ભાગો ભૂત આવ્યું

This post is dedicated to my friend Parashurama Shetty. Before 3-4 days he approached to me and suggested for one funny story happened near by his town Udupi. Soon i wrote this post. This post is not only for fun and humor but inspiration for people who blindly believes on fake Gurus who can control ghost / soul. Shetty, thanks for the sharing.

ભાગો ભૂત આવ્યું

ભૂત એક એવું વળગણ છે કે, એનું નામ માત્ર યાદ કરવાથી શરીરમાં બીક પેસી જાય. મિત્રો, એવું નથી કે ખાલી આપણા ભારતમાં જ ભૂતની બીકો લાગે છે. ભારત દેશની બહાર પણ લોકો ભૂતથી ડરે છે. ભૂત વિષે મારે બહુ લખવું નથી કારણ કે પછી મારે રાતની ઊંઘ હરામ નથી કરવી. સાલું એવું ય બની જાય છે કે ભૂતની બહુ વાતો કરવાથી આપણો પડછાયો પણ આપણને ડરાવે.
આવા ભૂતથી ભરેલા દેશમાં, ભૂતનું નિવારણ કરવા વાળા પણ ખરા !
આ ભૂતો કોણ હતા હશે ?
પણ એટલું જરૂર છે કે ઘણા લોકોએ ભૂત સાથે વાતો ને દોસ્તી કરેલી છે તો કોઈને ભૂતોએ ભોંય ભેગા પણ કરેલા છે.
અમારી તોફાની ટોળી નું કોઈ ઠેકાણું નહિ. કોઈ વાર તળાવની પાળ તો કોઈ વાર હાઈસ્કુલનું ગ્રાઉન્ડ કે બગીચો; બધે રમીએ. અમારા મહેલ્લાની બહાર એક મોટા લીમડાનું જાડ. એ જાડનો ઉપયોગ અમે બહુ કરીએ. ઝરમર ઝરમર વરસીને વરસાદ થંભી ગયેલો, એવા ટાઈમે બાજુની પોળ વાળો દલો અને જીગો ઘર બહાર નીકળ્યા. દલાને કોઈ એ બાતમી આપી કે જેમ્સ બોન્ડ જીગો કોઈ નવા સમાચાર લઇ આવ્યો છે. દલાએ, નરીયા તથા ટીનાને પૂછી લીધું, પણ કોઈ સજ્જડ જવાબ ના મળ્યા. હકાને પૂછવાની એની હિંમત નહિ. ત્યાં આજે તો પોળના નાકે ખુદ જીગો જ મળી ગયો. તેને આસપાસ જોયું અને ખાત્રી કરી લીધી કે કોઈ દેખાય છે કે કેમ ?
વળી મનમાં નક્કી કર્યું કે જીગો એમ જટ દઈને એમ રસ્તા પર એવું રહસ્ય નહિ કહે.
“ જીગા ચાલ લીમડા પર ચડીએ.”
“ અત્યારે ? ”
“ તું ચલ તો ખરો ”
ને દલો એને પરાણે લીમડા પર લઇ ગયો. બેય ઉપર જઈને બેઠા પછી જીગાએ કારણ પૂછ્યું.
“ દલા, હમણા એવા કોઈ ન્યુઝ નથી. પણ તે મને આટલે ચડાવ્યો તો કહી કહી દઉં કે હકો પેલી પીન્કી પાછળ પાગલ થઇ ગયો છે. ”
“ ભલું થાય ભૂદરનું, આતો મને તો ઠીક આપણી આખી ટોળી ને ખબર છે. ચાલો હવે જઈએ રાત પડી જશે. ”
પછી બેય ઘરે જતા રહ્યા. મિત્રો પછી જે બન્યું તે એક ઈતિહાસ બની ગયો. ઘરે ગયો તો દલો તો બેબાકળો બની ગયો; એનો મોબાઈલ મળે નહિ. મોબાઈલ ખોવાઈ જાય તો એકદમ આશાનીથી કેમ મેળવવો તે ચાવી આપવાનો રેકોર્ડ અમારે અશોક ઉર્ફે અશ્કાના નામે. સારું થયું કે એને અશ્કાનું સ્મરણ થયું. ઉપડયો અશોક પાસે. બેય આખા રસ્તે મોબાઈલ મળે તે માટે જોતા ગયા. છેલ્લે લીમડાના જાડ પાસે આવ્યા. અને અશોકે દલાના ફોનમાં રીંગ મોકલી. એનો મોબાઈલ ના રણક્યો પણ લીમડા પર કોયલ બોલી.
“ સાલું હવે તો લીમડા પર પણ કોયલો આવા લાગી. ”
“ અશોક, થેંક યુ વેરી મચ મોબાઈલ મળી ગયો. ” ને તે અશ્કાને વળગી પડયો.
દલાએ વાત કરી પછી ખબર પડી કે એ કોયલ નહોતી પણ દલાએ મોબાઈલમાં કોયલ બોલે તેવો રીંગ ટોન સેટ કર્યો હતો. દલો તો મોબાઈલ મળવાની ખુશીમાં ઘરે જતો રહ્યો, પણ અશોકને નવો તુક્કો આપતો ગયો.
બીજા દિવસે સાંજે સૂર્ય આથમી ગયો કે ટપોટપ લોકો પોત પોતાનાં ઘરમાં જવા લાગ્યા. અને રાત્રીએ કાળું આવરણ ઓઢીને સંકોડાઈ કે લીમડાના જાડમાંથી નાનું છોકરું રડતું હોય તેવો અવાજ આવવા લાગ્યો. કોઈ સાંભળી ગયું ને બી પણ ગયું. બીવે એમાં કોઈ અતિ શયોક્તિ નહોતી. કારણ એકદમ સ્પષ્ટ અને વ્યાજબી હતું કે, ઝાડ પર કોઈ નાનું બાળક કેમ હોય ? અને હોય તો ચડી કેમ શકે ? સાલું બન્યું ય એવું કે પાંચ પાંચ મીનીટે બાળક રડે અને છાનું રહી જાય. બે દિવસમાં તો વાત આખી પોળમાં વહેતી થઇ ગઈ. અને લોકો તો રાત્રે પેલા લીમડાના ઝાડ પાસે જવામાં પણ ડરવા લાગ્યા.
પોળના વડીલ લોકોએ એક ખાસ મીટીંગ બોલાવી અને નક્કી કર્યું કે ભૂતને વશમાં કરે તેને બોલાવવો. બીજા દિવસે તો અમલ પણ થયો. અને રાત પડી કે બધા લીમડાના ઝાડ પાસે એકઠા થયા કે, પેલું બાળક રડવા લાગ્યું. પેલા ભૂત કંટ્રોલીસ્ટે લીમડાને ફરતે પાંચ ચક્કર લગાવ્યા. કંઈક મંત્રો બોલીને કહ્યું કે “ ભૂત તો જરૂર છે, એને ભગાડવા માટે પાંચેક હજાર ખરચ આવે. ”
પોળ અને મહેલ્લા વાળાએ નક્કી; કર્યું કે ઠીક છે બધા વહેંચી લેશે; પણ ભૂત તો જાય !
બીજા દિવસે પેલા ભાઈ અમુક સામાન અને વશીકરણના પુસ્તકો સાથે આવી ગયા. મિત્રો, સાચે જાદુ થયો. એમનાં મંત્રોના પ્રભાવે રાત્રે પેલો રડવાનો અવાજ બંધ થઇ ગયો. બધા પોળ વાળા ખુશ થતા વળી જેમનાં તેમ બની ગયા.
રાતનો સમય અને પોળમાં શાંતિ એ સામ્રાજ્ય સ્થાપેલું તેવા સમયે મારો પરમ અને ધરમ મિત્રો હકો લીમડાના ઝાડ પાસેથી નીકળ્યો કે એક બિહામણો અવાઝ આવ્યો.આથી હકો તો બી ને એવો ભાગ્યો કે અશોકે એને જડપી લીધો.
“ હકા કોઈ ભુત બુત નથી, ચાલ મારી સાથે. ખાલી તમાશો જોયે રાખ. ” અશોકે ખુલાસો કર્યો.
વળી પાછી પોળમાં ભૂતની બીકે ઘર કર્યું. અને પેલા તાંત્રિક મહાશયને બોલાવાયા.
“ ભૂત પહેલા બાળક હતું હવે મોટું થઇ ગયું છે, તો એને ભગાવવા માટે દશ હજાર રૂપિયાનો ખર્ચ આવશે. ”
બધા તો સંમત થઇ ગયા, કારણ કે ભૂત હવે બાળકમાંથી મોટું બની ગયું છે. પણ હકો તો એકદમ વચ્ચે કુદી પડ્યો.
“ સારું દશ નહિ પણ વિશ હજાર આપીશું પણ ભૂત ભાગી જવું જોઈએ. ”
“ કેમ નહિ ભાગે એના બાપને પણ ભગાડી દઈશ. ”
વળી બીજા દિવસે ભૂત ભગાડવાની વિધિ ચાલુ થઇ. અને વળી એક વાર જાદુ થયો. ભૂતનો અવાઝ આવતો બંધ થઇ ગયો. કે પોળ વાળા બધા એકદમ ખુશ થઇ ગયા. પણ હજી ભૂત ગયું નહોતું. વળી પાછા બિહામણા અવાજ આવવા લાગ્યા. હકો તો જઈને પેલા તાંત્રિક ને બોલાવી લાવ્યો. અને આખી પોળ વાળાને ભેગા કર્યા.
“ હવે તમે ભૂતને બોલાવી શકો છો ? ”
“ એ કેમ બોલે ? ભગાડી કાઢ્યું છે કેવું ! ”
“ આ અશોક બોલાવી દે તો ? ” એમ હકો બોલ્યો કે અશ્કો તો કયારનોયે વલૂર ઉપડેલી હોય તેમ હતો. ખિસ્સામાં હાથ નાખીને ભૂતને બોલાવ્યું. બધા જોઇને દંગ રહી ગયા. “ લો આ બંધ….લો આ ચાલુ….” અને અશ્કાએ બધાને જાદુ બતાવ્યો. જોત જોતામાં દલો તો લીમડા પર ચડી ગયો અને જઈને અશોકે ઉપર મુકેલ મોબાઈલ લઇ આવ્યો. અને વળી જાદુ બધા વચ્ચે બતાવ્યો. આથી પેલા તાંત્રિક તો કોઈને ખબર ના પડે તેમ સરકવા લાગ્યા. કોઈ એકે બુમ પાડી
“ પકડો એને ” અને બધા એની ઉપર તૂટી પડ્યા અને મારીને પેલા પાંચ હાજર કઢાવ્યા.
આ ઘટનાએ ત્રણ વ્યક્તિને બહાદુરી પુરષ્કાર મળ્યા. આમને આમ જ મારો મિત્ર પ.પુ.ક.ધુ. શ્રી હકેશ્વર લોક લાડીલો નેતા બની જાય છે.  ( પ.પુ.ક.ધુ. = પરમ પૂજ્ય કરતુત ધુરંધર)

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

6 Responses to ભાગો ભૂત આવ્યું

 1. રીતેશ મોકાસણા કહે છે:

  Thank you Maulik

 2. Alok Singhal કહે છે:

  After reading the opening, i was really hoping it would be English. Alas!

  I am sure it is a great story!

 3. Ramesh Patel કહે છે:

  વાત રહસ્યમયને હાસ્યકથામાં આબદ વણી લીધી…બનતી વાતો ઈંતજારી વધારે ને રહસ્ય ઉપરથી પડદો ઊચકાય..એમાં આપની હથોટી માપી લીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s