બ્રેક કે બાદ !
ઘણા બધા મિત્રોને મેં ઈમેલ લખીને અને ઘણા ને મેસેઝ દ્વારા જણાવ્યું છે. ઘણા મિત્રોએ મારી રીક્વેસ્ટને પોતાના બ્લોગ પર લખી છે. બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. આ પહેલા પણ મેં એક પોસ્ટ મુકેલી જેમાં મેં મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ વિષે લખેલું. શ્રીમાન ચંદ્રવદન કાકા અને શ્રીમાન હિમત લાલ જોશી (આતા) એ મને ફિલ્મના આશીર્વાદ આપેલા અને મારી ફિલ્મ આગળ વધેલી. આપ સર્વે મિત્રોના શુભેચ્છા અને સહકાર સાથે ફિલ્મની યાત્રા શરુ થયેલી. મિત્રો, મારી ફિલ્મ પૂરી થઇ ગઈ છે. અને હવે ટૂંક સમયમાં પરદા પર લોકો માણી શકે તે માટે પ્રદર્શિત થશે. આખી યાત્રા દરમ્યાન સીધી યા આડકતરી રીતે મને સહકાર આપનાર સર્વે મિત્રો અને સબંધીઓનો હું દિલથી આભાર માનું છું.
ડોક્ટર ચંદ્રવદન મિસ્ત્રીને તો લગભગ બધા બ્લોગ મિત્રો ઓળખાતા જ હશે. કાવ્ય લખવાની તેમની આગવી શૈલીથી પણ એટલાજ જાણીતા. મારી ફિલ્મ બનતી હતી ત્યારે તેમને એક કાવ્ય બનાવેલું અને પોતાનાં બ્લોગ ચન્દ્રપુકાર પર મુકવા માટે મને કહેલું. છેલ્લા ઘણા સમયથી તેમનો સંપર્ક કરવા પ્રયત્ન કરેલ, પણ તેમની કવિતા એમજ રહી ગઈ. તો મિત્ર એજ કવિતા હું આજે મુકું છું. તમે એવું જ માનો કે એ ચન્દ્રવદન કાકાએ જ મૂકી છે. મને વિશ્વાસ છે કે અગર તેઓ મારા બ્લોગ પર પોતાનું કાવ્ય વાંચશે તો ખુશ થશે. એક મહિના માટે હું ભારત જઈ રહ્યો છું. હરિ કૃપાએ મ્યુજિક ઓડીઓ અને મારી નવલકથા રૂપે બુક બંને સાથે રીલીઝ થાય. અને ફિલ્મ પ્રીમિયર પણ ખરું. બની શકે તો મારી હાજરીમાં જ ફિલ્મ ને દેશ વિદેશમાં રીલીઝ કરવાની છે. આથી બ્લોગ પર નવી પોસ્ટ કદાચ ના પણ મૂકી શકું. અગર આપમાંથી કોઈ વિદેશમાં હોય અને ત્યાં મારી ફિલ્મ રીલીઝ કરવામાં રસ ધરાવતું હોય તેને હું એકદમ મામુલી દરે ફિલ્મના રાઈટ્સ આપી દઈશ. ફરી એક વાર બધાનો ખુબ ખુબ આભાર.
“હંમેશા રહીશું સાથે ” ફિલ્મરૂપે !
“કલ્પ સીને આર્ટ્સ”ના બેનરે ટુંક સમયમાં જ એક ફિલ્મ હશે,
“ઓલવેઈજ રહીશું સાથે “નામે એ ફિલ્મ જોવા માટે હશે,
તો, ફિલ્મ જોવા આવશોને તમે ?………………………………(૧)
એક નવલકથામાં ડોકટરી સારવાર સાથે ડોકટરોના હ્રદયભાવો હશે,
એવી હ્રદયસ્પર્શી પ્રેમકહાણીની આ ફિલ્મ તમો સૌના દિલો હરશે,
તો, ફિલ્મ જોવા આવશોને તમે ?…………………………..(૨)
ગુજરાતી ભાષામાં કહાણી જે ફિલ્મરૂપે બની છે,
તે તમે જો ના નિહાળી, તો એ તમજીવનની એક ભુલ હશે,
તો, શું કહો છો , ફિલ્મ જોવા આવશોને તમે ?……………….(૩)
થોડી વાટ જોવી પડશે તમોને, ધીરજ રાખશોને ?
ટુંક સમયમાં જ થીયેટરોમાં હશે, તો જોશોને ?
તો, ફિલ્મ જોવા આવશોને તમે ?…………………………(૪)
આજે, ચંદ્ર હૈયે છે ખુશી ઘણી, એ સત્ય છે,
રીતેશ-ઈચ્છા જો આજ પુર્ણ થઈ રહી છે,
ફિલ્મ જરૂર નિહાળજો, બસ, એટલી ચંદ્ર-વિનંતી રહે !………….(૫)
કાવ્ય રચના : તારીખ,જુન,૧૦,૨૦૧૫
——- ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી, USA
Best wishes for your movie 🙂
Thank you very much Archana 🙂
🙂 enjoy… also enjoy India… u r lucky that u go there so often 🙂
You are right, often visiting India; specially after being connect with film Industries.
“ઓલવેઈજ રહીશું સાથે “નામે એ ફિલ્મ જોવા માટે હશે,