પુસ્તક વિમોચન
પુસ્તક લખતી વખતે મારું મન એટલું એકાગ્ર બની જાય છે કે, ત્યારે મારા ફીલિંગ્સ કેવા હશે એ કલ્પી નથી શકતો. પુસ્તક લખાઈ ગયા બાદ તેને પેચ અપ કરતી વખતે મિશ્ર ફીલિંગ્સ થાય. સારા ફીલિંગ તો સમજી શકાય પણ અફસોસ એ થાય કે મામુલી ભૂલો પણ… ??? એ જ પુસ્તક પ્રિન્ટ થઈને હાથમાં આવે ત્યારે ચેહરા પર એક નિરાળું સ્મિત ઉભરી આવે. એ પુસ્તકનું વિમોચન થાય તે પુસ્તક અને લેખક બેય માટે આનંદની અનુભૂતિ. આખી પ્રોસેસ દરમ્યાન શાંત બેઠેલું દિલ આ પ્રસંગે ના આવડતું હોય તોય નાચવા લાગે એવા ફીલિંગ આપે. આવી જ હાલત મારી થયેલી.
બે વર્ષ પહેલા લખેલી નવલકથા “ મારી ઉંમર તને મળી જાય ” ને બે રીતે ન્યાય મળ્યો. એક તો તે ઈન્ટરનેટના બંધનમાંથી આઝાદ થઈને પુસ્તકના રૂપમાં ફેરવાઈ. અને બીજું કે એ શબ્દોમાંથી એક ગુજરાતી ઓલ્વેયજ રહીશું સાથે નામે ફિલ્મ નિર્માણ પામી.
ફિલ્મ જો કે પહેલા બની ગઈ હતી. ફિલ્મ જયારે બીજા સ્ટેજમાં હતી ત્યારે મને એવો વિચાર આવ્યો કે; જે નવલકથાને મેં ફિલ્મના બીબામાં ઢાળી છે; તો એને પુસ્તકનાં બીબામાં કેમ નહિ ? એનું સાચું બીબું તો પુસ્તક જ છે. આથી મન મક્કમ કરીને પુસ્તકને પબ્લીશ કરવા બાથ ભીડી. મનમાં એવું હતું કે આના પરથી ફિલ્મ બની છે એટલે સારા પબ્લીશર મળી જશે. પણ એવું કશું ના થયું. ત્યાર બાદ એમાં શ્રી મૌલિક રામીની એન્ટ્રી થઇ. જેને આપ સૌ કદાચ સારી રીતે જાણો છો. એમને પણ આ પુસ્તક પબ્લીશ થાય એના માટે ધગશ બતાવી અને એટલું હોમ વર્ક અને હાર્ડ વર્ક કર્યું કે પુસ્તકપબ્લીશ કરી ને જ શાંતિનો શ્વાસ લીધો. ભાઈ શ્રી મૌલિક, તમારો આભાર માનવા માટે શબ્દો ઓછા પડશે. પણ રૂબરૂ મળીએ ત્યારે એક વોર્મ હગની જરૂર પડશે.
પુસ્તક તો હાથમાં આવી ગયું; ખુબ આનંદ થયો. અને વિચાર્યુ કે ફિલ્મ પ્રીમિયર વખતે પુસ્તક વિમોચન કરીશું. કોઈ પણ ફિલ્મી હસતી હશે તે કરી આપશે. પણ શ્રી મૌલિક રામીને કુદરતે કઈ અલગ સંકેત કર્યો કે પુસ્તક કોઈ સંતના હાથે વિમોચન થાય તો સોનામાં સુગન્ધ ભળે. મનમાં હું એવું બોલ્યો કે “ વધુ લાલચ બુરી બલા ” અને કદાચ ભગવાને જાણી જોઇને એ પળે એમના કાન બંધ કરી દીધા. જો કે હું, કે મૌલિકભાઈ બેય એમ હાર ના માનનારા ખરા. ( અમને એવું અભિમાન નહિ, હાર માની પણ લઈએ.)
મિત્રો, હસવામાંથી ખસવું થાય તેની વિપરીત કહેવત મુજબ મારું પુસ્તક પૂજ્ય સંતશ્રી મોરારી બાપુના હાથે વિમોચન થાય તેવા વાદળો બંધાયા. અમે તો હવામાં ઉડવા લાગ્યા. પૂજ્ય બાપુએ નવ તારીખે પુસ્તક લઈને એમનાં આશ્રમે પહોંચી જવા કહેલું. મારાથી તો જવાય તેમ નહોતું પણ મેં પૂજ્ય બાપુને એક પત્ર લખી આપ્યો. મૌલિક ભાઈએ પુસ્તકો સાથે પત્ર મોકલી આપ્યો મહુવા ગામે. જેમને હું રૂબરૂ મળ્યો પણ નથી એવા મારા ઇન્ટરનેટ મિત્ર શ્રીપાર્થરાજ જાડેજા અને તેમના (હવે મારા પણ) મિત્ર યુવરાજભાઈ ડોડીયા આ પુસ્તકને પૂજ્ય બાપુના હાથે જ વિમોચન થાય તેવા રીતસરના જીદે ભરાયેલા. નવ તારીખે સાંજે, બંને મિત્રો અને મારા ફિલ્મી મિત્ર શ્રી કુલદીપ જાડેજા; પૂજ્ય બાપુના આશ્રમે પહોંચી ગયા; 5.45 વાગ્યે બાપુના હાથમાં મારું પુસ્તક વિમોચન થયું.
મારો આપેલો પત્ર વાંચ્યો.( ગુલાબી પેપર,જે નીચેના ચિત્રમાં છે ) પુસ્તકનું શીર્ષક વાંચીને તેઓ બોલ્યા “ વાહ..શીર્ષક બહુ ગમ્યું…..આ પુસ્તક હું જરૂર વાંચીશ. રીતેશભાઈ ને મારા તરફથી આ સપ્રેમ ભેટ આપજો….જય સીતારામ ” મિત્રો, આને ભગવાનની કૃપાથી વિશેષ હું કશું ગણતો નથી. આ પુસ્તકને લોકો સુધી પહોંચડવામાં શ્રી મૌલિકભાઈ તથા પ્રકાશક શ્રીપ્રકાશ સુથારનો હું ખુબ ખુબ આભાર માનું છું. પરમ મિત્રો એવા શ્રી પાર્થભાઈ, યુવરાજ ભાઈ અને કુલદીપભાઈનો દિલથી આભાર માનું છું. આ પુસ્તક ને વેચાણ માટે શ્રી મૌલિક ભાઈએ જવાબદારી ઉપાડેલ છે, તેના માટેથી વિશેષ આભાર.
મિત્રો એક ખાસ વાત કહેવાની રહી ગઈ કે. મારા મિત્રો જયારે બુક વિમોચન સમયે ઉભેલા એમાંથી ત્રણ વ્યક્તિ બાપુ પાસે ઉભા હતા અને એક ફોટા પાડે. આથી ત્યાં હાજર, પ્રખ્યાત શ્રી માયાભાઈ આહિરે એમની પાસેથી કેમેરો લઈને બધા ફોટો પાડી આપેલા અને વિડીઓ પણ શૂટ કરી આપ્યો. માયાભાઈ આહીરને પણ ખાસ ધન્યવાદ.
PHOTOGRAPHS BY : MAYABHAI AAHIR
રીતેશભાઈ, એ જે પણ કોઈ મૌલિકભાઈ હશે..તમારી સાથે મિત્રતા પામીને ખુબ નસીબદાર હશે….મને પણ તમારી અને એમની મિત્રતાની jealously થાય છે….ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ…પુસ્તક અને ફિલ્મ બંને superhit..
મૌલિકભાઈ….આપની ધગશ,મહેનત અને મારી ધીરજે રંગ લાવી દીધો. આપના પાવનકારી શબ્દોથી બ્લોગ મઘમઘી ઉઠે છે
અભિનંદન…….અભિનંદન……
ધન્યવાદ !! 🙂
સરસ, ખુબ ગમ્યું તારી બુક મોરારી બાપુએ વિમોચન કરી.
આતાનાઆશિષ
બસ આમજ આશિષ આપતા રહેશો
Thank you very much !
Congratulations!!! May you see a great success!
Regards,
Sindhu
Tantu
The Arts & Me
Thank you very much Sindhooo
પ્રિય રીતેશ
દેશીંગા નો એક સપુત મયુર ક્ન્દોરી જામનગર રહે છે તેને મેં તારી મુવી વિષે વાત કરી છે .અત્યારે હું ખુ બ અશક્તિ ભોગવું છું . એટલે સંતો ભાઈ વાળી કવિતા હું લખી શકું એવી સ્થિતિમાં નથી 53 કળીયુ થઇ ગઈ ;દેશીંગા ના ઈતિહાસ વાળી બુક તું સરસ દીપાવીશ , આ બુક જોયા પછી મારામાં નવી ચેતના આવશે છેલ્લી કડી
कंप्यूटर में लिखता था तीन भाषामे कविता बनाई
गिर पड़ा सीमेंट कोंक्रीट उपे हिप (hip )की हड्डी टूट जाइ …संतोभाई
પ્રિય રીતેશ
તુંતો મારા લેખો ખૂણે ખાંચરેથી ગોતી ને વાંચે છે; બહુ ખતીયો માણસ કહેવાય.મને બહુ ખુશી થાય છે .
ધન્યવાદ