કાના
આ મોતી સા બીન્દુડા વીણી ભરું છાબડી
ખોબલે ને ખોબલે હું ભરીશ એને થાબડી
જતન કરી રાખ્યા જેહ હેતથી રૂડા વધાવી
વહાલે પરોવીને નવલી તારી માળા બનાવી
ખીલી ઉઠી જો પ્રભાતે ને વેરતી કુંજે સ્મિત
મઘમઘી ઉઠ્યું છે મારું વનરાવન કેરું હેત
ચૂંટી ચૂંટી ને એને વીણું સખી હૈયે મલપતી
જોઈ લે જે તું માધવ હું વાત કોઈને ના કેતી
હસમુખડી થઈ છોડે આજ ખીલી છે કળીઓ
તારી પ્રીતે થઇ ઘેલી ભલે વધે છો વેરીઓ
માળા પહેરાવીશ તને ફૂલડે વધાવીશ કાના
મુખ ના ફેરવીશ ભલા કરે રાધા અછોવાના
વાહ, સુન્દર, અનોખું ” પ્રેમલક્ષણા ભક્તિ ” વ્યક્ત કરતું ભજનકાવ્ય.
“મુખ ના ફેરવીશ ભલા કરે રાધા અછોવાના”
🙂 🙂 🙂
Halo , I have to learn Gujrati now as to be able to read it if possible kindly write few of your lines in english fonts so that one like me can also be able to read .. 🙂
Thanks for your interest ! Being honest for me it’s difficult to write in English from my creation. Also from translation, not exactly.
Tip : open my blog in google chrome and you may find language option. Select accordingly.
I can understand Riteshji but I will manage as few words are understandable and once i practice reading your thoughts i will learn it soon .. as google translation kills the emotions .. like one of the poem i undeestood moti bindheri n chajri and your status as sahityaras Thak so i will manage. thankyou for your visit and your effort n also i can read the title kana 😉
Understood ! Thanks for your interest !!
🙂 🙂
🙂
કામણ ગર કાનને આ ભજન દ્વારા સારો લડાવ્યો અભિનંદન પ્રિય રીતેશ
આતા, તમને ગમ્યું તેની ઘણી ખુશી 🙂
કાનને હ્રદય પુષ્પ માળા પરોવેલીજ છે . અને કાનો તને ઉત્સાહિત કરતો જાય છે . અને મારા પગની સર્જરી મટતી જાય છે .