આડેધડ

આડેધડ

મારા હાસ્ય લેખમાં આવતાં નામો બિલકુલ કાલ્પનિક છે, એવી માહિતી મેં પેજના મથાળે જ આપેલી છે. આજે હાસ્ય લેખ લખવા બેઠો; પણ કઈ સુજતુ નથી કે આજે કોને બકરો બનાવવો ? વચ્ચે એક યાદ આવેલી વસ્તુ લખી નાખું છું; નાહક પાછું ભૂલી જઈશ. એક દિવસ જીલો મને કહે “ તું ગામ આખાના છોકરા વિષે લખે છે; પણ કદી મારા વિષે કેમ નહિ ? ” એમ બોલીને તે એકદમ ગળગળો થઇ ગયેલો. તો મેં એને પ્રોમિસ આપેલી કે આ વખતે એના વિષે લખીશ. તો મેં પણ બાજી મારા હાથમાં રાખી લીધી, એકદમ કૃષ્ણ માફક. લખવાની પ્રોમિસ આપેલી પણ આખો લેખ એના વિષે લખવો કે કેમ; એ તો સમય પર આધાર. એમ માનીને અત્યારે પહેલા એના વિષે લખી દઉં. જીલો એટલે અમારા મહેલ્લાનો નહિ. અમારા મહેલ્લાથી થોડે દુર એનું ઘર, એકલું અટુલું ! કોઈ પડોશી નહિ એટલે બિચારો અમારી જોડે રમી લે. કોઈ એની સાથે ઝઘડે તો બીજે રમવા ઉપડી જાય.
જીલાની ખેંચવા મેં એને પૂછ્યું “ જીલા, તું તો અમારા મહેલ્લાનો ક્યાં છે ? ”
“ તો દલો પણ ક્યાં તમારા મહેલ્લાનો છે ? ” એણે વળતો હુમલો કર્યો.
“ એ તો ક્યારેક એ સ્ટમ્પ લાવે ને એટલે ” મેં થોડો બચવા કરવા કર્યું.
“ ઓયે, મેં તે દિવસે મેચ જીતાડી આપેલી તે ક્યાં ગયું ? ” જીલાએ મારા પર દિવ્યાસ્ત્ર છોડ્યું. હવે એના વિષે લખ્યા વગર નહિ ચાલે એમ મનમાં નક્કી કર્યું. કારણ, તે દિવસે હું તો શૂન્ય રને આઉટ થયેલો; પણ બીજા ત્રણ સારા સારા બેટ્સમેન શૂન્ય રને આઉટ થયેલા.
તો આવા બધા કાલ્પનિક પાત્રો છે, કોઈ પણ વ્યક્તિનું નામ કે પરાક્રમ અસલી નથી. ઓન્લી હેરી પોટર !!
ભલે જે થવું હોય તે થાય પણ આજે તો હું મારી સાથે મોટા થયેલા અને રમેલા બધાનો તમને ઓરોજીનલ ટચ આપું છું. મારો પરિચય આપીને તમને કન્ફ્યુજ નહિ કરું. અમે બે ભાઈ, મારાથી નાનો હાલમાં અમદાવાદ સિરામિક ચીજોનું ટ્રેડીંગ કરે છે. લાઈનમાં પહેલું ઘર દરજીનું. એમને ત્રણ છોકરા મોટો હસમુખ ઉપનામ ગાંડો. એના ઓરીજીનલ નામ પ્રમાણે એનામાં ગુણ એકદમ ઉલ્ટા. જરા પણ હસમુખો નહિ. અને ઉપનામ પ્રમાણે પણ ગુણ ઉલ્ટા, એકદમ સીધો ને ભોળો. જે આજે  ટેલરીંગનું બહુ મોટું કામ ચલાવે છે. બીજો કનૈયો, ઉપનામ ડાહ્યો. એના માટે પણ બેય નામો પ્રમાણે ગુણ ઉલ્ટા. જે આજે સુરતમાં  ટેલરીંગનું કામ કરે છે. સૌથી નાનો પ્રફુલ્લ, ઉપનામ ચકો. જે  સુરેન્દ્રનગરમાં પેઇન્ટીંગનું કામ કરે છે; ‘પ્રફુલ્લ પેન્ટર’ બહુ જાણીતું નામ છે. એમની બાજુમાં નરેશ રહે. ખાલી નરેશ એક જ એવી હસતી છે કે જેનું અસલ નામ અને કરતુત મેં બતાવ્યા છે. એના ફાધરની ટ્રાન્સફર થયા પછી એ શું કરે છે કોઈ બાતમી નથી. એની બાજુમાં બે ભાઈ ઇકો અને ઇભલો રહે. અસલ નામ ઇકબાલ અને ઈબ્રાહીમ. એ બંને ભાઈઓ અંદરો અંદર, વાદ-વિવાદ કરીને ખુબ જઘડતા. એ બે વચ્ચે એકવાર એવો જઘડો થયેલો, કોઈ ઈતિહાસ કે વર્લ્ડ રેકોર્ડોની બુકમાં પણ જોવા ના મળે એવો. ઇકો કહે ઇભલાના વાળ એનાથી વધુ કેમ વધે ? હવે આમાં ઇકાને કેમ કરીને શાંત પાડવો ?
એમના ગયા બાદ એમના ઘરમાં કુદરત ખાન રહેવા આવેલા. એમનાં ઘરમાં સંસ્કૃતિ, સભ્યતા, અને બીજાને માન આપવાની આગવી નિખાલસતા મેં જોયેલી છે. એમને એક છોકરો ઘણો નાનો, નામ એનું ભોલુ; જે  અમારી ટોળીનો સભ્ય બને તે પહેલા તેઓ બીજે રહેવા જતા રહેલા. એમની બાજુમાં મકડદમનું ઘર. બધા એમને મકડદમ કહેતા; પણ હતા તેઓ મુકાદમ. અગર કોઈએ રેલ્વેના પાટા પર ચાર પૈડા વાળી હાથ ટ્રોલી જોઈ હોય તો. એમનો ઠાઠ મેં નજરો નજર જોયેલો છે. માથે સાફો, ઇન્સર્ટ હોય, વરસાદ હોય કે ના હોય કાયમ તારક મહેતા વાળા પોપટલાલની જેમ છત્રી રાખે. એકદમ અકડ થઈને ટ્રોલીમાં બેઠા હોય, બાજુમાં છત્રી ભરાવેલી હોય. બે જણા ટ્રોલીને ધક્કો મારીને ગબડાવતા હોય. એમને એક દીકરો (રમો) રમેશ, પણ એ ભાગ્યેજ અમારી સાથે રમે. એવું નહોતું કે એને અમારી જોડે ફાવતું નહિ, પણ તે ઘણી નાની ઉંમરે કામે લાગી ગયેલો. આજની ભાષામાં જોબ પર લાગી ગયેલો. અમારી પોળની ભાષામાં એવું કહેતા કે ભણવાની ઉંમરમાં કામે લાગી ગયો.
એમની બાજુમાં જે ઘર હતું તે લાઈક ગોડાઉન હતું. પછીના ઘરમાં રહે મેબુપ; અસલ નામ મેહબૂબ. પણ બધા એને મેબુપ, મેબલો મેબુ વિગેરે નામથી બોલાવીને માન આપતા. જો કે અમે બધા ઘણા ખરા અંશે વિવેકી ખરા. બધાને એવા માનો આપ્યા વગર બોલાવીએ જ નહીં ને ! એક વ્યક્તિ એવી હતી કે જેને અમે કદી એવું માન આપીને બોલાવી નહોતા શક્યા; નામ એનું તપેલો. એનું ઉપનામ તો સાલું અમને મળેજ નહિ. કેટલાયે સંતોને અમે પૂછી વળેલા. પણ ખેર, ધાર્યું ધણીનું થાય ! એ મેબુપને એક મોટો ભાઈ રહીમ, જે પાણીના ટેન્કર મેનેઝ કરતો.
બીજી લાઈનમાં રહે અરુણ ભાઈ, એ પણ ઘણા મોટા અને રહીમ ભાઈના ખાસ મિત્ર. એમેના બાજુમાં બે ભાઈ, મહેન્દ્ર અને હરેન્દ્ર ! એમાંથી મહેન્દ્રભાઈ એટલે તોફાની નંબર વન. અને હરેન્દ્ર એટલે એટલો જ ડાહ્યો અને પ્રમાણિક. બેઉ ભાઈ હાલ એસ.ટી. ખાતામાં નોકરી કરે છે. એમની બાજુમાં મારો ખાસ મિત્ર વિક્રમ ! એપણ ત્રણ ભાઈ, નાનો ટીકુ મતલબ રઘુવીર અને સૌથી નાનો બકુલ જેનું કોઈ ઉપનામ હજી સુધી મહેલ્લાને ચોપડે નોંધાયું નથી. એટલે માટે નહોતું નોંધાયું કે એ ખુબ નાનો હતો અને અમારી સાથે રમતો પણ નહિ.
એની બાજુમાં રહે બે ભાઈ, અમરત અને જીગો ( જેમ્સ બોન્ડ જીગો નહિ) બેઉ ભાઈ એકદમ સીધા ને સરળ. ગમે તેની લપેટમાં આવી જાય એવા. એની બાજુમાં રહે ધોમણ ભાઈ, એમને બે છોકરા. મોટો ભલો, અસલ નામ ભાઈલાલ. એના ફાધરની જેમ પોલીસમાં એટલે ખાલી ક્યારેક હાથ સાફ કરવા બેટિંગ કરી જાય. પણ ભાથીડો કદી બોલિંગ ના કરે તે અમને બધાને ઘણી વાર ખૂંચતું. અમે કશું કરી નહોતા શકતા. કારણ, એક તો મોટો અને બીજું પોલીસ. એક નિખાલસ વાત કરી દઉં… ખબર નહિ કેમ પણ અમે લોકો પોલીસથી બહુ ડરતા. મને હસવું આવતી એવી વાત એ હતી કે, એ અને એના ફાધર બેઉ બીડી પીએ. ઘરે બંને સામસામે બેસે. વાતો કરતા કરતા એક જણ બીડી કાઢે અને બેય વારાફરતી બીડી સળગાવે.( એક દીવાસળી થી ) એ બંને એ પર્યાવરણ બચાવોની શરૂઆત કરેલી એવું અમારો હકો માને છે. આ અદ્ભુત દ્રશ્ય જોઇને મને ખુબ હસવું આવતું. આ જોઇને હું ઘરે દોડી જતો, ક્યારેક ફાધર મને હસતો જોઈ જાય એટલે મારા પર ગુસ્સે થતા. એનો નાનો ભાઈ રમલો, અસલ નામ રમેશ. આ બધા મિત્રો અમારા મહેલ્લાના.
એનાથી થોડા આગળ જઈએ કે બગીચા પાસે રેલ્વેના ક્વાર્ટર. રેલ્વેવાળા બાધાના નામો હસવું આવે તેવા. ત્રણ ભાઈ, ભોપલો, અગલો અને ભકલો. બીજા બે ભાઈ, મેરીયો અને બેચરો. અને એમાય જેના મેં આગળ વખાણ કર્યા તે સૌનો પ્યારો તપેલો. તપેલો એનું રીયલ નામ, ઉપનામ શું હતું તે હજી સુધી ખબર નથી. ગુગલગ્રંથ થી લઈને વિકિપીડિયા વાળાનો પણ સંપર્ક કરી જોયો, હજી સુધી કોઈ પત્તો નથી લાગ્યો. હવે તપેલા ને કેવી રીતે એ નામ સિવાય બોલાવવો?
એનાથી થોડા આગળ જઈએ કે ઈરીગેશનના ક્વાર્ટર. એમાંથી પફલો, અસલ નામ પ્રફ્ફુલ રમવા આવે. એની સાથે બે ભાઈ પકો ( પકાની તો બધાને ખબર હોય ) અને હરિયો (હરિયો એટલે અસલ નામ હરેશ નહિ પણ હરિ) પણ આવે. એનાથી થોડા આગળ જઈએ કે હોસ્પિટલના ક્વાર્ટર. પવલો ટોની, અસલ નામ પ્રવીણ. એનું નામ ટોની એટલે પડેલું કે તે ક્રિકેટર ટોની ગ્રેગ જેમ લાંબો હતો. અને ઘણાં અંશે સારું બેટિંગ પણ કરી લેતો. કેતન ને કદી અમે લોકો હેરાન નહોતા કરતા. કારણ બહુ સીધું હતું કે, એના ફાધર એટલે બધાને ડોકટરે લખી આપેલી દવા આપે, અને એકદમ ભોળો. બાજુમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર, એમાંથી ખાલી જગો એક જ અમારી સાથે રમી શકે તેવો. પોલીસના ક્વાર્ટર ને અમે લોકો પોલીસ લાઈન કહેતા. પણ કોઈની મજાલ કે પોલીસ લાઈનમાંથી નીકળે. એકવાર હું એક મારા કલાસમેટ સાથે પોલીસ લાઈનમાંથી નીકળેલો, તે જાણે હોલીવુડ સ્ટુડીયોમાં થી પસાર થયો હોય એટલો ફોર્મમાં આવી ગયેલો. જો કે એવો કોઈ ડર પોલીસ લાઈન વાળાએ ઉભો નહોતો કર્યો. પણ ડર અમારા મનમાં થી જહોતો નહોતો. અને એમાંય પી.એસ.આઈ. પણ એમાં રહે. લો બોલો, હવે કેમ કરી તમે એમાંથી નીકળી શકો ??
બગીચો, એટલે અમારું સૌથી હોટ ફેવરીટ રમવાનું સ્થળ. અને એક રમત અમે રમતા “ ઈંગણી ઠીંગણી ” !! આ રમત મેં બીજા કોઈ શહેરમાં રમાતી જોઈ નથી. આ રમત જોવા માટે તો હું યુરોપનાં ઘણા શહેરો ફરી વળ્યો છું; પણ ત્યાંય મને કોઈ “ ઈંગણી ઠીંગણી ” બોલતું દેખાયું નહિ.
એ રમત ખાલી બગીચામાં જ રમી શકાય એવો એક નિયમ હતો. રમત રમતા પહેલા જે કડીઓ ગાતા તે મને બધી યાદ નથી જેટલી આવડે છે તેટલી લખું છું. જેની બાજુ છેલ્લી આંગળી અટકે તેને દાવ આપવાનો.
ઈંગણી ઠીંગણી કોરા ગાંઠીયા
આગ બળે કે આગમાં સિંદુર
લાઈનની ડિટેલમાં બહુ પડવા જેવું નથી, પણ રમવામાં બહુ મજા આવતી.
આ લેખમાં જણાવેલ બધા નામો સાચા છે. લેખ લખવા પાછળ કોઈ વ્યંગ કે કોઈને ઉતારી પાડવાની ભાવના નથી. છતાં પણ વાંચીને કોઈની પણ લાગણી દુભાય તો માફી માંગુ છું. મારા બધા મિત્રો એ મને ખુબ સાથ અને સહકાર આપેલો છે. હું કોઈને પણ ભૂલી શકું તેમ નથી. સૌ મિત્રો ને ભગવાન કુશળ અને તંદુરસ્ત રાખે. મિત્રો, તમે મને યાદ કરો છો ??? ………હવે આગળ નહિ લખી શકાય!!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s