કેડી બનાવી
અમે કદમો ઉપાડયા વાટે જેવા
સીમાડો વટાવી રે નીકળી કેવા
દિલમાં હામ ઘણી રે ત્યાં જવા
જવાશે કેમ લગી કેમ રે કહેવા
તમે પગલા પાડીને રૂડી કેડી બનાવી
દિલમાં હામ ને મનડે ઉપાધી
મન ની વાતું કોઈને ના કીધી
એકલ પંડે કરી જાઉં દેહ ઢીલો
જટ રે કપાશે પથ દોડી અટૂલો
તમે પગલા પાડીને રૂડી કેડી બનાવી
મુખવાસ : કોઈ રસ્તો ના સુઝે તો; કેડીએ કેડીએ જવાથી કોઈક તો મંઝીલ આવશે.
उक़ाबी रूह जब बेदार होती है जवानोमे
नज़र आती है उनको अपनी मंज़िल आस्मानोमे
વાહ આતા ખુબ સરસ પંક્તિઓ
પ્રિય રીતેશ
તારું પરાક્રમ ગીચ જંગલમાં પણ કેડી બનાવે એમ છે।
આતા,
તમારા જેવા એ પાડેલ કેડી પર ચાલીશ તોયે ઘણું