્ટ આપીશ. ”
“ ઓહ એટલી જ વાત છે ? ડૂબતા સૂર્યના છેલ્લા કિરણની સાક્ષીએ કહું છું કે તને તારી ગીફ્ટ મળી જશે. હવે ખુશ ? ”
“ ખુશ નહિ ડબલ ખુશ ! ” ને રેવતીએ પોતાના સાગરને હૈયે મઢી લીધો.
દિવસો તો આવે છે ને જાય છે. નવા નવા કેલેન્ડરના પાનાઓ ફાટતા જાય છે. એમને એમ દિવસો વહી ગયા અને સાગર-રેવતીના આંગણામાં નાના ફુલ સમાન બાળકનું અવતરણ થયું.
જેવું બાળક થાય કે હૃદયપુરાણને આધીન; માંનો પ્યાર બાળક તરફ વધી જાય અને પતિ તરફ સહેજ ઘટી જાય. વધવાની અને ઘટવાની માત્રા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય ! પણ એક દિવસ તો એવું બન્યું કે એ બાબતની મીઠી તકરારે મોટું રૂપ લઇ લીધું.
“ રેવતી તને તો ખબર છે કે, હું તારા પ્યાર માટે કેટલો તડપું છું અને ઓફિસેથી ઘરે આવું કે પત્નીનો હાથ અને પ્યાર ના પમાય તો શું કામનું ? ”
“ સાગર મને સમજવાની કોશિશ કેમ નથી કરતો ? અને પુત્ર તો આપણા બેયનો છે. ”
“ હું તને એવું તો નથી કહેતો કે તું આપણા પુત્રને ધીક્કારીને અવગણે ! ”
“ અરે યાર કેમ આજે તું જીદ લઈને બેઠો છે ? મારા પણ કોઈ લીમીટેશન હોય કે કેમ ? ” સહેજ ઉગ્ર થતા રેવતી બોલી.
અને એ નાની એવી તકરારે બહુ મોટું સ્વરૂપ લઇ લીધું. રેવતી તો પોતાનાં બાળકને લઈને પાછી પોતાનાં પિતા એવા પરવત રાયના આશિયાનામાં અલોપ થઇ ગઈ.
ક્રોધમાં કેટલી તાકાત હોય તે આજે સાગરે જાણ્યું. જીદમાં કેટલો પાવર હોય તે માલુમ પડ્યું.
સાગરનું જીવન વળી પાછું ખુશીના તરંગો વિનાનું સુનું બની ગયું. રાત્રે સુવા માટે બેડ પર જાય કે દોડીને વ્હાલ કરતી આવતી અને પોતાનામાં સમાઈ જતી રેવતી દેખાતી. ગમનાં ઘૂંટડા ને ગળી જતો અને પોતાનાં ધંધામાં રચ્યા પચ્યા રહેવા સિવાય કોઈ આરો નહોતો. આમને આમ દશ મહિના ઉપર વીતી ગયા. રોજ એક એક કેલેન્ડરનું પાનું ફાડીને તે રેવતીના આગમનની રાહ જોતો. રેવતીના પ્યારનાં પ્રવાહ વિના તે સુનો સુનો રહેતો. આટલા બધા સમય પછી પણ રેવતી પીગળી નહિ એટલે તે પણ રેવતી વિના જીવવા ને કટી બદ્ધ થયો. અને રાબેતા મુજબ તે જીવવા લાગ્યો. કોઈ યુગલ ને જુએ કે; પક્ષીઓને ક્રીડા કરતા જુએ ત્યારે રેવતીની યાદ આવી જતી. પણ વળી પાછો મન મનાવીને ધંધામાં ડૂબી જતો.
સવારે સાગરે કેલેન્ડરનું પાનું ફાડ્યું કે તેના હાથ સ્થિર બની ગયા. કચરા ટોપલી બાજુ ફેંકાતું તૂટેલું પાનું હાથમાં અટવાઈ ગયું.
“ સાગર, તું કેટલો સારો પતિ છે. હું તો તારી પાસે વર્ષમાં એક જ ગીફટની આશા રાખું છું. છતાં પણ તું મારા બર્થ ડે પર પણ ગીફ્ટ આપવાનું ચૂકતો નથી. આ વર્ષે આવનારી એનીવર્સરીમાં મને શું ગીફ્ટ આપીશ ? ”
તેની નજરો વેગળી થઈને આગળ વધી પણ અરીસામાં જઈને અથડાઈ કે અંદર એક ઉદાસ, કોઈને ઝંખતો અને રડમશ ચહેરો દેખાયો.
પોતે વિચારવા લાગ્યો કે કાલે તો એનીવર્સરી છે અને પોતાની પ્રાણ પ્યારી પત્ની રેવતીને માટે ગીફ્ટ લાવવી પડશે. વિવશતા ને ખંખેરી તે બેડ રૂમમાં આવ્યો અને બહાર જવા માટે કપડા બદલવા લાગ્યો. કે મને એક સણસણતો સવાલ ગાલ પર માર્યો. કોના માટે તું ગીફ્ટ લેવા જઈ રહ્યો છે ? એના માટે કે જે એક પળમાં તને છોડીને ચાલી ગઈ ?
ગમે તેમ તોયે રેવતી મારી પત્ની છે અને સાગર તરફ આવવું તો રહ્યું જ ! એમ મનને મનાવતો તે બહાર નીકળ્યો. કારમાં બેસીને એક પળ માટે વીતેલ સમયને વાગોળવા લાગ્યો. રેવતી સાથે વીતેલ પળોમાં એવું શું હતું કે; જ્યાં રેવતી અવર નવાર હેંગ થઇ જતી ?? મનને ઘણું ઘુમાવ્યું અને અંતે એક મોલ પાસે જઈને તેણે કાર પાર્ક કરી.
ખરીદી કરીને તે આવ્યો ત્યારે મનમાં થોડી ખુશી અને દિલમાં ઘણો ગમ વ્યાપેલો છે. ખિન્ન મને તે ઘરે આવ્યો.
અરે રે ક્રોધનો જન્મ કેમ થતો હશે ?
બીજા દિવસે સવારે ઉઠીને ભારે હૈયે ઓફીએ જવા તૈયાર થયો. કપડા પણ આજે એકદમ નોર્મલ પહેર્યા હતા કે જે; રેવતીને ઓછા પસંદ હતા. મનમાં ઘણા ઉમંગોના મોજા આવીને શમી જાય છે. દર એનીવર્સરી તો કોઈ હિલ સ્ટેશન કે બીચ પર જઈને માનવતા. પણ આજે તો હિલ વાળા બુટ પહેરીને ઓફિસે જવું પડે તેવું છે ! બૂટ લાવીને સોફામાં લંબાવ્યું. આજે તો ઓફીસ જવાનું પણ મન નથી થતું. કચવાતા મને તેણે મોજા પહેરવાનું ચાલુ કર્યું. મનમાં વિચારોની આંધી ઉમટી છે. દિલમાં નિરાશાઓનો દાનાવળ પ્રકટ્યો છે.
હે ભગવાન આવી પળોમાંથી પણ નીકળવું પડશે તેવું કલ્પ્યું નહોતું.
તેનું મન હજી પણ બીજી કોઈ નકારાત્મક અભિગમે વિચારે ત્યાંજ ડોરબેલ રણકી. લથડાતા પગલે તે ઉભો થયો.
“ આ કુરિયર વાળા પણ….. ” બબડતા તેણે દરવાજો ખોલ્યો કે બાકીના નીકળતા શબ્દો ગળામાં થીજી ગયા.
એની આંખો કોઈ સ્વપ્ન તો નથી જોતી ને ! એની સામે પોતાની પ્રાણેશ્વરી રેવતી ઉભી છે. તેની નજરો તો નીચે જમીનમાં ઢાળી દીધી છે. આંખોમાં અફસોસ ઉભરાતો સાગરે જોયો.
“ હેપી મેરેજ એનીવર્સરી સાગર ! ” નીચું જોતા જ તે બોલી.
“ સેઈમ ટુ યુ રેવતી. ” બોલીને પોતાના બંને હાથ ફેલાવીને ઉભો રહ્યો.
રેવતીએ જોયું કે તે શરમાઈને સાગરની બાંહોમાં ગોઠવાઈ ગઈ.
“ તારી ગીફ્ટ….. ”
“ મને મળી ગઈ છે મારા હૃદયેશ્વર ! સાગરની બાંહોમાં રેવતીના સ્થાનથી તો વળી ભલા કઈ ગીફ્ટ મોટી હોઈ શકે ! મને માફ કરી દે ” રેવતીની આંખોમાંથી નીકળતી ધારા, સાગરને પલાળતી રહી.
ફરી વાર સાગર એજ મસ્તીમાં ઘુઘવાટ કરવા લાગ્યો.
ઘરની દીવાલો બોલી ઉઠી “ રેવતીનું સ્થાન તો સાગરના ઓવારે જ શોભે ! ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to એનીવર્સરી ગીફ્ટ

  1. very nice!!!Words and situation you choose are amazing!!

  2. પિંગબેક: એનીવર્સરી ગીફ્ટ – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s