વિરામમાં વ્યસ્તતા !

વિરામમાં વ્યસ્તતા !
એક વર્ષ બાદ જેની રાહ જોવાય તે જુલાઈ અથવા ઓગષ્ટ મહિનો. આ બે મહિનામાં બધા વારા ફરતી વેકેશન માણી લે. આના લીધે કંપનીમાં પણ કામ કરવાના કલાકો વધી જાય. ચેક ઇન કરીને ફ્લાઈટમાં બેસીએ ત્યારે વતન અને તેના સ્મરણો વાગોળતા હૈયું હરખાય. મારા માટે આ વખતે ફ્લાઈટમાં બેઠા બેઠા ઓછા દિવસોમાં વધુને વધુ કામ કેમ પતાવવું અને વધુમાં વધુ લોકોને મળી શકાય તેવાજ વિચાર કર્યા. ઓફિસમાં બધાની વિશ લઈને નીકળ્યો કે બોસ મળી ગયા. વિશ સાથે મને કહ્યું કે આ વેકેશનમાં ક્યાંય ફરવા જવાના કે ? ના માંજ જવાબ આપીને હું નીકળી ગયેલો.
મિત્રો વધુ તમને બોર ના કરતા એક વાત જરૂર ટાંકીશ કે જયારે પણ હું કોઈ બ્લોગરને મળું ત્યારે હિસ્ટરી બને છે. આ વખતે હું સૌના પ્યારા એવા મૌલિક રામી ને મળ્યો. મૌલિક રામી વિષે લખું તો કદાચ એક નવલકથા બની જાય પણ એટલું જરૂર કહીશ કે ચારેક કલાક તેમની સાથે વિતાવેલા, એમાં ખોબે ખોબે વાતો કરી;જાણે બંને વર્ષોના મિત્રો હોઈએ ! તેમને મળ્યા બાદ ખુબ હર્ષ થયો કે એકદમ વ્યસ્ત હોવા છતાં પણ અડધા દિવસનો સ્લોટ તેમના માટે ફાળવીને હું ધન્ય બન્યો છું. એક અફસોસ રહી ગયો કે પહેલી મુલાકાતને કચકડે કંડારી ના શક્યો. કારણ પણ નાજુક હતું; કહેવાય કે વાતોના વડામાં પાણી પીવાનું ભૂલી ગયા. આ લખતા લખતા પણ તેમની નમ્રતા મારી આંખો સમક્ષ તરી રહી છે. અને સૌથી વિશેષ વાત તો એ બની કે તેમની સહાય થી વી.ટીવી ચેનલમાં અમારી ફિલ્મ ટીમના ઈન્ટરવ્યું પણ ગોઠવી આપ્યા. એક નવો મિત્ર મળ્યાનો આનંદ હૈયે ધરબી દીધો.
મારી ગુજરાતી ફિલ્મ ALWAYS રહીશું સાથે ના એડીટીંગમાં હું અને ડીરેક્ટર યુવરાજ જાડેજા એટલા વ્યસ્ત હતા કે કયારેક વડાપાંવ ખાઈને ચલાવી લેતા. મુખ્ય વાત કહું તો આ ટ્રીપમાં ચાર ઈન્ટરવ્યું થયા. જેમાં અગ્રેસર ન્યુઝ પેપર માટે, બીજું વી.ટીવી. ચેનલ માટે ત્રીજું સીનેમેજીક મેગેજીન માટે અને ચોથું ગુજરાતી ચેનલ માટે. આ બધા પબ્લીશરો અને બ્રોડ કાસ્ટિંગ સાથે સંકળાયેલ ઓફિસરોનો ખુબ ખુબ આભાર. મિત્રો ખુબ રસ લઈને ફિલ્મ માટેના સમાચાર વાંચતો કે ચેનલ જોતો વ્યક્તિ પોતાને જુએ કે પોતાનો ઈન્ટરવ્યું વાંચે ત્યારે કેટલો હરખાય તે આપ સૌ સમજી તો શકો જ !
અને છેલ્લી વાત એ ટાંકીશ કે, ફિલ્મ રામ-લીલા હિન્દી ફિલ્મમાં ગીત ગાઈને પ્રખ્યાત બની ગયેલા સિંગર એવા શ્રી ઓસમાણ મીર સાથે મુલાકાત થઇ. અમારી ફિલ્મમાં એક ગઝલ ફ્લેવર સાથેનું ગીત રેકોર્ડીંગ દરમ્યાન એમની સાથે થયેલ મુલકાત પણ એટલીજ યાદગાર રહી. વગર સંગીતે એમને સાંભળ્યા ત્યારે માની ગયો કે એમજ કઈ સિંગર બની જવાતું નથી.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to વિરામમાં વ્યસ્તતા !

  1. Archana Kapoor કહે છે:

    bahu saras… happy to know about the vacations well spent… 🙂

  2. વ્હાલા રીતેશભાઈ તમને મળવા મળ્યું એ એક ખરેખર લ્હાવો હતો. તમારી કામ માટે ની જે લગની હતી એ જોઈ ને મને ઘણું શીખવા મળ્યું. મારી કવિતા કોઈ સમાચાર પત્રક માં કે સામાયિક માં છપાય એના કરતા પણ અનેકઘણો આનંદ તમારા બ્લોગ ઉપર તમારા દ્વારા લખાયેલી કીંમતી એક ફકરો વાંચી ને થાય છે. ખૂબ ખૂબ આભાર તમારો સમય ફાળવવા બદલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s