ધ્વજ વંદન

આ રચના હર એક શહીદોને અર્પણ છે જે દેશની શાંતિ માટે શહાદત વહોરે છે. જય હિન્દ !!!!

ધ્વજ વંદન

ધીરે ધીરે વર્ગમાંથી બધા વિદ્યાર્થીઓ બહાર આવે છે. સૌના મુખ પર એક ચાંદાના તેજ જેવું સ્મિત રેલાઈ રહ્યું છે. પગમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સૌની વચ્ચે ચાલતા મૃદંગના મુખ પર તો જાણે કેટલીયે વીજળીનું તેજ ફરી રહ્યું છે. મનોમન સૌ હરખાઈ રહ્યા છે. સૌ પોત પોતાના ઘરે જવા લાગ્યા. મૃદંગ પણ ઘરે આવ્યો. સ્કુલ બેગને ઉતારીને; જઈને પોતાની મોમને વળગી પડ્યો.
“ અરે અરે, શું વાત છે, આજે તો રોજની જેમ કોઈ ધમાલ નહિ. ”
“ મોમ, આજે હું બહુ ખુશ છું. ” ખુશીની એક મહોર પોતાની મોમના ગાલ પર મારતા મૃદંગ બોલ્યો.
“ ઓકે બાબા, હવે તો કહીશ કે આજે કેમ ?  ”
“ સ્યોર વ્હાય નોટ, મોમ આજે મામલતદાર સર સ્કુલમાં આવ્યા હતા. ”
“ એ તો આવે બેટા, કશું કામ હશે. એમને કોઈનું એડમીશન લેવાનું હશે. ”
“ શું મોમ તું યે, સ્કુલે જતી નથી એટલે બધું ભૂલી ગઈ, અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે. અત્યેર કેવાના એડમીશન ? ”
“ ઓકે બાબા ઓકે, હવે તું જ કહે ” તેના પર વ્હાલ વરસાવતા તેઓ બોલ્યા.
“ પંદરમી ઓગષ્ટ આવે છે; એ તો ખ્યાલ છે ને મોમ ? ” વધુ મીઠડો થતા મૃદંગે પૂછ્યું.
“ બહુ પટુડાવેડા કર્યા વગર કહે ને ”
“ મામલતદાર સર આ વખતે સ્પેશીયલ સ્કુલમાં આવેલા. તેઓ એટલે આવેલા કે આ વખતે ધ્વન વંદન સહેજ અલગ રીતે ઉજવાશે. હવે હું વાત પૂરી જ કરી દઉં છું. તને તો ખ્યાલ છે કે દર ૧૫મી ઓગષ્ટે અને ૨૬મી જાન્યુઆરીએ ચોકમાં ધ્વન વંદન થાય છે ? અને એ પણ મામલતદાર સરના હાથે. ”
“ હા બેટા મૃદુ, એમને જ કરવાનું હોય. ”
“ હમ…તો એજ વાત સ્પેશીયલ છે મોમ. આ વખતે ધ્વજ વંદન અમારી સ્કૂલનો કોઈ પણ એક વિદ્યાર્થી કરશે. ”
“ હા એ વાત નવી કહેવાય. પણ કેમ ? ” એવું  અધીરાઈથી તેની મોમ બોલી.
“ તેઓની એવી ઈચ્છા છે, તેઓ કહેતા કે આજનું બાળક આવતી કાલનો નાગરિક છે. એને મજબૂત બનાવો; યુવાનોના બલિદાન અને સહકારે દેશ આઝાદ થયો છે. ”
“ સાચી વાત કહી. ”
“ હવે તને મારી ખુશીનું કારણ કહું. આ વખતે ધ્વજ વંદન મારા હાથે થશે. ”
“ ઓહ માય લવલી સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ ” કહીને તે મૃદંગને ઊંચકીને ગોળ ગોળ ફરવા લાગી.
કોની માં આટલી ખુશ ના થાય. અરે આખી સ્કુલમાંથી પોતાના પુત્રને ભાગે ધ્વજ વંદન !! અને એ પણ ગામના ચોકમાં. હરખને આજુબાજુમાં તે વહેંચવા લાગી. તો મૃદંગ પણ ખુશી નો માર્યો ફૂલ્યો સમાતો નથી. અને ૧૫મી ઓગષ્ટની સવારની રાહમાં જુમવા લાગ્યો.
“ મોમ, મારા કપડાને આજે ઈસ્ત્રી બરાબર કરજે. અને ટાઈ થોડી વધારે કડક બનાવજે. ”
“ હા મૃદુ હા, કોણ જાણે તારા લગન થશે ત્યારે તો કેવાય હુકમો કરીશ. ”
“ મારે તો સૌથી પહેલા પહોંચી જવું પડશે. ”
“ હા દીકરા હા, રોજે આવો વહેલો ઉઠી જતો હોય તો ? હજી તો સાત જ વાગ્યા છે ને ધ્વજ વંદન તો આઠ વાગ્યે હોય. ”
“ મોમ, તું જ તો કહેતી હોય છે કે થોડા વહેલા નીકળવામાં શાણપણ ”
“ હા…. ” અને તેના બાકીના વાક્યો ગળામાં થીજી ગયા. રોડ પર પોલીસની સાઈરન સંભળાઈ.
હમણા ઘણાં સમયથી સાઈરન સાંભળી નથી. શું બન્યું હશે ?
“ લે તું યુનિફોર્મ પહેરી લે…… ” કહીને તેની મોમ ઘર બહાર નીકળી. અને જે સમાચાર સંભળાયા તે જાણીને એકદમ ભાંગી પડી. અરેરે શું થઇ ગયું ? લોકો અંદરો અંદર ક્યાં સુધી લડતા રહેશે ? ક્યાં સુધી કપાતા રહેશે ?
કોમી તોફાને શહેરમાં કર્ફ્યું લાગી ગયો. આ સાંભળીને પોતાના હરખ ઘેલા પુત્રની હાલત કેવી થશે ? એમ વિચારતી તે ઘરે આવી.
ઘરે આવીને જોયું તો મૃદંગ ગાયબ. તેના તો હોશ કોશ ઉડી ગયા. જઈને, ન્યુઝ પેપર વાંચતા પતિ પાસે દોડી ગઈ.
“ આપણો મૃદુ ક્યાં ? ”
અને બંને ઘર બહાર આવ્યા. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહિ. આજુબાજુ વાળાને પણ પૂછી જોયું. કોઈ પતો ના લાગ્યો, એટલે રોડ પર દોડી ગયા. હજી તો થોડા આગળ ગયા કે પોલીસની જીપ દેખાઈ કે તેઓ ડરના લીધે છુપાઈ ગયા. બેય વિચારવા લાગ્યા કે મૃદંગ કયા ?
મૃદંગ તો ઘરેથી નીકળીને રોડ પર આવી ગયો છે. એક પોલીસની જીપ આવી કે તેને રોક્યો.
“ ઓય ક્યા જાય છે ? આજે તો સ્કુલમાં રજા હોય. ”
“ હું ધ્વજ વંદન કરવા જાઉં છું. આજે મારે ધ્વજ વંદન કરવાનું છે. ” કહીને તે જવા લાગ્યો.
“ લાગે છે આજે એને રાત્રે ધ્વજ વંદન કરવાનું સ્વપનું આવ્યું હશે. ” બીજા પોલીસને કહેતા એક પોલીસ વાળો ભાઈ બોલ્યો.
“ એને પૂછીને એના ઘરે મૂકી આવો. નાહક ઝપટમાં આવી જશે. ”
“ ના મારે ઘરે નથી જવું, મને ચોકમાં જવા દો. બધા મારી રાહ જોતા હશે. ધ્વજ વંદન કદી બંધ ના રહે. ”
એક નાના બાળકના કાલા કાલા શબ્દો અને તેની જીદ આગળ બધા પોલીસ વાળા લાચાર બની ગયા.
“ સર એને ચોક સુધી લઇ જઈએ…પછી ઘરે મૂકી આવીશ. આટલા નાના બાળકને સમજાવવો પણ કેમ ? એમાં બળજબરીની તો વાત જ ક્યા કરવી ? ”
મૃદંગને લઈને બધા ચોકમાં આવ્યા.
“ જો હવે, કોણ તારી રાહ જુએ છે ? ”
જીપમાંથી તે નીચે ઉતર્યો અને એક નજર તિરંગા પર કરી. ઓશિયાળો બનીને સંકોડાયેલો તિરંગો હવામાં લાશની જેમ જુલે છે. મૃદંગ મનમાં વિચાર કરે છે; રાત્રે કેટલાં લાડકોડથી શણગારેલ તિરંગાને આમ જ છોડી દેવાનો ? અને એવું તો કેવું કે પંદરમી ઓગષ્ટ અને ધ્વજ વંદના નહિ ?
તેના મનમાં એક વિચાર ઘુસી ગયો અને દોડી ગયો ધ્વજના પોલ પાસે. એક જ જાટકે દોરીને ખેંચી. તિરંગો તો હવામાં જુલવા લાગ્યો અને ખુશખુશાલ થઇ ઉઠ્યો. ખુશખુશાલ મૃદંગ પણ સલામ ભરીને ગાવા લાગ્યો… “ જન ગણ મન અધિનાયક જાય હે….”
જીપમાંથી બધા પોલીસો ઉતરીને તિરંગાની શાનને ઉન્નત બનાવવા સલામી આપીને મૃદંગને શુર પુરાવતા ગાઈ રહ્યા.
તેઓ વિચારવા લાગ્યા કે, હાય રે આ આઝાદ ભારત દેશ છે ? બલિદાનો આપીને દેશને મુક્ત કર્યો. માં ભારતીને કાજે જવાનો શહીદ થયા. એનો આજ બદલો કે સ્વતંત્રતા ના દિવસે કોમી રમખાણ ? ભાઈ જ ભાઈનો રક્ત પ્યાસો ?
લોકો ગમે તે કરે પણ આજનો સુર્ય તો મલકાતો મલકાતો મૃદંગને વંદી રહ્યો
ભારત માતાકી જય !                                                                    જય હિન્દ !!!! 🙂 🙂

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to ધ્વજ વંદન

 1. Swati કહે છે:

  ખૂબસૂરત લેખ
  કરા મધર ઇન્ડિયા !!

  • રીતેશ મોકાસણા કહે છે:

   વાહ રે સ્વાતી, આપને ગુજરાતી આવડે છે ? ખુબ આભાર
   If you can read my posts in English, will makes me more happier.
   Thanks for your kind words.

   • Swati કહે છે:

    Haha.. I actually first translated your post in english then read it.. though translation was weird somewhere but i know how these translators works. you can’t expect them to be 100% correct. I was able to get the story and depth of article.
    And this comment in Gujarati.. I first wrote it in hindi and then got it translated in Gujarati 😉 🙂

   • રીતેશ મોકાસણા કહે છે:

    Yup, i knew it…but still you may get theme behind.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s